Amidst the whirlwinds of doubt - 9 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 9

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 9

સગાઈ તોડવાના મક્કમ મન સાથે સોનાલી એ 9 –10 દિવસ થઈ ગયા છતાં પણ મેઘલ સાથે વાત કરી નહોતી, એ પોતાના વિચારો માં સ્પષ્ટ હતી, પણ આ દિવસો દરમિયાન મેઘલ ની મમ્મી ના લેન્ડલાઇન પર ફોન દર બીજે દિવસે આવતા, સોનાલી એમની સાથે પણ વાત કરવાનું ટાળતી, સોનાલી ના મમ્મી પણ બહુ ટૂંક માં વાત પતાવી દેતા, આ વખતે પણ મેઘલે ઘર માં વાત કરી જ હશે, સગાઈ તોડવાની તો જ એની મમ્મી ના અચાનક આટલા બધા ફોન આવતા હશે, એવું સોનાલી નું માનવું હતું, એ ઘરમાં પણ એના મમ્મી–પપ્પા ને કહેતી કે જલ્દી થી ના પાડી દે , સોનાલી ને મેઘલ નું અને એના માતા–પિતા નું ઇમોશનલ બ્લેકમેઇલ જરાય ગમતું નહોતું, કેમેય કરી ને જલ્દી છૂટી જવાય તો સારું, એવું સતત એનું મન પોકારી ઊઠતું.            સોનાલી પોતાના માં –બાપ ને મેઘલની સાથે સગાઈ નથી રાખવી એ સ્પષ્ટતા નો ફોન આવતીકાલે કરી  દેવાનું એ ચર્ચા અને પોતાનો નિર્ણય સ્પષ્ટ છે એ ફેમિલી સમજાવી ને ઉપર પોતાના રૂમ માં ગઈ, અને શાંતિ થી સૂઈ ગઈ , આજે એ થોડી હળવાશ અનુભવી રહી હતી, છેલ્લા કેટલાય દિવસો નો સ્ટ્રેસ જાણે જતો રહ્યો હોય એવી શાંતિ લાગતી હતી, આજે પણ મેઘલ નો ફોન આવ્યો હતો, પણ સોનાલી એ ઉપાડ્યો નહોતો. વાત કરવાનો કોઈ અર્થ જ નહોતો, આટલા દિવસો માં એક વાત નક્કી થઈ ગઇ હતી કે એ ઘર અને ઘર માં રહેતા માણસો ના વિચારો સાથે સોનાલી ને જરાય મેળ આવે એમ નહોતું, મેઘલ ને થોડું દુઃખ થશે તો સોનાલી ને પણ થવાનું હતું જ્યારે સંબંધ તૂટે ત્યારે બંને પક્ષે સરખું  જ દુઃખ થાય, સોનાલી મનોમન વિચારી રહી કે ભલે થોડું દુઃખ થાય, પણ આખી જિંદગી તો દુઃખી નહીં થવાય, મેઘલ ને એને લાયક પાત્ર મળી રહેશે ઈશ્વર એને ખુશ રાખે, અને પોતાને પણ લાયક અને મનગમતું ઠેકાણું મળી રહેશે, આ પોઝિટિવ વિચારો સાથે સોનાલી એ શાંતિ ની ઊંઘ કરી એ ક્યારે સૂઈ ગઈ એને પોતાને ખબર ન રહી.                બીજા દિવસે સવારે તે વહેલી ઉઠી ગઈ, ટ્યુશન ની છોકરીઓ હમણાં આવી જશે, એ વિચાર સાથે એણે ફટાફટ પોતાના નિત્યક્રમ પતાવવા માંડ્યા, સવાર ની  6: 45 થઈ ત્યાં તો સ્ટુડન્ટ આવવાના ચાલુ થઈ ગયા, આજે સોનાલી તૈયાર થઈ ને સ્ટુડન્ટ ની રાહ જોતી બેઠી હતી, દરરોજ તો બધા સ્ટુડન્ટ આવી જાય પછી પોતે 7 :00 વાગ્યે જ રૂમ માં આવતી, પણ આજે તેને વહેલી રૂમ માં બેઠેલી જોઈ છોકરીઓ ને નવાઈ લાગી, તે પૂછતી હતી કે મેમ કેમ અમને આજે જલ્દી છોડી દેવાના છે ? કંઇ છે? આજે આટલા વહેલા ટ્યુશન  સ્ટાર્ટ કરશો ?   સોનાલી ને હસવું આવતું  આજે સોનાલી ખુશ હતી, એક હળવાશ અનુભવી રહી હતી, એણે હસતા હસતા જ જવાબ આપ્યો કે મેમ વહેલા ના આવી શકે? જરૂરી થોડું છે કે ટાઇમે જ અવાય. બસ આવી મીઠી રકઝક અને વાતો વહેલા આવેલા સ્ટુડન્ટ્સ સાથે ચાલતી હતી ત્યાં જ બાકી ના સ્ટુડન્ટ્સ પણ આવી ગયા, આજે સોનાલી નો બંને બેચ ના સ્ટુડન્ટ્સ સાથે સરસ દિવસ ની શરૂઆત થઈ હતી,એ ટ્યુશન પતાવી ફટાફટ સાડી પહેરી સ્કૂલ જવા નીકળી ગઈ, સ્કૂલ માં પણ સોનાલી 12th ના સ્ટુડન્ટ્સ નાં આખું વર્ષ એક્સ્ટ્રા ક્લાસ લેતી, સોનાલી ને ગમતું, તેની સ્કૂલ માં મોટા ભાગના સ્ટુડન્ટ્સ આજુ બાજુ ના નાના ગામડા માંથી આવતા, જેઓ પોતાના માં–બાપ ને તેમના કામ માં મદદ કરી ને સ્કૂલ માં ભણવા આવતા અને આવા સ્ટુડન્ટ્સ આર્થિક નબળી પરિસ્થિતિમાં  ક્લાસિસ માં ભણવા નહોતા જઈ શકતા, સોનાલી એ 1 મહિના માં  જોયું કે આ સ્ટુડન્ટ્સ ને ખરેખર મેહનત ની જરૂર છે, તેમનું account અને Statics વિષય બહુ જ કાચો હતો , એણે એ બધા સ્ટુડન્ટ્સ સાથે પર્સનલી વાત કરી અને તેમનું રૂટીન જાણ્યું, એ પછી સોનાલી એ નક્કી કર્યું કે તે કોઈ પણ extra ફી લીધા વગર દરરોજ 10 to 11 સ્કૂલ માં જ extra કલાસ એકાઉન્ટ અને સ્ટેટિક્સ વિષય ના લેશે અને 12 માં ધોરણ ના બધા જ વિધાર્થી આવી શકશે.          સોનાલી 9:55 સ્કૂલ પહોંચી ત્યાં તો બધા સ્ટુડન્ટ્સ રાહ જોઈ ને ઊભા હતા, સોનાલી ને એ વાત નો સંતોષ હતો કે તેને ભણવામાં ઉત્સાહી સ્ટુડન્ટ્સ મળ્યા હતા, લગભગ આખો ક્લાસ દરરોજ એક્સ્ટ્રા ક્લાસ માં હાજર રહેતો, સોનાલી ને પણ આવા ઉત્સાહી સ્ટુડન્ટ્સ ને ભણાવવામાં મજા આવતી. આજનો દિવસ સ્કૂલ માં પણ બહુ જ મજા અને હળવાશ વાળો રહ્યો હતો. સ્કૂલ છૂટ્યા પછી ઘરે જતાં સોનાલી અનુભવી રહી હતી  કે પોતે લીધેલો નિર્ણય એકદમ સાચો છે, નહીં તો તેને આટલી હળવાશ અને ખુશી નો અનુભવ તો ન જ થાય. એક સાચો નિર્ણય જીવન માં અને મન પર કેટલી સકારાત્મકતા, હળવાશ અને શાંતિ આપે છે, એ આજે પહેલીવાર અનુભવી રહી હતી.                 સોનાલી એ ઘર માં પગ મૂક્યો ત્યાં ઉપર રૂમ માં થી વાતો નો અવાજ આવી રહ્યો હતો, એને લાગ્યું કે કોઈ મળવા આવ્યું હશે, એમ સોનાલી ના ઘરે કોઈ ને કોઈ દરરોજ મમ્મી –પપ્પાને  મળવા આવનાર  હોય જ, એ સીધી રસોડા માં ગઈ, પાણી નો ગ્લાસ હાથ માં લઈ ગ્લાસ માં  પાણી ભરતા એણે મમ્મી ને પૂછ્યું  કોણ આવ્યું છે ?  એટલે તેની મમ્મી એ કીધું કે મેઘલ ના પપ્પા અમદાવાદ થી સવાર ના તું સ્કૂલ ગઈ પછી લગભગ 11 વાગ્યે સવારે આવ્યા છે, પણ તું ગઈકાલે રાત્રે સગાઈ તોડવાનું કહી ને ગઈ હતી એટલે તને સ્કૂલ માંથી અમે ફોન કરી ને ઘરે નહોતી બોલાવી.સોનાલી ની તો જાણે જીભ જ સિવાઈ ગઈ, પોતે કેટલી ખુશ હતી, અને હવે ફરી પાછું એનું એ જ સમજવાનું અને સમજાવવાનું ચક્કર ચાલશે ? એ મનોમન વિચારતી ઉપર ના રૂમ માં ગઈ,  દાદર ચઢી ને એ પોતાના રૂમ માં ગઈ, ડ્રેસ ચેન્જ કરી ફ્રેશ થઈ તે પછી નીચે આવી, તેની મમ્મી પાસે રસોડા માં ઊભી ઊભી પૂછવા લાગી, કેમ મેઘલના પપ્પા આવ્યા છે ? સગાઈ તોડવાની વાત કરી એટલે ? કે એમ જ? સોનાલી ની મમ્મી એ ખુલાસો કર્યો કે એમણે તો વચ્ચેરહી ને સગાઈ કરાવી હતી એ વ્યક્તિ ને ફોન કરી ને ના પાડવાના હતા, તેઓ એ ડાયરેક્ટ ફોન નથી કર્યો પણ મેઘલ ના પપ્પા એવું કહે છે કે છેલ્લા કેટલાય દિવસ થી સોનાલી મેઘલ સાથે વાત નથી કરતી, એટલે છોકરા ઓ કંઇ નેગેટિવ નિર્ણય લે એ પહેલાં આપણે મોટા ઓ એ સમજાવવા જોઈએ, સોનાલી ને આશ્ચર્ય થયું, મેઘલ એ સ્પષ્ટ વાત કરી હોય પછી પણ આવી રીતે સમજાવવા આવે ? બહુ કહેવાય ? ફરી બીજી જ મિનિટ એ વિચાર આવ્યો કે મેઘલ એ સાચી વાત કરી ના હોય અને પોતાની રીતે સ્ટોરી બનાવી ને કીધું હશે ? પણ જે હોય સોનાલી મન થી મક્કમ હતી, સોનાલી રસોડા માં ઉભી ઊભી વિચારતી હતી ત્યાં જ એને મેઘલ ના પપ્પા નો અવાજ સંભળાયો, તેમણે નોર્મલ વાત કરી ને સોનાલી ને જાણે સમજાવતા હોય એમ કહેવા લાગ્યા કે તું મારી દીકરી જ છે, તારે બીજું કઈ જ વિચારવાનું નહીં, પછી તેમણે અમદાવાદ જવા માટે પાછી રજા લીધી. તેમના ગયા પછી સોનાલી એ કોઈ કંઈપણ બોલે એ પહેલા જ બોમ્બ ફોડ્યો કે કોઈએ તેને સમજાવવી નહીં, પોતાને આ સગાઈ નથી રાખવી એટલે નથી રાખવી બસ અહીં વાત પૂરી. તે ગુસ્સા માં પોતાના રૂમ માં ગઈ, બસ રાત્રે જમવા ઊતરી ને પાછી પોતાના રૂમ માં તે પોતાના મમ્મી – પપ્પા સાથે કોઈ જ ચર્ચા કે સમજવા માંગતી નહોતી. ઘર માં એકદમ શાંત વાતાવરણ થઈ ગયું, કોઈ કોઈની સાથે કામ વગર બોલતું નહીં, સોનાલી પોતાના રૂમ માં રીતસર રડી પડી, આ તે કેવી જબરદસ્તી, તેના પોતાના શોખ હતા, એના પણ સપના હતા, અને આવું તો કેવું મેઘલ ના પપ્પા નું પ્રેશર, કે પોતાના છોકરા ને જે જોઈએ તે જોઈએ જ, સોનાલી કઈ રમકડું નહોતી, કે ગમ્યું અને લઈ લીધું,રડ્યા પછી તેને પોતાનો જ નિર્ણય સાચો હોવાનો અહેસાસ થયો, તે અડગતા થી પોતાના નિર્ણય પર મક્કમ હતી.