Amidst the whirlwinds of doubt - 17 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 17

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 17

સોનાલી ને 4 : 30 વાગે ઉઠાડી દીધી, સોનાલી થોડીવાર પથારી માં જાગતી પડી રહી આજે 5 ડિસેમ્બર એના જીવન નો સૌથી મહત્વ નો દિવસ, તેને પોતાની હથેળી જોઈ શ્લોક બોલી, આનંદ થી ભગવાન ને થેંક્યું કર્યું પછી પથારી માંથી ઊઠી નાહી – ધોઈ ભગવાન ને દીવા – આરતી કર્યા પછી મમ્મી એ બનાવેલી ચા પીધી, ચા પીતા –પીતા સોનાલી રડી પડી, એને મનમાં થઈ આવ્યું કે આવતીકાલે મમ્મીની બનાવેલી ચા પીવા નહીં મળે, સોનાલી ની મમ્મી પણ રડી પડી, તે આંસુ લૂછી ને સોનાલી ને શાંત રાખવા લાગી કે આજે તો આટલો સારો દિવસ છે તું રડીશ નહીં, બહુ રડીશ તો તને માથું દુખવા લાગશે, સોનાલી ની બહેનપણી એ સોનાલી ને આંખો પર થોડા હૂંફાળા કાપડ નો શેક કરી આપ્યો, પછી આંખો ઠંડા પાણી એ ચાર –પાંચ વાર ધોઈ, ગઈકાલે રાત્રે બહુ રડવાથી સોનાલી ની આંખો રડેલી હોય એવી સૂઝી ગઈ હતી, પણ શેક કરવાથી ખાસ્સો ફેર પડી ગયો હતો, સોનાલી ઉપર પોતાના રૂમ માં જઈ સાડી અને જ્વેલરી પહેરી તૈયાર થઈ ને નીચે આવી પછી તેઓ લગ્ન રાખ્યું હતું તે હોલ પર ગયા, ત્યાં સોનાલી પહોંચી ત્યારે 6 :40 થઈ હતી, સોનાલી એની બહેનપણી અને બહેનો સાથે હોલ ના રૂમ માં ગઈ, બીજા બધા બધા બહાર હોલ માં જાન આવવા ની રાહ જોતા વાતો કરતા બેઠાં હતા, જેમ જેમ તૈયાર થતા જાય એમ બધા મહેમાનો હોલ પર આવતા રહેતા હતા, 8 :30 થયા તો પણ જાન હજુ સુધી આવી નહોતી, ટાઈમ 7 :00 વાગ્યા નો હતો, હવે માંડવા પક્ષ થી ઉપરા ઉપરી બધા સામે પક્ષે ફોન કરવા લાગ્યા કે કેટલે પહોચ્યા છો ? તો સામે પક્ષે જવાબ આવતો કે અમે 2 લક્ઝરી તો બરોડા હોલ ની નજીક 7 :30 ના પહોંચી ગયા છીએ પણ પાછળ 3 ગાડી વાળા જેમાં વરરાજા પણ છે તે રસ્તો ભૂલી ને બીજે રસ્તે ગાડીઓ જતી રહી છે, વરરાજા ની ગાડી ની રાહ જોતા તેઓ હોલ નજીક રાહ જોઈ રહ્યા હતા. માંડવા પક્ષે બધાને અચરજ થયું કે રસ્તો કેવી રીતે ભૂલાય ? આટલા બધા બોર્ડ માર્યા હોય, ઘણી બધી વખત આવી ગયા હોય એટલે ઊંઘમાં હોય તો પણ સાચા રસ્તે ટાઇમે પહોંચી જવાય, સોનાલી ના પપ્પા એ તેમના 2 –3 સગા ને જ્યાં લકઝરી ઊભી રાખી વરરાજા ની ગાડી ની રાહ જોતા હતા ત્યાં મોકલ્યા, તેઓ એ આવી ને બધાને સાચી વિગત આપતા કહ્યું કે જાન ઉપડી ત્યારે મેઘલ ના કાકા ની ગાડી પ્રથમ રાખી હતી જેથી કોઈ રસ્તો ન ભૂલે, પછી બીજી ગાડી મેઘલ ના માસા ની હતી, અને ત્રીજી ગાડી વરરાજા ની રાખી હતી, અને પાછળ 2 લક્ઝરી, એવી રીતે આવતા હતા, પણ મેઘલ ના કાકા ની પહેલી ગાડી હતી એ બરોડા સીધા રસ્તે આવવાની જગ્યા એ બીજો ટર્ન લઈ નાના ગામડા ના રસ્તે જતી રહી એની પાછળ બીજી ગાડી અને પાછળ વરરાજાની ગાડી એમ ત્રણેય ગાડી બીજા રસ્તે જતી રહી હતી, અને લક્ઝરી ના ડ્રાઈવર એ સાચા રસ્તે લકઝરી ચલાવી ટાઇમે પહોંચાડી દીધા હતા, પણ હોલ નજીક આવતા વરરાજા ની ગાડી દેખાતી નહોતી એટલે ફોન કર્યા ત્યારે એ ત્રણેય ગાડી વાળા લોકો ને ખબર પડી કે તેઓ ખોટા રસ્તે બહુ જ આગળ નીકળી ગયા છે એટલે અહીંયા પહોચતા બીજા 2 કલાક થશે, આટલા પરફેક્ટ સમાચાર જ્યારે સોનાલી ના પપ્પા ને મળ્યા ત્યારે ખરેખર બધાને ચિંતા જેવું થઈ ગયું હતું, સામા પક્ષે બધું જ એક દિવસે રાખ્યું હતું , અને વરરાજા ના જ કોઈ ઠેકાણા નહોતા, મેઘલ ના મોટા કાકા હરીશ કાકા એ 2 :30 કલાક લેટ કરી નાખ્યું હતું, માંડવા પક્ષે રાહ જોયા વિના છૂટકો નહોતો, પાર્લર માંથી દર અડધા કલાકે ફોન આવતા હતા, પણ સોનાલી જઈ શકે એમ નહોતી, સોનાલી ની બહેનપણી પાર્લરવાળી ને જવાબ આપી ને થાકી ગઈ, પણ અહીંયા વરરાજા વગર કોઈ વિધિ થાય એમ નહોતી, લગભગ 10 :00 વાગે જાન હોલ પર આવી, જાન ને આવકારી સૌ પ્રથમ જલ્દી –જલ્દી સોનાલી ને સગાઈ ની ચૂંદડી ઓઢાડી, એ પતાવી ને સોનાલી ને ફટાફટ ગાડી માં બેસાડી પાર્લર મોકલી, ત્યારબાદ જાન ને ચા –પાણી નાસ્તો કરાવ્યો, બીજી બઘી લગ્ન ની છાબ ભરવાની વિધિ પતાવી, હજુ તો માંડ સોનાલી પાર્લર માં ગઈ 15 થી 20 મિનિટ જ થઈ હશે અને તૈયાર થવાનું ચાલુ જ કર્યું હતું ત્યાં તો બહાર તેના જીજાજી ગાડી લઈને સોનાલીને લેવા આવ્યા, કેમ કે વરરાજા ને તૈયાર કરી ને મંડપ માં લાવવાના હતા અને વરમાળા પહેરાવવા માટે સોનાલી ને બોલાવતા હતા, માથા ની હેર સ્ટાઇલ અડધી જ થઈ હતી, પાર્લર વાળા એ ખૂબ જ સ્પીડ કરી, સોનાલી ને તો ખબર જ નહોતી પડતી કે તેની સાથે શું થઈ રહ્યું છે? બે જણ માથા ની હેર સ્ટાઇલ કરતા, એક આગળ ફેસ પર મેકઅપ કરતા અને બીજા બે જણ હાથ માં લગ્ન નો ચૂડો પહેરાવી નેઇલ પેન્ટ કરતા, સોનાલી સ્થિર પૂતળા ની જેમ બેઠી રહી, છેલ્લે સાડી ફટાફટ 2 જણે પહેરાવી સોનાલી માત્ર 35 to 45 મિનિટ માં તૈયાર થઈ હતી, તેને તૈયાર કરવા વાળા પાર્લર વાળા ના હાથ ધ્રુજતા હતા, એમણે આટલી સ્પીડ માં કોઈ પણ દુલ્હન ને તૈયાર નહોતી કરી, પાર્લર માં જ્યારે એ પહોંચી ત્યારે બધા વારંવાર પૂછતા હતા કે આટલું મોડું કેમ થયું ? સોનાલી એ તૈયાર થતા થતા જ બધી વાત કરી, પાર્લર વાળા બધા વરરાજા ની ઉડાવતા હતા, તેઓ સોનાલી ને પૂછતા હતા કે તેઓ સગાઈ પછી એકપણ વાર નહોતા આવ્યા કે શું ? સોનાલી એ જવાબ આપ્યો કે ઘણી બધી વખત આવી ગયા હતા , બધાનું કહેવું એવું જ હતું કે લગ્ન કરવા આવતા વરરાજા ને ખબર ન પડે કે રસ્તો ખોટો છે ? વારંવાર જતા આવતા હોય તો થોડો રસ્તો જાય ને ખબર પડે કે આ રસ્તો બીજો છે વરરાજા ગાડી માં સૂઈ ગયા તા કે શું ? બધા એ મસ્ત જેમ ફાવે એમ બોલી ને મેઘલ ની ખૂબ ઉડાવી હતી, વાત તો બધાની સાચી હતી, થોડું નાનું અને સમજણું બાળક પણ જો વારંવાર એક રસ્તે 9 થી 10 વાર જાય તો એને પણ ખબર પડે કે રસ્તો બદલાઈ ગયો છે, મેઘલ તો આવડા મોટા સતત 2 કલાક ગાડી ખોટા રસ્તે ચાલતી હોય તો એને ખબર નહીં પડી હોય? એણે કોઈ નું ધ્યાન નહીં દોર્યું હોય ? હજી આ વાત સોનાલી ની હેર સ્ટાઇલ કરતા પાર્લર વાળા કરતા જ હતા અને પછી જે ઉતાવળ થઈ, સોનાલી એ એક પણ વાર અરીસા ની સામું ઊભા રહી ને જોયું નહોતું કે તે દુલ્હન કેવી લાગે છે ? એટલું બધું પ્રેશર હતું કે જલ્દી જલ્દી કરો જલ્દી કરો ,એ જેવી સાડી પહેરી ને તૈયાર થઈ સીધી જ બહાર ગાડી માં બેઠી, હોલ પર પહોંચી ગાડી માંથી ઊતરી સીધી વરમાળા પહેરાવી તે હોલ પર રૂમ માં ગઈ તેના થોડા સિંગલ ફૉટા ફોટોગ્રાફરે લીધા ત્યાં તો તેને માંડવા માં લઈ જવા તેના મામા અને મામી આવી પહોંચ્યા, સોનાલી દુલ્હન બની તૈયાર થઈ ને આવી ત્યાર નો એક પણ ફોટો તેના માં –બાપ સાથે નહોતો પડાવી શકી , જેવી તે પાર્લર માંથી આવી વરમાળા પહેરાવી પછી તેના મમ્મી –પપ્પા કન્યાદાન ની વિધિ કરવા બેસી ગયા હતા, સોનાલી એ તેના ભાઈ –બહેન ને બોલાવી તેમની સાથે એક યાદગાર ફોટો પડાવ્યો, સોનાલી મેઘલ સાથે પણ લગ્ન ના દિવસ નો એક પણ યાદગાર ફોટો પર્સનલ પડાવી શકી નહોતી, તે પોતાના જ માંડ 5 થી 7 ફોટો પડાવી શકી હતી, સોનાલી તેના મામા –મામી સાથે માયરા માં ગઈ, સોનાલી નું લગ્ન વખતે તેની ફેવરિટ ગઝલ સિંગર પાર્ટી વાળા ગાતા હતા, સોનાલી ને ગઝલ બહુ ગમતી તેના ભાઈ એ સિંગર ને ખાસ કહેલું કે તેઓ લગ્ન ગીત ઓછા ને ગઝલ વધારે ગાવાનું રાખે, સોનાલી ની ફેવરિટ ગઝલ નું લિસ્ટ પહેલે થી જ એણે આપી દીધું હતું, બધું સરસ પરફેક્ટ આયોજન સોનાલી ના પપ્પા ના પક્ષે હતું, અને એટલું જ લબાડ મેઘલ ના પક્ષે હતું, બધું જલ્દી જલ્દી હવે મેઘલ ના પક્ષે કરવું હતું, મેઘલ અને સોનાલી ના લગ્ન ના ચાર ફેરા ની વિધિ ચાલતી હતી ત્યાં ગોરબાપા ને આવી ને ટોર્ચિંગ કર્યા કે જલ્દી પતાવો ગોરબાપા ગુસ્સા થી ખિજાયા એણે ગુસ્સા માં મોટા અવાજ થી જવાબ આપ્યો કે કહેતા હોય તો બંને ને દોડાવી ને ચાર ફેરા ફેરવી દઉં ? બ્રાહ્મણ હવે ગુસ્સે થઈ ગયા હતા દર 10 મિનિટ ના ટોર્ચિંગ ના વળતા જવાબ માં હા માં માથું ધુણાવી એ પણ થાક્યા હતા, બ્રાહ્મણે ધમકી આપી કે જો હવે એક પણ વાર મને કહેશો આવી રીતે અને આવા ટોન માં કે જલ્દી પતાવો તો હું બધું એમ જ મૂકી ને ઉભો થઈ ને જતો રહીશ, ત્યાં જવતલ ની વિધિ માટે ઊભેલા સોનાલી ના ભાઈઓ એ કડકાઈ થી બ્રાહ્મણ ને વારંવાર ટોર્ચિંગ કરવાની ના પાડી દીધી હતી,, બાકી ની બઘી વિધિ જલ્દી જલ્દી માં પૂરી થતા લગભગ 2:00 વાગ્યા, પછી મેઘલ અને સોનાલી ને જમવા બેસાડ્યા, સોનાલી અને મેઘલ જમવા બેઠા ત્યાં જ મેઘલ ના પક્ષે વારંવાર આવી ને કહેતા કે જલ્દી કરો જલ્દી કરો હજુ તો બેઠા જ હતા અને દર બે મિનિટ એક જ વાક્ય આવી ને બોલતા, સોનાલી એ એકદમ ઠંડા કલેજે શાંતિ થી લંચ લેવાનું ચાલુ કર્યું, એ લોકો એ ટોર્ચિંગ બંધ કર્યું પછી સોનાલી એ હાથ ધોયા, જો ટોર્ચિંગ ચાલુ રહેત તો સાંજ પડે એમ હતું, અરે આટલું બધું તે કઈ હોય દર 2 મિનિટ તમે રાડો નાખો લગ્નનો પ્રસંગ છે, આતે કઈ થોડા મંદિર ના ઠાકોર જી ના દર્શન હતા કે તમે રાડો નાખો દર મિનિટ જલ્દી કરો જલ્દી કરો, જેટલી રાડો મેઘલ ના પક્ષે જલ્દી કરો જલ્દી કરો ની પાડતા હતા, શરૂઆત માં માંડવા પક્ષે બધા સિરિયસ રહીને સાથ આપતા બને એટલું જલ્દી કરતા પણ છેલ્લા 3 કલાક માં દર 2 મિનિટે જલ્દી કરો જલ્દી કરો ની બૂમો સાંભળી ને હવે કન્યા પક્ષ વાળા મૂંગા મોઢે શાંતિ થી ટાઈમ લઈને જ બધા જ કામ કરવા માંડ્યા, હવે આ જલ્દી ની બૂમો સાંભળી ને બધા અંદરોઅંદર મઝા લેતા, હસતા, આઘા પાછા થઈ ને ઉડાવતા અને બૂમ બરાડા પાડનાર નું શાંતિ થી કામ કરી ને મૂંગા મોઢે જવાબ આપતા થઈ ગયા હતા, 3 :00 તો એમ જ વાગી ગયા હતા અને હજુ બીજા થોડા રિવાજો બાકી હતા, જેમ બને એમ જલ્દી કરી ને બધા રિવાજો ફટાફટ પતાવવા માંડ્યા, છેલ્લે સોનાલી ના મમ્મી – પપ્પા એ છાબ માં આવેલો બધો જ સામાન અને બેગ મેઘલ ના મમ્મી –પપ્પા ને સોંપી ને ઘરે ગણપતિ પૂજન અને સોનાલી ની વિદાય માટે બધા ઘરે ગયા , ત્યાં ગણપતિ પૂજન અને સોનાલી ને ઘરે થી વિદાય આપી, બધા ખૂબ જ રડ્યા, લગભગ 4 : 30 જેવું થયું અને જાન વિદાય થઈ, હોલ થી થોડે દૂર વરરાજા ની ગાડી ઊભી રહી, જેનું ડ્રાઈવિંગ મેઘલ ના બીજા નંબર ના શરદ કાકા કરતા હતા, એમણે ગુસ્સો કરી ને સોનાલી ની બાજુ માં બેઠેલા તેના સાસુ ને તેમની કાર માંથી ઊતારી મૂક્યા, સોનાલી તો હજુય રડતી હતી, એનું ધ્યાન આ કશા માં નહોતું, પાછળ ઊભી રહેલી લક્ઝરી માંથી તેના કાકાજી એ તેની નાની છોકરી જે ફક્ત 11 માં ભણતી હતી તેને સોનાલી ની બાજુ માં બેસાડી અને સોનાલી ની સાસુ ને લકઝરી માં બેસવા કહ્યું, સોનાલી ની સાસુ જતા રહ્યા, પછી એમણે કાર ડ્રાઈવ કરવાનું ચાલુ કર્યું, ખૂબ જ સ્પીડ માં કાર ચલાવી અમદાવાદ ઘર પાસે પહોંચ્યા ત્યારે સાંજે 7 :00 જેવું લગભગ થયું હતું,મેઘલ અને સોનાલી ને ગાડીમાં જ બેસાડી રાખ્યા હતા, મેઘલે પૂછ્યું તો ખબર પડી કે લકઝરી ને ટ્રાફિક નડ્યો હતો તે થોડી પાછળ રહી ગઈ છે, ને એમ પણ તેમની કાર થોડી વધારે ફાસ્ટ ડ્રાઈવ કરી હતી, જેથી ટાઇમે ઘરે પહોંચી શકાય, અમદાવાદ આવતા જ સોનાલી ની સાસુ નારોલ થી લક્ઝરી માંથી ઊતરી રિક્ષા માં પોતાના ઘરે આવવા નીકળ્યા હતા, કેમ કે તેમના વગર સોનાલી અને મેઘલ ને પોખવાની અને ગૃહ પ્રવેશ ની વિધિ થાય તેમ નહોતી, જ્યાં સુધી એ વિધિ ન થાય ત્યાં સુધી મેઘલ કે સોનાલી ઘર માં જઈ ન શકે, બંને જણાં 30 થી 40 મિનિટ જેવું ગાડી માં રાહ જોતા બેઠા પછી મેઘલ ના મમ્મી આવ્યા મેઘલ અને સોનાલી એ ગાડી માં થી ઊતરી ઘર માં ગૃહ પ્રવેશ કર્યો, ત્યારબાદ ગણેશ પૂજા અને બીજી 2 –3 રિવાજો ની વિધિ પતાવી સોનાલી અને મેઘલ ઉપર ના રૂમ માં રાત્રે 8:15 વાગે રિસેપ્શન માટે તૈયાર થવા ગયા, અહીંયા સવાર કરતાં પણ ખતરનાક સીન હતો, પાર્લર વાળા ને ફોન કરી ને 6 :00 વાગ્યા ના ઘરે બોલાવી રાખ્યા હતા, તેઓ રાહ જોઈ ને થાકી ગયા, અને ફટાફટ જેવી સોનાલી રૂમ માં પહોંચી કે તેની પાસે સાડી માંગી કે સાડી આપો તે પહેરાવી દઈએ પહેલા, સોનાલી એ કહ્યું કે બેગ માં હશે, કઈ બેગ ? તેઓ પૂછવા લાગ્યા, સોનાલી ને પણ રૂમ માં બેગ દેખાઈ નહીં એટલે એણે નીચે એક છોકરી ને મોકલી કે તે તેની સાસુ ને પૂછી જુએ, સોનાલી ના સાસુ ઉપર આવ્યા, એણે કહ્યું કે બધો સામાન તો અહીંયા જ છે પણ બેગ નહોતી, પછી તેમને યાદ આવ્યું કે બરોડા માં સોનાલી ના મમ્મી – પપ્પા એ જ્યારે બધી બેગ આપી હતી તે બેગ લઈને તેમણે તેમની નાની દેરાણી ગીતા ને ગાડી માં મૂકવા તેના હાથ માં સોંપી હતી, સોનાલી ના સાસુ એ તેમની દેરાણી ને ફોન કર્યો કે તમે બેગ ક્યાં રાખી છે? જવાબ માં તેમની દેરાણી એ કહ્યું કે તેઓ બરોડા માં જ ભૂલી ગયા, તે કાર માં જ મુકવાનું ભૂલી ગયા, બેગ ત્યાં હોલ માં જ રહી ગઈ હજુ આવી વાત ચાલે છે ત્યાં સોનાલી ના મામા નો ફોન આવ્યો કે છાબ ની બેગ હોલ માં જ પડી રહી હતી, એ લોકો લેવાનું ભૂલી ગયા છે, કોઈ શોધશો નહીં , અહીં સલામત છે, હવે શું કરવું ? કેમ કે સોનાલી ના રિસેપ્શન ના કપડા અને જ્વેલરી બધું જ એ એક બેગ માં પેક કરેલું હતું જેથી શોધવું ના પડે, સોનાલી ની સાસુ ની આંખ માં પાણી ભરાઈ આવ્યા, તેઓ તેમની બાજુ માં ઊભેલા તેમના પિયર પક્ષ ની સ્ત્રી સામે જોઈને કહી રહ્યા હતા કે તેમની દેરાણી એ જાણી જોઈને માત્ર એક જ બેગ ભૂલી હતી, અને એ પણ માત્ર રિસેશન ન કપડા ની બાકી ની બઘી જ બેગ આવી ગઈ હતી, બધી બેગ સાથે જ હતી તો એ એક કેવી રીતે પડી રહે ? સોનાલી એમ જ ઉભી રહી અને સાંભળતી હતી, એને તો હવે જે કહે એજ કરવાનું હતું, સોનાલી ની સાસુ એ કહ્યું કે બીજી કોઈ સાડી તમને જે ગમે તે પહેરી લો હવે શું થાય? અત્યારે બહુ જ મોડું પણ થઈ ગયું છે બધા બહુજ ઉતાવળ કરે છે, સોનાલી એ આગળ પડેલી પહેલી બેગ ખોલી અને સૌથી ઉપર જે પહેલી સાડી હતી એ લઈ લીધી, નીચે થી બીજી સાડી કાઢવા જેટલો પણ ટાઈમ નહોતો, બ્લુ કલર ની ખાટલીવર્ક ની સાડી અને સાથે મેચિંગ કરેલા બંગડીના જુડા બધું સાથે જ પેક કરેલું હતું, એ ફટાફટ કાઢ્યું અને પાર્લર વાળા એ સાડી પહેરાવી, અત્યારે પણ સોનાલી ની હાલત સવાર કરતાં પણ ખરાબ હતી, બે જણ બંગડી પહેરાવે, એક હેર સ્ટાઇલ કરે અને બીજા મેકઅપ કરે, મેકઅપ એટલો ગંદો કર્યો કે સોનાલી ને એમ થઈ ગયું કે અત્યારે જ ફેસ વોશ કરી નાખે, એટલું બધું મેકઅપ લઈ ને ફેસ પર ઘસ્યા કરતા, સોનાલી કઈ બોલ્યા વગર સહન કરતી, એણે પાર્લર વાળી ને બહુ જ રિકવેસ્ટ કરી કે આ સ્ટાઇલ ની સાડી તેને નહીં ફાવે, તે નોર્મલ સિમ્પલ સ્ટાઇલ માં પહેરાવી દે, પણ પાર્લર વાળા એ ના પાડી કે અત્યારે બહુજ ઉતાવળ માં તમને તૈયાર કર્યા છે, જેવું છે તેવું ચલાવી લો, જો પાછી ચેન્જ કરીશું તો બહુ જ મોડું થશે, જો કે એની વાત પણ સાચી હતી, અત્યારે અહીંયા ઘરે જ 9 :15 થયા હતા, બહુ જ મોડું થયું હતું, માત્ર 30 મિનિટ માં પાર્લર વાળા એ સોનાલી ને તૈયાર કરી હતી, એમના પણ ઉતાવળ માં હાથ ધ્રુજતા હતા, આયોજન જ એવું હતું, બધા હેરાન થાય એવું, સોનાલી કઈ બોલી નહીં તે બહાર ગઈ, અત્યારે પણ સોનાલી એ પોતાનો લુક શાંતિ થી અરીસા માં જોયો પણ નહોતો, મેઘલ અને સોનાલી ગાડી માં બેઠા રિસેપ્શન સ્થળ પર પહોંચ્યા ત્યારે લગભગ 9 :30 થયા હતા, મોટા ભાગ ના મહેમાનો જમી રહ્યા હતા, અને ઘણા બધા તો જમી ને માત્ર મેઘલ અને સોનાલી ની રાહ જોઈ રહ્યા હતા કે આવે તો મળી ને નીકળીએ જેવા સોનાલી અને મેઘલ પહોચ્યા બધા એ એમનું વેલકમ કર્યું, મેઘલ અને સોનાલી સ્ટેજ પર ગયા, સ્ટેજ પર સોનાલી ના સાસુ કે સસરા બે માંથી એક પણ મેઘલ કે સોનાલી ની બાજુ માં એમની પાસે નહોતા ઊભા રહ્યા, સોનાલી ની બાજુ માં મેઘલ ની કોલેજ માં ભણતી કઝીન ને બાજુ ની ચેર માં બેસાડી સોનાલી ની સાસુ જતા રહ્યા, સોનાલી મળવા આવનાર એક પણ ગેસ્ટ ને ઓળખતી નહોતી, ફક્ત મેઘલ જ ઓળખતો, મેઘલ બધા ગેસ્ટ નું જાતે વેલકમ કરતો અને કોઈ કોઈ ગેસ્ટ ની ઓળખાણ સોનાલી સાથે કરાવતો, સોનાલી એમ જ સ્માઇલ કરતી મેઘલ ની બાજુ માં આખા રિસેપ્શન દરમિયાન ઊભી રહી, ફેમિલી ફોટો પડાવી બધા પોત પોતાના ઘરે જતા રહ્યા લગભગ 12 :00 વાગ્યા હતા,બધાના ગયા પછી મેઘલે સોનાલી સાથે પર્સનલ ફોટો શૂટ કરાવ્યું, સોનાલી વિચારતી હતી કે દુનિયા ની પહેલી દુલ્હન હશે જે તૈયાર થયા પછી, બધું જ ફંકશન પતી ગયા પછી છેલ્લે થાકી ગયેલા ચહેરા સાથે પોતાના પતિ સાથે લગ્ન નો પહેલો પર્સનલ ફોટો શૂટ કરાવી રહી હતી, બધા તૈયાર થઈ ને ફ્રેશ લુક માં ફોટો પડાવે સોનાલી અને મેઘલ સૌથી છેલ્લે બધા જ ફંકશન પતી ગયા પછી પડાવી રહ્યા હતા, સોનાલી ને મૂડ જ નહોતો રહ્યો, તેણે માંડ 7 ફોટો ક્લિક કરાવ્યા પછી ના પાડી દીધી, મેઘલે પણ કઈ કહ્યું નહીં, બંને જમવા ગયા, જમી લીધા પછી ઘરે આવ્યા ત્યારે રાત્રે 1:15 થઈ હતી, સોનાલી નીચે સોફા માં બેઠી હતી, ઉપર થી તેના બંને કાકીજી નીચે ઊતર્યા તેમના ગયા પછી સોનાલી ની સાસુ એ તેને પોતાના રૂમ માં જવાનું કહ્યું, સોનાલી એ રૂમ માં જઈ ને જોયું તો જુની ચાદર પર એક ફૂલો વાળું હાર્ટ શેપ બનાવી ને s અને m લખ્યો હતો, સોનાલી આજ ના આખા દિવસ માં ખરેખર બહુ જ થાકી ગઈ હતી, એને કોઈ જ એક્સાઈટમેન્ટ ફીલ નહોતું થતું, સોનાલી વોશરૂમ માં જઈ ને ફ્રેશ થઈ, ફેસ વોશ કરી રૂમ માં આવી, હજુ તો તે પોતાની હેરસ્ટાઇલ ઓપન કરવા જતી હતી ત્યાં પાછળ થી તેના ફોઈજી ની છોકરી નો અવાજ આવ્યો કે તમે થોડીવાર બહાર ના રૂમ માં બેસો સોનાલી બહાર ગઈ તો મેઘલ બેઠા હતા, સોનાલી સમજી ગઈ કે કદાચ મેઘલ પહેલા રૂમ માં આવ્યા હશે એને ઠીક નહીં લાગ્યું હોય એટલે એની કઝીન સિસ્ટર અને જીજાજી ને બોલાવ્યા હશે, મેઘલ ની બહેન સોનાલી ને ધીમે થી પૂછી ગઈ કે નવી બેડશીટ કઈ બેગ માં છે? સોનાલી એ બેગ બતાવી એટલે એણે બધો સામાન લઈ ને રૂમ માં ગઈ, બહાર ના રૂમ માં મેઘલ અને સોનાલી બેઠા હતા, લગભગ 45 મિનિટ પછી તેઓ રૂમ ખોલી ને બહાર આવ્યા અને જતા રહ્યા, રાત ના 2 વાગવા આવ્યા હતા, મેઘલે બહાર ના રૂમ નો દરવાજો બંધ કર્યો અને સોનાલી ને તેના હાથ માં ઉઠાવી ને બેડરૂમ માં લઇ ગયા, રૂમ ખરેખર દિલ થી સજાવેલો હતો, 45 મિનિટ ની સ્પીડ માં ખૂબ જ સરસ રોમેન્ટિક વાઈબ આપે તેવી સજાવટ હતી, સોનાલી ના મન પર મેઘલ ની કઝીન અને જીજાજી ની પોઝિટિવ છાપ પડી, મેઘલ અને સોનાલી એ થોડી વાતો કરી, મેઘલે સોનાલી ને કપલ ગણપતિ પેન્ડન્ટ ગિફ્ટ આપ્યા હતા, 2 –3 કલાક થયા હશે ત્યાં તો બહાર થી જોર થી બારણું ખખડાવવાનો અવાજ આવ્યો, સોનાલી એ નાઈટી પહેરી હતી, એટલે મેઘલે દરવાજો ખોલ્યો જોયું તો સામે તેની મમ્મી ગરમ પાણી ની ડોલ લઈ ને ઊભા હતા, મેઘલ કઈ પૂછે એ પહેલા તેની મમ્મી એ કહ્યું આ સોનાલી માટે છે, એને કહેજે કે નાહી –ધોઈ ને જલ્દી નીચે આવે, મેઘલ ડોલ લઈ ને અંદર ગયો, ઘડિયાળ માં જોયું તો હજુ સવાર ના 5 :00 થયા હતા, મેઘલ અને સોનાલી હજુ 4 :00 વાગે તો સુતા હતા, સોનાલી ની આંખ ઊંચી નહોતી થતી એ ખરેખર છેલ્લા બે દિવસ થી સરખું સૂતી નહોતી સોનાલી ને બહુ જ ઊંઘમાં જોઈને મેઘલે સોનાલી ને ના પાડી કે શાંતિ થી સૂઈ જા થોડી મોડી ઊઠજે, કલાક પછી ફરીથી દરવાજો ખખડાવ્યો આ વખતે પણ મેઘલે જ દરવાજો ખોલ્યો અને એની મમ્મી ને ના પાડી દીધી કે તે શાંતિ થી થોડું સુવા દે, આટલું વહેલું જગાડી ને શું કરવું છે? સોનાલી પરાણે 7 :00 વાગે ઉઠી, સવાર નું ગરમ પાણી ડોલ માં ઠંડું થઈ ગયું હતું, સોનાલી ને ઠંડી પણ લાગતી હતી, પણ એ પોતાના સાસુ ને પહેલા જ દિવસે કેવી રીતે કહે કે મને ગરમ પાણી ઉપર આપી જાવ, એણે મેઘલ ને ઉઠાડી ને કહ્યું કે પાણી ઠંડુ થઈ ગયું તો એ શું કરે? મેઘલે એની મમ્મી ને ઉપર થી ફોન કર્યો કે બીજીવાર પાણી ગરમ મૂકી દે, એ નીચે આવી ને લઈ જશે, ત્યાં તો થોડીવાર પછી મેઘલ ના મમ્મી જ પાણી આપી ગયા, સોનાલી રેડ કલર ની સાડી મેચિંગ બંગડી, ચાંદલો, માથા માં સેંથો પૂરી ને સરસ તૈયાર થઈ ને નીચે ગઈ, તેના સાસુ – સસરા ને અને બા ને પગે લાગી ને જયશ્રી કૃષ્ણ કર્યા, બીજા 2 –3 જણ ઘર માં બધા સૂતા હતા, એના સાસુ ઘર માં આવેલ પૂજા રૂમ માં પૂજા પાઠ કરવા ગયા, સોનાલી એ પણ એમની બાજુ માં બેસી ભક્તિ કરી, સોનાલી ના સાસુ એ ભગવાન નો પ્રસાદ સોનાલી પાસે બનાવડાવ્યો, પ્રસાદ ધરાવી સોનાલી ની સાસુ એ સોનાલી અને એમના માટે ચા બનાવી સોનાલી એ એની સાસુ સાથે ચા પીધી, પછી સોનાલી એ ધીમે થી પૂછ્યું કે તે શું કામ કરે ? સોનાલી ના સાસુ એ ના પાડીને કહ્યું કે હમણાં 2 –3 દિવસ આરામ કરો પછી તમારે કામ કરવાનું જ છે ને, અત્યારે તમે ઉપર રૂમ માં જઈને આરામ કરો, એટલે સોનાલી એના રૂમ માં ગઈ, નાહી ધોઈ ને ફ્રેશ થયેલી સોનાલી ને હવે ઊંઘ આવે એ શક્ય નહોતું એમ પણ એ ક્યારેય સવારે ઊઠ્યા પછી દિવસ દરમિયાન સૂતી નહોતી, સીધી રાત્રે જ સૂતી, અત્યારે પણ તેણે તેના રૂમ નો દરવાજો બંધ નહોતો કર્યો તે પગ લાંબા કરી ને ખાલી રિલેક્સ પોઝિશન માં બેઠી હતી, બેડ પર મેઘલ ઘસઘસાટ ઊંઘ માં હતા, મેઘલ ને ડિસ્ટર્બ ના થાય એ રીતે સોનાલી બેસી રહી, સમય જતો નહોતો વારંવાર ઘડિયાળ માં જોતી સોનાલી ને એમનેમ બેસી રહેવું ગમતું નહોતું, તે પોતાની બુક ને મિસ કરી હતી, સોનાલી એ નજર દોડાવી, રૂમ માં ક્યાંય કોઈ એક પાનું પણ વાંચી શકાય એવું નહોતું, તેની નજર બેડરૂમ ના અડધા બંધ અને અડધા ખુલ્લા દરવાજા ની પાછળ ગઈ, તેણે જોયું તો તેમાં કંઈક લખેલું હતું, સોનાલી કુતુહલતાવશ ઉભી થઈ બેડરૂમ ના દરવાજા ની પાછળ ની સાઈડ જોઈ તેમાં દરવાજા માં ભગવદ્દગીતા ના 10 ગીતાસાર ના સુવાક્યો નું પોસ્ટર લગાવેલું હતું, પોસ્ટર ઉપર ગ્લાસ થી કવર કરી દીધું હતું, સોનાલી એ ઘણા બધા પુસ્તકો, પુરાણો લાયબ્રેરી માં અને રેગ્યુલર છાપું બહુ નાની ઉંમર થી વાંચતી હતી, એ પંડિત તો નહોતી પણ એને ખબર હતી કે ભગવદગીતા ક્યારેય નવપરણિત કપલ ને ના જ અપાય, એનું ચિત્ર કે ગીતસાર બેડરૂમ માં ના જ રાખી શકાય, ઘર માં જ અધર્મ વિરુદ્ધ ધર્મ નું યુદ્ધ છેડાય, આવી એને બરાબર ખબર હતી, પોતાના જ બેડરૂમ માં બારણા પાછળ કૃષ્ણ અર્જુન ના યુદ્ધ ના મેદાન નું ચિત્ર અને નીચે લખેલા 10 વાક્યો માં ગીતા નો સાર સરસ મજા ના ગ્લાસ થી દરવાજા પાછળ મઢેલો હતો, સોનાલી એ વાંચી ને , જોઈને પાછી પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ, મેઘલ ઊઠ્યા ત્યારે સોનાલી એ ઘડિયાળ માં જોયું તો 11 :40 થઈ હતી, મેઘલ ફ્રેશ થઈ ગયા પછી બંને નીચે ગયા, તેના સાસુ એ અને રોકાઈ ગયેલા સંબંધી ઓ એ રસોઈ બનાવી દીધી હતી, મેઘલ અને સોનાલી એ બધાની સાથે લંચ લીધું, લંચ લઈને સોનાલી રસોડા માં મદદ કરાવવા ગઈ તો સોનાલી ને હાથ પકડી બહાર મોકલી દીધી, સોનાલી પાછી ઉપર પોતાના રૂમ માં આરામ કરવા ગઈ, બપોરે 4 :00 વાગે સોનાલી તૈયાર થઈ ગઈ, સોનાલીને એની સાસુ એ કહી રાખ્યું હતું કે 4 :00 વાગે આણું પાથરવાનું છે, એટલે તે તૈયાર રહે, બધા આવશે, સોનાલી 4 :00 વાગે બહાર ના રૂમ માં ગઈ, તેના કાકીજી અને છોકરીઓ સોનાલી ની મદદ કરવા માટે આવ્યા હતા, સોનાલી એ હસી ને આવકાર્યા, તે તેના કાકીજી ને પગે લાગી આશીર્વાદ લીધા, પછી એક પછી એક પેકિંગ ઓપન કરવા લાગી અને બધા રૂમ માં ગોઠવતા ગયા, 5 :00 વાગ્યા એટલે બધા જેમને સોનાલી ની સાસુ એ ઇન્વાઇટ કર્યા હતા એ આવવા માંડ્યા, છેલ્લે 7 :00 વાગ્યે બધું ઘર માં જ વ્યવસ્થિત ગોઠવી ને સોનાલી ની સાસુ એ બધો સામાન મુકાવ્યો, છેલ્લે સોનાલી એ તિજારી માં પોતાના કપડા અને જ્વેલરી ગોઠવી, હવે બધું કામ પૂરું થયું ત્યાં રાત્રે 8:30 જેવું થયું હતું, સોનાલી એ ફેમિલી સાથે ડિનર લીધું, બધા ગયા પછી સોનાલી અને મેઘલ પોતાના રૂમ માં સુવા માટે ગયા, આવતીકાલે તેમના લગ્ન ના રાંદલ તેડવાના હતા એની પૂજા સવારે 7 :00 વાગે સોનાલી અને મેઘલ ને જ કરવાની હતી એટલે સવારે વહેલું પણ ઊઠવાનું હતું.