Chandrvanshi - 9 in Gujarati Thriller by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 9

Featured Books
Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 9





આખી ચંદ્રવંશી વાંચ્યાબાદ વિનયની આંખોમાં પણ આંસુ આવ્યાં. ગાડીમાં આગળની સીટ પર બેસીને ગાડી ચલાવતો રોમ બોલ્યો. “દરેક વાર્તાનો અંત હ્રદયને શાંતિ આપનારો જ હોય છે. લાગે છે વાર્તા હજું અધૂરી હશે.”

રોમના મોંઢામાંથી સરી પડેલા મોંઘાં મોતી જેવા શબ્દો સાંભળીને વિનયે તેના એક હાથથી આંસુ લૂછીને થોડું હાસ્ય કરતું મોં બનાવીને કહ્યું. “હા આ વાર્તાનો અંત પણ હજુ બાકી છે.” અને પાછળ બેઠેલા પંડિત શુદ્ધિનાથન સામે જોયું. 

એ સમયે પોલીસસ્ટેશન આવી ગયું. વિનય જીપમાંથી નીચે ઉતરી જીપનો નંબર જોઈને બોલ્યો. “આ જીપ તો પોલીસની જ છે. તમે આ ક્યાંથી લાવ્યાં?”

નયન બોલ્યો. “એક ભલા પોલીસવાળા એ અમારી મદદ કરી.”

“ભલો પોલીસવાળો?” નયન સામે આવીને રોમ બોલ્યો.

“હા.”

વિનયે થોડીવાર બધાને બહાર ઉભા રેહવા કહ્યું. રોમ અને વિનય આજુ બાજુ જોતા જોતા પોલીસ સ્ટેશનમાં એન્ટર થયા કે તરત તેમને જોયું એક રૂમમાં શ્રુતિ મેડમ અને કોલસાની ખાણનો ઇન્ચાર્જ બનેલો પોલીસવાળો બંને કંઇક વાત કરી રહ્યાં હતાં. “તારી જીપ ક્યાં છે?” શ્રુતિ બોલી.

“એ જીપમેં તે લોકોને આપી છે.” પોલીસવાળો બોલ્યો.

“કોણ તે?” શ્રુતિ બોલી.

“તેમનામાં એક સ્નેહા કેસનો ગવાહ છે.” પોલીસવાળો બોલ્યો.

શ્રુતિ તેની વાત સાંભળીને એકદમ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હોય તેમ બોલી. “કોણ છે એ?” તેના મોં પર અલગ જ ચમકી આવી અને પછી એકદમથી બોલી. “આપણો હિસ્સો કેટલો છે?” 

“અડધો તો મળી ગયો છે. હવે આ કેસને રફા દફા કરીને રાહુલને બચાવી લઈએ ત્યારે બાકીનો મળે.” 

“અને આ સોનાની ખાણનો હિસ્સો?”

“એમને બધી ખબર છે.” બોલીને એ થોડું ભેદી હાસ્ય હસ્યો. 

બહારથી જ આ બધી વાત સાંભળી રહેલા રોમ અને વિનય પાછા પગે ચાલતા થયા. બહાર નીકળીને એકદમથી વિનયે પોતાની જીપ લીધી અને રોમને પેલી જીપ લઈને આવવા કહ્યું. વિનયે તેની જીપમાં નયનને બેસાડ્યો. રોમ થોડો ખુશ થયો અને માહીના બાજુમાં ઉભેલી આરાધ્યાને જોઈને બોલ્યો. “તમે આગળ બેસજો.”

માહી અને બાકી બધા જોતા જ રહ્યાં. પંડિત, માહી અને સાઈનાની વચ્ચે બેસ્યો. તે બોલ્યો. “તમે બંને કોઈ ઓફિસર નથી લાગતી?”

રોમ પાછળ ફર્યો અને ઉંચા અવાજે બોલ્યો. “એમ તો તુંય પંડિત નથી લાગતો. અમે કંઈ કહ્યું?”

તેની વાત સાંભળી આરાધ્ય હસવા લાગી. તેને હસ્તી જોઈ રોમ (થોડું શરમાતો હસ્તો) બોલ્યો. “આમ મારી વાત વાતમાં હસ્યા ના કરો પેટમાં દુઃખવા મંડશે.”

તેની વાત સાંભળી પાછળ બેસેલા ત્રણેય હસવા લાગ્યા. રોમે પંડિત સામે જોયું અને એકદમથી બોલ્યો. “ચૂપ.”

“ભાઈ હવે નીકળો જલ્દી.” માહી બોલી.

***



“માલિક પેલી છોકરી ભાન ખોઈ બેસી છે.”
એક નોકર રાહુલ પાસે આવીને બોલ્યો. 

“હમણાં પપ્પા આવતાં જ હશે.” રાહુલ બોલ્યો.

એટલામાં જ્યોર્જ આવ્યો. તેના ચેહરાનો કલર થોડો આછો કાળો હતો. જાણે તેણે કલર ચડાવ્યો હોય તેમ લાગતું હતુ. તેની પાછળ શ્રેયા અને પેલો રોમ્યો પણ હતા. તેમને જોઈ રાહુલ બોલ્યો. “આ લોકોને કોણે જીવતા છોડ્યા?”

થોડો મોટો અવાજ કરવાનો પ્રયત્ન કરતો હોય તેમ જ્યોર્જે પોતાના ગળામાં થોડી હવા ઘસીને ખોંખારો ખાધો. “એ લોકો હજું આપણા કામના છે.” પાછળ ઉભેલા શ્રેયા અને રોમયો થોડા ગભરાયા, પરંતુ આજે તેમનો એ ગભરાયેલો ચેહરો થોડો બનાવટી લાગી રહ્યો હતો.

“પપ્પા ક્યારે આવશે?” રાહુલ બોલ્યો.

“આદમ સર તમારી રાહ જોઈ રહ્યાં છે. તેમને મને અહીંયા પેહરો આપવા કહ્યું છે. તમારે અત્યારે જ તમારા ઘરે જવું જોઈએ.” જ્યોર્જ બોલ્યો.

“કેમ! એમને તો મને અહીંયા મળવાનું કહ્યું હતું.” 

“એમને જ મને મોકલ્યો છે. નહીંતો મને ક્યાં ખબર હતી કે તમે અહીંયા હશો.” જ્યોર્જ બોલ્યો.

તેની વાત માનીને રાહુલ તેના માણસો સાથે ગાડી લઈને નીકળ્યો. રહેલા પેહરેદારને ચકમો આપીને જ્યોર્જ અને રોમ્યોએ જીદને છોડાવી. પરંતુ જીદ ભાન ખોઈ બેઠી હતી. જે જોઈ તેઓ ત્રણેય તેને ત્યાંની નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ચકમો દઈને નીકળેલા જ્યોર્જને એ વાતની ખાતરી હતી કે, તેઓ કદાચ કલકત્તાના ઊંડામાં ઊંડા ખૂણામાં પણ છુપાઈ જાય તો પણ આદમ તેમને શોધી જ કાઢશે.

***