“સારું થયું જલ્દી હોસ્પિટલ લઈ આવ્યાં. તેમની હાલત જોઈને લાગે છે, દર્દીએ ઘણા દિવસથી અન્નનો એક દાણો પણ મોં માં નથી નાખ્યો.” ડોકટર બોલ્યા.
રૂમની બહાર ઊભેલા વિનયે અને નયને આ વાત સાંભળી. તે બંને અંદર આવ્યાં. એક બેડ ઉપર જીદ સૂતી હતી. બાજુમાં ઇન્જેક્શન પડ્યું હતું. ત્યાંજ બાટલાનું સ્ટેન્ડ પણ હતું. ગ્લુકોઝના બાટલામાં ઇન્જેક્શનની સોય હતી. બેડ ઉપર પોતાની ચમકને ત્યાગીને સૂતેલા ચંદ્રની ચાંદની જેવી જીદની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. આંખોમાં કુંડળી, હાથ અને મોઢું ફિકા પડી ગયા હતા. જીદને આવી સ્થિતિમાં જોઈ વિનય તેની પાસે જઈ બેસ્યો. તેનો હાથ પકડીને બોલ્યો. “પોતાના પર આવતી આફત જોઈને તે મને તારાથી દૂર કર્યો. હું પણ કેટલો મૂર્ખ હતો. ‘ચંદ્રતાલા મંદિરમાં તેજ મને કહ્યું હતું મને કોદી ન છોડતો.’ એવું કહેનારી તું કોયદી મને છોડીને જા? હું જ મૂર્ખ તને ન સમજી શક્યો મને માફ કરી દે.”
વિનયના ખંભા પર શ્રેયાએ હાથ મૂક્યો. તેને એ ત્રણેય તરફ જોયું અને જ્યોર્જ પાસે આંખો રોકીને બોલ્યો. “તમે બધા કોણ છો?”
જ્યોર્જ આગળ આવ્યો. “હું જ્યોર્જ છું.”
વિનયે થોડીવાર જોયું પછી તે બોલ્યો. “માહિના અંકલ?”
“હા અને હું આંટી.” શ્રેયા બોલી.
“હા અને હું આમનો ભાઈ.” શ્રેયા સામે જોઈને રોમ્યો બોલ્યો.
જ્યોર્જ પાસે જઈ વિનય બોલ્યો. “તમને અત્યાર સુધી ક્યાં રાખ્યાં હતાં?”
જ્યોર્જ બોલ્યો. “હું કેનેડા હતો. મને કદાચ ભારત મારા મર્યા પછી પણ નસીબ ન થાત. પરંતુ ભલું થાય આ દિકરીનું (જીદ તરફ આંગળી કરી બોલ્યો.) કે સદ નસીબે તે મારી ભત્રીજી માહીની જ સહેલી બની અને મારી પત્ની તેમજ મારો સાળો બંને પણ બચી ગયા.”
વિનય અડધી વાત સાંભળી ગુચવાયો એટલે તેણે કહ્યું. “પેહલેથી કહો આદમનો ભેટો તમારે ક્યારથી થયો?”
જ્યોર્જે હા માં મુંડી હલાવી પછી બોલ્યો. “ આજથી ઘણા વર્ષો પેહલા હું ગુજરાત છોડી પશ્ચિમ બંગાળ મારા મિત્ર સાથે આવ્યો હતો. તે અહિયાંથી ગુજરાતમાં બિઝનેસ કરતો હતો. તેણે કહ્યું આપણે પશ્ચિમ બંગાળમાં એક મોટી વીજ કંપની ઊભી કરીએ. તેના માટે અમારે પૈસા અને કોલસાની જરૂર હતી. જે અમને આદમ આપવા તૈયાર હતો. તેના પ્રલોભનથી અમે અહીં આવી ગયા અને અમે શ્રી વાસ્તવ પાવર કોમ્પલેક્ષ નામની અમારી કંપની ઊભી કરી. જેમાં અમારા ત્રણેયની પાર્ટનર શિપ હતી. બધું જ સરખું ચાલી રહ્યું હતું. મે પણ લગ્ન કરી લીધા. મારી પત્ની શ્રેયા અને તેની ફેમિલી પશ્ચિમ બંગાળના જ છે. થોડા સમયમાં અમારે એક દીકરો જન્મ્યો. એટલે મેં મારા ભાઈ અને આખી ફેમિલીને પણ અહી જ રેહવા બોલાવી લીધા. તેઓને મારા દીકરાના જન્મ્યાંની જાણ ન હતી. તેઓને આવતા સમય લાગે તેમ હતું.
એ સમયે એક દિવસ મારા મિત્રને જાણ થઈ કે આ કંપનીમાં આવતા કોલસાની ખાણમાં અઢળક સોનું નીકળે છે. જેને લીધે આદમે તેને છુપુ રાખવા માટે આ કંપની ખોલાવી છે. તે આ દેશનું બધું જ સોનું વિદેશમાં લઈ જઈ રહ્યો હતો.
એક શિપમાં કોલસો તેની ખાણમાં આવતો અને બીજુ શિપ સોના ફરતો કોલસાનું ભરીને જતું. જ્યારે આદમને થયું કે તેને અમારા લીધે તકલીફ પડી રહી છે ત્યારે તેને અમારા પર હુમલો કરાવ્યો અને તેમાં મારા મિત્રએ પોતાનો જીવ ગુમાવ્યો. પરંતુ જતાં જતાં તેને મને બધું જ કહી સંભળાવ્યું.
મને મારવા માટે તેને ઘણા પ્રયાસો શરૂ કર્યા.
તે સમય દરમિયાન મારી પત્નીએ તેનો પરિવાર ગુમાવ્યો અને અમે અમારી એકની એક સંતાન ગુમાવી (આંખોમાં આંસુ સાથે બોલ્યો.) તેના છેલ્લા પ્રયાસે હું જડપાયો મેં તેની પાસે બે હાથ જોડી જીવવાની ભીખ માંગી. હજું તેના માણસો મને મારીજ રહ્યા હતા કે એક માણસ આવ્યો અને આદમના કાનમાં કંઇક કહ્યું. બસ ત્યારથી હું તેની કેદમાં અને મારી પત્ની શ્રેયાને તે કંપનીની મેનેજર બનાવીને ત્યાંજ નજર કેદ કરી.”
વિનયને આદમની ચાલને સમજવા માટે હજું સમયની જરૂર છે. જ્યોર્જ ફરી બોલ્યો. “આદમને હરાવવો મુશ્કેલ છે. તેની સાથે કેટલાક કેનેડાના માણસો છે અને ઘણા બધા બાંગ્લાદેશી છે. તેઓએ કેટલાય મર્ડર કર્યા છે.”
વિનય તેની વાત શાંતિથી સાંભળી રહ્યો હતો. આ સમય ખુબજ મુશ્કેલીનો છે. તેની સામે આદમ છે, તેના શ્રુતિ મેમ પણ અને તે બંનેની વાત સાંભળીને વિનયને લાગ્યું કે કલકત્તાની પોલીસ પણ હવે આદમ સાથે મળી ગઈ છે. આદમને એકલાં હાથે હારાવવો તો શક્ય જ નથી. તેને પોતાનું માથું ખંજોળ્યું. પછી એક ટેબલ પર પડેલા કાગળને લઈને કંઇક લખ્યું.
“નયન આ કાગળ જલ્દીથી પોહચાડી દે અને તેની સાથે ગાડીમાં મુકેલી પુસ્તક પણ.” વિનય બોલ્યો.
“કોને?”
“તેનું એડ્રેસ મેં અંદર જ લખ્યું છે.”
“સહિદ ખુદીરામ સ્ટેચ્યુ, ઇડન ગાર્ડનસામે, વિધાનસભા ભવન સી.એમ પ્રફુલ્લચંદ્ર સેન.” નયને વાંચીને ઉપર જોયું.
વિનય થોડું હસ્યો અને તેને જલ્દી જવા કહ્યું.
***
બીજી તરફ રોમ એમની પાછળ આદમના માણસો પડ્યા હતા. તેઓ કોલકતામાં આમ તેમ જીપને ભગાડી રહ્યાં હતાં. માહી અને સાઈના જીપમાં પાછળ પંડિતને દબોચીને બેસી ગઈ હતી. રોમ તેમને પાછળ આવતા લોકોથી બચાવવા પોતાનાથી બનતા બધા જ પ્રયાસ કરી રહ્યો હતો. ઘણું ઘુમ્યાબાદ પેટ્રોલે તેઓનો સાથ છોડ્યો. ગાડીમાં રહેલાં ડબલામાં માત્ર થોડુક જ પેટ્રોલ હતું. આગળનો રસ્તો ખાલી અને સુમસાન હતો. પાછળ પડેલા માણસો દૂર સુધી દેખાઈ રહ્યાં ન હતા. આપત્તિના સમયે હવે શું કરવું કંઇજ સુજી રહ્યું ન હતું. તે સમયે આરાધ્યા બોલી.
“બધા જ નીચે ઉતરી જાવ. થોડું વધેલું પેટ્રોલ અંદર નાખી ગાડીને ગેરમાં નાખી કોઈ વજનદાર વસ્તુ લીવર પર મૂકી તેને આગળ જવા દો.”
આરાધ્યાના મોંઢેથી નીકળેલા ગુજરાતી ભાષાના શબ્દો સાંભળીને રોમ ચોંકી ગયો. તેને યાદ આવ્યું કે વિમાનમાં તેને એને ઘણું બધું કહ્યું હતું અને તે માત્ર હસી રહી હતી. તેનો મતલબ તેને રોમ પસંદ હતો અને તે એણે માત્ર એવું જતાવવા હસ્તી કે બીજી એરહોસ્ટેસ જેમ તે પણ ગુજરાતી સમજતી નથી. એટલે રોમ એકદમ કૂદ્યો અને પોતાના પ્રેમનો પ્રસ્તાવ કર્યો. આફતના સમયે પણ તે એ વાત ન ભુલ્યો. એટલે આરાધ્યાએ હસીને તેને હાથ આપ્યો અને જીપમાંથી નીચે ઉતરી.
રોમે તેના કહ્યાં મુજબ જ કર્યું અને બધા ત્યાં રહેલી એક ખંઢેર સોસાયટીમાં ઘૂસી ગયાં. તેમની પાછળ આવતા લોકોએ આગળ ચાલતી જીપ જોઈ અને સીધા રસ્તે બનતી ઝડપ કરી ગાડીઓ આગળ હંકાવી.
તેઓ હવે એક બંધ ઘરમાં જઈ પહોંચ્યા. તે ઘર તેમને છુપાઈ રેહવા માટે ખૂબજ મોટું હતું. તે કોલકતામાં છે કે નય એ વાતની પણ જાણ રહી ન હતી. પંડિત મોઢું ખોલવાનો ઈશારો કરવાં લાગ્યો. રોમે તેનું મોં ખોલ્યું. મોં ખૂલતાં જ પંડિત હસવા લાગ્યો. તેને હસ્તો જોઈ રોમ બોલ્યો. “કેમ હસે છે?”
“આ ઘર અને આ બધું જ આદમનું છે. તમને શું લાગે છે. અઢળક સંપત્તિનો માલિક કોલકતામાં માત્ર એક જ સ્થાન ધરાવતો હોય? તેની પાસે આવા કેટલાંય ઘર છે. આદમ એક રાક્ષસ છે. તેને અહીંયા કેટલીયે લાસો દાટી હશે.” બોલીને પંડિતે માહી એમના તરફ જોયું. “ડરી ગયા? તમને શું લાગે છે હું માત્ર પૈસા માટે તેની સાથે છું એમ? ના! મને પણ એનો જ ડર લાગે છે.”
તેઓને હવે એ બંધ ઘરમાં પણ ડર લાગવા લાગ્યો.
***