Amidst the whirlwinds of doubt - 20 in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 20

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 20

લગ્ન ના માત્ર 22 દિવસ હજુ થયા હતા, એમાં સોનાલી ને માનસિક તણાવ આપવાના પ્રયત્નો મેઘલ ના ફેમિલી તરફ થી શરૂ થઈ રહ્યા હતા, સોનાલી એ ઘર માં રાત્રે બધા સાથે બેઠા હતા ત્યારે કહ્યું કે તે અહીંની કોઈ સ્કૂલ માં જોબ સ્ટાર્ટ કરવા માંગે છે, જેથી તેની સાસુ ને અને તેને બંને ને થોડી સ્વંત્રતા મળી રહે, એમ પણ સવાર નું ટિફિન તો સોનાલી ની સાસુએ બનાવવા નું ચાલુ કર્યું હતું , કેમ કે એમના હાથ માંથી કશું જતું ના રહે, અને સોનાલી ને પણ તેના સાસુ વારંવાર ટોર્ચિંગ કરે કે હું શું કામ કરું ? એમાંથી છુટવા સોનાલી ને જોબ નું ઓપ્શન બેસ્ટ લાગતું, પોતે ઘરે હોય નહીં ને કોઈ ટોર્ચિંગ કરે નહીં, પણ સોનાલી ની સાસુ એ ના પાડી કે પોતે આટલા વર્ષો માં ઘર સંભાળી ને થાકી ગયા હોય, એમને પણ વહુ ની આશા હોય, સોનાલી એ બધાની વચ્ચે કહ્યું કે તો પછી જ્યારે સોનાલી આરામ કરવાનું કે કઈ કામ ના કરશો એવું કહે તો મોટે થી આજે રડ્યા કેમ? અને વારંવાર સોનાલી ને પૂછી ને ટોર્ચિંગ કેમ કરો છો કે હું શું કામ કરું ? એના કરતાં વધારે સારું કે તમારે જે કરવું હોય તે કરો અને સોનાલી જોબ કરે બંને ને મનગમતું મળી રહે , ઘર માં બધા સોનાલી ના પક્ષે હતા, સોનાલી ની વાત બધાને બરાબર લાગી, પણ સોનાલી ના સાસુ એ ના પાડી અને કહ્યું કે તે ટોર્ચિંગ નહીં કરે પણ જોબ નથી કરવી, સોનાલી કશું બોલી નહીં, એની જીદ તો નહોતી જ, એના માટે સમસ્યા નું સમાધાન જ હતું, થોડી વાર સાથે બેઠા પછી બધા ઊભા થયા, પોત –પોતાના કામ માં પરોવાઈ ગયા, જમ્યા પછી મેઘલ સોનાલી ને પોતાની સાથે વોકિંગ કરવા લઈ જતા, એ બંને વોકિંગ કરવા ગયા, ઘરે આવ્યા પછી સોનાલી મેઘલ સાથે ઉપર ગઈ, મેઘલ IT કંપની માં જોબ કરતા, પણ સાથે તેઓ રોજ રાત્રે પોતાનાં એક્સ્ટ્રા પ્રોજેક્ટ પણ કરતા, જેથી સાઈડ ઇન્કમ થોડી વધારે થાય, રાત્રે 8 :15 મેઘલ ઘરે આવી જતા પછી જમી ને બંને વોક માટે જતા, વોકિંગ કરીને આવીને તે ઉપર જઈ નાહી ને પાછા બેડરૂમ ની બહાર બીજા રૂમ માં પોતાના કમ્પ્યુટર પર એક્સ્ટ્રા પ્રોજેક્ટ કરતા, નવી નવી પરણેલી સોનાલી ને પોતાના પતિ ની કંપની ગમતી, તેને થતું કે મેઘલ તેની સાથે થોડો ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરે, પણ મેઘલ પાસે એવો ટાઈમ નહોતો, જો તે સોનાલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે તો એક્સ્ટ્રા કામ ન કરી શકે , અને અત્યારે તો પ્રોજેક્ટ કરવા જ પડે એવું હતું, આખું ઘર મેઘલ પર જ નભતું હતું, સોનાલી ના સસરા એ એવું કઈ ખાસ ભેગું કરેલું નહોતું, અને મેઘલ ના કહેવા પ્રમાણે તેઓ એ છેલ્લા 10 વર્ષ થી કામ કરતા નહોતા, ઉંમર થઈ ગઈ એમ કહી મૂકી દીધું હતું, મેઘલ ના ભણવાના પૈસા તેમણે તેમના ભાઈબંધ પાસે થી ઉછીના લઈ ને ફી ભરી હતી, અને ભણી રહ્યા પછી મેઘલે 2 શિફ્ટ માં જોબ અને રાત્રે ઘરે એક્સ્ટ્રા કામ કરીને પૈસા પાછા આપ્યા હતા , અત્યારે પણ લગ્ન માટે બેંક માંથી લોન કરી હતી, સોનાલી મેઘલ પર ગુસ્સે થઈ હતી, એમની પાસે કોર્ટ મેરેજ નું ઓપ્શન હતું જ, પણ હવે એક્સ્ટ્રા કામ કરી ને લગ્ન માટે લીધેલી લોન ભરવા સિવાય કોઈ ઓપ્શન નહોતું, સોનાલી નુ જોબ કરવા માટે આ પણ એક કારણ હતું, તેને લાગતું કે તે જોબ કરીને મેઘલ ને થોડું મદદરૂપ થઈ શકે, મેઘલ એક્સ્ટ્રા કામ કમ્પ્યુટર પર કરતા હોય ત્યારે સોનાલી કમ્પ્યુટર પર સોંગ ની જગ્યા એ મેઘલ ને ગઝલ વગાડવાનું કહેતી, અને તે મેઘલ ના માથા માં મસાજ કરતી, મેઘલ કમ્પ્યુટર પર કામ કરે ત્યારે સોનાલી તેની પાછળ ઊભા –ઊભા તેલ ની માથા માં મસાજ કરી આપતી, અને મેઘલ ના પગ પાસે નાના ટબ માં થોડું ગરમ પાણી ભરી તેમાં મીઠું નાખી મૂકી દેતી, મેઘલ કામ કરતા કરતાં ગરમ પાણી માં પગ ડૂબાડી રાખતા, અને સોનાલી ગઝલ સાંભળતી મેઘલના માથા માં તેલ નું હળવા હાથે મસાજ કરતી, જેથી આખા દિવસ ના કામ નો થાક ઉતરી જાય, સાથે સાથે સોનાલી ની પણ મેઘલ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવાની ઇચ્છા પૂરી થઈ જતી, આમ તો બધું પરફેક્ટ ચાલતું, પણ રોજ સવાર સોનાલી ના સાસુ ગરમ પાણીની ડોલ આપવા ઉપર આવે ત્યારે મેઘલ ને સવારે ઉઠી ને લેવી પડતી એ મેઘલ ને જરાય ગમતું નહોતું, એકવાર સોનાલી એ દરવાજો ખોલ્યો તો સોનાલી ની સાસુ એ જ ના પાડી દીધી કે મેઘલ ને કહેવાનું, તમે નાઈટી પહેરેલી હોય અને દરવાજો નહીં ખોલવાનો, સામે બધા ઘર હતા એટલે સોનાલી ને નાઈટી પહેરી હોય ત્યારે દરવાજો ખોલવાની મનાઈ હતી, મેઘલ રોજ સવારે ઉઠી ને સોનાલી માટે ગરમ પાણી ની ડોલ અંદર લઈ આવતા, કંટાળી ગયેલા મેઘલ રવિવાર ની રજા માં ગેસ નું ગીઝર લઈ આવ્યા, અને ફિટિંગ કરાવી દીધું, મેઘલે નીચે પણ તેના મમ્મી માટે ગરમ પાણી ની પાઈપ ફિટિંગ કરાવવાનું કીધું, પણ સોનાલી ના સાસુ –સસરા એ ના જ કરાવવા દીધું, સોનાલી નો દિયર ઉપર ના બાથરૂમ નો ઉપયોગ કરી લેશે અને તેમને બંને ને ચાલશે એવું તેના સસરા અને સાસુ વારંવાર કહેતા રહ્યા, હવે મેઘલ શાંતિ થી સવારે 8 :30 વાગે જ ઊઠતા, સોનાલી એલાર્મ મૂકી પોતાની જાતે વહેલી ઉઠી –નાહી –ધોઈ , તૈયાર થઈ ને પોણા –સાત સુધી માં નીચે જતી રહેતી, આમ તો સોનાલી શાંતિ થી રહેતી, લગભગ બધું તે સ્વીકારી લેતી, સોનાલી એ રસોડા માં જોયું કે બધીજ વસ્તુ ના ડબ્બા પર તારીખના ટેગ લાગેલા હતા, તેલ ના ડબ્બા પર, ગેસ ના બાટલા પર, અને બાર મહિના ના મસાલા ની બરણી પર, બધા જ નાના –મોટા સ્ટોરેજ ડબ્બા ના બહાર ની સાઈડ નીચે તળિયા ના ભાગ પર તારીખના ટેગ લગાડેલા હતા, પણ આ 22 દિવસ માં સોનાલી સાથે કોઈ એ કચ –કચ કરી નહોતી, સોનાલી એ માન્યું કે કદાચ ઘર ના બજેટ ની સગવડતા માટે કે વસ્તુ નો કેટલો વપરાશ છે એના અંદાજ કાઢવા માટે કદાચ લગાવ્યા હશે, એમ પણ ઘર નું સંચાલન તેના સસરા ના હાથ માં હતું, અને તેઓ એકદમ નિવૃત હતા, કોઈ સામાજિક સેવા ના કાર્ય માં પણ જોડાયેલા નહોતા, એ આખો દિવસ ઘર માં જ રહેતા અને ઘર નું બધું જોયા કરતા, સાસુ એ શું કર્યું? વહુ એ શું કર્યું ? કેટલું વપરાયું? કેટલો ખર્ચ થયો? એમનું આખું દિવસ ઘર માં જ ધ્યાન રહેતું, સોનાલી જોતી કે તેના સસરા દિવસ ઊગે એટલે સવારે નાહી –ધોઈ ને ચા પીને પાછા બહાર બેઠક રૂમ માં સોફા માં સૂઈ જતા, કોઈ પૂજા –પાઠ ભક્તિ કશું જ નહીં, પછી તેઓ મેઘલ નીચે આવે ત્યારે 9 :00 વાગે જાગતા, પાછા ફરી મેઘલ સાથે ચા –નાસ્તો કરતા, મેઘલ 9 :30 ઓફિસ જવા નીકળે એટલે થોડો ટાઈમ ઘર માં સોફા માં બેસે અથવા સૂઈ જતા, લગભગ 10 :15 થાય એટલે તેમના કોઈ ફ્રેન્ડ ની શોપ પર જઈ ને બેસતા, પાછા 11 :45 ઘરે આવી ને બપોરે 12:00 વાગે જમી ને સૂઈ જતા, 4 :00 વાગે ઉઠી ને ચા –પાણી કરી ને પાછા 5 :00 વાગે ઘર ની બહાર જાય અને કોઈ ફ્રેન્ડ ની શોપ પર જાય કે પછી ઘર માં કઈ લાવવાનું હોય તો લાવી આપે, પાછા 6:45 ઘરે આવી ને સોફા માં બેસે કે પછી સોનાલી ના સાસુ ટીવી સીરિયલ જોતા હોય તે સિરિયલ જોવે, જમી ને ઊંઘ ના આવે ત્યાં સુધી ટીવી જોતા, આ આખા દિવસ નું તેમનું ટાઈમ ટેબલ રહેતું, સોનાલી ને લાગ્યું આખો દિવસ તેના સસરા ફ્રી હોય એટલે કદાચ આવું લેબલ વાળું મેનેજમેન્ટ ઘર માં કરતા હશે, અથવા તેની સાસુ પાસે દબાણ પૂર્વક કરાવતા હશે, પણ સોનાલી ફ્રી થી જેમ તેના પપ્પા ના ઘરે રહેતી તેમ જ રહેતી, અને લગાવેલા લેબલ પર બહુ ધ્યાન આપતી નહીં, આજે રાત્રે વોકિંગ પર થી આવ્યા પછી સોનાલી જ્યારે ઉપર ગઈ તો તેને નવાઈ લાગી, તેના સાસુ બહાર આવેલી અગાસી માં તેના નાના દિયર અને દેરાણી ગીતા સાથે લોખંડ નો પલંગ પાથરી મેઘલ જ્યાં કામ કરતા હતા એ રૂમ ની બારી ખોલી ને જાણે નિરીક્ષણ કરતા હોય એમ બેઠા હતા, સોનાલી એ બધાને જોયા એટલે જયશ્રી કૃષ્ણ કહીં બધા માટે પાણી લઈ આવી, તેના સાસુ ને પૂછી ને બધા માટે ચા બનાવી, બધું પતાવી સોનાલી એ મેઘલ નું ગરમ પાણી તૈયાર કર્યું પગ બોળી રાખવા માટે, બધા બહાર બેઠા હતા, સોનાલી એ આજે મેઘલ ના માથા માં મસાજ કરી નહોતી અને એ સીધી અંદર બેડ રૂમ માં જઈ આડી પડી, સોનાલી પોતાની બુક મિસિંગ કરી રહી હતી, મેઘલ ના આખા ઘર માં હરામ બરાબર એક પણ બુક નહોતી, ધાર્મિક પુસ્તક પણ સમ ખાવા પૂરતું એક પણ નહોતું, બસ નાની હથેળી ની સાઇઝ 4 –5 બુક હતી જેમાં નિત્ય પાઠ હતા, સોનાલી ને બહાર થી મેઘલ ની બૂમ સંભળાઈ, મેઘલ માથા માં મસાજ કરવા માટે તેને બોલાવી રહ્યા હતા, સોનાલી એ અંદર રહી ને ના પાડી, મેઘલ ઉઠી ને અંદર આવ્યા, અને સોનાલી ને ધીમે થી કહ્યું કે તે માથા માં મસાજ કરી દે, મેઘલ ના બહાર ગયા પછી સોનાલી ને લાગ્યું કે મેઘલ ને બરાબર ટેવ પડી ગઈ હતી, તે હસતી હસતી બહાર ગઈ, મેઘલ ના માથા માં મસાજ કરવા, સોનાલી સાથે દર વખત એવું થતું, એ ઘર માં પણ મમ્મી, બા કે વેકેશન કરવા આવેલા, માસી, ફોઈ કોઇ ને પણ માથા માં તેલ નાખી આપે તેઓ ક્યારેય સોનાલી ની મસાજ ભૂલતા નહીં, અને એમને પણ ટેવ પડી જતી, પણ સોનાલી જેટલું સરસ બીજા ને માથા માં મસાજ કરતી, એટલું સરસ એના માથા માં કોઈ નહોતું કરી આપતું, પણ સોનાલી ખુશ હતી, સોનાલી જોતી કે પાછળ તેના કાકાજી અને
કાકીજી એકધાર્યું જોયા કરતા, થોડીવાર પછી સોનાલી એ જોયું તો બંને ના ચહેરા ઈર્ષા થી બળી ને રાખ જેવા હતા, એણે મેઘલ ને મજાક કરતા ધીમે થી કહ્યું, કઈ બળવાની સ્મેલ આવે છે ? મેઘલ ખડખડાટ હસવા લાગ્યા અને ધીમે થી કહે તને એટલે જ બહાર બોલાવી કે તેઓ પૂરેપૂરા બળી ને રાખ થઈ જાય.મેઘલ ના માથાની મસાજ પૂરી થઈ, સોનાલી પોતાના બેડરૂમ માં જઈ, નાહી ને બેડરૂમ નો દરવાજો બંધ કરી ને બેડ માં આડી પડી. બીજા દિવસે પણ સોનાલી અને મેઘલ વૉકિંગ કરી ને આવ્યા તો એ જ નજારો હતો, ઉપર તેના સાસુ, તેમના નાના દિયર હિરેન સાથે અને દેરાણી ગીતા સાથે, લોખંડ નો પલંગ પાથરી, મેઘલ ના કામ કરવા ના રૂમ ની બારી ખુલ્લી રાખી ને બેઠા હતા, આજે પણ ગઈ કાલ ની જેમ મેઘલે સોનાલી ને બહાર બોલાવી, હવે આ ક્રમ રોજ રાતનો થઈ ગયો, લગભગ રોજ સોનાલી ના નાના કાકાજી અને કાકીજી આવી ને બેસતા, અને ખુલ્લી રાખેલી બારી માંથી મેઘલ અને સોનાલી બંને ને એકધાર્યું જોયા કરતા. મેઘલ અને સોનાલી બંને પોઝિટિવ રહેતા,પોતે તેમના બાળકો હતા, અને તેઓ વડીલ હતા, ભલે ને નિરીક્ષણ કરે, પોતે કઈ ખોટું તો નહોતા કરતા, મેઘલ અને સોનાલી ને મન આ એકદમ સામાન્ય હતું.