ભારતે સફળતાપૂર્વક મંગળઅભિયાન પાર પાડ્યુ છે અને તેથી ભારત હવે અવકાશ ક્ષેત્રે આગવુ નામ ધરાવી રહ્યું છે કેમ કે અવકાશી અભિયાનો બાબતે ભારતનો નિષ્ફળતાનો દર અન્ય દેશો કરતાં સૌથી ઓછો છે. જો કે હવે એ દિવસ દુર નથી કે જ્યારે ભારત અવકાશ ક્ષેત્રે હરણફાળ ભરશે અને દુનિયાને સૌથી પહેલા જાણકારી આપશે. જો કે એવુ કહેવાય છે કે જો અવકાશને સમજવુ હોય તો ૧૦૦ વર્ષનુ માનવીનુ આયુષ્ય ઓછુ પડે. અવકાશમાં ઘણા રહસ્યો છે અને જે ઉજાગર કરી શકાયા નથી.
અરે આપણી આકાશગંગાના પણ ઘણા રહ્સ્ય હજી સુધી અકબંધ છે.કેટલીક સદીઓ પૂર્વે એમ મનાતું હતું કે, આ બ્રહ્માંડના કેન્દ્રમાં પૃથ્વી છે. ત્યાર બાદ એમ બહાર આવ્યું કે, પૃથ્વી નહિ પણ સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે. ત્યાર બાદ એમ કહેવાયું કે, સૂર્ય નહિ પણ આપણી આકાશગંગા બ્રહ્માંડના કેન્દ્રમાં છે. એક એવી માન્યતા પણ હતી કે, બ્રહ્માંડમાં ફક્ત આપણી આકાશગંગા જ છે, જેને મિલ્કી-વે કહેવામાં આવે છે પણ જેમ-જેમ આધુનિક ટેલિસ્કોપની શોધ થઈ તેમ-તેમ આપણને બ્રહ્માંડની વિશાળતા વિશે ખબર પડી. આપણી આકાશગંગા જે આપણી પૃથ્વી અને સૂર્યમંડળનું ઘર છે તે બ્રહ્માંડમાં પથરાયેલી ૧૦૦ અરબથી વધુ આકાશગંગામાંની એક છે.
અજવાળાંથી દૂર આકાશમાં એક છેડાથી બીજા છેડા સુધીના પટ્ટાની આપણે આકાશગંગાની એક ભૂતિ કહી શકીએ. જાણે કો તારાઓનો કોઈ સફેદ પટ્ટો જોઈ લ્યો અથવા તો નદીનો પ્રવાહ. આપણા પૂર્વજોએ રાત્રિના અંધકારમાં દેખાતા આ પટ્ટાને આકાશગંગા મિલ્કી-વે એવું નામ આપ્યું છે. આને સ્વર્ગની મંદાકિની માનવામાં આવે છે. આપણી આકાશગંગા ૨૦ આકાશગંગાઓનો સમૂહ કે, જેને સ્વાભાવિક સમૂહ કે લોકલ ગ્રુપ કહે છે તેની સભ્ય છે.આપણે પૃથ્વી પરથી પૂર્ણ આકાશગંગાને ક્યારેય જોઈ ન શકીએ. આના માટે માનવીએ હજારો પ્રકાશવર્ષ દૂર જવું પડે, જે માનવજાતિ માટે શક્ય નથી. આપણા માટે આનો ૯૦ ટકા હિસ્સો અદૃશ્ય છે. જો કે, આપણું સૂર્યમંડળ એક કિનારા પર છે તેથી આ તારાઓના પટ્ટા એક સર્પાકારે દેખાય છે. વાસ્તવમાં આપણે જે આપણી આકાશગંગા વિશે જાણીએ છીએ તે આપણા જેવી જ બીજી આકાશગંગાઓ પર આધારિત છે.
આજે વૈજ્ઞાનિકો માને છે કે, આપણી આકાશગંગાનો આકાર એક પૈડાં જેવો કે ફૂલેલી રોટલી જેવો છે. અને આને સર્પાકાર કે કુંડલિત ગેલેક્સીની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. જેટલા પણ તારા આપણને દેખાય છે તે આપણી જ આકાશગંગાના છે. આપણી આકાશગંગા એટલી વિરાટ છે કે, તેને એક પૂરેપૂરું બ્રહ્માંડ કહીએ તોયે ખોટું નથી. આપણે સૌરમંડળનો વ્યાસ એક તરફ ૧૨ પ્રકાશકલાક છે. જ્યારે આ આકાશગંગાનો ખાસ ૧૦,૦૦૦ પ્રકાશવર્ષ છે એટલે કે, પ્રકાશને તેના એક કિનારાથી બીજા કિનારા સુધી પહોંચવામાં ૧ લાખ વર્ષનો સમય લાગે છે. એક પ્રકાશવર્ષનું અંતર ૯૪,૬૩,૦૦,૦૦,૦૦૦ કિ.મી.હોય છે. આ રીતે એમ પણ સમજી શકાય કે, ૧૫કરોડ કિ.મી. દૂર છે અને પ્રકાશની ગતિ એક સેકન્ડની ૩,૦૦,૦૦૦ કિ.મી. છે અને તેને પૃથ્વી૧૮ સેકન્ડ લાગે છે અને આનાથી આકાશગંગાની વિશાળતા કેટલી હશે તે અંગેનો ખ્યાલ આવી શકે છે.
આ રીતે આકાશગંગા તેના કેન્દ્રભાગમાંથી ફૂલેલી હોય છે. આનો જે ઊભાર છે તે લગભગ ૨૦ હજાર પ્રકાશવર્ષ ઊંચો છે. ૨૦૦ અરબથી પણ વધુ તારાવાળી આપણી આકાશગંગામાં તારાઓની વચ્ચે ખૂબ અંતર છે. બે તારાઓ વચ્ચેનું અંતર સૌથી નજીકનું પાંચ પ્રકાશવર્ષ છે. જો તારાને બાસ્કેટબોલ માની લેવામાં આવે તો તેમની વચ્ચેનું અંતર બતાવવા ઓછામાં ઓછું ૮૦૦૦ કિ.મી.નું અંતર રાખવું પડે.આપણો સૂર્ય આકાશગંગાના કેન્દ્રમાંથી લગભગ ૩૦ હજાર પ્રકાશવર્ષ દૂર છે.
આપણી આકાશગંગાના કેન્દ્રમાં એક અતિ મહાકાય બ્લેકહોલ છે અને તેના વિશે એમ પણ કહેવાય છે કે, આકાશગંગાના અસ્તિત્વ પહેલાં આ કેન્દ્રમાં સૂક્ષ્મ ધૂળકણો તથા ગેસોએ આ બ્લેકહોલને એવી રીતે ઢાંકી દીધા છે કે, શક્તિશાળી ટેલિસ્કોપની મદદદથી પણ તેને જોઈ શકાતો નથી.આપણી આકાશગંગાની ઉંમર કેટલી હશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે પણ તેમાં જે સૌથી જૂના તારા છે તેની ઉંમર ૧૩.૨ અરબ વર્ષની કહેવાય છે. એટલે કે, લગભગ બ્રહ્માંડ જેટલી આનું દ્રવ્યમાન ૫.૮ અને ૧૦૧૧ સાર દૃશ્યમાન જેટલું છે. જેમાં મુખ્યત્વે રહસ્યમય પદાર્થ ડાર્ક મેનર છે. આપણી આકાશગંગાની સૌથી નજીકની આકાશગંગા એડ્રોમેડા છે, જેને આપણે દેવવાન પણ કહીએ છીએ. આની બનાવટ આપણી આકાશગંગા જેવી જ છે. અને તે આપણાથી ૨૦ લાખ પ્રકાશવર્ષ દૂર છે. સ્વચ્છ રાત્રિએ આપણે એડ્રોમેડા તારા મંડળમાં આ આકાશગંગાના પ્રકાશને જોઈએ છીએ.આકાશગંગાઓને પણ ઉપગ્રહ આકાશગંગાઓ હોય છે. આપણી આકાશગંગાને પણ બે ઉપગ્રહ આકાશગંગાછે,જેેનું નામ છે લાર્જ મેજેલિનીક ક્લાઉડ અને સ્મોલ મેજેલિનિક ક્લાઉડ (સામાન્ય રીતે જેમ જેમ વિજ્ઞાન વિકાસ પામતું જાય તેમ તેમ ઘણી માન્યતાઓ દૂર થતી જાય છે. સૌ પ્રથમ એવી માન્યતા હતી કે, આખા બ્રહ્માંડમાં પૃથ્વી કેન્દ્રસ્થાને છે. ત્યાર બાદ શોધાયું કે, સૂર્ય કેન્દ્રસ્થાને છે. ત્યાર બાદ મોટા મોટા ટેલિસ્કોપનો વિકાસ થયો અને શોધાયું કે, આપણી આકાશગંગા કેન્દ્રમાં છે પણ હવે એ વાત બહાર આવી છે કે, આકાશગંગાની પણ ઉપગ્રહ આકાશગંગા હોય છે અને આપણી આકાશગંગાની પણ બે ઉપગ્રહ આકાશગંગા છે.