Banned books of the 21st century in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | ૨૧મી સદીનાં પ્રતિબંધિત પુસ્તકો

Featured Books
Categories
Share

૨૧મી સદીનાં પ્રતિબંધિત પુસ્તકો

જ્યારે પણ સમાજ કે રાજસત્તા વિરૂદ્ધ કોઇ પુસ્તક લખાય કે સમાજમાં સ્થાપિત મુલ્યોથી અલગ લખાણ પ્રકાશિત થાય ત્યારે તેનો વિરોધ કરવામાં આવતો હોય છે અને તે વિરોધને શમાવવા માટે એ પુસ્તકો પર પ્રતિબંધ લગાવી દેવો ેએ સૌથી સહેલો ઉપાય છે. ટુ કીલ અ મોકિંગબર્ડ અને ધ સ્કારલેટ લેટરએ ૧૯૬૦ અને ૧૮૫૦માં પ્રકાશિત થયા હતા જેના પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.સલમાન રશ્દીની શેતાનિક વર્સને પણ પ્રતિબંધિત કરાઇ હતી.આજે જ્યારે અભિવ્યક્તિને માનવીનો મુળભૂત અધિકાર ગણવામાં આવે છે અને કોઇપણ પ્રકારની સેન્સરશીપનો વિરોધ કરાય છે તેવા સમયમાં પણ કેટલાક પુસ્તકો પર પ્રતિબંધ લાગુ છે જે આંચકાજનક બાબત છે.આજે પણ સેક્સ એજ્યુકેશનને વિવાદાસ્પદ મુદ્દો ગણવામાં આવે છે.તેની તરફેણમાં અને તેનો વિરોધ કરનારાઓની સંખ્યા ઘણી મોટી છે તેવામાં બાળકોનાં મનમાં જે કેટલાક સવાલો ઉંમર સહજ ઉઠતા હોય છે જેનો જવાબ મોટાભાગે તેમને કોઇની પાસે મળતો નથી આ સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ યુ : એન ઇન્ટ્રોડકશનમાં કરાયો હતો જે માઇકલ જેન્સને લખ્યું છે.આ પુસ્તકને સ્પેશિયલ રિલિઝિયસ એજ્યુકેશનનાં એક ભાગે રૂપે પ્રસિદ્ધ કરાયું હતું પણ આ પુસ્તક પર ૨૦૧૫માં યુકેનાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિટીએ પ્રતિબંધ લગાવ્યો હતો.જો કે તેઓ આ પ્રતિબંધ માટેનાં યોગ્ય કારણો દર્શાવી શક્યા ન હતા.આ જ શ્રેણીમાં રજુ થયેલા અન્ય બે પુસ્તકો પણ વિભાગે પ્રતિબંધિત કર્યા હતા.ધ ડાયરી ઓફ એની ફ્રાંકે એ સાબિત કર્યુ છે કે આ પ્રકારનું સર્જન લોકોને ઐતિહાસિક ઘટનાઓ સાથે તાદાત્મ્ય સાધવામાં અને તેમની સમજ વિકસિત કરવામાં મહત્વપુર્ણ સાબિત થાય છે જે કામ કોઇ ટેક્સ્ટબુક કરી શકતી નથી.પર્સીપોલીસ એ માર્જેન સતરાપીની સ્મૃતિઓને આધારે લખાયેલ પુસ્તક છે જે ઇરાની ક્રાંતિકાળનો સમયગાળો રજુ કરનાર બની રહી છે.જો કે આ પુસ્તકમાં ૨૦૧૩નાં ગાળામાં ઇરાનમાં કઇ રીતે લોકોને ટોર્ચર કરાતા હતા તેનું વિસ્તૃત વર્ણન છે અને તે કારણે જ શિકાગો પબ્લિક સ્કુલે સાતમા ધોરણનાં અભ્યાસક્રમમાંથી તે પુસ્તક હટાવી લીધુ હતું.કતારમાં રહેતા ભારતીય મુળનાં લેખક મોહનલક્ષ્મી રાજકુમાર રાવે લવ કમ્સ લેટર નામનું પુસ્તક લખ્યું હતુંં જે કતારની સરકારને વાંધાજનક લાગ્યું હતું અને તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.આ પુસ્તકમાં આમ તો તેની પ્રથમ પત્નીનાં મૃત્યુ બાદ પતિનાં સામાજિક સંબંધોને અને તેના સંઘર્ષનું આલેખન કરાયું છે જેમાં પુરૂષ એક મહિલાને ચુંબન કરે છે જે તેની પ્રેમિકા ન હતી તેવું વર્ણન છે જેને લોકો આ પુસ્તક પર પ્રતિબંધનું કારણ માને છે કારણકે સરકાર તો પુસ્તક પર પ્રતિબંધનાં યોગ્ય કારણ આપી શકી નથી.રાજકુમારે તો તેના પુસ્તકનાં વાંધાજનક હિસ્સાઓને સુધારવાની પણ ઓફર આપી છે પણ કતારની સરકારે તેનો કોઇ જવાબ આપ્યો નથી.એડવીન ગિલ્ટેએ કવર અપ જનરલ નામની નવલકથા લખી છે જેમાં જાસુસી સાહસો, ગુપ્ત રહસ્યો અને તેવી જ વાતોનું આલેખન છે જેનું પ્રકાશન ૨૦૧૪માં થયું હતું.ગિલ્ટેએ પોતાના પુસ્તકમાં જે વિગતો દર્શાવી છે તે ડચ સરકાર દ્વારા સર્બિયન નરસંહાર, બોસ્નિયન યુદ્ધ જેમાં ૮૦૦૦ લોકો માર્યા ગયા હતાને છુપાવવાનો પ્રયાસ કરાયાની ઘટના સાથે સાકળવામાં આવ્યું હતું.ડચ જાસુસોએ આ પુસ્તકનાં વિવરણ સામે વિરોધ ઉઠાવ્યો હતો.જેના કારણે અદાલતે નેધરલેન્ડમાં આ પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યો હતો.જો કે ૨૦૧૬માં હેગની અદાલતે તે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.ડેન બ્રાઉનની ૨૦૦૩માં લખાયેલી દા વિન્ચી કોડની સમગ્ર વિશ્વમાં એંસી લાખથી વધારે નકલો વેચાઇ ચુકી છે અને તે બેસ્ટ સેલર પુસ્તકોમાં સ્થાન ધરાવે છે. જો કે અનેક ધાર્મિક સંગઠનોએ આ પુસ્તક સામે વિરોધ ઉઠાવ્યો હતો.લેબનોનમાં તો આ પુસ્તક પ્રસિદ્ધ થયાના પાંચ મહિનામાં જ કેથોલિક ઇન્ફોર્મેશન સેન્ટરે પ્રતિબંધ લગાવી દીધો હતો.આ પુસ્તકમાં જિસસ ક્રાઇસ્ટનાં મેરી મેગ્ડેલન સાથેનાં લગ્ન અને તેના સંતાનની વાતનો ઉલ્લેખ છે અને આ વાતનો જ સીઆઇસીએ વિરોધ કર્યો હતો અને તેને ક્રિશ્ચિાનિટીનું અપમાન ગણાવ્યું હતું.લેબેનોનમાં આ નવલકથા ભારે લોકપ્રિય સાબિત થઇ હતી તેમ છતાં ત્યાં પ્રતિબંધ ચાલુ જ રખાયો હતો.કેટલાક પુસ્તકો અમુક વખત એવા રહસ્યોને ઉજાગર કરે છે જેને ગુપ્ત રાખવાનાં પ્રયાસો કરાતા હોય છે.જ્યારે આ પ્રકારનાં પુસ્તકો પ્રસિદ્ધ થાય છે ત્યારે ગુપ્તતાનાં આગ્રહીઓ તેને પ્રકાશિત થતું અટકાવવા માટે આકાશ પાતાળ એક કરતા હોય છે અને ઓપરેશન ડાર્ક હાર્ટ એવું જ પુસ્તક છે જેને પ્રસિદ્ધ થતું અટકાવવા માટે જોરદાર પ્રયાસો થયા હતા.અફઘાનિસ્તાનમાં ૨૦૦૩માં ઓપરેશનને અંજામ આપવા ગયેલ બ્લેક ઓપનું નેતૃત્વ કરનારા આર્મી રિઝર્વ ઓફિસર એન્થની શેફરનાં અનુભવોને આલેખિત કરનાર પુસ્તક છે.આ પુસ્તક પ્રસિદ્ધ કરતા પહેલા શેફરને અમેરિકન આર્મીની પરવાનગી લેવી પડી હતી અને પુસ્તક ૨૦૧૦માં પ્રસિદ્ધ થયું હતું.આ પુસ્તક પ્રસિદ્ધ થતાં જ સરકારની ત્રણ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ વિરોધ કર્યો હતો જેમને લાગ્યું કે પુસ્તકમાં ઘણી સંવેદનશીલ માહિતી રજુ કરાઇ છે.અમેરિકાનાં ડિફેન્સ વિભાગે તો આ પુસ્તકની નકલોને નષ્ટ કરવા માટે ૪૭૦૦૦ ડોલરનો ખર્ચ કર્યો હતો જો કે તે તમામ નકલોનો નાશ કરી શક્યા ન હતા.આમ તો આ પુસ્તક ફરીથી પ્રસિદ્ધ કરાયું હતું જેમાં વાંધાજનક વિગતો દુર કરાઇ હતી પણ મુળ પુસ્તક ઓનલાઇન ઉપલબ્ધ છે.ઓકટોબર ૨૦૧૬માં થાઇલેન્ડનાં સમ્રાટ ભૂમિબોલને સૌથી લાંબો સમય સુધી શાસન કરનાર સમ્રાટ તરીકેનો ખિતાબ અપાયો હતો.તેમને આમ તો સાલસ સમ્રાટ ગણાવાય છે પણ ધ કિંગ નેવર સ્માઇલમાં તેમની કંઇક અલગ જ છબી અંકિત કરાઇ હતી.આ પુસ્તક પોલ એમ. હેન્ડલીએ લખ્યુ હતું.જેનું પ્રકાશન યેલ યુનિવર્સિટી પ્રેસ દ્વારા કરાયું હતું.જેના પર થાઇલેન્ડની સરકારે પુસ્તક પ્રસિદ્ધ નહી કરવા માટે દબાણ સર્જ્યુ હતું.જો કે તેમ છતાં પુસ્તક ૨૦૦૬માં પ્રસિદ્ધ થયું હતું અને સરકારે પુસ્તક બજારમાં આવતા પહેલા જ તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.ટેડ ડોવે ઇન્ટુ ધ રિવર નામનું પુસ્તક લખ્યું હતું જેમાં ટીનેજ માઓરી બાળકની કથા છે જે ગામડુ છોડીને શહેરમાં ભણવા જાય છે.આ પુસ્તકમાં બાળકોને થતા તમામ પ્રકારનાં અનુભવોને સ્થાન આપવામાં આવ્યું છે.જેમાં ડ્રગ્ઝનો ઉપયોગ અને સેકસ્યુઅલ રિલેશનશીપનો પણ સમાવેશ કરાયો છે.આ પુસ્તકને ન્યુઝિલેન્ડમાં પ્રતિબંધિત કરાયું હતું.એલિયટ જેમ્સની ફિફટી શેડની ત્રિપુટી હાલનાં સમયમાં સૌથી વધારે વિવાદાસ્પદ માનવામાં આવે છે.આ પુસ્તકની એક મિલિયન નકલ તો માત્ર અગિયાર અઠવાડિયામાં જ વેચાઇ ગઇ હતી.આ પહેલા ડેન બ્રાઉનની દા વિન્ચી કોડે ૩૬ અઠવાડિયામાં એક મિલિયન નકલનો રેકોર્ડ કર્યો હતો જે આ પુસ્તકે તોડી નાંખ્યો હતો.ફિફટી શેડસ ઓફ ગ્રે એ કોલેજની વિદ્યાર્થિની અને એક ધનિક વચ્ચેનાં સંબંધોની કથા છે.આ પુસ્તકમાં જાતિય ક્રિડાઓનાં અનેક દૃશ્યોનું આલેખન કરાયું છે જેનો ભારે વિરોધ કરાયો હતો અને કહેવાયું હતું કે તેની યુવાનો અને બાળકો પર ખોટી અસર થાય તેમ છે.અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓનાં પુસ્તકાલયોેએ આ પુસ્તકને પોતાની લાયબ્રેરીમાં સ્થાન આપવાનો ઇન્કાર કર્યો હતો.તેમણે તો આ પુસ્તકને પોર્નોગ્રાફી ગણાવી હતી.મલેશિયાએ તો પુસ્તક અને ફિલ્મ બંને પર પ્રતિબંધ લગાવ્યો હતો.પીસફુલ પીલ હેન્ડબુકનો રાજકારણ, સેકસ, કે સરકારનાં રહસ્યો સાથે કોઇ સંબંધ ન હતો તેમાં આત્મહત્યા અંગે વિગતવાર વર્ણન છે.આ પુસ્તકમાં આત્મહત્યા કરવાની રીતો અંગે વિસ્તારપુર્વક માહિતી આપવામાં આવી છે.વિશ્વનાં ઘણાં દેશોમાં આત્મહત્યા ગેરકાયદેસર બાબત છે પણ આ પુસ્તકનાં સર્જક ફિલિપ નિશ્ચેક માને છે કે વ્યક્તિને પોતાની મોત પસંદ કરવાનો અધિકાર છે.તેમણે તો પુસ્તકમાં કેફી દ્રવ્ય નિંબુટલ ઘેર કઇ રીતે બનાવી શકાય તેની પણ રીત આપી છે.ઓસ્ટ્રેલિયાએ આ પુસ્તકની સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો.