Talash 3 - 59 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 59

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 59

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  

 


અરાવલીની પર્વતમાળાના ઘેરા જંગલમાં અંધારી પણ ચાંદની વળી રાત્રી ભયંકર અહેસાસ કરાવી રહી હતી ક્વચિત બોલી ઉઠતી ચીબરી કે ક્યાંથી અચાનક ઉડીને એક ડાળ પરથી બીજી ડાળ પર ખોરાકની રાહમાં ભટકતું ઘુવડ જે ચિચિયારી કરતા હતા એનાથી આખું વાતાવરણ કાંપી ઉઠતું હતું. ઘનઘોર જંગલ ની વચોવચ વસેલા કસ્બા માંથી ક્યાંક કોઈકે જંગલી પ્રાણી થી બચવા પ્રગટાવેલ તાપના માંથી ક્યારેક અગ્નિ જ્વાળા લબકારા મારતી કે ક્યાંક બુઝાવા આવેલ તાપણા માંથી રહી રહીને ઉડતા તણખા. જંગલી વાતાવરણને બદલી નાખતા હતા. ખજાના ની ગુફા સામે હવે સાવ શાંતિ હતી. સજ્જન સિંહ નો કાફલો. સાવચેતીથી પણ ઉતાવળા ડગલે આગળ વધી રહ્યો હતો. ઝીલ વાળા પાસે કોઈ ખેતરમાં હની-ઈરાની સજ્જન સિંહ ની રાહ જોઈ રહ્યા હતા. મળેલા એડવાન્સ પેમેન્ટ મુજબ એ લોકો એ એક હેલીકૉપટર નો પ્રબંધ કર્યો હતો અને ખેતરના માલિકને લાખોની લંચ દિને ગુપચુપ ત્યાં હેલીકૉપટર ઉતારી અને સજ્જન સિંહ ને 'સબ સલામત' નો મેસેજ એમણે  સાંજે જ સજ્જન સિંહને મોકલી આપ્યો હતો. હવે એ લોકો અઝહર શાહિદ અને નાઝ ની રાહ જોઈ રહ્યા હતા.  અંધારી અરાવલીની જંગલ વાળી રાતમાં દરેક પાંદડા, ડાળી, પથ્થર જીવનને ધીમે-ધીમે ધક્કા મારતો લાગી રહ્યો હતો. હળવેથી ઉડતા પાંખવાળા પક્ષીઓની ચીસ વચ્ચે હની અને ઈરાની છાયામાં લટકીને સજ્જન સિંહ ની ટીમની રાહ જોઈ રહ્યા હતા. હનીના હાથમાં રિવોલ્વર મજબૂત રીતે પકડેલી હતી  હતો અને ઈરાની પોતાના ધારદાર રામપુરી ચાકુને પકડી શાંત પરંતુ સતર્ક નજરે ચારે તરફ જોઈ રહ્યો. તેઓ જાણતા હતા કે સજ્જન અને માંગીના સાથીઓ હવે ખેતરમાં પહોંચ્યા હશે.

"તને શું લાગે છે ઈરાની? સજ્જન સિંહે આપણને 5 કરોડ આપ્યા છે એ પૂરતા છે?" હની એ અચાનક ઈરાની ને પૂછ્યું હતું. 

"પાંચ કરોડ રૂપિયા આ કામ માટે પૂરતા નહિ વધારે કહેવાય." ખંધુ હસતા ઈરાની બોલ્યો અને ઉમેર્યું. "જો આ કામ કોઈ સામાન્ય ગુંડો કે બદમાશ ને સોંપ્યું હોય તો. પણ, એ હરામખોર સજ્જન સિંહે આપણને કામ સોંપ્યું છે..હા હા હા.." કરતા ઈરાનીએ અટ્ટહાસ્ય કર્યું. એની વાત સાંભળીને હની પણ મુસ્કુરાયો અને પછી કહ્યું. "તો પછી ફાઇનલ ને?"

"હાસ્તો વળી,  200 કરતાં વધારે વર્ષ જૂનો ખજાનો છે. એની કિંમત અબજો માં હોય. અને આપણે માત્ર 5 કરોડ માં સંતોષ માનવાનો એતો નાઈન્સાફી છે. આવવા દે એ લોકો ને બધાની લાશ અહીં ખેતરમાં દફન કરી ને આ છોકરાવ (નાઝ, અઝહર અને શાહિદ) આવે એટલે નીકળી જઈશું. પણ એ લોકો ને વાર કેમ લાગી.?"

xxx 

એની કાળી આંખોમાં અડગ સંકલ્પ સાથે, તલવારની ધાર પર ઉભો હતો. એની યાદોમાં એક પછી એક ચિત્ર ઝબકી ઉઠતું—એના પૂર્વજોનું બલિદાન. દાદા, પરદાદા, અને એમણે પેઢીઓથી આ ખજાનાની રક્ષા કરતા પોતાનું લોહી વહાવી દીધું હતું. લાલચ એની જાતિ માં પ્રવેશી જ શકતું નહોતું. ખજાનો એની માટે સોનાનો ઢગલો નહોતો—એ તો શ્રીનાથજી ની અમાનત હતી.“આ અમાનત નો સ્પર્શ કરવાનો અધિકાર ફક્ત મંદિરનો છે,” શેરાએ પોતાને જ કહ્યું. એ પોતાની જાતને કોસી રહ્યો હતો. એની નજર સામે સજ્જન સિંહ ના માણસો ખજાનો ઉઠાવી ને જતા એ જોઈ રહ્યો હતો. એનું મન તો અત્યારે જ એ લોકો પર તૂટી પડવાનું હતું. પણ જીતુભા એ એને રોક્યો હતો.

"શેરા , સમજ આકડો ન થા. એ લોકો  12 જણા છે. અને આપણે માત્ર 4, વળી એ લોકો પાસે આધુનિક હથિયાર છે." 

"હું મોત થી ડરતો નથી જીતુભા." લગભગ રાડ પડતા શેર બોલ્યો અને બાજુના ઝાડ પર ઝપી ગયેલા પંખીડા ઓ શોર કરતા ઉડી ગયા અને આ કોલાહલથી લગભગ 100 મિત્ર આગળ ચાલી રહેલા સજ્જન સિંહ અને એના સાથીઓ ચોકી ઉઠ્યા. અને પાછળ ની તરફ જોવા લાગ્યા. જીતુભાઇ શેરા   નો શર્ટ પાછળથી પકડી ને એને એક ઝાડી ઝાંખરા પાછળ ખેંચ્યો. અને હળવા પણ મક્કમ અવાજે કહ્યું. "મારા મરેલા બાપુ ના સોગંદ ખાઈને કહું છું. કે આ ખજાનો આપણા દેશ માંથી તો શું આ જંગલની બહાર  હું નહિ જવા દઉં. બસ? પણ તું થોડી શાંતિ રાખ મને જોવા દે. શક્ય છે કે એ લોકો ના બીજા સાથીઓ પણ આસપાસ માં છુપાયા હોય. આ લખન કહેતો હતો કે ખજાના વાળી ગુફામાં આટલા લોકો ન હતા. મતલબ કે એ લોકો બીજે છુપાયા હતા. હજી એમના વધારે સાથી હોઈ શકે. અત્યારે આંધળુકિયા કરવા એ નરી બેવકૂફી છે." 

xxx 

"સાહેબ હજી કેટલું ચાલવાનું છે?" એક હાથે માથા પરનો પરસેવો લૂછતો એક પોલીસ કોન્ટેબલે માંગી રામ ને પૂછ્યું અને ઉમેર્યું."આ જંગલ તો પૂરું થવા આવ્યું."

સજ્જન સિંહ, માંગી રામ અને તેમના સાથીઓ ખજાનો હેલીકોપ્ટર તરફ લઈ જવાના પ્રયત્નમાં હતા. સજ્જનની આંખોમાં લાલચ, માંગીના સાથીઓમાં આતુરતા અને હથિયારો પકડેલા હાથમાં જોર હતું. બધા માત્ર અને માત્ર ખજાનો મેળવવાનો એકમાત્ર વિચાર. હતો પણ ભાવિ ના ગર્ભમાં છુપાયેલ  હકીકત થી એ લોકો અજાણ હતા. અરે પર્વત ની છાયા માં કોઈ મરજીવાવિહે પણ તેમને ખબર ન હતી. એ હતા રાજીવ અને વિક્રમ, વિક્રમ હોસ્પિટલ થી નીકળી પૂજાને સલામત આઈ બી સેફ હાઉસ માં પહોંચાડીને કુંભલગઢ ફોરેસ્ટ રિઝર્વ વાળા રસ્તે  જંગલમાં પહોંચ્યો હતો. રસ્તામાં એને લપાતો છુપાતો આગળ વધતો રાજીવ મળ્યો હતો. અને બન્ને ભાઈઓ કોઈ અજીબ આંતરિક સંકેતથી જંગલમાં પગદંડી પર આગળ વધી રહ્યા હતા. એ લોકો જે રસ્તેથી આવી રહ્યા હતા. એ ખજાના વાળી ગુફા અને જે સ્થળે હની -ઈરાની હેલીકૉપટર લઈને ઉભા હતા એના વચ્ચે હેલીકૉપટર થી માંડ અર્ધો કિલોમીટર દૂર હતા. અચાનક એમને જંગલમાં હળવો સંચાર નજરે ચડ્યો અને ધીરે ધીરે જજન સિંહ અને એની ટોડી દેખાઈ હતી સજજન સિંહ અને એના સાથીઓ જાણતા ન હતા કે વિક્રમ અને રાજીવ એમના પર નજર રાખી રહ્યા છે. એમ્ટે એને એ પણ ક્યાં ખબર હતી કે જીતુભા અને શેરા  ગિરધારી સાથે ક્યારનાય એનો પીછો કરી રહ્યા છે.

xxx 

"ચાલો જલ્દી જલ્દી ખજાનો હેલીકોપ્ટરમાં ચડાવો," દૂરથી જ હેલીકૉપટર જોતા સજ્જને ટ્રેડ નાખતા કહ્યું. અને હની ઈરાની સામે હાથ હલાવીને હસ્યો. 

જેવા સજ્જન-માંગી અને સાથીઓ  હેલીકોપ્ટર તરફ વળ્યા, હની અને ઈરાની એ તરત પોતપોતાની ગન એમના તરફ તાકી બોલ્યા: “આ ખજાનો હવે તમારો નથી. આગળ વધશો તો એક પણ જીવતો નહિ રહે. ચુપચાપ ખજાનો હેલીકોપ્ટરમાં ચડાવો અને જંગલમાં રફુચક્કર થઈ જાવ. નહીતો...” 

સજ્જન થોડી ગભરાયો, જંગલની ઠંડી હવામાં એના માથા પર પસીનો ફૂટી નીકળ્યો. માંગી ના સાસાથીઓ અસમંજસ માં  જજન માંગી અને હની ઈરાની સામે જોઈ રહ્યા હતા. હેલિકોપ્ટરના પાંખો નો ફફડાટ અને એન્જિનનો અવાજ જંગલની શાંતિ ભંગ કરી રહ્યો હતો. જાણે કોઈની અદ્રશ્ય  હલચલ નોંધાઈ રહી હતી. પણ જમાનાના ખાધેલ સજજનની લાલચ એટલી મજબૂત હતી કે. એ અટક્યો નહિ.એણે  માંગીને હુકમ કર્યો. "માંગી કહે તારા સાથીને કહે કે ફૂંકી મારે આ પાકિસ્તાની પિલ્લાઓ ને . હું તને બીજા  5 કરોડ આપીશ." અને એ સાથે જ માંગી ની પીસસ્ટોનું નાળચું હની  ઈરાની  તરફ ફર્યા. એને પસ્તાવો  થતો હતો કે દગાના ડરે એણે  પોતાના સાથી અને પોલીસ હવાલદાર પાસેથી ગન જો છીનવી ન લીધી હોત તો 2-3  મિનિટ માં હની  ઈરાની કાબુમાં આવી જાત. છતાં એણે  પોતાનો મંદ પડેલ આત્મવિશ્વાસ ને જગાવતા ત્રાડ પાડતા કહ્યું. "અમે 10 જણા છીએ ને તમે માત્ર 2 જ છો. છતાં તમારે મરવું હોય તો મને વાંધો નથી. સાથી ઓ તૂટી પડો."

પણ કોઈ આગળ વધે એ પહેલા એક લાલ કલરની નાનકડી કાર અચાનક ખેતરમાં ધસી આવી અને હેલીકૉપટર ની બાજુમાં ઉભી રહી. એમાંથી નાઝ અઝહર અને શાહિદ ઉતર્યા. એ ત્રણે ના હાથમાં પણ ગન હતી. નાઝે રાડ નાખતા કહ્યું. "મામુ, ચાચુ વાર્તાલાપ નો સમય સમાપ્ત થયો. ઉડાવી દો. આ બધાને કહેતા પોતાની ગન માંથી ફાયર કર્યો અને  માંગીનો એક સાથી ઢળી પડ્યો અને એ સાથે જ માંગીના સાથીઓ અને પોલીસ વાળા ખજાનાના કોથળા પડતા મૂકીને જ્યાં રસ્તો દેખાયો ત્યાં ભાગવા મંડ્યા.   

XXX 

રાજીવ અને વિક્રમ તરફ ભાગીને આવતા બે વનવાસી હાજી કઈ સમજે એ પહેલા રાજીવનો મુક્કો એક ના મોઢા પર પડ્યો. અને એ સાથે જ ઉથલી પડ્યો અને એક જોરદાર ચીસ જંગલના સન્નાટાને વીંધતી ગુંજી ઉઠી. એની પાછળ જ એનો બીજો સાથી હતો એ બીક સેકન્ડ અટક્યો. અને એક ટેકરી ના ઢોળાવ પાસે ઉભો રહ્યો એની બરાબર 3 ફૂટ પાછળ ઉભેલા વિક્રમ માટે આ જબરદસ્ત મોકો હતો એ વનવાસી કશું સમજે એ પહેલાં એ  ઉંચકાયો પછી એને ભાન થયું કે કોઈએ પાછળથી બોચી માંથી પકડીને ઉચક્યો છે. એને પસ્તાવો થતો હતો કે વનદેવતાના પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રે એ ધનની લાલચમાં ઘુસ્યો હતો. હવે એનું ધનોત પનોત નીકળી જવાનું હતું. એ હિંમત હરિ ગયો હતો જેવો વિક્રમે એને ફેંક્યો એ સાથે જ એણે  વિચિત્ર અવાજમાં એક ચીસ પડી અને એ સાંકેતિક અવાજ સાંભળતા જ મેદાને જંગમાં ઉભેલા બધા વનવાસી (જે માંગી સાથે આશ્રમથી જોડાયા હતા એ બે પણ) ઉભી પૂંછડીએ ભાગી છૂટ્યા. 

જીતુભા અને શેરા બંને એક સાથે સંતુલન બનાવી ઊભા રહ્યા. શેરા ધીમે ધીમે નીચે વળ્યો અને એક પોલીસ વાળા પર ફટાફટ બે હાથ અને પગના ઝટકામાં હુમલો કર્યો. જંગલની જમીન ખડી અને પથ્થરો ભરેલી હતી, પણ એ તેને અટકાવી શક્યા નહીં. એના પગ પથ્થર અને ઝાડની વળીમાં ફસાતા, એ પાછો લપકી ફરી આગળ વધ્યો. જીતુભા તેના પીઠ પાછળ ઊભા રહીને ઢાલ જેવી લાકડી પકડીને સુરક્ષા પૂરી કરી રહ્યો હતો. તે થોડી વેળા માટે દુશ્મનને અવાજથી આકર્ષે કરે અને ધીમે ધીમે આગળ વધતો. શેરા નું હાથ અને પગ નું કોમ્બીનેશન એક જ સમયે પંચ અને કિકના રૂપમાં એ પોલીસ વાળને ટેકરી પરથી સીધું ખાઈ માં દોરી ગયું. 


ક્રમશ: