Mindset in Gujarati Human Science by Sahil Patel books and stories PDF | Mindset

Featured Books
  • જીંદગી - એક આઇસક્રીમ - 3

    Recap : કામિની અને નરીયાની પ્રેમ કહાનીમાં કામિનીની મા એ આવીન...

  • રહસ્ય - 4

    અધ્યાય ૯ – “સજા”કાવ્યા ના શબ્દો મારા કાનમાં ગૂંજી રહ્યા હતા—...

  • Mindset

    Mindset - a small storyPart 1 - The introduction :કોઈ પણ માણ...

  • એકાંત - 44

    પ્રવિણના કોલેજમાં સ્વાતંત્ર્ય દિનનો ઉત્સવ ખૂબ સુંદર રીતે ઊજવ...

  • રેડહેટ-સ્ટોરી એક હેકરની - 43

            રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ:43     સૂર્યા...

Categories
Share

Mindset

Mindset - a small story

Part 1 - The introduction :


કોઈ પણ માણસ ની સર્વશ્રેષ્ઠતા પાછળ , તેના અનેરા સફળતા ના રહસ્યો પાછળ ઘણા પરિબળો હોય છે , પરંતુ એમાનું એક સર્વવ્યાપી પરિબળ છે જેના થકી મનુષ્ય જે ધારે એ કરી શકે , એ છે માનસિકતા - The Mindset.


જીત , સફળતા , નામના , પ્રતિષ્ઠા  આ બધી એવી વસ્તુઓ છે જે દરેક માનવીને જોઈએ છે , પરંતુ તેની સામે હા ર, નિષ્ફળતા , અથાગ પ્રયત્નો , ખોટી ધૃણાઓ આ બધું પણ આવે તો  ?? એના માટે તો કોઈ તૈયાર નથી ને ?

શા માટે હોય ? એ બધી વસ્તુઓ તો એવી છે જે કોઈને જિંદગી માં ના જોઈતી હોય .... વળી ઘણા ફિલોસોફર આવીને કહેશે , અરે હાર વિના કોઈ દિવસ જીત ના મળે, અરે ખૂબ પ્રયત્નો કર્યા વગર સફળતા ના મળે  !!!

વાત તો એમની પણ સત્ય છે , પણ શું તમે નોટિસ કર્યું ? મહેનત તો એક મજુર પણ કરે છે અને એક ઓફિસ માં બેસવા વાળો માણસ પણ કરે છે , મેહનત તો કંપની ના વર્કર પણ કરે છે, આ છતાં કંપનીનો સીઇઓ વધુ કમાય છે , એક મજુર કરતા ઓફિસ માં બેસવા વાળો વધુ કમાય છે , તો પછી પ્રયત્નો ની આ થિયરી કંઈ રીતે સાચી ગણાય  ?? આવો વિવાદ પણ મન માં થાય ને  ?

ક્યારેય એવું જોયું છે બે વિદ્યાર્થીઓ વચ્ચે કે એક ખૂબ વાંચન કરતો હોય અને એક ઓછું વાંચન કરતો હોય આમ છતાં ઓછું વાચવા વાળો વિદ્યાર્થી સારા માર્કસ સ્કોર કરે છે , એવું કેમ ? અહી પણ પ્રયત્નો ની થીયરી કામ ના કરી ને  ??

હકીકત માં આપણે પ્રયત્નો ની થીયરી થી વાકેફ જ નથી , પ્રયત્નો નો અર્થ શારીરિક કે માનસિક રીતે થી કામ કરવું નથી, પરંતુ તમારા મન માં નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવા માટે સતત ને સતત કાર્ય કરવું છે, શું ખબર કે પેલો બાળક જે વધુ વાંચતો તેનો આશય જ એટલો હોય કે હું આટલો સ્કોર કરીશ અને તે એટલો સ્કોર કરે પણ છે ... જે બીજા માટે ભલે બીજા વિદ્યાર્થી ની સરખામણીએ ઓછું છે, પરંતુ પોતાના પૂર્વ નિર્ધારિત ધ્યેય માટે તો બરોબર જ છે ને...

બસ આ વસ્તુ માણસ ને નડે છે, પૂર્વ નિર્ધારિત ધ્યેય...

આ એક નાનકડી વિદ્યાર્થી ના હરીફાઈ ની વાર્તા થી એક mindset ની વાત હું રજૂ એટલા માટે કરવા માગતો હતો કેમ કે હાલ ના સમય માં પણ આ જ ચાલી રહ્યું છે, unnecessary competitions...
સાચું ને ??


બધા જો એક બીજાથી શ્રેષ્ઠ બનવામાં જ રહેશો તો તમે ક્યારે શ્રેષ્ઠ થશો ? કોઈ ને કોઈ બીજું તો એવું મળશે જ જે તમારા કરતા શ્રેષ્ઠ હોય....

Mindset બસ બદલવાની જરૂર છે , હરીફાઈ માં બદલાવની જરૂર છે , હરીફાઈ જરૂરી છે બસ એ જ વાત માટે કે આપણે કરેલી મેહનત સાચી દિશા માં છે કે નહિ , હરીફાઈ ના પરિણામો જરૂરી નથી , પરિણામ ભલે જે આવે તે , તે કદી માન્ય ના ગણવું પરંતુ માત્ર એ જ જોવું જોઈએ કે આપણે કરેલી મહેનત આ હરીફાઈ માટે યોગ્ય છે , જો એ નથી તો ફરી પ્રયત્નો શરૂ કરી દો ...

હરીફાઈ ના પરિણામ પર કદી ન જુઓ કેમ કે એ હંમેશા બે વસ્તુ આપશે , હતાશા અથવા અભિમાન.

તો શું તમે સમજી ગયા કે mindset કેવું હોવું જોઈએ ???
અરે આટલા માં કેમ સમજી ગયા , હજુ તો ઘણું બાકી છે આ Mindset ની થિયરી પર ...
જુઓ તે આગળ ના ભાગો માં .....