Hu, vaidehi bhatt part -9 in Gujarati Classic Stories by krupa pandya books and stories PDF | હું, વૈદેહી ભટ્ટ - ભાગ 9

Featured Books
Categories
Share

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 9

“અચ્છા, ક્યો અનાથ આશ્રમ છે?”
“સર, મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલો છે, જેનું નામ છે બાગબાન. આ અનાથ આશ્રમના કર્તા ધર્તા હરખચંદ મહેતા. જેમના બીજા પણ ઘણા બિઝનેસ છે. તેમને તેમની મૃત્યુ પામેલી દિકરીની યાદમાં આ અનાથા આશ્રમ બનાવ્યો છે. પોલીસમા રિપોર્ટ તેમના ત્યા કામ કરતી વૈદહી ભટ્ટ કરી છે.”
“ઓકે, તો પોલીસ શું કરે છે?”
“સર, અનાથ છોકરીઓમાં કોણે આટલો ઈન્ટ્રસ્ટ હોય. આ તો હું કોઈ સ્ટોરી માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. ત્યા આ બેન આવીને ફરિયાદ લખાવી રહ્યા હતા. એટલે મેં સાંભળ્યું.”
“ઠીક છે, તને શું લાગે છે, આના પર કામ કરવા જેવું છે? આમાં કંઈ માહિતી મળી શકશે. કોઈ સેન્સેશનલ સ્ટોરી બની શકશે?
“સર, માહિતી કાઢવામાં શું પ્રોબલમ છે? જોઈએ જો કંઈ મહત્વ નહી હશે અને આના કરતા સારી સ્ટોરી મળશે તો છોડી દેશું. આમે ઘણા સમયથી કોઈ સારી સ્ટોરી મળી પણ નથી.”
“ઠીક છે. જો કંઈ ખાસના લાગે તો ટાઈમ વેસ્ટ નહીં કરતી.”
રિપોર્ટર રાજવી પટેલ ને તેના એડીટર કૌશિક મહેતાનું અપ્રુવલ મળતા તે આ સ્ટોરીની પાછળ લાગી ગઈ અને કેબિનથી બહાર આવી તેને સૌથી પહેલા મને ફોન કર્યો, મારો નંબર તેને પોલિસ સ્ટેશનમાં જ લઈ લીધો હતો.
“હલો વૈદેહી, હું રાજવી પટેલ બોલી રહી છું પેપર The Insider માંથી આપણે આજે મળી શકીએ કે? મારે તમારા આશ્રમથી જે બે છોકરીઓ ગાયબ થઈ છે તેના વિશે વાત કરવી છે.”
 
 ---------------------------------------------------------------
“અચ્છા, તો તમે રીના અને રાનીને છેલ્લે ક્યારે જોઈ હતી.”
“હું તેમને છેલ્લે એક અઠવાડિયા પહેલા મળી હતી. હું જ્યારે ઑફિસ આવું છું, તો આખા અનાથ આશ્રમમાં એકવાર રાઉન્ડ મારૂ છું. તે પછી મારા કામમાં લાગી જાઉં છું અને પછી ઘર જતાં પાછો એક રાઉન્ડ મારી લઉં છું. ત્યારે હું તેમને રોજની જેમ મળી હતી.પણ, બીજા દિવસે જ્યારે હું રાઉન્ડ મારવા ગઈ ત્યારે મને આ બે છોકરીઓ દેખાઈ નહી, તેથી હું પોલિસ સ્ટેશન આવી હતી. પણ, પોલિસે મારી ફરિયાદ પણ ના લીધી અને મારી વાત પણ ન સાંભળી.”
“ઑકે, તમને કોઈના પર શક છે? તમને શું લાગે છે આ કોણું કામ હશે?”
“મને લાગે છે આ અંદરના જ કોઈનું કામ છે. કેમકે, મેં આના પર વધારે માહિતી કાઢવાનું નક્કી કર્યું. મેં અનાથઆશ્રમમાં લોકોને પુછવાની કોશિશ કરી પણ તેમને મને મારૂં મોઢું બંધ રાખવાનું કહ્યું. એટલે હું પોલિસ સ્ટેશન આવી હતી. પણ, ત્યા પણ મારી ફરિયાદ લેવામાં ન આવી. મેં અનાથઆશ્રમના મેઈન ટ્રસ્ટીને પણ કૉન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ તે કામસર બહાર છે, 10 દિવસ પછી આવશે. હવે તમે કહો હું શું કરૂ? કોણી પાસે જાઉં?”
 -------------------------------------------------------------
તે દિવસે પોલીસ સ્ટેશનમાં રાજવીએ મારી વાત સાંભળી અને તેને નોટ કરી લીધી હતી. તેથી તે મને મળવા આવી હતી. તેને પહેલેથી આ અનાથઆશ્રમ પર શંકા હતી કે તેઓ છોકરીઓની સપ્લાય કરે છે, પણ તેની પાસ કોઈ પુરાવા નહતા. એટલે તે કંઈ કરી શકતી નહી. પણ, જ્યારે તેને મને પોલિસ સ્ટેશનમા જોઈ ત્યારે નક્કી કર્યું કે હવે આના પર કંઈ કરવું પડશે? એટલે તેને તેના એડિટરને આ વાત કરી.
રાજવી અને આ અનાથઆશ્રમનો સંબંધ આજનો નથી પણ ઘણો જુનો છે. તેને અહીં બહુ કડવા અનુભવો થયા છે. એટલે તેને ગમેતેમ કરી આ અનાથઆશ્રમની સચ્ચાઈ લોકો સામે લાવી હતી. અને મેં તેની આ ઇચ્છા પુરી કરી દીધી હતી.
 -----------------------------------------------------------------------------
 
“રાજવી, પણ આપણે આ રીતે કોઈ પણ મોટી વ્યક્તિ પર આક્ષેપના લગાડી શકીએ. આ જેવા-તેવા નથી. તેઓ બહું મોટા વ્યક્તિ છે. તેમને બહુ મોટો ધંધો છે. તારી પાસે પુરાવા હોય તો દેખાડ.”
“સર, મારે પુરાવા શોધવા માટે સમય જોઈએ છે. મારી પાસે એક કડી તો આવી ગઈ છે. ધીરેધીરે બીજો કડીઓ પણ મળશે અને ખુલતી જશે. પણ તેની માટે મારે એક સ્ટીંગ ઓપરેશન કરવું છે, જેમાં મને કોઈની મદદની જરૂર છે.”
-------------------------------------------------------------------------
 
“તમારે મને મદદ કરવી પડશે.” રાજવીએ તેના કલીગ અને સિનીયર ક્રાઈમ રિપોર્ટર મિહીર નેગાંધીને કહ્યું. મિહીર આ ફ્લિડનો એક્સપર્ટ હતો. તેને તેના 20 વર્ષ ના કરિયરમાં સારા એવા સ્ટિંગ ઓપરેશન કર્યા હતા. તેની માટે આ કોઈ મોટી વાત નહતી. તેને પોલિસમાં ઓળખાણ પણ બહુ હતી. પણ, તે થોડો સેલ્ફ સેન્ટર હતો. તેને પોતાન કામથી જ મતલબ હતો. તેને રાજવીને હા પાડી તેમાં તેનો જ સ્વાર્થ હતો. કેમકે તે પણ કેટલા દિવસથી સારી સ્ટોરી શોધી રહ્યો હતો. રાજવીના કહેવાથી તેને સારી સ્ટોરી મળી ગઈ હતી. એટલે તેને રાજવી સાથે કામ કરવાની હા પાડી.
બંન્ને સ્ટોરી કઈ રીતે કરવી તેની તૈયાર કરવા લાગ્યા અને તેની માટ તેઓ પાછા અનાથાશ્રમમાં વૈદહીને મળવા ગયા.
 
 -------------------------------------------------------------------------
“વૈદહી કેમ છે તે વાત કરવાની હોશમાં છે?”
હોસ્પિટલ પહોંચતા કમિશનર સાવંતે ડૉ.મોતીવાલાને પુછ્યું.
“ના, તેને હમણા ઉંઘની દવા આપીને ઉંઘાડી છે. તેના ઘાવને ભરતા થોડો ટાઈમ લાગશે.”
“ઠીક છે ડૉક્ટર કઈ અપડેટ હોય તો મને કહેડવાજો.”
જતા જતા કમિ. સાવંત તેના હવાલદારોને ડૉક્ટર પર પણ નજર રાખવાનું કહેતા ગયો.
 -------------------------------------------------------------------
કમિશનર સાવંત જેવા ઑફિસ પહોંચ્યા ત્યા જ તેમને મૈત્રીનો મેસજ મળ્યો કે તે બેન્ગ્લોર જાય છે ડૉ. મોતીવાલાના દિકરા માનવની માહિતી કાઢવા.
અહી કપીસ તે માધવની માહિતી પણ કાઢી લીધી હતી. 

End part -9