યુદ્ધ વિનાશક હોય છે અને તેમ છતાં ધરતી પર હર હંમેશા યુદ્ધ લડાતા જ રહે છે આ યુદ્ધોની પાછળ જો કે કેટલાક ખાસ કારણો રહેલા હોય છે પણ અહી જે કેટલાક યુદ્ધોની વાત કરાઇ છે તેનાં કારણો ખુબ જ વાહિયાત હતા.
પેરૂ, ચિલિ અને બોલિવિયા વચ્ચે ૧૮૭૯ - ૧૮૮૩ દરમિયાન ભયંકર યુદ્ધો લડાયા હતા જેને ગુઆનો વોર પણ કહેવાય છે અને આ યુદ્ધ પાછળનું કારણ પક્ષીઓની હગાર હતી.આ હગારમાં જો કે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનું પ્રમાણ વિપુલ હોવાને કારણે તેનો ઉપયોગ ખાતર અને ગન પાવડર બનાવવામાં થતો હતો.ગુઆનોનો મુખ્ય ભાગ એટકામા રણવિસ્તારમાં હતો જે સાડાત્રણસો માઇલમાં પથરાયેલું હતું જે પેરૂ અને બોલિવિયાનાં નિયંત્રણમાં હતું બોલિવિયા પાસે પુરતા સંસાધન નહી હોવાને કારણે તેમણે ચિલિનો સંપર્ક કર્યો હતો.જો કે આ કારણે જ પેરૂ અને બોલિવિયા વચ્ચે યુદ્ધ છેડાયું હતું. અને ચિલિની પાસે શક્તિશાળી નેવી હોવાને કારણે તે યુદ્ધમાં વિજેતા બન્યું હતું.આ કારણે સમગ્ર વિસ્તાર પર ચિલિનું નિયંત્રણ સ્થપાયું હતું.આ યુદ્ધમાં તેર હજાર કરતા વધારે લોકો માર્યા ગયા હતા.
અરેબિયાની બે જાતિઓ અબ્સ અને ધુબિયાન વચ્ચે ઘોડાની રેસને કારણે છેલ્લા ચાલીસ વર્ષથી યુદ્ધની સ્થિતિ છે.આ જંગની શરૂઆત ત્યારે થઇ જ્યારે અબ્સે ધુબિયાનને રેસનો પડકાર ફેંક્યો હતો.અબ્સની પાસે ત્યારે પોતાની ઝડપ માટે પ્રખ્યાત એવી દાહિસ ઘોડાની પ્રજાતિ હતી.જેની સામે ઘાબરાને ઉતારાયા હતા આ રેસમાં વિજેતાને સો ઉંટ આપવાનું નક્કી થયું હતું જેમાં દાહિસની જીત થઇ હતી પણ અબ્સે ચુકવણીનો ઇન્કાર કર્યો હતો.આ છેતરપિંડીને કારણે અબ્સે ધુબિયાનનાં નેતાનાં ભાઇને મોતને ઘાટ ઉતાર્યો હતો જવાબમાં તેમણે પણ પોતાના હરીફનાં ભાઇને મોતને ઘાટ ઉતાર્યો હતો.આ જંગ છેલ્લા ચાલીસ વર્ષથી ચાલુ જ છે.
૧૮૩૮માં ફ્રાંસે મેક્સિકો વિરૂદ્ધ જંગનુ એલાન કર્યુ હતું.આ યુદ્ધનો અંત ૧૮૩૯માં આવ્યો જ્યારે બ્રિટને શાંતિ માટે મધ્યસ્થી કરી હતી.આ યુદ્ધની શરૂઆત ત્યારે થઇ જ્યારે ફ્રેન્ચ પેસ્ટ્રી કુકે દાવો કર્યો હતો કે મેકિસકન આર્મીનાં કેટલાક અધિકારીઓએ તેની દુકાનમાં તોડફોડ કરી હતી. તેણે મેકિસકો પાસે નુકસાનની માંગણી કરી હતી પણ તેનો ઇન્કાર કરાયો હતો.દસ વર્ષ બાદ તેણે ફ્રાંસનાં કિંગ લુઇસ ફિલિપને મદદની ગુહાર લગાવી હતી.કિંગે મેકિસકોને છ લાખ પેસો ચુકવવાનો આદેશ આપ્યો હતો જેને ચુકવવાનો મેક્સિકોએ ઇન્કાર કર્યો હતો જો કે એક વર્ષ બાદ બ્રિટને દરમિયાનગિરી કરી અને છ લાખ પેસો અપાવ્યા હતા આ યુદ્ધમાં ત્રણસો કરતા વધારે લોકો માર્યા ગયા હતા.૧૮૩૦ થી ૧૯૬૦ દરમિયાન અલ્જિરિયા ફ્રાંસનાં નિયંત્રણ હેઠળ હતું.જો કે ત્યારે તેમનાં સંબંધો કડવાશભર્યા હતા ત્યારે ડે હુસેન જે નેતા હતા તેમણે ફ્રેન્ચ કોન્સુલ પાસે તેમનાં પરનાં દેવા અંગે જવાબ માંગ્યો હતો અને જે ઉત્તર મળ્યો તેનાથી તેમને સંતોષ થયો ન હતો અને તેમણે ફ્રેન્ચ કોન્સુલ પર પોતાના હાથમાં રહેલા પંખાનો વાર કર્યો હતો.આ ઘટના બાદ ચાર્લ્સ એકસે અલ્જિરિયાનાં બંદર પર પ્રતિબંધ લગાવ્યો હતો અને તે ત્રણ વર્ષ ચાલ્યો હતો અને ૧૮૩૪માં ફ્રાંસે અલ્જિરિયા પર પુર્ણ કબજો કરી લીધો હતો.ફ્રાંસનાં કિંગ લુઇસ સાતમાએ એકવેટેઇનની ડચેસ ઇલેનોર સાથે ૧૧૩૭માં લગ્ન કર્યા હતા અને દહેજમાં ફ્રાંસનાં બે વિશાળ પરગણા મેળવ્યા હતા.ત્યારે કિંગ લુઇસ દાઢીધારી હતો પણ જ્યારે તે તે આ વિસ્તારમાં આવ્યો ત્યારે તેણે દાઢીમુંછ મુંડાવી નાંખ્યા હતા અને ઇલેનોરને તે ગમ્યું ન હતું અને તેણે લુઇસને ફરીથી દાઢીમુંછ ઉગાડવા જણાવ્યું હતું.જો કે લુઇસે તેનો ઇન્કાર કર્યો હતું જેનું પરિણામ છુટાછેડામાં આવ્યું હતું.ઇલેનોર ત્યાંથી ઇંગ્લેન્ડ ગઇ હતી અને કિંગ હેન્રી બીજાને પરણી હતી અને તેણે દહેજમાં પોતાની જમીન પાછી માંગી હતી ફરીથી લુઇસે તે પાછી આપવાનો ઇન્કાર કર્યો હતો અને ત્યારબાદ ઇંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે જે યુદ્ધ છેડાયું તે ત્રણસો વર્ષ ચાલ્યું હતું.યુદ્ધમાં આખરે ફ્રાંસનો વિજય થયો હતો પણ તેને ઘણી મોટી કિંમત ચુકવવી પડી હતી.
આરબોની વચ્ચે બીજુ એક યુદ્ધ અલ બસુસ ચાલીસ વર્ષથી ચાલે છે.આ યુદ્ધ થાગલિબ અને બક્ર જાતિ વચ્ચે ચાલી રહ્યું છે.આ યુદ્ધનું કારણ ઉંટ હતું જેને કુલયાબ જે થાગલિબનો નેતા હતો તેણે મારી નાખ્યું હતું અને બદલામાં બક્રલોકોએ કુલયાબને મારી નાંખ્યો હતો.આજે પણ આ જાતિઓ લડી રહી છે.
આઇસલેન્ડ અને બ્રિટન વચ્ચે માછીમારીનાં અધિકારને કારણે ૧૯૫૮માં યુદ્ધ છેડાયું હતું.આ માટે બંને દેશો વચ્ચે કરાર થયો હતો જે બે વર્ષનો હતો જેનો અંત ૧૯૭૫માં થયો હતો.આઇસલેન્ડે ત્યારબાદ ફરી પોતાની સીમાઓમાં વધારો કર્યો હતો અને બ્રિટીશ ટ્રોલરો પર પ્રતિબંધ લગાવ્યો હતો.આ મામલે આખરે નાટોએ અને અમેરિકાએ દરમિયાનગિરી કરી હતી જેમાં આઇસલેન્ડની ડિમાંડને માની લેવામાં આવી હતી.
૧૮૩૦માં ઇયોવા અને મિસુરી વચ્ચે મધને લઇને યુદ્ધ છેડાયું હતું જો કે આ મામલે આખરે સુપ્રીમ કોર્ટે દરમિયાનગિરી કરી હતી અને ઇયોવાનાં પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
ઓગણીસમી સદીનાં છેલ્લા સમયગાળા અને વીસમી સદીનાં પ્રારંભે બ્રિટને આફ્રીકામાં પગરણ માંડ્યા હતા જો કે ત્યારે ત્યાંનાં લોકો પાસે માત્ર તીરકામઠા હતા જ્યારે બ્રિટીશરો પાસે બંધુકો હતી તેમણે ત્યારે હાલનાં ઘાના અને ત્યારે અશાંતિ તરીકે ઓળખાતા વિસ્તાર પર કબજો કર્યો હતો.ફ્રેડરિક મિચેલ હોગસને ૧૯૦૦માં ગોલ્ડન સ્ટુલની માંગ કરી હતી જે વાત ત્યાંના આદિવાસીઓને પસંદ આવી ન હતી કારણકે તેમનાં માટે તે પવિત્ર વસ્તુ હતી તેમણે બ્રિટનની સામે યુદ્ધ જાહેર કર્યુ જો કે જીત આખરે બ્રિટનની થઇ હતી આ યુદ્ધમાં ત્રણ હજાર કરતા વધારે લોકો માર્યા ગયા હતા જો કે બ્રિટનને તે ગોલ્ડન સ્ટુલ ક્યારેય મળ્યું ન હતું.
પેમ્મિકન વોર એ કોઇ રાષ્ટ્રો વચ્ચે લડાયેલું યુદ્ધ ન હતું પણ બ્રિટનની બે ફર ટ્રેડિંગ કંપનીઓ વચ્ચે લડાયેલા યુદ્ધની વાત છે જે કેનેડામાં લડાયું હતું.આ યુદ્ધ હડસન બે કંપની અને નોર્થ વેસ્ટ કંપની વચ્ચે થયું હતું.સમસ્યાનો આરંભ ૧૮૧૧માં થયો હતો જ્યારે અર્લ સેલ્ક્રિક થોમસ ડગ્લાસે રેડ રીવર નામનો પ્રોજેકટ શરૂ કર્યો હતો.જે માટેની જમીન એચબીસીએ આપી હતી.થોમસ આ ધંધામાં પોતાની મોનોપોલી ચાહતો હતો આથી તેણે એનડબલ્યુસી સાથે વ્યાપાર પર પ્રતિબંધ લગાવ્યો હતો.૧૮૧૪માં રેડ રીવર કોલોનીનાં ગવર્નરે ત્યાંના લોકો પર ભેંસો કાપવાનો પ્રતિબંધ લગાવ્યો હતો.જેનાથી રોષે ભરાઇને ત્યાંનાં લોકોએ ભેંસના માંસમાંથી પેમ્મીકન બનાવવાનો આરંભ કર્યો હતો.ગવર્નરે પેમ્મીકનની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને ચાર હજાર જેટલી બેગ જપ્ત કરી હતી. તેમણે એનડબલ્યુસીને રેડ રીવરમાં તેમની ટ્રેડિંગ પોસ્ટ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.કંપનીએ આથી રેડ રીવર અને એચબીસી સામે સંઘર્ષની જાહેરાત કરી હતી અને એચબીસીની પોસ્ટોને આગચાંપી હતી અને લુંટફાટ પણ મચાવી હતી.બ્રિટનનો રાજઘરાનો તેનાથી નારાજ થયો હતો અને તેમણે બંને કંપનીઓને એક થવાનો આદેશ આપ્યો હતો.આ સંઘર્ષમાં બેટલ ઓફ સેવન ઓક્સમાં ગવર્નર સહિત એકવીસ લોકો માર્યા ગયા હતા.