Love stories in Gujarati Poems by Shreya Parmar books and stories PDF | પ્રેમ ની વાતો

Featured Books
Categories
Share

પ્રેમ ની વાતો

               1.એનો અનોખો પ્રેમ


એ શબ્દ વગર સમજી જાય ને 

આંખો થી છાલાકાઈ જાય 

આ પ્રેમ ની વાતો 

એ બોલ્યા વગર કહી જાય 

દિલ માં ભરી પ્રેમ ને 

હૈયે હરખાઈ જાય 

કોણ જાણે કેવો એ 

પ્રેમ અમને બતાવી જાય 

બોલ્યા વિના એ સમજી જાય ને 

માંગ્યા વિના અપાવી જાય 

નિસ્વાર્થ પ્રેમ ભાવનાથી

હૈયા માં સમાઈ જાય 

દરિયા જેવું વિશાળ હૃદય ને 

આકાશ જેવું એનું મન 

કોણ જાણે કેવી રીતેબોલ્યા વિના એ સમજી જાય 

લાગણી એને ભરપૂર છે ને 

દિલ થી એક દમ નાદાન 

બાર થી લાગે કઠણ ને 

હોય એકદમ શાંત 

બોલ્યા પછી રડી જાય ને 

લડ્યા પછી હસી જાય 

કોણ જાને કેવો એ 

પ્રેમ સૌને બતાવી જાય 

રીસે ભરાઈ રિસાય જાય 

ને મન ભરી મનાવી જાય 

દુઃખ એ સમજી જાય ને 

સુખ માં ના છલાકાય

કોણ જાણે કેવા સમય માં 

આવી ને પાછો વયી જાય 

એની સાથે રહી રહીને 

દુનિયા આખી બદલાઈ જાય 

કોણ જાણે મોટા છતાં 

બાળપણ માં ખોવાઈ જાય

વાતો એની લાગે

પરિઓ ની કહાની

સાથે એના લાગે 

છીએ કોઈ રાની 


                  2. તું અને હું 

તું ક્રિષ્ના ની વાંસળી ને 


હું છું એનો સુર 


તું પાણી નું ઝરણું ને 


હું છું એનું પૂર 


તું જીવન અમૃત ને


હું છું એનું મુલ


તું સાગર વિશાળ ને 


હું છું એનું બુંદ


તું છે વિશાળ ગગન ને 


હું વાદળ ભરપૂર 


તું શોભા છે જીવન ની ને


હું જીવન અમૂલ્ય


તું છે ધરતી પાવન ને 


હું છું એની ધૂળ 


તું પવન શક્તિ ને


હું છું એનો સુર 


તું છો વટ વૃક્ષ ને 


હું એનું છું મૂળ


તું છો વસંત ને 


હું પાનખર નું ફૂલ 


તું સામી સાંજ ને 


હું છું એનું સુખ 


તું છે વરસાદ ને 


હું છું પાણી ભરપૂર


તું જીવન નો સાર ને 


હું છું એનું રૂપ 



         3. પ્રેમ -કુદરત ના ખોળે


કુદરત ના ખોળે પંગર્યું એક ફૂલ 


લાગે જાણે આતો આખા મલક નું નૂર 


એના જેવું લાગે ના કોઈ 


મીઠુ મધુર શમણું જે જોયી


કુદરત ના ખોળે ખીલ્યું એક ફૂલ 


પહાડી નું સફેદ એ નૂર 


જમીન પર પથરાયું ઘાસ ખુબ


આકાશ નું એક અણધાર્યુ એ રૂપ


કુદરત ના ખોળે ખીલ્યું એક ફૂલ 


 4.   તારી સાથે ચાલુ 


ચાંદ ની ચાંદની જેમ સાથે હું ચાલુ.

સાથ તારો હોય તો પાંપણ ને પલકરે રાખું

વાદળ ની વાદળી જેમ સાથે હું ચાલુ.

વીજળી ના કડાકે 

વરસાદ બની વરસુ.

તારા ની ચમક જેમ સાથે હું આવુ 

જીવન ની ચમક સાથે જુવાની મહેકાવું.

સૂર્ય ની ગરમી જેમ સાથે હું ચાલુ

સાથ તારો હોય તો ટાઢક કરી આવુ.

રાત માં અંધકાર બની સાથે હું ચાલુ 

સ્નેહ સાથે તું હોય તો શીતલતા મહેકાવુ.

ધૂપ માં તારો પડછાયો બની ચાલુ 

કદમ થી કદમ મિલાવે તો આખી જિંદગી મહેકાવુ.



          5. આયખું

આખા જીવનનો આધાર છે તું 

મારાં જીવન નો અહેસાસ 

મારી લાગણી નું અનુભવ છે તું 

મારાં સાથ નો આનંદ

મારાં પ્રતિ નો પ્રેમ છે તું 

તારા પ્રતિ અપાર સ્નેહ 

મારાં આખા અયાખા નું 

તું જ અમૂલ્ય દેન

મારાં કદમ નો સાથી છે તું 

મારાં વિરહ નું આંસુ 

મારાં હોઠો નું સ્મિત છે તું ને 

આખા અયાખા નું ઋણ 

મારાં પ્રતિ નો વિશ્વાસ છે તું ને 

તારા પ્રતિ આહાલાદક આનંદ 

મારાં જીવન નું મૂલ્ય તું ને 

આખા આયખા નું સુખ.

મારાં આત્મા નો સ્નેહ મિલન છે તું ને 

મારાં દિલની ધડકન 

મારાં જીવન નો આધાર છે તું ને 

આખા આયખા નો સંગાથય તું 

મારાં પ્રતિ શક્તિ છે તું ને 

તારા પ્રતિ નો સંગમ છું હું 

બે દિલ એક જીવ નો 

અનોખો અહેસાસ છે તું 

મારાં જુવાની ની મોજ છે તું ને 

મારાં ગળપણ નો સંગાથ 

મારાં આખા આયખા નો તું જ એક વિશ્વાસ 

ખીલેલા ફૂલ ની ખુશી છે તું ને 

ખીલેલા ફૂલ નું સ્મિત 

કરમાઈ જતા આ જીવ નું 

તું જ મદદનીશ 

મારાં જીવન નો શ્વાસ છે તું 

આયખા ની સવાર છે તું ને 

એ જ આયખા ની રાત 

મૃત્યુ સમય માં મારાં 

તું જ મારું ઋણ 

તારો સાથ મહેકવી ગયો

મારાં જીવન ને સુધારી ગયો 

મારાં સાથ ને અપનાવી ગયો 

આયખું મારું નિહાળી ગયો