Magic Mountain in Gujarati Travel stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મેજીક માઉન્ટેઈન

Featured Books
Categories
Share

મેજીક માઉન્ટેઈન

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.

સ્થળ:- મેજીક માઉન્ટેઈન, લોનાવલા, પૂણે.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.



તારીખ:- 5 ઑકટૉબર 2025.

વાર:- રવિવાર.



આ દિવસ એટલે મારી શાળાનાં ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓનો પ્રવાસે ઉપડવાનો દિવસ! અમે ચાર શિક્ષકો, ટૂર ઓર્ગેનાઈઝર તરફથી બે ગાઈડ અને અમારાં 72 બાળકો - આ પ્રવાસમાં જોડાયાં હતાં. રાત્રે બરાબર સવા દસ વાગ્યે ઉપડેલી અમારી બસ બીજા દિવસે સવારે પોણા નવ વાગ્યે અમારે જે રિસોર્ટમાં જવાનું હતું ત્યાં પહોંચી. આ રિસોર્ટ લોનાવલા ખાતે આવેલ છે. સવારનો નાસ્તો સાડા નવ વાગ્યા સુધી જ હોવાથી બધાંએ પહેલાં બ્રશ કરીને ચા નાસ્તો કર્યો. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એમનાં રૂમની ચાવી આપી દેવામાં આવી કે જેથી કરીને 11 વાગ્યા સુધીમાં બધાં તૈયાર થઈને રિસોર્ટમાં જ આવેલી સાહસિક પ્રવૃત્તિઓ કરવા ભેગાં થઈ જાય.



બધાં 11 વાગ્યે ભેગાં થઈ ગયાં અને એક વાગ્યા સુધીમાં ત્યાંની પ્રવૃત્તિઓ પૂર્ણ કરી. પછી દોઢ વાગ્યે બધાંએ ભેગાં મળીને લંચ લીધું. મજા આવી ગઈ. ત્યારબાદ અઢી વાગ્યાથી ચાર વાગ્યા સુધી સૌને આરામ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. ચાર વાગ્યાથી લઈને સાડા પાંચ સુધી રિસોર્ટમાં આવેલ વૉટર પાર્કની બધાંએ મજા માણી. સાડા પાંચ વાગે હાઈ ટી પતાવી ફરીથી બધાં બોક્સ ક્રિકેટ, સ્વિમિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા. રાત્રે નવ વાગ્યે ડિનરમાં ચાઈનીઝ મેનુ જોઈને બાળકો તો ખૂબ ખુશ થઈ ગયાં. ત્યારબાદ બાળકોને માટે સરપ્રાઈઝ સ્વરૂપે રાત્રે ડીજે પાર્ટી રાખી હતી. બાળકોએ મન ભરીને ડાન્સ કર્યો અને ગુજરાતીઓની શાન એવી ગરબા કર્યાં. ત્યારબાદ સૌને કહી દીધું હતું કે સમયસર સુઈ જજો કે જેથી કરીને આવતીકાલનો આખો દિવસ મજા કરાય.



વહેલી સવારે આઠ વાગ્યે છેલ્લી વખત રિસોર્ટમાં ખાવાનું હતું, એટલે કે બ્રેકફાસ્ટ લેવાનું હતું. એ પતાવીને અમે સૌ બસમાં બેસી નીકળ્યા એ જગ્યાએ જવા માટે કે જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં - મેજીક માઉન્ટેઈન એમ્યુઝમેન્ટ પાર્ક. આ પાર્ક રિસોર્ટથી થોડો દૂર હતો. લગભગ દોઢેક કલાક જેટલો સમય અમને લાગ્યો ત્યાં પહોંચતાં. ત્યાંનો શાનદાર ગેટ જોઈને બાળકો તો બધાં ફોટા પડાવવા માંડ્યા. પરાણે એમને અંદર લઈ ગયાં. અમારાં ગાઈડ જેઓ સાથે હતાં એમણે અમારાં સૌની ટિકિટ લઈ લીધી હતી. અંદર પહોંચ્યાં ત્યાં એમ્યુઝમેન્ટ પાર્કમાં હાજર ત્યાંનાં એક કર્મચારી મહિલાએ અમને સૌને હાથનાં કાંડા પર એક પટ્ટી બાંધી આપી, જે અમારે ત્યાંથી બહાર નીકળીએ ત્યાં સુધી પહેરી રાખવાની હતી.



આ પટ્ટી બાંધ્યા બાદ એ જ કર્મચારીએ ત્યાં પાળવાનાં નિયમો અને લંચ માટે ક્યાં જવાનું એ બધી માહિતિ આપી. આટલી પ્રક્રિયા પતાવ્યા બાદ બધાં છુટા પડયાં. જેને જ્યાં જવું હોય ત્યાં જવાનું, જે રાઈડમાં બેસવું હોય તેમાં બેસવાનું. બસ, મજા જ મજા. 😊 સૌથી પહેલાં અમને ત્યાંનાં કલાકારોએ તૈયાર કરેલ અદ્ભૂત કરતબો બતાવવામાં આવ્યા. ત્યારબાદ વિવિધ રાઈડ ખુલ્લી મુકવામાં આવી.



ત્યાં કુલ 26 વિવિધ પ્રકારની રાઈડ, ખાણી પીણી સહિતનાં 14 અન્ય સ્થળો તેમજ ત્યાંનાં ખાસ તૈયાર કરાયેલા કલાકારોની ઉત્કૃષ્ટ કૃતિઓ મુખ્ય આકર્ષણ હતાં.


નીચે આપેલ 14 જગ્યાઓ ત્યાં મળતી સુવિધાઓ છે:


1. વિન્ડમિલ કાફે (મીની મીલ) - લંચ કે હળવો ગરમ નાસ્તો મળે છે.

2. ઝેન ફોરેસ્ટ (મલ્ટી કયૂઝીન) - વિવિધ પ્રકારની વાનગીઓ  મળે છે.

3. ધ ડેક (ઓરિએન્ટલ) (આની મુલાકાત મેં લીધી ન્હોતી)

4. સાન્ટા મારિયા (સ્નેક્સ) - મોટા ભાગે સૂકો નાસ્તો મળે છે.

5. સમર ગાર્ડન (પીઝા એન્ડ બર્ગર)

6. સ્વર્લ (swirl) સ્ટેશન (કોલ્ડ સ્ટોન આઈસ્ક્રીમ)

7. પ્લેટફોર્મ નંબર 9 3/4 (નવ પુર્ણાક ત્રણ ચતૂર્થઅંશ) - નાનાં બાળકો માટેનો નાસ્તો

.8. ધ ચેટરી - ચાટ કોર્નર છે. અલગ અલગ ચાટ મળે છે.

9. ઇશેન્શીયલસ - જરૂરિયાતની વસ્તુઓ.

10. ધ સ્મૂધી લાઈફ - વિવિધ પ્રકારનાં મિલ્કશેક અને કોંલ્ડડ્રીંક તેમજ મોકટેલ્સ મળે છે.

11. ક્રીમ સ્ક્રીમ - વિવિધ કેકસ અને બેકરીની વાનગીઓ.

12. ફર્સ્ટ એઈડ - તબીબી સારવાર ઉપલબ્ધ છે.

13. રી ફ્યુઅલ (સ્નેક્સ એન્ડ બેવરેજીસ)

14. મેઝ ગાર્ડન - અહીંયા કશું મળતું નથી. આ ભૂલભૂલૈયા છે. આમાં રસ્તો શોધીને બહાર નીકળવામાં મને મજા આવી હતી.



નીચે આપેલ 26 નામોની યાદી ત્યાં જેની મજા માણવાની છે એ વિવિધ રાઇડ્સ છે.



1. રશ અવર

2. ટર્બો ફોર્સ

3. સામ્બા બલૂન

4. ડેલ્ટા હૉપલા

5. સ્પેસ ટ્રેનર

6. મેજીક બાઈક

7. સર્ફસ અપ

8. કાઇટ રાઈડ

9. સ્કાય રેસ

10. જુનિયર જેટ

11. ક્રેઝી સર્ફ

12. વેવ બ્લાસ્ટર

13. જમ્પ ઈન સ્ટાર

14. મિની ફેરીસ વ્હીલ

15. વૉટર મેનીયા

16. ટ્રક એન્ડ ટ્રેલ

17. સ્કાય સ્ક્રીમર

18. ટોપ સ્પિન સસ્પેન્ડેડ

19. 5D સિનેમા (લંકા દહન મુવી)

20. મેગા ડિસ્કો

21. સુપર સ્પ્લેશ

22. જાયન્ટ ફ્રીસ્બી

23. ફ્લાઈંગ કેરાસોલ

24. Z ફોર્સ

25. ફ્લિપીન્ગ આર્મ

26. એર રેસ


બધી જ રાઈડ એકબીજાથી ચડિયાતી હતી. અમારાં તમામ વિદ્યાર્થીઓએ દરેક રાઇડની ઓછામાં ઓછી આઠથી દસ વખત મજા માણી હતી.  ઉપરાંત ત્યાં એક 5 સ્ટાર સિનેમા હતું. અહીં તમને તમારી સામે જ એક ફિલ્મ કેવી રીતે બને છે એનો એક નાનકડો ડેમો બતાવે છે. મેળામાં હોય છે એવી કાર રેસ માટેની જગ્યા પણ હતી. એક રસપ્રદ બાબત આ એમ્યુઝમેન્ટ પાર્કમાં એ હતી કે અહીં એક રમત રમવાની જગ્યા હતી, જ્યાં તમને બે બાઉન્સિંગ બૉલ એક ત્રાંસા મુકેલ ડ્રમમાં નાંખવાના. જો બંને બૉલ એમાં જાય તો તમને ગિફ્ટ તરીકે એક મોટું સોફ્ટ ટૉય મળે જે એ ડ્રમની ઉપર જ લટકાવેંલું હોય. આની ફી 200 રૂપિયા હતી.


દિવસનાં અંતે જ્યારે આ પાર્ક બંધ કરવાનો સમય થયાં ત્યારે ફરીથી સવારે હતાં એ જ કલાકારો દ્વારા મંત્રમુગ્ધ કરો દે એવો ત્રણ મિનિટનો ડાન્સ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ ડાન્સ પત્યા બાદ ઘણાં બધાં સંસ્મરણો સાથે અમે આ સ્થળેથી પરત આવવા વિદાય લીધી.



આભાર.

સ્નેહલ જાની.