એની નજર મળી ને અમી છાંટાણા થયા
મારાં દિલ પર પ્રેમ ના ઘા થયાં,
પહેલી મુલાકાત એ નજર ના બાણ છૂટ્યા
ને દિલ પર ઊંડા ઘા થયાં
હસમુખો ચહેરો ને નશીલી એ આંખો
ટગર ટગર જોવે જાણે લાગુ હું ખાસ
જોયી રહી એ મને ને સ્મિત મુખે છલકાય
વરસાદ ની બુંદ મોઢે થી મલકાય
સુહાના આ મોસમ માં
આવી પાસે બોલે
જોવું તમને રાત દિવસ
તો સુ એ તમને ગમે?
જવાબ સુ આપું એને હું
વિચારો મન માં મંડરાય
ચપટી વગાડી જોર થી ને
હળવે થી શરમાય
તમે ખોવાય વિચાર માં ને
વિચાર વિમર્શ કર્યો કે નહીં
રાહ જોવું જવાબ ની
બોલ્યા કાંઈ નહીં
બોલ્યો હું તો હા ને
કહે ઓળખાણ આપો
નામ મારું પ્રેમ ને
ચાહું કે તમે સાથે રાખો
એક દિવસ ની મુલાકાત ને
પડ્યો વરસાદ
કહે જાઈએ ચુસ્કી મારવા ચા
ને ખાવા ભજીયા આજ
તશરીફ મુકો તમારી ને
જણાવો તમારા અંદાજ ને આજ
નામે હું છું શ્રેયા ને
લખુ કવિતા આમ
ગીતો ગાવાનો શોખ છે ને
લખવાનું મારું કામ
ગમાડી તમને ચાહું છું કે
રહુ જિંદગીભર સાથ
હસતા મોઢે રોજ તમને
જોયી રહુ આમ
શીતલ તમારી વાની છે ને
અંદાજ પણ છે ખાસ
ચાહું તમને દિલ થી ને
બનાવા માંગુ રાની ખાસ
ચાહું રાજા બનો મારાં
દિલ ના માણીગર આપ
કૃષ્ણ જેમ પ્રેમ કરશો તો
બની જાઉં રુક્મણિ આજ
શિવજી જેવો હું ભોળો ને
પાર્વતી જેમ હું રાખું
હર હંમેશા હું ખુશ રાખીશ
જાલુ ના બીજો હાથ
છુટા કદી પડીયે નહીં
આપશો વચન આજ?
રાખશો દિલ ની પાસ ને
રેસો હમેશા સાથ
મારાં દિલ ની તું પુજારણ
હું તારો માણીગર રાજ
તારા માટે માંગે તો
આપી દઉં હું જાન
જીવ છો મારી તું તો
જાણે લાગે અપ્સરા આજ
તારા માટે કરું એટલું
ઓછું લાગે મારી જાન
પહેલા વરસાદ ની પહેલી મુલાકાત છે
યાદ આવશે મને કે
આજ નો દિવસ ખાસ
વાતો મને લાગે જાણે
દુનિયા ભુલ્યો તારી વાતે
તારી અણજાણી અણધારી
આ મુલાકાત
બની જાણે ખાસ
અનમોલ તું મારાં માટે
જીવન ભર ના સાથ
વર્તન મારાં માટે ખાસ
લેતી જાણે મારાં માટે શ્વાસ
કોણ કહે શું કહે મને ના પડે ફેર
એક તું ને બસ એક તારા સાથે
તારા સાથે હું દુઃખ ભુલ્યો
એક એક ક્ષણે સુખ છલકાયું
મારાં મન થી માની લઉં
રાજા મન નો મારાં
મારાં તન ને આપી દઉં
સુખ મા હું તારા
મન ના માણીગર છે તું મારાં
દિલ ની ધડકન છે તું મારાં
સાથ તારો અનોખો લાગતો
સ્વપ્ન જોવું તો અનેરો લાગતો
બસ તારા સાથે જીવવું
બસ તારા માટે જીવવું
આકાશ ની નીચે
તારો ની સામે
ચાંદ ની ચાંદની માઁ
રાત ગુજારું
ફરીથી કહું છું
એની નજર મળી ને અમી છાંટાણા થયાં
મારાં દિલ પર પ્રેમ ના ઘા થયાં
વરસતા વરસાદ માઁ
પ્રેમ ના અહેસાસ થયાં
વરસાદ માં નીકળું તારા માટે
યાદ માઁ ભીંજાઉં તારા માટે
આસમાન માઁ ઉડું તારા સાથે
જમીન પર ચાલુ તારા માટે
સપનો મા ખોવાઉં તારા માટે
સપનો મા ખોવાઉં તારા સાથે
વરસાદ મા ભીંજાઉં તારા માટે
વરસાદ મા ખોવાઉં તારા સાથે
પ્રેમ ના વરસાદ મા પંખી બની જાઉં
પંખી બની તારા સાથે આઉં
એની નજર મળી ને અમી છાંટાણા થયા
મારાં દિલ પર પ્રેમ ના ઘા થયાં,
પહેલી મુલાકાત એ નજર ના બાણ છૂટ્યા
ને દિલ પર ઊંડા ઘા થયાં
અનજાની મુલાકાત એ મારાં માણીગર થયાં
અનજાની મુલાકાત એ મારાં રાજા થયાં
સમય અનમોલ તારો મને તે આપ્યો
જીવન મા તારા અનમોલ સમય આપ્યો
સપનો માઁ તારા ખોવાઈ જાઉં હું
વરસાદ માઁ તારા ભીંજાય જાઉં હું
પહેલા વરસાદ ની
પહેલી મુલાકાત એ
મારાં દિલ નો માણીગર થયાં
મારાં મન ના રાજકુમાર થયાં
પહેલા વરસાદ ની
પહેલી મુલાકાત એ
સપનો ની સાથે
ને તારા સાથે
એ સમય એ
શરૂઆત ના સમય એ
તારા સાથે વિતાવેલા સમય એ
મને યાદ આવી ગયા
દુઃખ ભર્યા સમય એ
સુખ માઁ તારા સમય વીતી ગયો
દુઃખ ભર્યા સમય માઁ તું યાદ આવી ગયો
આજ ના વરસાદ માઁ એ પ્રેમ ના મળ્યો
આજ ની મુલાકાત માઁ એ પ્રેમ ના મળ્યો
પહેલા વરસાદ ની પ્રેમ ભરી મુલાકાત માઁ
પહેલી મુલાકાત માઁ પ્રેમ ભર્યા સાથ માઁ
તું યાદ આવી ગયો
આજ ના એ દિવસ માઁ