મન ને મૂંઝાવું પણ ગમે છે....
મન ને ફાવતું બહુ જ ગમે છે...
મન ની આ વાત માત્ર...
મારો એ ભગવાન જ મને કહે છે....
આજ મારા ૩૪ વર્ષ પુરા થયા...મારા જીવન માં જે પણ થાય છે એ કોઈ ચમત્કાર થી ઓછું નથી...મારા દાદા જયારે હું નાનો હતો ત્યારે એક જ વાત કહેતા કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે આંખ બંધ કરવાની અને અંદર મન નો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવાનો એ બહુ જ ધીમો હોય છે..એ જે બોલે એ કરવાનું કેમ કે એ અવાજ મન માં બેઠેલો મારા રામ નો છે...એ કોઈ દિવસ ખોટા રસ્તે નહિ જવા દે....અને એ વાત ને મેં મારા મન માં ગાંઠ બાંધી ને રાખી છે...કે જો હું આ કરીશ તો મારુ મન રાજી નહિ થાય મારો રામ મારો કૃષ્ણ રાજી નહિ થાય..એટલે એ જે કહે છે એ જ હું કરું છું...
મેં જે પણ કાર્ય કર્યા હશે બધા નીતિ થી જ કર્યા છે.. મારા મન નો એ જીણો અવાજ જે મને આજે પણ કહે છે કે આમ કર આમ ના કર...જાણે મારા મન માં મારો દ્વારકાધીશ બેઠો છે.... મારા મન નું કહ્યું કરું છું...મારા જીવન ના એવા ઘણા બધા કિસ્સા છે...જયારે મારે એવો કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે એ અંદર થી બોલે છે...કે આ કર અને આ ના કર...જાણે મને એ એક રસ્તો બતાવતો હોય...કામ અઘરું છે...ક્યારેક હું નિષ્ફળ પણ જાઉં...પણ એ જ મન મને એ સમજાવે છે...કે આ પણ કંઈક સારા માટે થયું હશે. ઘણા એવા બધા કિસ્સા છે... જે હું તમને કહીશ....
(મારા ફોઈ ની દીકરી હતી...હું એને જયારે પણ મળતો એ કોઈ વાત થી પહેલા ની જેમ એ ખુશ ન હતી...બહાર થી ખુશ રહેવાનો એ દેખાવ કરતી...મને એ થોડું અજીબ લાગ્યું...મે એને ઘણી વાર પૂછવાનો પ્રયત્ન કર્યો...પણ એને મને તબિયત નથી સારી આ રીતે એ વાત ને ફગાવી દેતી...પછી મે પણ એને પૂછવાનું બંધ કરી દીધું પણ...મારુ મન ના માન્યું એને મને એના પાછળ ની હકીકત જાણવા માટે મજબુર કર્યો...)
હું : તું આ રીતે રહે છે મને બિલકુલ નથી ગમતું...
બેન : અરે તને શું કહું...
હું : જે પણ તારા મન માં ચાલી રહ્યું છે એ બોલ...કદાચ કંઈક રસ્તો નીકળે.. મારુ મન એવું કહે છે કે તને પહેલા જેવી ફરી કરી આપીશ...
બેન : શું મન મન કરે છે...મારા મન નું ક્યારે નથી થવાનું...અને તું શું કરીશ ભાઈ...
હું : ભલે..તો પણ મને કે શું થયું...છે.
બેન : હા તો સાંભળ...વાત એવી છે કે હું એક છોકરા ને પ્રેમ કરું છુ... અમે સ્કૂલ માં પણ જોડે જ હતા...અત્યારે અમે બંને પ્રેમ કરીએ છીએ પણ ઘરે કોઈ ને ખબર નથી...હવે પપ્પા એમના મિત્ર છે એમના છોકરા જોડે મારો સબંધ નક્કી કરે છે...હવે એટલા બધા ઉત્સાહી છે આ સબંધ કરવા કે હું એમના મન ને ઠેશ પહુંચાડવા નથી માંગતી અને હું એ છોકરા સાથે ના મન નો કોઈ પ્રેમ કે એની સાથે જિંદગી પસાર કરવા નથી માંગતી.
હું : તો વાત એવી છે...તું એને સાચો પ્રેમ કરે છે...
બેન : હા....
હું : અને એ ??
બેન : એ તો બહુ જ કરે છે...મારા કરતા વધારે દુઃખી એ જ છે...
હું : (આંખ બંધ કરી ને...) બસ તો પછી તારા લગ્ન એની સાથે જ થશે...
બેન : તું એટલો વિશ્વાસ થી કેવી રીતે કહી શકે...તું કઈ જાદુ કરવાનો છુ...
હું : હું કોઈ જાદુ નથી કરવાનો..પણ હા મારુ મન એવું કે છે...કે તારા લગ્ન એની સાથે જ થશે..જેને તું પ્રેમ કરે છે.
બેન : સાચ્ચે....જો એવું થાય ને...તો મારા ભાઈ...આખી જિંદગી તારી આભારી રહીશ...
હું : તો બસ...હવે તું ચિંતા કર્યા વગર ખુશ રહે ફુઆ ને સમજાવવાની જવાબદારી મારી...
બેન : એ નહિ માન્યા તો....
હું : મારુ મન કહે છે...ફુઆ માની જશે...
(હવે હું મારી બેન ને વિશ્વાસ તો અપાઈ ને આવ્યો હતો..કે હું એને એનો પ્રેમ અપાવી દઈશ...પણ કેવી રીતે અપાવીશ એ મારે વિચારવાનું બાકી હતું...એકાંત માં આંખો બંધ કરી ને મારા મન સાથે સવાલો કરવાના ચાલુ કર્યા...)
હું : હું મારી બેન ને હા તો પાડી ને આવ્યો છુ પણ હવે હું એનો પ્રેમ કેવી રીતે અપાવીશ...મને એ નથી સમજાતું...
મારુ મન : તારા ફુઆ એક દીકરી ના પિતા છે...કોઈ પણ પિતા એની દીકરી નું અહિત નથી ઈચ્છતો...એમને સમજાવવું પડશે કે એમની દીકરી માટે શું સારું છે...ને શું નથી સારું...
હું : હા...પણ કેવી રીતે સમજાવું...હું એમને આ સચ્ચાઈ કહીશ અને એ ના માન્યા તો...એ બહુ જ ગરમ મગજ ના છે...
મારુ મન : કોઈ વાસ્તવિક ઉદાહરણ સાથે સમજાવીશ તો ચોક્કસ એમના અંદર એ વાત ઉતરશે..અને જયારે એ વાત એમની અંદર ઉતરશે તો એ તારા પર ગરમ નહિ થાય...પછી તું આ હકીકત કહી દે જે એ બંને ના પ્રેમ ને સ્વીકારશે...
હું : સમજી ગયો..હવે મારે શું કરવાનું છે...
(બીજા દિવસે...ફુઆ ને ફોન કરું છુ...)
હું : ફુઆ...કાલે ફ્રી છો....
ફુઆ : કેમ...શું કામ છે તારે... ??
હું : અંબાજી જાઉં છુ...એકલો તમારે આવું હોય તો આવી જજો...તમારી કંપની રહેશે...
ફુઆ : આમ તો ફ્રી જ છુ...કેટલા વાગે જાઉં છે...?
હું : તમે સવારે ૬ વાગે તૈયાર રેહજો...હું તમને ઘરે થી લઇ જઈશ...
ફુઆ : એ સારું વાંધો નહિ...
(બીજે દિવસે મેં ફુઆ ને એમના ઘરે થી ઉપાડ્યા અને નીકળ્યો માં અંબાજી ના દર્શન કરવા...)
ફુઆ : મને નવાઈ લાગે છે...
હું : કેમ ફુઆ શું થયું ??
ફુઆ : તું ક્યારે નહિ ને મને અચાનક લઇ જાઉં છુ...
હું : (હસતા હસતા) અરે ફુઆ શું કહું મારો મિત્ર છે એ જ દર વખતે મારી સાથે આવે છે...પણ એના ઘર માં બધી એટલી માથાકૂટ ચાલે છે કે એ ના આવી શક્યો...મેં કીધું લાવો તમે આમ પણ અંબાજી જાઉં જાઉં કરતા હતા તો તમને માતાજી ના દર્શન કરાવતો આવું...
ફુઆ : આ સારું કામ કર્યું તે...
(થોડા આગળ ગયા...હું એમના આ સવાલ ની રાહ જોઈ રહ્યો હતો અને ભગવાન એ એમના મોઢે થી જ મને આ સવાલ પૂછ્યો.)
ફુઆ : શું થયું તારા મિત્ર ને શેની માથાકૂટ થઇ...
હું : અરે ફુઆ શું કહું હું...એ તો એવો ફસાયો છે ને... ના ઘર નો કે ના ઘાટ નો...
ફુઆ : કેમ ??
હું : વાત એવી છે...એના પપ્પા એના કોઈ ભાઈબંધ ની છોકરી સાથે એનો સબંધ નક્કી કરી નાખ્યો...હવે ભાઈબંધ ની છોકરી સાથે સબંધ કર્યો એમાં ખોટું નથી એતો ઉપર થી સારું કે મિત્ર ની છોકરી હોય તો બે શબ્દ કહી શકે...
ફુઆ : હા...સાચી વાત છે...તો પછી સેની માથાકૂટ...
હું : મેં એને એ જ કીધું કે શાંતિ થી રહી લે ને ભાઈ...પણ વાત એવી છે કે મારો મિત્ર બીજી કોઈક છોકરી સાથે પ્રેમ કરે છે...અને એના પપ્પા ની આબરૂ ના જાય એના પપ્પા નું મન રાખવા માટે એને એ છોકરી સાથે લગ્ન કરી લીધા...હવે એ બંને માં પ્રેમ જ નથી તો એ ગાડી ક્યાં સુધી ચાલવાની છે...હવે મારો મિત્ર જેને પ્રેમ કરે છે...એને ભૂલી નથી શકતો એટલે જેને લગ્ન કરી ને લાવ્યો છે એની સાથે એને બનતું નથી...એના પપ્પા પણ કંટાળ્યા છે...એટલે એના પપ્પા મને ફોન કરે છે કે તારા મિત્ર ને તું સમજાય...પણ હું શું સમજાવું કેમ કે એમને જ પહેલા એમના છોકરા ને પૂછી લીધું હોય કે ભાઈ તું કોઈ ને પ્રેમ નથી કરતો ને ??? તો જ હું આ સબંધ માટે આગળ વધુ...
ફુઆ : સાચી વાત છે....એના પપ્પા એ એને પહેલા જ પૂછી લીધું હોત તો કોઈ છોકરી ની જિંદગી તો ના બગડે.
હું : એ જ તો ફુઆ...પણ આજ કાલ ના પપ્પા આ વાત સમજતા જ નથી...હવે તમે જ વિચારો...તમે મારા મિત્ર ના પપ્પા જેવું ક્યારે કરો...ક્યારે ના કરો...કેમ કે તમે એક છોકરી ના પિતા છો...અને જ્યાં સુધી હું તમને ઓળખું છુ ત્યાં સુધી તમે પૂજા ને પૂછી પણ લીધું હશે કે તને જે ગમે છે એની સાથે જ તું લગ્ન કરજે..બરોબર ને ફુઆ...
ફુઆ : (વિચાર માં પડી જાય છે...) ના...મેં હજુ એને એવું કઈ પૂછ્યું નથી...
હું : કેમ...??
ફુઆ : અરે...તે મને વિચાર માં મૂકી દીધો...મેં પૂજા ને એના મન ની વાત પૂછી કેમ નહિ...
હું : હા તો શું વાંધો છે પૂછી લે જો ને તમે ક્યાં હજુ કોઈ સબંધ નક્કી કર્યો છે...
ફુઆ : અરે...ના એવું નથી...હું પણ મારા મિત્ર ના છોકરા જોડે પૂજા નું વિચારું છુ...
હું : અરે...બાપ રે...પૂજા ને ખબર છે...??
ફુઆ : હા ખબર છે...મારી જોડે સરખી રીતે વાત પણ નથી કરતી ત્યારની...
હું : ફુઆ...ફુઆ...તમે ભૂલ ના કરતા આવી...જો એ છોકરો કોઈક ને પ્રેમ કરતો હશે અને પૂજા ને સરખી રીતે નહિ રાખે તો શું તમે તમારી જાત ને માફ કરી શકશો...
ફુઆ : ના.....તારી બધી વાત હું સમજી ગયો...હું પૂજા ને પહેલા પૂછી લઈશ...એને પહેલા જે ગમતો હશે એની સાથે જ એના લગ્ન કરાવીશ...મારી છોકરી ની જિંદગી નો સવાલ છે...
હું : બરોબર હવે સમજ્યા...
ફુઆ : આ મારે તારી જોડે નતું આવું...પણ મારુ મન કેતુ હતું કે જય આવ ને માતાજી ના દર્શન જ કરવા છે... અને તે મારી આંખો ઉગાડી દીધી...
હું : મેં નહિ માં અંબે એ ઉગાડી છે...જે થતું હોય એ સારા માટે જ થતું હોય...
(ફુઆ માં રહેલા મન એ એમને મારી જોડે આવવા માટે પ્રેરિત કર્યા અને મારી વાત થી એમના હૃદય નું શુદ્ધિકરણ થયું એમને મારી વાત સમજાયી...અને મારી બેન ને પૂછ્યું અને જે મારી બેન ને ગમતો હતો એ છોકરા ના ઘરે પણ જવા નું નક્કી કર્યું જેમાં મને પણ બોલાવ્યો...)
મારી બેન : તે જે કીધું હતું એ કરી બતાવ્યું...મને સપના માં પણ વિચાર નતો આવ્યો કે હું જેને પ્રેમ કરું છુ એના ઘરે હું અને મારી ફેમિલી આવશે...
હું : ભગવાન એ જે વિચાર્યું છે..એતો કોઈ જ નથી બદલી શકતું...હું તો માત્ર એક નિમિત્ત છુ...તમને બંને ને એક કરવા માટે...
તો બોલો....
જય દ્વારિકાધીશ...જય શ્રી કૃષ્ણ...
ભાગ : ૧ પૂરો