Hu Taari Yaad ma 2 -28 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૨૮)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૮)

મે કાર વંશિકાએ જ્યાં તેનું એક્ટિવા પાર્ક કરેલું હતું ત્યાં જઈને ઊભી રાખી. વંશિકા કારમાંથી નીચે ઉતરી. વંશિકાને ગુડ બાય કહેવામાટે હું પણ કારમાંથી બહાર નીકળ્યો. 
હું :- મેડમ હવે ઘરે સુધી ડ્રોપ કરી જાઉં કે પછી એકલા જતા રહેશો ?
વંશિકા :- હું એકલી જતી રહીશ. બહુ ચિંતા ના કરશો મારી.
હું :- તમને સાથે લઈને આવ્યો હતો એટલે મારી જવાબદારી છો તમે. તમારી ચિંતા કરવી ફરજ છે મારી.
વંશિકા :- સારું ચાલો હવે પછી વાતો કરીશું. બહુ મોડું થઈ ગયું છે અને ઘરે મમ્મી-પપ્પા રાહ જોતા હશે મારી. મારે હવે નિકળવું જોઈએ. તમે પણ આરામથી ડ્રાઇવ કરજો. બહુ ઉતાવળ ના કરતા ઘરે પહોચવાની.
હું :- ડોન્ટ વરી મેડમ, આ વાત મારે તમને કહેવી જોઈએ કે આરામથી જજો. ઘરે પહોંચીને ભૂલ્યા વગર ફોન કે મેસેજ કરીને જણાવી દેજો.
વંશિકા :- હા પાકું, ચાલો ગુડ બાય.
વંશિકા મને ગુડબાય કહીને પોતાની એક્ટિવા પાસે ગઈ. તેને પોતાની એક્ટિવાની સ્ટોરેજમાંથી પોતાનો દુપટ્ટો કાઢ્યો અને મોઢા પર બાંધવા લાગી. મોઢા પર દુપટ્ટો બાંધીને પોતાની એક્ટિવા પર બેસી અને એક્ટિવા સાઇડ પર ટર્ન કરી. તેને ફરીવાર મારી સામે જોયું અને પોતાનો હાથ ઉપર કરીને બંને ગુડબાય કહ્યું. મારી નજર એની આંખો પર હતી જ્યાં અમારી બંનેની નજર એક થતી હતી. તેને પોતાની એક્ટિવા સ્ટાર્ટ કરી અને મેઈન રોડ પર જવા દીધી. હું હજી મારી ગાડી પાસે ઊભો હતો અને તેને એકધારી જોઈ રહ્યો હતો. 
વંશિકાના ગયા પછી હું પણ મારા ઘર તરફ જવા માટે નીકળી ગયો. કાર પાર્કિગમાં પાર્ક કરી અને લિફ્ટ પાસે ગયો. મારા ફ્લોર પર પહોંચીને ઘરનો દરવાજો ઓપન કર્યો. આવી અને વિકી કદાચ પોતાના રૂમમાં હતા. હું સીધો મારા રૂમમાં ગયો. મારી આવવાની તેઓને ખબર પડી ગઈ હશે પણ કદાચ હું થાકેલો હોય એવું એમને લાગતું હશે અને તેના કારણે તેમણે મને ડિસ્ટર્બ ન કર્યો. સૌથી પહેલા હું જઈને મારા બેડ પર આડો પડ્યો અને થોડીવાર એમજ સુઈ રહ્યો. હજુ સુધી મોબાઈલમાં વંશિકાનો ફોન નહોતો આવ્યો. કદાચ ઘરે હોવાના કારણે ફોન નહીં કર્યો હોય એવું વિચારીને મે મારો મોબાઈલ ડેટા ઓન કર્યો. થોડીવારમાં નોટિફિકેશનો સાથે વોટ્સેપ મેસેજો પણ ચાલુ થઈ ગયા. મેં વોટ્સએપ ઓપન કર્યું અને એમાં પહેલથીજ વંશિકાનો મેસેજ આવેલો હતો. " હું ઘરે પહોંચી ગઈ છું. તમે પણ પહોંચીને આરામથી સૂઈ જજો." વંશિકાના મેસેજ પરથી ખબર પડી ગઈ હતી કે હવે અમે વાત નથી કરવાના અને તે પોતે પણ હવે સૂઈ જશે.
"ઠીક છે, હું પણ ઘરે પહોંચી ગયો છું અને હવે સુવાની તૈયારી કરું છું" આટલો મેસેજ ટાઈપ કરીને મે મારો મોબાઈલ સાઈડમાં મૂકી દીધો અને હું બાથરૂમમાં શાવર લેવા માટે ગયો. ઠંડા પાણીએ નહાયા પછી શરીરમાં એક અલગ કરંટ વહેતો હતો અને જાણે બધો થાક ઉતરી ગયો હોય અને શરીર જાણે રિલેક્સ ફિલ કરી રહ્યું હતું. ફ્રેશ થયા પછી હું મારા જૂના લૂકમાં આવી ગયો હતો. મારું ટીશર્ટ અને અને ટ્રેક. સૂતા સૂતા હું ફરીવાર મારો મોબાઈલ લઈને ફાફા મારવા લાગ્યો કારણકે હજી સુધી મને ઊંઘ નહોતી આવી રહી. મેં ફરીવાર મારુ વોટ્સએપ ઓપન કર્યું અને વંશિકાની ચેટ ઓપન કરી. વંશિકાએ મારો મેસેજ સીન કરી લીધો હતો પણ એનો કોઈ જવાબ નહોતો આપ્યો. મેં મારી મોબાઈલની ગેલેરી ઓપન કરી. જ્યારે હું અને વંશિકા શિખા પાસે કેક ખવડાવા માટે ગયા હતા ત્યારે મે મારો મોબાઈલ શિખાના ભાઈને આપ્યો હતો અને અમારો એક ફોટો પાડવા માટે કહ્યું હતું. મે તે ફોટાને ઓપન કર્યો અને એને જોવા લાગ્યો અને મારા ફેસ પર એક સ્માઈલ આવી ગઈ. વંશિકાની ક્યૂટ સ્માઈલ ખૂબ સરસ લાગતી હતી. હું થોડીવાર આમજ અમારા ફોટાને જોવા લાગ્યો. થોડીવાર પછી મેં મારો મોબાઈલ પાછો લોક કરીને સાઈડમાં મૂકી દીધો અને સૂઈ ગયો.
સવારમાં ૯:૦૦ વાગતા મારી આંખ ખુલી ગઈ. હું જાગ્યો અને મારા રૂટિન પ્રમાણે ફ્રેશ થઈને બેઠો. મારો મોબાઈલ ડેટા ઓન કર્યો અને એક પછી એક મેસેજ સ્ટાર્ટ થયા. વંશિકાની ગુડમોર્નિંગનો મેસેજ મે જોયો અને એને ગુડમોર્નિંગનો રિપ્લાય આપ્યો. આજે આખો દિવસ હું ફ્રી હતો અને ક્યાંય બહાર જવાનો મારો કોઈ પ્લાન નહોતો. અવી અને વિકી પણ ઘરે હતા. સવારમાં તેમની સાથે બેઠા બેઠા એમણે મારી ગઇકાલની વાત મેં જણાવી હતી. થોડીવાર પછી શિખાનો ફોન આવ્યો અને મે રિસિવ કર્યો.
શિખા :- ગુડ મોર્નિંગ.
હું :- ગુડમોર્નિંગ કેમ છે બર્થડે ગર્લ ?
શિખા :- હું મજામાં અને તમે કેમ છો ?
હું :- હું પણ મજામાં. બોલ એમજ ફોન કર્યો હતો.
શિખા :- હા એમજ ફોન કર્યો હતો. તમને બંનેને થૅન્ક યુ કહેવા માટે.
હું :- કેમ થૅન્ક યુ શેના માટે ?
શિખા :- તમે બંને આવ્યા એના માટે થૅન્ક યુ અને બીજી વાત કે તમે લોકોએ મને જોઈતી હતી તે ગિફ્ટ આપી.
હું :- અચ્છા તને ગિફ્ટ ગમી એમને.
શિખા :- હા ખૂબ ગમી, પણ તમને કેવીરીતે ખબર પડીકે મને આ સેન્ડલ જોઈતા હતા ?
હું :- મને કઈ નથી ખબર બકા, આ ગિફ્ટ લેવાનો આઇડિયા વંશિકાનો હતો. તારે ખરેખર થેંકયુ કહેવું હોય તો તારે એણે કહેવું જોઈએ.
શિખા :- હા મે તેણે પણ ફોન કર્યો અને થૅન્ક યુ કહી દીધું. મારે તમને હજી એક વાત કહેવી હતી.
હું :- અચ્છા બોલ શું વાત કહેવી હતી ?
શિખા :- કહી દઉં તમને પણ વાત સાંભળીને તમને ઝટકો લાગશે.
હું :- કેવું ઝટકો યાર બોલને તું આવીરીતે મને કન્ફ્યુઝ ના કરીશ.
શિખા :- અચ્છા બાબા તમને કહું છું પણ પહેલા તમે મને પ્રોમિસ આપો કે આવાત ફક્ત આપણા બંને વચ્ચે રહેશે. આ વાત તમે વંશિકાને અથવા બીજા કોઈને પણ નહીં કહો.
હું :- અચ્છા બસ પ્રોમિસ આપ્યું કે આ વાત ફક્ત આપણા બંને વચ્ચેજ રહેશે.
શિખા :- સાંભળો, તમારુ ૫૦% સેટિંગ થઈ ગયું છે ભાભી સાથે.
હું :- કઈ રીતે ? (ખરેખર મને થોડો ઝટકો લાગ્યો પણ શિખાની વાત હજુ આગળ અધૂરી હતી.)
શિખા :- કાલે જ્યારે તમે જતી વખતે એકલા ગયા હતા બહાર ત્યારે વંશિકા મારી પાસે આવી હતી. તેણે મને એવું કહ્યું કે તું રુદ્ર સાથે હોય ત્યારે અમારા બંને વિશે મજાક ના કરીશ. તું આવીરીતે અમારા બંને વિશે એકસાથે હોવાની વાતો કરે છે ત્યારે મને શરમ આવે છે.
હું :- અચ્છા તો આમાં શું થયું છોકરી છે તો એને શરમ આવતી હશે. તારી વાતોથી ક્યારેક મને પણ આવું થાય છે.
શિખા :- અરે હજી આગળ સાંભળો. મે પણ વંશિકાને મોકો જોઈને પૂછી લીધું કે કેમ તને રુદ્ર સામે તમારા વિશે વાતો કરવાથી શરમ આવે છે. મેં એને એવું કહ્યું કે કોઈ છોકરીને આવીરીતે શરમ ત્યારેજ આવે જ્યારે તે છોકરાને પસંદ કરતી હોય. એટલે વંશિકાએ મને પ્લીઝ કહીને ચૂપ કરાવી દીધી અને કહ્યું આપણે પછી કયારેક વાત કરીશું આના વિશે હવે મારે જવું જોઈએ. મે પણ મોકો જોઈને વંશિકાને કહી દીધું કે તું મને તો કહી શકે ને આપણે બન્ને ફ્રેન્ડ છીએ. ખરેખર રુદ્ર તને ગમે છે ?
હું :- શુ પાગલ તે આવું પૂછી લીધું તેને ?
શિખા :- હા, મોકો જોઈને મે પણ ચોકો મારી દીધો. પણ એના જવાબમાં વંશિકાએ મને ધીરેથી પોતાનું માથું ઝુકાવીને હા કહ્યું. પણ તેણે મને તેવું કહ્યું કે તું આ વાત કોઈને જણાવતી નહી કારણકે હું હજી સુધી કોઈ કમિટમેન્ટ આપવા માટે પોતાની જાતને રેડી નથી સમજતી.
હું :- પાગલ છે યાર તું પણ એક દિવસમાં ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દીધા તે અમને લોકોને. પણ તે મને વધુ કન્ફ્યુઝ કરી નાખ્યો હવે મારે શું કરવું જોઈએ.
ખરેખર સાચો ઝટકો મને હવે લાગ્યો હતો શિખાની વાતથી કારણકે એણે વંશિકા પાસેથી મારો અભિપ્રાય લઈ લીધો હતો જે સંપૂર્ણપણે પોઝિટિવ લાગતો હતો. બસ હજુ સુધી તે કોઈ કમિટમેન્ટ માટે તૈયાર નહોતી સવાલ ફક્ત આટલો જ હતો. રહીવાત કમિટમેન્ટ કરવાની તો તે મારી અને વંશિકનો પ્રશ્ન હતો. એકબીજા માટે તૈયાર કઈરીતે થવું તે વાત અમારા હાથમાં હતી. કોઈપણ રીલેશનશીપ માટે કમિટમેન્ટ ખૂબ જરૂરી હોય છે. જ્યારે બંનેને એકબીજા વિશે યોગ્ય લાગે અને સાથે રહેવા માટે તૈયાર થઈજાય ત્યારેજ તે કમિટમેન્ટ યોગ્ય ગણાય છે. બાકી આમ જોવા જઈએતો ટાઇમપાસ કરવા માટે કોઈ કમિટમેન્ટની જરૂર નથી હોતી. વંશિકાએ શિખાને કમિટમેન્ટની વાત કરી હતી જેના પરથી મને સમજાઈ ગયું હતું કે વંશિકાને ટાઇમપાસ કરવામાં નહીં પણ યોગ્ય પાત્રની શોધ હતી જે જીવનભર એનો સાથ આપી શકે અને પોતાના રિલેશનશિપને લગ્નના મંડપ સુધી પહોંચાડી શકે.
શિખા :- યાર તમે હવે આટલું લાંબુ વિચારીને કન્ફ્યુઝ કેમ થાવ છો. બહુ વિચારવાની જરૂર નથી અને હા હવે ઉતાવળા થઈને એને પ્રપોઝ ના કરી દેતા.
હું :- કેમ પ્રપોઝ નહીં કરવાનું મારે ?
શિખા :- આ ફિલ્ડમાં તમે હજી કાચા ખિલાડી છો. તમને સમજાયું વંશિકાએ મને શું કહ્યું. વંશિકાએ મને કમિટમેન્ટ માટે કહ્યું છે.
હું :- હા તો આગળ હવે હું શું કરું ?
શિખા :- પોતાની જાતને અને વંશિકાને સમય આપો. હજી તમારી લોકો પાસે ઘણો ટાઇમ છે. વંશિકાને ફક્ત તમે હજી ગમવા લાગ્યા છો પણ હજી તમારે એને વિશ્વાસ અપાવવાનો છે. હજુ વધુ સમય સુધી તમે એને સમય આપો અને એની સાથે સમય વિતાવો.
હું :- અચ્છા પણ એનાથી શું થશે ?
શિખા :- જુઓ તમને વંશિકા પહેલી નજરમાં ભલે ગમી ગઈ અને તમને એની સાથે પ્રેમ પણ થઈ ગયો તે વાત તમારા માટે અલગ છે અને વંશિકા માટે પણ અલગ છે. તમે વંશિકા સાથે હજુ વધુ સમય વિતાવો. એના વિશે જાણો અને તેને સમજો. તમે એને પોતાના વિશે પણ જણાવો. તમે બંને એકબીજાને ઓળખશો એટલે તમને એકબીજા વિશે વધુ ખબર પડશે. તમે એના માટે એવું બધું કરો જેનાથી તે સમજી શકે કે તમે પણ એને પ્રેમ કરો છો. તમે એને વિશ્વાસ અપાવો કે તમે જીવનભર એની સાથે રહેવા માટે યોગ્ય પાત્ર છો. તમે એના મનમાં તમારા માટે લાગણીઓ પ્રગટાવો. હમેશા એને ખુશ રાખો એની નાની નાની વાતોને સમજો. 
હું :- શિખા ખરેખર આ બધું મને અઘરું લાગી રહ્યું છે હવે.
શિખા :- ભાઈ આમાં કાઈ અઘરું નથી. મને એકવાતનો જવાબ આપો. અત્યાર સુધી તમે બંને એકબીજાને ઓળખતા પણ નહોતા છતાં પણ એકબીજાના નજીક કઈ રીતે પહોંચ્યા ?
હું :- એકબીજા સાથે વાતો કરીને, એકબીજાને સમય આપીને અને એકબીજા વિશે જાણીને.
શિખા :- બસ તો પછી સાવ સાદી ભાષામાં કહું તો હજી આગળ તમારે આવું કરવાનું છે. હજી એકબીજાને સમય આપો. એકબીજા માટે મનમાં લાગણીઓ જગાડો. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમને સામેથી લાગશે કે તમે બંને એકબીજા માટે હવે તૈયાર છો અને પછી તેને પ્રપોઝ કરી દેજો. વંશિકા તમને રિજેક્ટ નહીં કરે.
હું :- અચ્છા, હવે સમજ્યો યાર તું પણ કેટલું લાંબુ લેક્ચર આપી દે છે આટલી એવી નાની વાતમાં. ક્યાંયથી ક્યાંય સુધી લઈ જાય છે. મારુ મગજ ગોટાળે ચડાવી દીધું હતું તે થોડા સમય માટે.
શિખા :- ભાઈ આ પ્રેમ છે જ એવો કે ભલભલાને ગોટાળે ચડાવી દે છે.
હું :- હા તારી વાત સાચી છે પણ મને એવું જણાવ કે તને આવો વિચાર આવ્યો ક્યાંથી વંશિકાને આવીરીતે પૂછવાનું ?
શિખા :- હું એક સ્ત્રી છું અને એક સ્ત્રીના મનની વાત સારી રીતે સમજી શકું છું.
હું :- બકા મને ગોટાળે ચડાવ્યા વગર ડાયરેક્ટ પોઇન્ટ પર આવ.
શિખા :- અરે પોઇન્ટ પર જ છું. સાચું તો કહું છું એક સ્ત્રીના મનની વાત બીજી સ્ત્રી સારીરીતે સમજી શકે છે. મે એક વાત નોટિસ કરી હતી કે જ્યારે પણ હું તમારા બંનેની જોડી વિશે જ્યારે પણ તારીફ કરી રહી હતી ત્યારે વંશિકા થોડી શરમાઈ જતી હતી અને એના ફેસ પર હલકી એવી સ્માઈલ આવી જતી હતી. બસ તે વાત પરથી મને સમજાઈ ગયું કે વંશિકા ધીરે ધીરે તમારી તરફ ખેંચાઈ રહી છે. બીજી વસ્તુ કે તમે અને વંશિકા કેટલા સમયથી વાતો કરો છો. જો તમે બંને ફક્ત મિત્રોજ હોય તો તમે આવીરીતે દરરોજ વાતો ના કરતા હોત. તમારી વાતોમાં અમુક દિવસનો ગેપ પણ આવતો હોત. તમે બંને એકબીજા સાથે રેગ્યુલર વાતો કરો છો અને વંશિકા તમારી ચિંતા પણ કરે છે.
હું :- હા યાર તારી વાત સાચી છે. 
શિખા :- તમે ક્યારેય નોટિસ ના કર્યું કે વંશિકા તમારી સાથે લંચ કરવાનું કેમ પસંદ કરે છે. ક્યારેય ના કેમ નથી પાડી દેતી.
હું :- હા, મને પણ ઘણીવાર એની વાતો પરથી એવું જરૂર લાગ્યું છે કે તે મને પસંદ કરતી હોય પણ હું કોઈ રિસ્ક લેવા નહોતો માંગતો એટલે મે ક્યારેય પહેલ નથી કરી.
શિખા :- હું જાણું છું અને હજી પણ તમને કહું છું કે હજી પણ બહુ જલ્દી ઉતાવળ ના કરતા બહુ વધારે નહીં પણ થોડો સમય જરૂર આપજો. આગળ જતા પ્રપોઝ પણ જાતે જ થઈ જશે.
હું :- ઓકે બોસ જેવું તમે કહો એમ.
શિખા :- અને હા યાદ છે ને આ વાત તમે કોઈને કહેતા નહીં અને વંશિકાને પણ એવું ના લાગવા દેતા કે જાણે તમને કાઈ ખબર પડી ગઈ હોય ઓકે તમે મને પ્રોમિસ કર્યું છે. 
હું :- હા મેડમ કોઈને નહીં કહું અને એવી કોઈપણ મૂર્ખામી નહીં કરું.
શિખા :- અચ્છા ચાલો બાય હવે મારે કામ છે કાલે મળીએ ઓફિસમાં.
હું :- સારું ચાલ બાય.
શિખા કોલ કટ કર્યો અને અહીંયા મારા ચહેરા પર થોડી સ્માઈલ આવી ગઈ. મારા શરીરમાં ખુશીની લહેરો દોડવા લાગી હતી કે વંશિકાના મનમાં મારા માટે લાગણીઓ ફૂટવા લાગી હતી. શિખા સાથે વાત કરતા કરતા હું બાલ્કનીમાં જતો રહ્યો હતો. હું હવે બાલ્કનીમાંથી હોલમાં આવ્યો. અવી અને વિકી બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા હતા. મને બહાર આવતો જોઈને વિકીએ પૂછ્યું. "ભાભીનો ફોન હતો કે શું વાતો કરતા કરતા બાલ્કનીમા જતો રહ્યો."
"ના ભાઈ શિખાનો ફોન હતો. બર્થડે ગિફ્ટમાટે થેંકયુ કહેવા માટે ફોન કર્યો હતો." મેં ફોન સાઈડમાં મૂક્યો અને અવિ અને વિકી સામે પોતાના રીએકશન પર કંટ્રોલ રાખીને સોફા પર બેસીને ટીવી જોવા લાગ્યો.