20 life progress formulas. in Gujarati Philosophy by yeash shah books and stories PDF | ૨૦ જીવન પ્રગતિ ના સૂત્રો.

Featured Books
Categories
Share

૨૦ જીવન પ્રગતિ ના સૂત્રો.

(1) ઉદાસી અને દ્વેષ થી હમેશા જાત બળે છે.. અને જાત બાળી ને પ્રગતિ પામવી અશક્ય છે.

(2) હાસ્ય અને ઉત્સાહ થી ખંત કરનાર પ્રગતિ ના પંથે છે.

(૩) જ્યાં છો.. ત્યાંથી આગળ વધવું એ સાચી પ્રગતિ છે. ગરીબ માંથી પૈસાદાર થવું એ માત્ર સમસ્યાનું સમાધાન છે.. પૈસાદાર માંથી દાતા તેમ જ મદદગાર થવું એ જ પ્રગતિ છે.

(૪) પૈસા વધુ કમાવો તો કાંઈક સમાજ,દેશ,પર્યાવરણ માટે નવી તકો નું સર્જન કરી શકો. નવ નિર્માણ માટે પીઠબળ પૂરું પાડી શકો.. એટલે ખૂબ કમાવો. 

(૫) નવી તકો નું સર્જન કરવું પડે છે.. અથવા સામેથી જો તક મેળવવી હોય તો લાયકાતનું સર્જન કરવું પડે છે. અને પ્રતિભા ની બન્ને માં આવશ્યકતા છે.

(૬)આકાશ,વાયુ,અગ્નિ, જળ ,પૃથ્વી થી શરીર નું નિર્માણ થાય છે... અને આશા, ઉત્સાહ , ખંત,દૃઢતા અને સહનશીલતા આ 5 તત્વો થી સફળતા નું નિર્માણ થાય છે.

(૭) જેની પાસે પોતાનું એક વિઝન છે.. એક મિશન છે.. અને એક એમ્બિશન છે એનાથી  ડિપ્રેશન અથવા સ્ટ્રેસ હમેશા દૂર રહે છે.

(૮) પ્રજ્ઞા ,પ્રેમ,સહાયતા અને પ્રગતિકારક સંગત આપનાર સ્વજનો અને મિત્રો જીવન ની ખરી સમૃદ્ધિ છે.

(૯) ૫૦ /૭૫% કામ નું પ્લાનિંગ તૈયાર હોય તો કામ શરૂ કરી દેવું... ૧૦૦% પરફેક્ટ પ્લાનિંગ ની રાહમાં પ્રોજેક્ટ પડી ભાંગે છે.

(૧૦) નસીબ અને પુરુષાર્થ બન્ને ના મિશ્રણ થી ઉપલબ્ધી શક્ય બને છે. ભારત માં જન્મેલી દીકરી રાષ્ટ્રપતિ બની શકે છે. મિડલ ઇસ્ટ ના કેટલાક દેશો માં જન્મેલી દીકરીઓ માટે આવી તકો દુર્લભ છે.. ભલે એ પ્રતિભાવાન કેમ ન હોય. ( ક્યાં જન્મ મળ્યો એ વ્યક્તિના પોતાના નસીબ ની વાત છે.)

(૧૧) જે સમાજ અંધશ્રદ્ધા અને કાલ્પનિક વાતો માં વિશ્વાસ મૂકી જીવન ની ઉચ્ચ સંભાવનાઓ શોધે છે.. તેને ફક્ત પ્રગતિ નો ભ્રમ પ્રાપ્ત થાય છે.

(૧૨) પર્યાવરણ ની યોગ્ય જાળવણી વગર વિકાસ ની યાત્રા અધૂરી તેમજ ભય જનક રહેશે.

(૧૩) સ્ત્રીઓ અને પુરુષો સાથે મળીને ઘર અને કામ ધંધો બન્ને સાચવે તો નવી પેઢી ના બાળકો ને સરખો ન્યાય મળે. બન્ને કામ ધંધો સાચવવા માં ઘર ની ઉપેક્ષા કરે તો આવનારી પેઢીને કષ્ટ જ પડશે.

(૧૪)યોગ્ય ભણતર અને ઘડતર થી તમામ નડતર દૂર થાય છે.

(૧૫) નાનું બાળક ભવિષ્ય ની સંભાવના છે... અને ઘરડા વડીલો વિતેલા સમયનું ડાહપણ છે.. બન્નેની યોગ્ય જાળવણી એ વર્તમાન ની સુખાકારી માટે આવશ્યક છે.

(૧૬) સમાજ ,રાજનીતિ ,સંપ્રદાય અને રૂઢિવાદ ક્યારેક ક્યારેક એવા સંડોવાય છે કે અંતે પ્રજાને જ કષ્ટ પડે છે..અને એનો લાભ બહારના શત્રુઓ ને પ્રાપ્ત થાય છે.

(૧૭) નાના બાળકો માટે ડાઇવોર્સ એ ફક્ત પતિ અને પત્ની ના સંબંધો ની તિરાડ નહી પણ માં બાપ ના સહિયારા પ્રયત્નો થી એક સુરક્ષિત ઉછેર ની સંભાવના માં તિરાડ છે. એક નાના બાળક ની નજરે સેપ્રેશન એ ડિપ્રેશન છે.

(૧૮) બ્લેક મેજિક થી કોઈ નું  જીવન પ્રતાડિત કરી શકાય છે.. અને વશીકરણ થી કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ પામી શકાય છે એવું માનનાર લોકો નીચ માનસિકતા ના શિકાર છે. ચમત્કાર ને નમસ્કાર કરવા થી પ્રગતિ નહીં પરંતુ ગુલામી અને છેતરપિંડી મળે છે.

(૧૯) એક સ્થળેથી ફક્ત પોતાના ધ્યાન અને સાધના વડે બીજા સ્થળે પહોંચી શકતા મહાનુભાવો પશ્ચિમ ની પ્રજાને પ્રભાવિત કરવા માટે પોતાના અનુયાયીઓના ખર્ચે વિમાન દ્વારા વિદેશ પ્રવાસો કરે છે.. ત્યારે હસવું આવે છે.

(૨૦) માં બાપ ના સંસ્કારો માં શ્રદ્ધા અને એમના આશીર્વાદ ની સમૃદ્ધિ રૂપી આત્મવિશ્વાસ ની ઉર્જા સદાય વૃદ્ધિ પામતી રહે છે. જો તમે બાપજીઓ અને સાધ્વીઓ ના ચરણો માં નમો છો. તો ક્યાંક તમારા આત્મવિશ્વાસ ની ઉર્જા માં ઊણપ છે એવું દેખાય છે.