Bridge of Truth - 3 in Gujarati Adventure Stories by Sanjay Sheth books and stories PDF | સત્ય ના સેતુ - 3

Featured Books
  • Wheshat he Wheshat - 6

    وحشت ہی وحشت( قسط نمبر6)استنبول کے ایک مصروف بازار میں زران...

  • ماسک

    نیا نیا شہر نئی امیدیں لے کر آیا ہے۔ دل کو سکون اور سکون ملا...

  • Wheshat he Wheshat - 5

    وحشت ہی وحشت (قسط نمبر 5)(بھیڑیے کا عروج: )​تیمور کاظمی صرف...

  • Wheshat he Wheshat - 4

         وحشت ہی وحشت(قسط نمبر( 4)جب تیمور گھر میں داخل ہوا، تو...

  • Wheshat he Wheshat - 3

    وحشت ہی وحشت( قسط نمبر (3)(منظر کشی :)رات کا وقت تھا، بارش ک...

Categories
Share

સત્ય ના સેતુ - 3

મુંબઈ પોર્ટની રાત કંઈક અધૂરી ચીસની જેમ ભારે લાગી રહી હતી. સમુદ્રના મોજાં જાણે ગુસ્સે ચડીને કિનારાને અથડાતા, અને વચ્ચે ઉઠતો ઠંડો પવન આવનારી તોફાનની ચેતવણી આપતો. આરવ દેસાઈને લાગતું હતું કે આ રાત સામાન્ય નહીં રહેવાની. રિચાર્ડ લાવેલા કન્ટેનરમાં મળેલા હાર્ડડ્રાઇવ્સમાં રહેલા પુરાવાઓ હવે માત્ર સ્મગલિંગ નો મામલો નહોતો રહ્યો—એ પુરાવાઓમાં એવા રાજકીય નેતાઓના અંકાઉન્ટ્સ, આઇઆરએસના ટોચના અધિકારીઓના ગેરવહીવટી ટ્રાન્સફર્સ અને કેટલાક આઇપીએસ અધિકારીઓની સાંઠગાંઠના પુરાવા હતા કે જો બહાર આવે, તો સિસ્ટમની હાડમારી જ હચમચી જાવાની હતી. આરવ સાહેબને ખબર હતી કે આ ફાઇટ માત્ર કાયદાની નહીં, પણ સમગ્ર અવ્યવસ્થિત નેટવર્કની સામે હતી.

રાતના બાર વાગ્યા. પોર્ટની ક્રેન્સ ગજગજાવા લાગી અને ભારે કન્ટેનર 7B–23 જમીન પર ઉતર્યું. એની સાથે જ એક અજાણી શાંતિ છવાઈ ગઈ—તેવી શાંતિ કે જેમાં તૂટી પડવાનું વાવાઝોડું છુપાયેલું હોય. આરવની ટીમ—અમોલ, રફીક, હર્ષદ અને શ્યામ—તણાવમાં ઉભી હતી. અચાનક પોર્ટ ગેટ તરફથી ચાર કાળા SUV ઘુસી આવ્યા. તેમની એન્ટ્રી એટલી દબંગ હતી કે જાણે આખા પોર્ટનો માલિક કોણ છે તેની જાહેરાત કરતાં હોય. SUVમાંથી સૌપ્રથમ ઊતર્યો મહેશ શુક્લા—દેશના સૌથી પ્રભાવશાળી રાજકારણીઓમાંનો એક. તેના પાછળ એક હુકમ ચલાવતા જ્વોઇન્ટ કમિશનર લેવેલનો આઇપીએસ અધિકારી અને એક ગજાન આઇઆરએસનો ટોપ અધિકારી. રાતના અંધકારમાં તેમનું ઊતરવું જાણે માફિયાના રાજાનું મૌન પ્રદર્શન લાગતું.

અને પછી, ત્રીજી કારમાંથી રિચાર્ડ ઉતર્યો. એનું સ્મિત તો જાણે ખંજરીની ધાર જેવું—ઠંડું, આત્મવિશ્વાસથી ભરેલું, અને નિશ્ચિત. તેણે આરવને જોઈને ધીમે કહ્યું, “Mr. Desai… you’ve overplayed your hand.” આરવ શાંત રીતે બોલ્યો, “હદ મેં નહીં, તમે લોકો એ પાર કરી છે. અને દેશના સામે કરેલી હદમૂલી હદોથી મોટો ગુનો બીજો નથી.”

મહેશ શુક્લા આગળ આવ્યો. એની ચાલમાં રાજકીય ગર્વનો કડવો અહંકાર હતો. “આરવ,” તે કહ્યું, “આ સિસ્ટમને તમે ઓળખતા નથી. આખું મેકેનિઝમ—બ્યુરોક્રેટ્સ, એજન્સીઓ, સિક્યોરિટી—બધું આપણા હાથમાં છે. તમે જે પુરાવા લાવશો, એ કોર્ટ સુધી પહોંચે એ પહેલાં જ ગાયબ થઈ જશે. તમે ઇન્ક્વાયરીમાં ફસાઈ જશો, તમારું નામ બરબાદ થશે, અને તમારી ફરજ… ફક્ત પેપર પર રહી જશે.” તેની વાણીમાં એટલો વિશ્વાસ હતો કે અમોલ અને રફીકના ચહેરા પીળા પડી ગયા. રહી ગઈ અનન્યા—તીવ્ર દૃષ્ટિથી દૂર રેલિંગ પર ઊભી, બધું જોતી, પરંતુ આરવ પરનો વિશ્વાસ અડગ.

આરવએ મહેશ શુક્લાને ચીંધ્યો, “તમે ભલે સિસ્ટમ ચલાવતા હો, પરંતુ સિસ્ટમને બચાવવા માટે અમારે જેવા લોકો પણ છે—જેનો બેઝ પગાર નાનો છે, પણ દેશનો વફાદાર દિલ મોટો છે.” મહેશ શુક્લા કટાક્ષથી હસ્યો, પણ એ હાસ્ય અટકીને રહી ગયું જ્યારે અચાનક પોર્ટમાં એન્ટી-કરપ્શન બ્યુરોની વાન પ્રવેશી. એને પાછળ મીડિયા વાન આવી—કેમેરાઓ, રિપોર્ટર્સ, લાઈવ માઇક્રોફોન… જાણે આખું શહેર એક ક્ષણે જ આ અંધારેલી ગંદકી સામે ઊભું થઈ ગયું હતું.

એન્ટી-કરપ્શન વડા આરવ પાસે આવ્યા. “અમને બધી કૉપિઓ મળી ગઈ છે—તમારા દ્વારા રાત્રે મોકલેલી સુરક્ષિત ડ્રાઇવ્સ. ઓડિયો રેકોર્ડિંગ્સ, બેંક ટ્રેલ્સ, ઓફશોર અકાઉન્ટ્સ… દરેક પુરાવો પૂરતો છે.” મહેશ શુક્લા બુમ પાડી, “ફેક છે! રાજકીય ષડયંત્ર છે!” પરંતુ હવે એના શબ્દોમાં એ પાવર નહોતું. એનો ચહેરો નીલો પડી ગયો. આઇપીએસ અને આઇઆરએસ અધિકારીઓ પોર્ટના મધ્યમાં જ ગભરાટમાં આવી ગયા.

રિચાર્ડ ભાગવાનો પ્રયાસ કરતો, પરંતુ આરવએ તેની કોલર પકડીને ખેંચી લીધો. “ભાગીને શું મળશે? આ દેશને ઝેર વેચનારા કોઈ દિવસ બચતા નથી.” રિચાર્ડની આંખોમાં પહેલી વાર ડર દેખાય ગયો—કોમર્શિયલ સ્મગલરથી રાજકીય ખેલાડી બનવાની એની લાલચ એના સમાપ્તિનો કારણ બની હતી.

અનન્યા આરવ તરફ આવી. એની આંખોમાં ગૌરવ ઝળહળતું. “તમે તેમને બતાવી દીધું, આરવ… સત્યને દાબી શકાતું નથી.” આરવએ ધીમો, પરંતુ ઊંડો શ્વાસ લીધો. “આજે માત્ર એક રાત જીતી છે. યુદ્ધ હજી પૂર્ણ નથી. સિસ્ટમને સાફ કરવી છે… પૂરી.” સમુદ્રના મોજાં ફરી ગજ્યાં, જાણે એને સાથ આપી રહ્યા હોય. મુંબઈ પોર્ટના નિર્દય અંધકારમાંથી એક નવો સૂરજ ઊગાડવાનું વચન કોઈ એ ક્ષણે લઈ ચૂક્યું હતું—અને એ વચન આરવના આંખોમાં જળવતું દેખાતું.