RAW TO RADIANT - 2 in Gujarati Magazine by Komal Mehta books and stories PDF | RAW TO RADIANT - 2

Featured Books
Categories
Share

RAW TO RADIANT - 2

*The First Cut*

રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સફર ત્યારે શરૂ થાય છે

જ્યારે એને સૌથી પહેલો કાપ – The First Cut આપવામાં આવે છે.

🔹 Cleaving

હીરાને તેની નેચરલ લાઇન પરથી ફાડવામાં આવે છે.દરેક હીરામાં એક નેચરલ weak line હોય છે,અને હીરાકટર એ લાઇન શોધીને એ જ દિશામાંએને સાવ કાળજીપૂર્વક split કરે છે.

🔹 Sawing

જ્યાં cleaving શક્ય ન હોય,ત્યાં હીરાને ખુબ જ fast blade થીexactly shape પ્રમાણે કાપવામાં આવે છે.

👉 આ બન્ને પ્રક્રિયાને સામાન્ય ભાષામાં કહેવામાં આવે છે

“The First Cut”

અને એ જ ક્ષણે હીરાની સાચી સફર શરૂ થાય છે.

હવે હીરાની કટિંગ માં આપણે શું સમજવાનું છે કે આપણા જીવનમાં આપણે પોતાની પરીક્ષા લેવાની છે. પર આપણે પોતે આપણી ખરી કસોટી નથી કરી શકતા ત્યારે આ ઈશ્વર આપણી પરીક્ષા લે છે, અને જીવન માં ઘણા અનુભવો આપડને અંદર થઈ તોડી નાખે છે બધી રીતે તૂટ્યા પછી આપણે પોતાની જાત ને સાકભડવા સક્ષમ થઈ જઈએ છે.

આપણે આપણા માં ઉણપ કયા છે એ વાત ને સૌ પ્રથમ સમજવી પડે, આગળ વધવામાં નિષ્ફળ કેમ રહી જઈએ છે તો આત્મવિશ્વાસ પણ હણશે પછી પણ આપણામાં અડીખમ ઊભા રહેવાની શક્તિ હોય જીવનમાં તો એનાથી મોટું સુખ આ જીવનમાં બીજું કઈ નથી.

જ્યારે આપણે કપાય છે અંદર થી તૂટિયે છે ત્યારે આપણે આપના પ્રેમમાં પડીએ છે પોતાની જાતને સારું નવું વર્જન બનાવવા તરફડ આગળ વધીએ છે જ્યાં સુધી જીવન માં કશુંક ઘસાતું નથી કપાતું નથી ત્યાં સુધી સમજણ પણ આવતી નથી.

આ પરક્રિયા માંથી પસાર થયા પછી તમે પણ ઓળખી નથી શકતા પોતાની જાત ને, તમે જીવનમાં આવતા અણગમા ને કઈ રીતે સ્વીકાર કરી શકો છો એ તમારા સમજદાર હોવાનું સબૂત માંગે છે 

જીવનમાં આવતી દરેક પરિસ્થિમાં જો અડીખમ ઊભા રહીને જોઈ લેશું કે છે તમારો અભિગમ જો બોખલાઈ નહીં જાય જ્યારે તમને કોઈ ચાર શબ્દ કહી જાય ત્યારે તમને ફરક નહીં પડે કેમ કે તમે સમજદાર થઈ ગયા છો 

આપણે Unshakable હોવું જોઈએ,

એક કવિતા છે ને 

કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં 

આપણે તો આવળ ને બાવળ નું જાળ 

ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં 

ગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,

નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,

રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં

આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,

આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,

અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં

આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,

પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,

દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં

આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…

– કૃષ્ણ દવે


બહુ સમજવા જેવું છે આ કવિતા માં.

આપણે એ સમજીએ આ જીવન માં આપણે આપણા જાત ના દરિયા માં ડૂબકી મારવાની છે પોતાની ઉણપો સૌથી પહેલા જાતે શોધવાની છે અમુક લોકો હોત છે જે હંમેશા બીજાની દુઃખતી નસ ઉપર ઘા કરતા હોય છે તો આ દુઃખતી નસ આપણા જીવન ની સૌથી મોટી નબળાઈ થઈ આપણી તો ત્યાં આપણે પોતાની જાત ને કાપી ફૂટી પૉલિશ કરીને ચમકાવવાનું છે. 


એક પોતાની જાત ઉપર કામ કર્યા પછી આપણે તો આગળ આવી ગયા એવું નથી જિંદગી નો કોર્સ સમય સાથે બહુ બદલાય છે માટે હમેંશા પોતાની જાત ને upgrade કરતા રહેવું.