The story of the friendship between Ganapati and Kanha in Gujarati Spiritual Stories by Ravi Bhanushali books and stories PDF | વારતા‌‌ ગણપતિ‌અને‌કાન્હા ની મિત્રતા‌ની

Featured Books
Categories
Share

વારતા‌‌ ગણપતિ‌અને‌કાન્હા ની મિત્રતા‌ની

ગોકુલમાં આજ બહુ ઉજાસ હતો.
નંદભવનમાં બધાં ગોપાલ-ગોપીઓ ભેગા થયા હતા,
કારણ કે આજે એક વિશેષ દિવસ હતો.
ગોકુલમાં ગણપતિ બાપાનો પ્રથમ વખત જન્મોત્સવ ઉજવવાનો હતો.

બાલકૃષ્ણ તો સવારથી જ ઉત્સાહિત—
મુખ પર શણગાર, હાથમાં વાંસળી અને હૃદયમાં બાળ સ્નેહ ભરેલો. અને મન માં ગણપતિ થી મળવા નો આનંદ હતો . જે એમના મુખ ના સ્મિત પર છલકતું હતું .

યશોદામૈયાએ પૂછ્યું:
“કાન્હા, તું એટલો ખુશ કેમ?”
કૃષ્ણ હસીને બોલ્યા:
“મૈયા, આજે તો મારું મિત્ર ગણેશ આપણાં ઘર આંગણે પધારશે.
આજે ગણેશ જી ને મીઠાઈ ખવડાવવાની છે, ને વાંસળી સાંભળાવવાની છે.”
ને એક સરસ કવિતા સંભળાવી છે.
હે મારા‌મિત્ર ગણેશ .
        રુડું રૂડું રૂપાળું તમારો વેશ.
   જિંદગી ને બધી જ સમસ્યા રહી જતિ.
               જ્યારે તમે આવ્યા ગણપતિ.


---

🌺 ગણેશજીનો આગમન

બપોર થતી હતી, એવામાં નંદભવનના દરવાજા પર
એક દિવ્ય પ્રકાશ ફેલાયો.
લોકો ચોંકી ગયા…
અને એ પ્રકાશમાંથી પ્રગટ થયા
ગણપતિ બાપા!

સૌએ નમન કર્યું.
કૃષ્ણ દોડીને ગયા, બાપાના ગળે પડી ગયા.અને કવિતા સંભળાવિ અને એ કવિતા ના જવાબ માં ગણપતિ એ પણ કવિતા કીધી.
હે વાલા કાન્હા મારા લાલા. 
      માથે મોર પંખ અને ચહેરાપર નીખાલશ ની ધારા.
તું જ છે ગોકળનો દીપક .
                 તું જ છે વાલ્હા ગોકુળ નો રક્ષક
એટલું જ કહેતાં બાપા‌બોલ્યા
“કાન્હા, તું તો જગતનો પાલનહાર,
તારી પાસે હું દોડી‌ આવું  તારી સામે હૂં નાનો મારા લાલા
કૃષ્ણ હસીને બોલ્યા:
“મિત્રતા માં કોઈ મોટું-નાનું નથી બાપા!
આજે તમે મહેમાન, હું યજમાન.”


---

🍯 મોદક અને માખણ

ગણપતિ બાપા બેઠા.
કૃષ્ણ દોડી દોડી માખણ લાવ્યા,
યશોદાએ મોદક પીરસ્યા.

કૃષ્ણ બોલ્યાં:
“બાપા, તમે મોદક ખાશો,
પણ થોડું માખણ તો મારા હાથે  ખાશો ને?”

ગણેશજી હસીને બોલ્યા:
“ચાલ તારો માખણ હું ખાઈશ…
પણ બદલે તું મારો એક મોદક ખાશે!”

બંનેનાં ચહેરા પર બાળ-મિત્રસ્નેહ ઝળહળ્યો.
ગોકુલ આનંદથી ગુંજી ઉઠ્યું.


---

🪔 કૃષ્ણનો પાઠ

ભોજન પછી, ગણેશજી થોડા ગંભીર થયા.
“કૃષ્ણ, તું વિશ્વની રક્ષા કરે છે…
પણ ગોકુલનાં લોકો ને આજે કોઈ શીખ આપવી હોય તો શું આપશે?”

કૃષ્ણે વાંસળી હાથમાં લઈ બોલ્યા:

“બાપા,
આ જીવનમાં સૌથી મોટું દાન પ્રેમ છે,
અને સૌથી મોટી ઉપાસના ક્ષમા.
જે મનુષ્ય ક્ષમા કરે છે,
તેને ભગવાન પણ ક્ષમા કરે છે.”

ગણેશજી સહમતીમાં માથું હલાવ્યું.


---

🪷 ગણેશજીનું આશીર્વાદ

જવાની ઘડી આવી.
કૃષ્ણે હાથ જોડીને કહ્યું:
“બાપા, ગોકુલને તમારું આશીર્વાદ આપશો.”

ગણપતિ બાપાએ  હાથ ઉંચો કર્યો—
“જ્યાં પ્રેમ હશે, ત્યાં મારા વિઘ્ન રહેશે નહિ.
જે વ્યક્તિ નામ લે ‘શ્રીગણેશાય નમઃ’
તેના જીવનમાં સફળતા, શક્તિ અને સૌભાગ્ય રહેશે.”

કૃષ્ણે વાંસળી વગાડી—
અને ગણેશજી ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થયા.


---

🌟 અંતિમ સંદેશ

આજે પણ કહેવામાં આવે છે કે—
“જ્યાં કૃષ્ણનું કરુણ હૃદય છે,
અને ગણપતિ બાપાનો આશીર્વાદ—
ત્યાં કોઈ દુઃખ લાંબું નથી ટકતું.”

થોડા દીવસ વિત્યા અને કાન્હા ને ગણપતિ સાથે મળવાનું મન થયું . કાન્હા એ કૈલાશ જવાનો વિચાર કર્યો પણ નાનો કાન્હા‌ જાય કઇ રીતે તો એણે પોતાની વિચારવા ની ક્ષમતા અને  દીવ્ય દ્રષ્ટિ થી કૈલાશ ની મુલાકાત લીધી તેઓ જાણે કૈલાશ પહોંચી ગયા હોય એવુ લાગતુ હતુ. તેમણે સૌથી પહેલા જોયું કે દેવો ના અધી પતિ . સુષ્ટિ ના રચયિતા ‌. ને સમગ્ર દેશ ગણ ના આરાધ્ય મહાદેવ હતા. ને સાથે માવળી પાર્વતિ દેવી પણ હતા . જેઓ મહાદેવ સાથે હતા . ને થોડી વાર માં ત્યાં ગણપતિ આવ્યા ગણપતિ બોલ્યા કે પિતા શ્રિ હું છે ને તે દીવસે કાન્હા‌ની સાથે વિતાવેલી પળો વિશે વિચારતો હતો . હાલો ને આપણે આખો પરિવાર મારા લાલા મારા ગોપાલ મારા કાન્હા ને મળીયે .આટલું સાંભળતા મધુર મુરલી વાળા કાન્હા તો ખુશ   થઈ ગયા. ને પોતાના માતા પિતા ને કહ્યું કે મારા ગણપતિ અને વિશ્વના અધી પતિ મહાદેવ . ને માં વળી પાર્વતિ મારા ઘર આંગણે પધારશે . મારું આંગણ જળ હળી જશે . વાતાવરણ માં એક દીવ્ય તા દેખાશે . ને થોડા જ સમય માં ગણપતિ કાર્તિકેય અને માતા પાર્વતિ મહાદેવ ત્યાં પધાર્યા . ને આખૂ ગોકુળ રાજિ થઇ ગયું ને કાન્હા‌ એ સમય ને આનંદ સાથે વિતાવે છે . ને પ્રભુ ની સેવા નો આનંદ લે છે .