મનોબળ, મનોસ્થિતિ અને માનસિકતા ઉપર જ સર્વ શ્રેષ્ઠ નીતિઓ ઘડીને વિજય પ્રાપ્ત કરી શકાય એ તો સાચું, પણ આવી માનસિકતા બનાવવી કેમ ?
ઘણા લોકો સમજે કે દ્રઢ મનોબળ એવું રાખવું કે કદી હારવું જ નહિ, એટલે કે The Invincible Mindset
હજી બીજું પરિબળ પણ ઉદભવે કે મનોબળ એવું રાખવું કે હાર ની બીક જ ના રહે તે પણ – The Invincible Mindset.
તો ખરેખર શું છે Invincible Mindset ?
તો ચાલો સમજીએ એક ઉદાહરણ થકી ...
એક વખત એક શાળા માં એક છોકરો હતો, કે જે બધી બાબતો માં શ્રેષ્ઠ, ભણવાનું હોય, ખેલ કુદ હોય, કાર્યક્રમો હોય, વગેરે વગેરે બધા માં તે પોતાનું શ્રેષ્ઠ આપતો, ને તેને તો કોઈ હરાવી પણ ના શકે, તે અદભૂત રીતે પોતાની છાપ છોડી જતો, દરેક કાર્ય એવી રીતે કરે જાણે એમાં તેની મહારત હોય, કોઈ સ્પર્ધા આવે અને જો એ છોકરો એમાં ભાગ લે તો વિજેતા પહેલેથી જ નક્કી !!
તેનું મનોબળ જ તેની તાકાત હતી, તે બસ એમ જ માનતો કે હું અજેય છું, મને કોઈ હરાવી ના શકે.
થોડા સમય બાદ એક બીજો છોકરો નવા સત્ર માં શાળા માં આવે છે, તેના આવ્યા ની સાથે જ સમગ્ર પાસુ જાણે પલટાઈ ગયું, હવે તે નવો આવેલો છોકરો એક વખત એક સ્પર્ધા માં પેલા છોકરા ને હરાવી જાય છે ને તેની એટલી ચર્ચાઓ થવા માંડી કે જાણે શું નવું થઈ ગયું શાળા માં !!!
પેલો છોકરો ખૂબ ગુસ્સા માં આવી ગયો કે આમ કોઈ નવું આવીને મને કેમ હરાવી જાય, આ તો એ એક બાબત માં સારો હશે, બધી રીતે મને થોડો હરાવી શકે ? હવે હું જોઈ લઈશ આને તો ....
થોડા સમય પછી નવી સ્પર્ધાઓ નું લીસ્ટ આવ્યું, પેલો છોકરો કે જે ક્યારેય હાર્યો નથી તેણે બધા માં નામ લખાવી નાખ્યું, જે નવો છોકરો આવ્યો હતો તેણે ક્યાંય નામ ના લખાવ્યું, ત્યારે પેલો અભિમાની છોકરો ગુમાન માં આવીને બોલ્યો - કેમ ડરી ગયો ? હાર થી ડરી ગયો અગાઉ થી ?
ત્યારે નવા છોકરા એ જવાબ આપ્યો કે " ના, મને હાર ની બીક જ નથી, મારી જીત થાય કે ના થાય , પણ એ નતુંક્કી છે કે મારી હાર ક્યારેય નથી થતી, હું કદાચ તો જીતીશ અથવા તો હું શીખીશ ; કદાપિ હારીશ નહિ "
બસ એ છોકરો એટલું જ બોલ્યો ને તેણે પણ બધી સ્પર્ધા માં નામ લખાવ્યા, તે ઘણી બધી સ્પર્ધામાં જીત્યો પણ, સામે તે ઘણી સ્પર્ધા માં બીજા સ્થાને પણ આવ્યો, ઘણા માં તો ઉતીર્ણ માં પણ નહોતો, આમ છતાં તે હસતા મોઢે કહેતો - " આવતા વખતે ધ્યાન રાખીશ ને જીતવાની કોશિશ કરીશ "
જ્યારે પેલો છોકરો અમુક સ્પર્ધા જીત્યો તો ખરી, પણ તેની જે નામના હતી તે આ છોકરા સામે સાવ નહિવત થઇ ગઈ .
શા માટે આવું?
બન્ને છોકરાઓ ના મનોબળ તો સરખા હતા - The Invincible Mindset, સાચું ને ?
નહિ, Invincible Mindset એટલે એવું મનોબળ ને એવી માનસિકતા જ્યાં માણસ પોતાની આગામી જીત નિશ્ચિત કરે છે, તેને વર્તમાન ના કાર્ય ફળ થી કશી આશાઓ નથી કેમ કે ફળ તેના પ્રયત્નો મુજબ આવશે, બસ તે હારશે નહિ, શીખશે.
આમ પણ ભગવદ્ ગીતા માં કહેવાયું છે ને કે -
" कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ "
માત્ર અત્યારે વર્તમાન નું કર્મ કરો, જીત કે શીખ મળશે, તેના માટે જીત જ થાય એની આશા ના રાખો. બસ આ જ છે The Invincible Mindset .