વંશિકા ચુપચાપ સોફા પર બેઠી હતી અને તેની મોટી મોટી આંખો કરીને હોલનો નજારો જોઈ રહી હતી. હું પણ વંશિકાની પાસે જઈને બેઠો અને વાત કરવાની શરૂઆત કરી.
હું :- સો કેવું લાગ્યું અમારું ઘર.
વંશિકા :- ઘર તો સારું છે. પણ હજી સુધી પૂરું ઘર નથી જોયું.
હું :- હા ચાલ તને પૂરું ઘર બતાવું.
હું અને વંશિકા ઊભા થયા અને હું સૌ પ્રથમ વંશિકાને હોલ દેખાડવા લાગ્યો. અમે ઘરમાં કઈ કઈ વસ્તુઓ વસાવી હતી તે પણ જણાવવા લાગ્યો. હું વંશિકાને લઈને કિચનમાં ગયો અને કિચન દેખાડવા લાગ્યો. વંશિકાની ચૂપકીદી અને શરમ હવે ધીરે ધીરે ઓછી થઈ રહી હતી. વંશિકાએ જાતે ફ્રીઝનો દરવાજો ખોલ્યો અને ચેક કરવા લાગી કે ફ્રીઝમાં શું શું મૂક્યું છે. મારા ખ્યાલથી વંશિકા સારીરીતે વાકેફ હતી કે જનરલી બેચલરમાં રહેતા લોકોના ફ્રીઝમાં બિયર અથવા ડ્રિંકની કોઈ બોટલ જરૂર પડી રહેતી હોય છે. વંશિકાને પણ કદાચ એવું લાગ્યું હતું કે અમારા ફ્રીઝમાં પણ જરૂરથી આવી કોઈ વસ્તુ નીકળશે પણ વંશિકાનો અંદાજો ખોટો પડ્યો કારણકે અમે લોકો ક્યારેય ઘરે ડ્રીંક નહોતા કરતા અથવા લાવતા પણ નહોતા. વંશિકા અમારા કિચનમાં વધુ પડતું ધ્યાનથી જોઈ રહી હતી કારણકે છોકરીઓની નજર બીજી કોઈ વસ્તુ કરતા કિચન પ્રત્યે વધુ આકર્ષાય છે. હવે હું અને વંશિકા મારા બેડરૂમમાં ગયા અને વંશિકાને મારો બેડરૂમ દેખાડ્યો. અમે બેડરૂમમાંથી બહાર નીકળ્યા એટલે મેં બીજા રૂમનો ઈશારો કરીને જણાવ્યું કે આ અવિ અને વિકીનો રૂમ છે અને અમે લોકો ફરી હોલમાં ગયા અને સોફા પર જઈને બેઠા. અવી અને વિકિનું નામ લેતા વંશિકાએ મને પૂછ્યું. "તમારા મિત્રો ક્યાં ગયા તે લોકો નથી દેખાતા ?"
"તે લોકો બહાર ગયા છે નાસ્તો લેવા માટે. અમે વિચાર્યું હતું કે આપણે આજે સાથે નાસ્તો કરીશું અને પછી નીકળીશું." મે વંશિકાને કહ્યું.
વંશિકા :- અચ્છા પણ તમે આ વાત મને નહોતી જણાવી. બાય ધ વે હું તો નાસ્તો કરીને આવી છું ઘરેથી.
હું :- કોઈ પ્રોબ્લેમ નથી. પેટમાં થોડી જગ્યાતો હશેને. આમ પણ ત્યાંથી આવતા આવતા તને ભૂખ લાગી ગઈ હશે.
વંશિકા :- હા ચાલશે હવે. આમ પણ તમે કહ્યું છે અને પહેલીવાર તમારા ઘરે આવી છું એટલે તમને ના પણ નહીં કહી શકું.
હું :- હા તારી વાત સાચી છે તારાથી ના નહીં કહેવાય આજે.
અમારી વાત ચાલુ હતી એટલામાં ફરીવાર ડોરબેલ વાગી. મે વંશિકાને કહ્યું કે અવિ અને વિકી આવી ગયા હશે. હું દરવાજો ખોલીને આવું છું. હું ઊભો થયો અને દરવાજો ખોલ્યો. મારી સામે અવિ અને વિકી થેલી લઈને ઊભા હતા. અવી અને વિકીએ મને દરવાજામાં ઊભા ઊભા પૂછી લીધું. " આપડા ગેસ્ટ આવી ગયા ઘરે ?"
"હા આવી ગયા છે ઘરે." મે અવિ અને વિકીને જવાબ આપ્યો અને એમને અંદર આવવા માટે કહ્યું. બંને અંદર આવ્યા અને વંશિકા સામે ઊભા રહીને કહ્યું. "ગુડ મોર્નિંગ. કેમ છો ?"
"વેરી ગુડમોર્નિંગ. મજામાં તમે લોકો કેમ છો." વંશિકા પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને પોતાની સ્માઈલ સાથે એમને જવાબ આપ્યો.
"અમે પણ મજામાં." અરે તમે ઊભા કેમ થઈ ગયા તમે બેસો. અમે લોકો કિચનમાંથી નાસ્તો કાઢીને લાવીએ અને પછી આપણે સાથે નાસ્તો કરીએ. આટલું બોલીને આવી અને વિકી કિચનમાં ગયા અને પ્લેટમાં નાસ્તો સર્વ કરવા લાગ્યા. વંશિકા પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ હતી કારણકે તે મારા સામેના સોફા પર બેઠી હતી. અમારા બંને સોફા ટુ સિટર હતા એટલે એને પણ ખ્યાલ હતો કે અમે ત્રણેય લોકો એક સોફા પર એડજેસ્ટ નહીં થઈ શકીએ જેના કારણે તે મારી બાજુમાં આવીને બેસી ગઈ અને હું પણ થોડો સાઈડમાં બેસી ગયો એટલે અમારા બંને વચ્ચે થોડી જગ્યા થઈ શકે. હવે અમે બંને એકદમ ચૂપ થઈને બાજુમાં બેઠા હતા. થોડીવારમાં અવિ અને વિકી પોતાના હાથમાં પ્લેટો લઈને આવ્યા અને અમારી સામે પડેલા ટેબલ પર મૂકીને ટેબલ વચ્ચે સરકાવી દીધું જેથી ટેબલ અમારી ચારેયની વચ્ચે આવી જાય. અવી અને વિકી વિકી અમારી સામેના સોફા પર આવીને બેસી ગયા અને તેમને વાતની શરૂઆત કરી.
અવી :- હેલો મારું નામ અવિ છે અને આ અમારો ફ્રેન્ડ વિકી છે. રુદ્રે તમને અમારા વિશે જણાવ્યું હશે.
વંશિકા :- હા એમણે પહેલા જણાવ્યું હતું કે તમે લોકો સાથે રહો છો. રુદ્રે તમને પણ મારા વિશે જણાવ્યું હશે ને ?
વિકી :- હા એમણે જણાવ્યું છે.
હું :- હા જોયું વંશિકા આ છે મારા ખાસ મિત્રો અથવા ભાઈઓ પણ કહી શકાય અને આ છે અમારી બેચલર લાઇફ. અમે લોકો રવિવારના દિવસે જ વધુ સમય સાથે હોય છીએ.
વંશિકા :- અચ્છા અવિ અને વિકી તમે લોકો શું જોબ કરો છો ?
વિકી :- અમે બંને ઇલેક્ટ્રીક એન્જિનિયર છીએ અને બાવળામાં એક કંપનીમાં જોબ કરીએ છીએ.
વંશિકા :- સરસ. હું રુદ્રની ઓફિસની સામેની એક ડેટા એન્ટ્રીની કંપનીમાં જોબ કરું છું.
અવી :- હા એમણે ખ્યાલ છે રુદ્રએ અમને જણાવ્યું હતું. અરે યાર આપણે ફક્ત વાતો નથી કરવાની. તમે અમારા ગેસ્ટ છો એટલે નાસ્તાની શરૂઆત તમે કરો. આપણે નાસ્તો કરી લઈએ અને પછી આપણે નીકળીશું.
અવીના કહેવાથી અમે લોકોએ નાસ્તો કરવાની શરૂઆત કરી. વંશિકા હવે થોડું ફ્રી ફિલ કરી રહી હતી. હવે તેને અજીબ નહોતું લાગી રહ્યું. અવી અને વિકીનો સ્વભાવ મારાથી પણ વધુ રમુજી હતો જેના કારણે તેમનો સ્વભાવ વંશિકા સાથે મેચ થતો હતો અને એના કારણે વંશિકા અમારી સાથે ફ્રી ફિલ કરી રહી હતી. વંશિકા નાસ્તો કરવામાં થોડી શરમાતી હતી અથવા ઘરેથી નાસ્તો કરીને આવી હતી એના કારણે તે થોડી અચકાતી હતી. અવી અને વિકી વંશિકાને નાસ્તા માટે થોડું ફોર્સ કરવા લાગ્યા જેના કારણે વંશિકાએ પણ એમનું માન રાખ્યું. નાસ્તો કરીને અમે લોકો ઘરની બહાર નીકળ્યા અને ઘરને લોક કર્યું. અવી અને વિકીએ અમને લિફ્ટમાં જવા માટે કહ્યું અને પોતે સિડી પરથી ઊતરીને આવે છે એવું જણાવ્યું કારણકે લિફ્ટમાં ચાર જણને એડજેસ્ટ કરવામાં પ્રોબ્લેમ હતો અને વંશિકા છોકરી હતી જેથી એમને સિડી પરથી જવાનું યોગ્ય લાગ્યું. હું અને વંશિકા કાર પાસે જઈને ઊભા રહ્યા અને અવિ તથા વિકિની રાહ જોવા લાગ્યા. અમારા ત્યાં પહોંચ્યાના થોડા સમયમાં અવી અને વિકી પણ કાર પાસે આવીને ઊભા રહ્યા. વિકીએ કારની ચાવી મારા હાથમાં મૂકી અને મને કાર ચલાવવા માટે કહ્યું. વિકીએ વંશિકાને કારમાં આગળની સીટ પર બેસવા માટે કહ્યું અને તે લોકો પાછળ બેસી જશે તેવું જણાવ્યું. હું અને વંશિકા આગળની સીટ પર બેઠા અને અવિ અને વિકી પાછળની સીટ પર બેસી ગયા. મેં કાર સ્ટાર્ટ કરી અને રિવર્સમાં લીધી અને પછી અમે બહાર નીકળીને આગળના રસ્તે જવા માટે નીકળી ગયા. અમારે અખબારનગરવાળા રુટ પરથી જવાનું હતું એટલે મેં કાર વાળીને જીએમડીસી ગ્રાઉન્ડ તરફ જવા દીધી. અમે જીએમડીસી પહોંચવા આવીએ અને ત્યાંથી વળાંક લઈએ તેના પહેલા મને કંઈક યાદ આવી ગયું અને મે અવિ અને વિકીને કહ્યું.
"મિત્રો, આપણને નથી લાગતું કે આપણે કંઈક ભૂલી રહ્યા છીએ ?"
વિકી :- ના યાર શું ભૂલીએ છીએ. કારમાં પેટ્રોલ ફૂલ છે અને બધા ડોક્યુમેન્ટ પણ સાથે છે.
હું :- અરે યાર આપણે નાસ્તો લેવાનું ભૂલી ગયા છીએ.
અવી :- અરે હા યાર અમે લોકો બહાર ગયા હતા પણ ઉતાવળમાં નાસ્તો લેવાનું ભૂલી ગયા.
અમારી વાતચીતમાં વંશિકાને કાઈ ખબર ના પડી અથવા તે ભૂલી પણ ગઈ હશે અને તેને મને સવાલ કર્યો. "તમે લોકો ક્યાં નાસ્તાની વાત કરી રહ્યા છો ?"
હું :- અરે યાર, મે કદાચ તને જણાવ્યું હશે કે અમે લોકો જ્યારે પણ ત્યાં જઈએ ત્યારે બાળકો માટે નાસ્તો લઈને જઈએ છીએ પણ આજે અમે લેવાનું ભૂલી ગયા.
વંશિકા :- હા તો એમાં કોઈ વંશી નહીં આગળ કોઈ દુકાન હશેને ત્યાંથી લઈ લઈશું.
વિકી :- અરે હા યાર, તાને યાદ છે રુદ્ર આપણે ભીમજીપુરામાં અનાથાશ્રમ પહેલા એક દુકાન આવે છે. ત્યાં નાસ્તો મળે છે આપણે એકવાર ત્યાંથી લીધેલો.
હું :- હા યાદ આવ્યું. ચાલો સારીવાત છે આપણે ત્યાં જઈને લઈ લઈશું.
મે કાર આગળ જવા દીધી અને હવે રસ્તામાં અમારી વાતો ચાલુ થઈ ગઈ હતી. અવીએ અમારી લાઇફની સ્ટોરી વંશિકાને જણાવ્યા કહું અમારી ત્રણેયની જીવનની શરૂઆત એક અનાથાશ્રમથી થઈ હતી. હું અને વિકી અહીંયાના અનાથાશ્રમમાં મોટા થયા હતા અને પછી અમે ત્યાંથી નીકળીને આગળ ભણવા ગયા હતા. રુદ્ર પણ અમને કોલેજમાં ત્યાં મળ્યો હતો. અમારા ત્રણેયની લાઇફ સરખી હતી. અમે ત્રણેય પાર્ટટાઇમ જોબ કરતા હતા અને એમાંથી અમારી કોલેજની ફી ભરતા હતા અને અમારું ભરણપોષણ કરતા હતા. અમે ત્રણેય શોપમાં જોબ કરતા હતા. રુદ્ર મોબાઈલની શોપમાં જોબ કરતો હતો અને અમે લોકો હોમ એપ્લાયન્સની શોપમાં જોબ કરતા હતા. અનાથાશ્રમમાં ઘણા બધા લોકો મુલાકાત લેવા માટે આવતા હોય છે અને એમાંથી એક ભાઈની મદદથી અમને લોકોને પાર્ટ ટાઇમ જોબ મળી હતી એટલે અમે લોકો પણ અમને સમય મળે ત્યારે અનાથાશ્રમમાં મુલાકાત લઈએ છીએ અને એમની સાથે સમય વિતાવીએ છીએ. અવીએ પોતાની વાત પૂરી કરી અને વંશિકા શાંતિથી સાંભળી રહી હતી. વંશિકા અત્યારે સાવ ચૂપ થઈ ગઈ હતી એના ચહેરા પર કોઈ હાવભાવ નહોતા દેખાઈ રહ્યા. એનો ચેહરો થોડો ફિક્કો પડી ગયો હતો. મને લાગતું હતુકે કદાચ વંશિકા અવિની વાતોથી થોડી ઇમોશનલ થઈ ગઈ હતી અને મને હવે તે વાતનો ડર હતોકે કદાચ વંશિકા હવે રડી ના પડે. હું વાતાવરણને થોડું હળવું બનાવવા માટે અવિની વાત કાપીને બોલ્યો. "અવી તે બધી વાત છોડ તને યાદ છે તે કોલેજમાં કેવો કાંડ કરેલો ?"
અવી :- ક્યાં કાંડની વાત કરે છે તું ?
હું :- વંશિકા તને ખબર છે અવિ આટલો સીધો દેખાય છે પણ તેણે કોલેજમાં તોફાનો પણ બહુ કર્યા છે. અમારી ત્રિપુટીમાં સૌથી વધુ મસ્તીખોર અવિ છે.
અવી :- ના હા વંશિકા એવું કાંઈ નથી. આ રુદ્ર પણ કાઈ સીધો નથી કોલેજમાં તેણે પણ બહુ મસ્તી કરી છે. ક્યારેક તો એમને એવું લાગતું કે અમે લોકો આના કારણે ક્યારેક માર ખાવાના છીએ.
હું :- અને મને તો તારા કારણે સજા પણ મળી છે યાદ છે ને વિકી તને આના કારણે આપણે કેવા ફસાઈ ગયા હતા વગર વાંકે.
અમારી આવી વાતોથી વંશિકા હસી પડી અને બોલી. " શું યાર તમે લોકો હજી પણ નાના છોકરાઓની જેમ એકબીજા સાથે ઝગડો છો. જસ્ટ ચીલ યાર કોલેજ લાઇફમાં બધાએ મસ્તી કરી હોય છે. ખરેખર તમે લોકો બહુ રમુજી છો ફાઇનલી મને હસાવી દીધી.
હું :- શું કરે યાર અવિની વાતોથી તું થોડી ઇમોશનલ થઈ ગઈ હતી એટલે થતું તારો મૂડ થોડો ફ્રેશ કરી દઈએ. બાય ધ વે અમે કોલેજમાં તોફાનો પણ કર્યા છે ક્યારેક ફ્રી ટાઈમમાં આપણે એના વિશે જરૂર ચર્ચા કરીશું શું કહેવું છે તારું અવિ ?
અવિ :- હા યાર, આ વાત પર ચર્ચા જરૂર થવી જોઈએ. આ યાદો જ આપણને એકસાથે જોડીને રાખે છે. ક્યારેક સમય મળે ત્યારે ચોક્કસ ચર્ચા કરીશું.
વંશિકા :- બાય ધ વે તમે બંને પણ લેખક છો કે શું ?
વિકી :- લેખક એટલે શું અમે કોઈ લેખક નથી.
વંશિકા :- ના મને લાગ્યું રુદ્ર સાથે રહો છો અને વાતોમાં પણ તમે લોકો એમની જેવા મેચ્યોર છો એટલે મને લાગ્યું તમે લોકો પણ રુદ્રની જેમ લેખક હશો.
અવી :- રુદ્ર લેખક છે એમને ખબર છે પણ અમે એનાથી થોડા અલગ છીએ. તેને લખવામાં વધુ રસ જ્યારે અમને લખવામાં કંટાળો આવે છે અને ભગવાન બધા લોકોને અલગ અલગ ખૂબીઓ આપે છે. બાય ધ વે તમને પણ ખબર પડી ગઈ કે રુદ્ર લેખક પણ છે.
વંશિકા :- ના મને નહોતી ખબર. રુદ્રએ મને જણાવ્યું જ નહોતું. મેં એમની ફેસબુકની પ્રોફાઈલ ચેક કરેલી ત્યારે મને ખબર પડેલી કારણકે મેં તેમાં એક લિંક જોયેલી અને તે જ્યારે ઓપન કરી ત્યારે એક પ્લેટફોર્મ ખૂલ્યું જેમાં તેમની ઘણી બધું ઇબુક્સ હતી. મેં પ્રોફાઇલમાં જોયું તેમાં રુદ્રનું નામ અને ફોટો હતો ત્યારે મને ખબર પડી કે તમારા મિત્ર એક લેખક પણ છે અને આ વાત તેમણે મારાથી છુપાવી હતી.
હું :- ના યાર, મે વાત નહોતી છુપાવી બસ તને કહેવાનું રહી ગયું હતું અને તેની પહેલા તને ખબર પડી ગઈ.
વંશિકા :- હા ઠીક છે આવું તો ચાલ્યા કરે બાય ધ વે તમે શું તોફાન કરેલા કોલેજમાં મને જણાવશો ?
હું :- ના યાર અત્યારે નહીં. ફરી ક્યારેક સમય મળે ત્યારે ચોક્કસ જણાવીશ કારણકે અત્યારે આપણે પહોંચવા જ આવ્યા છીએ.
વંશિકા :- સારું પણ ચોક્કસ કહેજો અને તમે નહીં કહો તો હું તમને યાદ કરાવીશ. કારણકે હું આસાનીથી કોઈ વસ્તુ નથી ભૂલી જતી.
અત્યાર સુધીમાં અમે લોકો અખબારનગર પહોંચી ગયા હતા અને વાડજ બાજુ જઈ રહ્યા હતા. થોડે આગળ જઈને મેં એક ગલીમાં ટર્ન માર્યો. અમે લોકો બસ હવે થોડા દૂર હતા. આગળ જતા એક દુકાન હતી ત્યાં મે કાર રોકી. અવી અને વિકી કારમાંથી નીચે ઉતર્યા અને દુકાન પર ગયા. અમને લોકોને ખબરજ હતી કે અમારે નાસ્તામાં શું લેવાનું હતું. અમે લોકો વધુ ભાગે બિસ્કિટના પેકેટ્સ અને સ્નેક્સના પેકેટો લઈ જતા હતા જેના કારણે અમારે વધુ પડતું વિચારવાની જરૂર નહોતી. વંશિકાને પણ બહાર નીકળવાની ઈચ્છા હતી પણ ગરમીમાં તડકો વધુ હોવાના કારણે મે તેને કારમાં બેસી રહેવાનું કહ્યું. વંશિકા પોતાની બાજુના કાચમાંથી આવી અને વિકી શું કરી રહ્યા હતા તે જોઈ રહી હતી. વંશિકા માટે આ બધી વસ્તુ અજાણી હતી. થોડીવારમાં અવિ અને વિકી ૨ કોથળા ભરીને આવ્યા અને એમણે કારની ડેકી ખોલીને એમાં સામાન મૂકી દીધો અને ફરી પાછા કારમાં આવીને બેસી ગયા. મેં કાર જવા દીધી અને થોડે આગળ જઈને અનાથાશ્રમના ગેટથી થોડી આગળ ખાલી જગ્યા પાસે જઈને પાર્ક કરી દીધી. અમે ચારેય લોકો કારમાંથી નીચે ઉતર્યા. અવી અને વિકીએ અમને લોકોને પહેલા અંદર જવા કહ્યું અને તે લોકો પાછળથી નાસ્તો લઈને આવે છે તેવું જણાવ્યું. મે કારની ચાવી વિકીને આપી અને હું અને વંશિકા અનાથાશ્રમના ગેટ પાસે આવીને ઊભા રહ્યા.