હું ઓફિસમાં દાખલ થઈ ચૂક્યો હતો અને અચાનક મારા મોબાઈલમાં વંશિકાના મેસેજના નોટિફિકેશન આવ્યા જેને જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. મને એટલો ખ્યાલ જરૂર હતો કે વંશિકા મારું સ્ટેટ્સ જોશે એટલે એને એટલું ખબર પડી જશે કે હું અત્યારે અમદાવાદથી બહાર જઈ રહ્યો છું પણ તે વાતનો ખ્યાલ નહોતો કે વંશિકા મને મેસેજ કરી દેશે. મારી પાસે હવે વંશિકા સાથે વાત કરવાનો થોડો પણ સમય નહોતો કારણકે જો હું મેસેજનો જવાબ આપીશ અને કદાચ તેનો સામે જવાબ મળી જશે તો અમારી વાત બહુ લાંબી થઈ જશે અને હું મારા કામ પર સમય નહીં આપી શકું અને મારું ધ્યાન ભટકી જશે. મે મારો મોબાઈલ લોક કરીને પાછો મારા પોકેટમાં મૂકી દીધો. હું ઓફિસમાં ગયો અને ત્યાં જઈને ત્યાંના સિનિયર એન્જિનિયર જે હજી નવા હાયર કર્યા હતા તેમને મળ્યો જેમનું નામ મલય હતું. મને ઓફિસમાં આવતા જોઈને મલય પોતાની ચેર પરથી ઊભો થઈ ગયો અને મને ગુડમોર્નિંગ વિશ કર્યું.
હું :- ગુડ મોર્નિંગ મલય. આઈ હોપ યુ નો મી.
મલય :- યસ સર. મૂર્તિ સરને આપકે બારમે બતાયા થા. બાય ધ વે વેલ્કમ સર.
હું :- થૅન્ક યુ મલય બાય ધ વે આપ કહા સે હો ?
મલય :- સર મે મુંબઈ સે હું.
હું :- ગુડ મલય, ચાલો અબ થોડી કામકી બાત કરતે હૈ. મે સબસે પહેલે યહ કે પૂરે સ્ટાફ સે મિલના ચાહતા હું. તો આપ સબ કો કોન્ફરન્સ રૂમ લેકર આઇયે.
મલય :- ઠીક હે સર. આપ કોન્ફરન્સ રૂમમે વેઇટ કીજીયે મે થોડીદેર મે સબકો બોલાતા હું. કોન્ફરન્સ રૂમ આગે સે લેફ્ટ સાઇડ હે.
હું મલયને જણાવીને કોન્ફરન્સ રૂમમાં જતો રહ્યો અને ત્યાં આખી ટીમની રાહ જોવા લાગ્યો. મેં ફરીવાર મારો મોબાઈલ કાઢ્યો અને હવે વોટ્સએપમાં ઘૂસ્યો અને વંશિકાના ઇનબૉક્સ ઓપન કર્યું. જેમાં વંશિકાના મેસેજ આવેલા હતા. "ક્યાં જાવ છો ? આમ અચાનક ? મને કહ્યું પણ નહીં ?" એકસાથે વંશિકાના ત્રણ મેસેજ આવેલા હતા તે પણ રાતના ૧:૨૦ વાગ્યે. આટલા બધા લેટ મેસેજ હતા તે જોઈને મને પણ નવાઈ લાગી. મારી અને વંશિકાની આદત બહુ મોડા સુધી જાગવાની નહોતી. અમે વહેલા સૂઈ જતા હતા અને તેના કારણે અમે મોડા સુધી વાતો પણ નહોતો કરતા. હું હજી વંશિકાના મેસેજ વાંચી રહ્યો હતો એટલામાં કોન્ફરન્સ રૂમનો દરવાજો ઓપન થયો અને મલય અંદર દાખલ થયો. મલયની પાછળ બીજા ૧૦ જેવા લોકો પણ આવ્યા. બધાને એકસાથે જોઈને હું વંશીકાની ચેટમાંથી બહાર નીકળી ગયો અને મોબાઈલ લોક કરીને પર ખિસ્સામાં મૂકી દીધો. બધા લોકો આવીને પોતપોતાની ચેર પર બેસી ગયા. હું ત્યાં ઊભો રહ્યો અને મારું ઈન્ટ્રો આપવાનું શરૂ કર્યું.
"ગુડમોર્નિંગ એવરીવન, સબસે પહેલે મેં આપકો મેરે બારેમે ઈન્ટ્રો દેતા હું. શાયદ આપ સબ લોગ મુજે નહીં જાનતે હોંગે. ક્યુકી યહા પર હમ સબ નયે નયે હાયર કિયે હુએ હે. મેરા નામ રુદ્ર ગજ્જર હૈ ઔર મે યહા આપકે આઇટી હેડ કી પોઝિશન પે આપ સબકો યહ થોડે સમય કે લિયે બ્રીફ કરને કે લિયે આયા હું. મે અહમદાબાદ સે આયા હું ઔર યહ હમ આપકો એક બ્રીફ ટ્રેનિંગ દેંગે જિસમેં આપકો કંપની કે વર્ક, પોલિસી ઔર કામ કરનેકી મેથડ રિલેટેડ ટ્રેનિંગ દિ જાયેગી. આઈ હોપ આપ સબ લોગ થોડે દિન મુજે જેલ પાઓગે ઔર કો ઓપરેટ ભી કરોગે. અભી આપ સબ લોગ મુજે આપના ઈન્ટ્રો દેંગે."
સવાર સવારમાં નવા નિશાળિયાઓને મે લેક્ચર આપી દીધું હતું અને પછી તે લોકો વારાફરતી પોતાનું ઈન્ટ્રો આપી રહ્યા હતા. અહીંયા અમે બધા લોકો એકબીજામાટે નવા અને અજાણ્યા હતા. તે લોકો મારા કરતાં ૪-૫ દિવસ વહેલા અહીંયા આવી ચૂક્યા હતા. જનરલી મારી વાર્તાલાપ આ લોકો કરતા વધુ મલય જોડે હતી કારણકે મારે જે કઈ ઇન્સ્ટ્રક્શન આપવાના હતા તે મલયને આપવાના હતા. આજે પહેલો દિવસ હતો એટલે મને કોઈ પર લોડ નાખવાનું મન નહોતું થતું એટલે આજે ફક્ત બધાનું ઈન્ટ્રો કરાવ્યું અને બાકીની નાની મોટી જાણકારી આપીને મેં કામ પૂરું પાડ્યું. બપોરના લંચ ટાઈમમાં માટે શું કરવું તેની મને ખબર નહોતી પણ મલયે મને જણાવ્યું કે તમારું ટિફિન બહારથી આવી જશે એટલે મને થોડું સારું લાગ્યું. લંચ પતાવીને હવે મારે થોડા રિપોર્ટ તૈયાર કરવાના હતા. મારી અમદાવાદની ઓફિસનું કામ પણ મારે અહીંયા કરવાનું હતું કારણકે હું વધુ વર્કલોડ લેવા નહોતો માગતો. આજનો દિવસ મારા માટે થોડો વ્યસ્ત હતો કારણકે અહીંયા બધુજ મારા માટે નવું હતું. હું પહેલા મારા રિપોર્ટ તૈયાર કરવા માટે બેઠો. બધાના નામની લિસ્ટ અને એમની બધી ડિટેલ માટે અમદાવાદ મોકલવાની હતી. કંપની કોલબ્રેશનનું કામ હતું એટલે બંને કંપની પાસે રિપોર્ટ હોવા ખૂબ જરૂરી હતું. હું બધો ડેટા અપલોડ કરવા બેસી ગયો અને સાંજના ૫ વાગી ચૂક્યા હતા. હું પોતાને હજુ વ્યસ્ત રાખવા માગતો હતો. આજે વંશિકાને મે મેસેજનો કોઈ જવાબ નહોતો આપ્યો તે વાત હજી પણ મારા મનમાં ખટકી રહી હતી અને તેના વિચારોથી દૂર રહેવા માટે હું મારું કામ કરી રહ્યો હતો. ૫:૦૦ વાગ્યે જતા પહેલા મારી મલય સાથે એક નાની મિટિંગ હતી અને મારે મલયને આવતીકાલનું શિડ્યુલ અને પ્લાનિંગ સમજાવવાનું હતું એટલે હું તેની ઓફિસમાં ગયો.
હું મલયની પાસે બેઠો અને તેની સાથે વાત કરી રહ્યો હતો એટલામાં મારા મોબાઈલની રિંગ વાગવા લાગી. મે ડેસ્ક પર ઊંધો મૂકેલો મોબાઈલ સીધો કર્યો અને નામ જોયું. મને થોડો ઝટકો લાગ્યો કારણકે ફોન વંશિકાનો હતો. મારી સામે મલય બેઠો હતો અને હું મારી અને વંશિકાની મેટર કોઈ થર્ડ પાર્ટી સાથે શેર કરવા નહોતો માગતો. જો હું ફોન રીસીવ કરી લવ તો અમારી વાત વધી શકે એટલે મેં ફોન રીસીવ ના કરવાનું વિચાર્યું. મે મોબાઇલનું વોલ્યુમ બટન પ્રેસ કરીને સાઇલેન્ટ કરી દીધો અને પાછો મૂકી દીધો. હજી ૨ મિનિટ પણ નથી થઈ અને બીજીવાર મારો મોબાઈલ વાગવા લાગ્યો. મે ફરીવાર જોયું અને આવખતે પણ વંશિકાનો ફોન હતો હવે હું ફરીવાર સાઇલેન્ટ કરવાનું વિચારી રહ્યો હતો એટલામાં મલય બોલ્યો. "સર, કોઈ અર્જન્ટ કોલ હૈ તો ઉઠા લીજીયે."
મે હવે તરત ફોન ઉઠાવ્યો અને સામેના છેડે વંશિકા હતી. હું કાઈ બોલું એની પહેલા વંશિકાએ બોલવાનું શરૂ કરી દીધું. "રુદ્ર ક્યાં છો તમે ? કાઈ થયું છે તમને કે શું. અચાનક ક્યાં ચાલ્યા ગયા છો અને મેસેજ વાંચીને પણ જવાબ કેમ નથી આપી રહ્યા?"
યાર આટલા બધા સવાલો એકસાથે એણે પૂછી કાઢ્યા હતા અને આ બધા સવાલોના જવાબ આપવામાં અમારી મેટર લાંબી થઈ જાત. મારી પાસે વધુ કાઈ બોલવા જેવું કશું નહોતું. હું તેની સાથે વધુ વાત નહોતો કરી શકતો. મારું વંશિકાને ટૂંકમાં સમજાવું જરૂરી હતું એટલે મેં તેને ટૂંકમાં જવાબ આપ્યો. "સાંભળ વી...હું અત્યારે બહુ અગત્યની મિટિંગમાં છું અને હું આપડી કોઈ પણ વાત થર્ડપાર્ટી સાથે શેર કરવા નથી માગતો એટલે પ્લીઝ હું તને રાત્રે ફ્રી થઈને મેસેજ કરીશ અને બધું સમજાવીશ."
"ઓકે ડન, આઈ વિલ વેઇટ" બસ સામેના છેડેથી આટલો જવાબ આવ્યો અને ફોન કાર થઈ ગયો. વંશિકાએ આઈ વિલ વેઇટ કહ્યું એટલે હું એટલું જરૂર સમજી ગયો હતો કે તે મારાથી નારાજ નથી અને તે પણ મારી સાથે હવે વાત કરવા માગે છે. મે મલય સાથે મિટિંગ ચાલુ રાખી અને લગભગ ૧ કલાક જેવી અમારી મિટિંગ ચાલી. બિચારો મલય, મને મનમાં ઘણું બધું કહી ગયો હશે કારણકે આજે મારો પહેલો દિવસ હતો અને મેં એને હાફ હોવર લેટ કરાવી નાખ્યો હતો. મે મારી જાતને વ્યસ્ત રાખવાના ચક્કરમાં આજે મલયને પણ ફસાવી દીધો હતો અને તેની પાસેથી અડધો કલાકનો વધુ સમય લઈ લીધો હતો.
સાંજે ૬:૧૫ વાગ્યા જેવા સમયે હું મારું બેગ લઈને નીચે ઊતર્યો. નીચે મુરુગન મારી માટે કાર લઈને રેડી હતો એટલે હું બેસી ગયો અને સીધા અમે હોટેલ પર ગયા. હોટલ પર ડ્રોપ કરીને મુરુગન જતો રહ્યો અને હું મારા રૂમમાં ગયો. સૌથી પહેલા હું ફ્રેશ થયો અને પછી રૂમ સર્વિસમાં ફોન કરીને આજના ડિનર માટે ચાઇનીઝ ઓર્ડર કરી દીધું. થોડીવારમાં મારું જમવાનું પણ આવી ગયું અને હું ફાઇનલી જમીને ફ્રી પડ્યો. હજી ફ્રીજમાં ગઇકાલની વાઇન બચેલી પડી હતી જે મેં મૂકી રાખી હતી. મને થોડી ટેસ્ટ કરવાની ઈચ્છા થઈ ગઈ પણ આજે મને વાઇન સાથે બીજું કંઈક પીવાની ઈચ્છા થઈ રહી હતી. યાર આજનો દિવસ ઘણો સ્ટ્રેસફૂલ હતો મારા માટે. પહેલા દિવસે હું વધુ પડતું કામ કરી ચૂક્યો હતો અને એના લીધે હું ખૂબ મેન્ટલી થાક અનુભવતો હતો. એટલે મેં રસ્તામાં આવતા મુરુગનને કાર રોકવાનું કહ્યું હતું અને એક સિગારેટનું પેકેટ લઈને આવ્યો હતો. મને ખબર હતી આ પેકેટ હજી મને ઘણું કામ લાગવાનું હતું. આજ સુધી મેં ક્યારેય આવું કોમ્બિનેશન ટ્રાય નહોતું કર્યું. યસ બોસ, રેડ વાઇન વિથ માર્બોલો એડવાન્સ. હું પહેલીવાર ટ્રાઇ કરી રહ્યો હતો. મે એક ગ્લાસ વાઇન ભરી અને બાલ્કનીમાં જતો રહ્યો. સિગારેટ મોઢામાં મૂકી અને સળગાવી અને એક ફૂંક મારી. મગજમાં કરંટ દોડી ગયો અને મારા મનને શાંતિ મળી. હવે એક સીપ વાઇનની મારી. થોડીવારમાં મારી સિગારેટ અને વાઇન બંને પૂરી થઈ ગઈ. હવે મારું મન શાંત હતું. હવે હું પાછો મારા બેડ પર આવી ગયો અને મારો મોબાઈલ ડેટા ઓન કરીને વંશિકાને મેસેજ કર્યો. "હાઈ વંશિકા."
હું થોડીવાર મોબાઈલમાં આમ તેમ ફાફા મારવા લાગ્યો. થોડીવારમાં વંશિકાનો મેસેજ આવ્યો અને અમારી વાતો ચાલુ થઈ ગઈ.
વંશિકા :- શું યાર તમે કઈ પણ કરશો તેમ ચાલશે ?
હું :- શું યાર મે કાઈ નથી કર્યું જે કર્યું છે બધું તે કર્યું છે.
વંશિકા :- મે જે પણ કર્યું પણ તમે પણ એનો બદલો લઈ લીધો ને ?
હું :- બદલો આ તે વળી શું વાત કરે છે અને હું તારી સાથે બદલો કેમ લઉ ?
વંશિકા :- મે તમને વાત કરવાની ના પાડી એનો બદલો તમે લીધો અને મને અહીંયા એકલી મૂકીને જતા રહ્યા.
હું :- યાર હું તને એકલી મૂકીને નથી ગયો હું અહીંયા એકલો સંડોવાયેલો છું. મને કોઈ શોખ નથી અમદાવાદ છોડીને દૂર ભાગી જવાનો.
વંશિકા :- તો પછી શું કામ ગયા અને ક્યાં ગયા ? અચાનક બસ જતા રહ્યા કાઈ પણ કહ્યા વગર મને ઇન્ફોર્મ કરવાનું પણ તમને યોગ્ય ના લાગ્યું ?
હું :- અચ્છા બસ સોરી. મારી ભૂલ હતી પણ હવે મારો હક છે જાણવાનો કે શું થયું છે ?
હું :- હક, તારો પૂરે પૂરો હક છે મારા ઉપર. (હું પણ વંશિકાના આવેશમાં આવીને મારું બધું ભાન ભૂલી રહ્યો હતો)
વંશિકા :- હા તો હવે મને જણાવો પ્લીઝ મારો જીવ અધૂરો થઈ ગયો છે જાણવા માટે.
વોટ ધ ફક..હવે આછોકરી મને મારું બધું ભાન ભૂલાવી રહી હતી. એની મીઠી મીઠી વાતોથી ફરી મારું મન મોહી રહી હતી. હવે તે પોતાનો મારા ઉપર પૂરે પૂરો હક જણાવી રહી હતી જાણે હું ફક્ત તેનો અને તે ફક્ત મારી કેમ ના હોય. મે વંશિકાને પાછલા ૩ દિવસમાં જે કાઈ પણ બન્યું હતું તે બધું જણાવી દીધું. જયંતસરની સરપ્રાઈઝ થી માંડીને અહીંયા ચેન્નઈમાં આવવા સુધીની સફર અને અહીંયા ૧૦ દિવસનું પ્લાનિંગ. મારા અચાનકના પ્લાનિંગ વિશે જાણીને વંશિકા પણ ચોકી ગઈ. તેના મનમાં અત્યારે શું ચાલી રહ્યું હતું તે મને કાઈ ખબર નહોતી પડતી.
વંશિકા :- વોટ યાર, ૧૦ દિવસ તમે ત્યાં રોકાશો અને મને સરખો ટાઈમ પણ નહીં આપો.
હું :- ટાઈમની કોઈ વાત જ નથી. આમ પણ તે વાત કરવાની ના પાડી છે ને તને સમય જોઈએ છે એટલે તારા માટે તો સારું જ છે. હું તને મેસેજ નહીં કરું તું પણ વ્યસ્ત અને હું પણ વ્યસ્ત.
વંશિકા :- બસ યાર, પણ સાવ તમે ખાલી મને મેસેજ કરીને જણાવી શકતા હતા.
હું :- તે મને જતી વખતે એવું કહ્યું હતું કે આ આપણી કદાચ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે અને મેસેજ કરવાની પણ ના પાડી દીધી હતી.
વંશિકા :- હા એના માટે હું તમને સોરી કહી ચૂકી છું અને રહી વાત મુલાકાતની તો મને પણ નથી ખબર હું આવું કેમ બોલી ગઈ. તમને ખબર છે રુદ્ર ?
હું :- મને શું ખબર હોવાની તું જણાવ મને.
વંશિકા :- તમે અચાનક મને બહુ મોટો ઝટકો આપી દીધો હતો. મારી પાસે ત્યારે કોઈ જવાબ નહોતો તમને આપવા માટે. મારા મનમાં શું ચાલી રહ્યું હતું હું તમને કેવીરીતે સમજાવી શકું.
હું :- હા તો અત્યારે સમજાવી દે.
વંશિકા :- કેમ તમે નથી સમજી શકતા ?
હું :- ના હું નથી સમજી શકતો તું મને સમજાવ.
વંશિકા :- સાંભળો, મારા મનમાં વિચારોના વમળો ચાલી રહ્યા હતા. હું નહોતી ઈચ્છતી કે તમને હું વિચાર્યા વગર કોઈ પણ જવાબ આપી દઉ અને કાલે સવારે ચાલીને પછી આપણે બંને તે વસ્તુને લઈને હેરાન થઈએ. એક છોકરી માટે બહુ અઘરું હોય છે પોતાના જીવનસાથીને પસંદ કરવું. મને ખબર છે તમે મને કેટલો પ્રેમ કરો છો અને હું સમજી શકું છું. છતાં પણ હું આ વાતને લઈને વિચારવા માગતી હતી અને પોતાની જાતને સ્પષ્ટ કરવા માગતી હતી કે હું રીલેશનશીપ માટે કેટલી તૈયાર છું કે નહીં એટલે હું પોતાની જાતને સમય આપવા માગતી હતી. હું આ બધું અત્યારે શબ્દોમાં નહીં સમજાવી શકું કારણકે હું કોઈ લેખક નથી. બસ તમે જાતે સમજી જાઓ મારી પરિસ્થિતિ શું હતી.
હું :- હું સમજી શકતો હતો એટલે જ થોડો સમય તારાથી દૂર જવાનો પ્રયત્ન કર્યો છે.
વંશિકા :- અચ્છા સાંભળો...એક સોંગ ડેડિકેટ કરું છું અત્યારે..
વંશિકાનું ટાઈપિંગ ચાલુ રહ્યું લગભગ ૨ કે 3 મિનિટ સુધી અને પછી અચાનક એક મેસેજ આવ્યો જેમાં સોંગના લેરિક્સ લખેલા હતા.
"ફિકર હૈ તેરી ઈતની હૈ કી ભૂલ ગઈ ખુદકો,
તેરે લિયે મે જોગન બનકે ઘુમુ દર દર કો,
આજાના તું ઇસસે પહેલે હો જાઉં બદનામ,
સાંસો કી માલાપે સિમરુ મૈ તેરા નામ...
સાંસો કી માલાપે સિમરુ મૈ તેરા નામ..."