મૂળુ કાઠી ના ગયા પછી શાર્દુલ ભગત ના હૈયે થોડીક ટાઢક વળી હતી,વળી પાછા દીકરી ને આંગણા માં કામ કરતી અને હરખભેર ફરતી જોઈ વળી પાછા મૂંઝાય જાય છે.
આ વિચારો ના વમળો થી થોડાક બહાર નીકળી દરબાર ડેલીએ આવી ને બેઠા ત્યાં એટલી વાર માં ગામનો ડાયરો પણ આવી પહોંચ્યો.
રામ રામ બાપુ! આ તમે આમંત્રણ આપ્યું થું તો થયું આજ ચોરે નઈ બાપુ ની ડેલીએ ડાયરો જમાવવો છે.
રામ રામ ડાયરા ને ,સારું થયું ને બાપા તમે સવ આવ્યા એ.
એમ કહેતા દરબાર એ ડાયરા ને આવકાર્યો અને સૌ ડેલી માં ગોઠવાય ગયા. ડાયરો હજી જામ્યો ના હતો એટલા માં એક ચારણ ત્યાં આવી ચડ્યા.
રામ રામ ડાયરાને રાપર ના ધણી શાર્દૂલ બાપુ ની ડેલી આજ કે? આવો પ્રશ્નાર્થ કરતા ચારણ ત્યાં ડેલી આગળ ઊભા રહ્યા.
દરબાર એ એના અવાજ પર થી જ ઓળખી ને આગળ આવતા કહ્યું આવો આવો ગઢવી હું જ છું આ ડેલી નો ધણી આવો પધારો.
હવે તો ગઢવી પધાર્યા છે આપણા ડાયરા માં હવે જુઓ ડાયરા નો રંગ ખરો જામશે. ડાયરા માંથી એક જણ બોલી ઊઠ્યું.
અલ્યા ગઢવી ને બેસવા તો દો કંઈક કસુંબો ચડાવે પછી રંગ જામે ને દરબારે ટોકતા કહ્યું.
ગઢવી કઈ દશે થી આવો છો આમ કઈ દશે જાવ છો?દરબારે હરખભેર આવકાર્યા પછી સવાલ કર્યો.
કાઠીયાવાડ થી આવું છું બાપુ કચ્છની ની ધરા ખુંદવા નીકળ્યો છું તમારું નામ ને તમારા ડાયરા ના વખાણ સાંભળી ને ડેલી લગી આવવું પડ્યું છે.
સારું કર્યું ને બાપ તમે આવ્યા એતો ને આતો મારા રાપર ના માણસ ને દાદા હુરજ ની દયા.
ત્યાં કામ કરતા કેહુર ને સાદ દઈ દરબારે કહ્યું કેહુરીયા લે કસુંબો તૈયાર કર ને ગઢવી ને રાજી કર.
એ હા લ્યો બાપુ કહુંબો તૈયાર થઈ જ ગયો લ્યો ગઢવી .કહેતા કેહુરે અમલ ના ઘૂંટ ગઢવી,દરબાર અને ડાયરા ને ભરાવ્યા.
અલ્યા કેહુરા તે તો સારી બાપુ ની ચાકરી કરી હો.ડાયરા માંથી અવાજ આવ્યો e સાંભળી કેહુરે સામે જોયું ને બોલ્યો
તે કરે જ ને બાપુ જ મારું માવતર છે,મને દીકરા જેમ રાખ્યો તો હું ચાકરી કેમ નો કરું વળી!
કેહુર ના આવા કાલા ઘેલા વેણ સાંભળી દરબાર અને આખો ડાયરો હંસી પડ્યા.
દરબાર એ ગઢવી ને કહ્યું લ્યો તયે ગઢવી મૂકો બે ચાર દુહા.
ગઢવી એ દુહા,કવિતા નો એવો રંગ ચડાવ્યો કે આખોયે ડાયરો મંત્રમુગ્ધ બની ગયો.
વાહ ગઢવી!વાહ ગઢવી! ના નારા આખાયે ડાયરા માં ગુંજવા લાગ્યા.
દરબાર તો ગઢવી પર વારી ગયાં અને બોલ્યા માંગો ગઢવી આજે તો તમે આખાયે ડાયરા ને મોજ કરવી દીધી છે મન માં આવે એ માંગો રાપર ના ધણી આજ તમને દેવામાં પાછી પાની નઈ કરે.
વાહ દરબાર જેવા વખાણ સાંભળા હતા એના કરતાં એ સવાયું દેખાયું મન રાજી થઈ ગયું એટલે હવે કાઈ ન જોવે.ગઢવી ના મોઢામાંથી શબ્દો સારી પડ્યા.
નઈ હો ગઢવી દરબાર નો દીકરો છું એકવાર બોલા પછી ફરુ તો મારો હુરજ દાદો મને માફ નો કરે હવે તો તમારે માગવું જ પડશે.દરબાર એ ગઢવી સાથે જીદ્દ કરી
ગઢવી એ કહ્યું માતાજી ની દયા છે બાપા એમ તો કાઈ નથી જોતું હું એક સારી ભેસાડુ (ભેંસ) ગોતવા નિકળો છું હોય તો છોકરા રાબ છાશ ખાઈ.
જા કેહુર ગઢવી ને ભેંસુ ના ધણ પાસે લઈ જા ને ગઢવી જે ભેંસ પર હાથ મૂકતા જાય એ છોડતો જા જે.દરબારે હુકમ ફરમાવ્યો.
ના ના બાપા એક તો ઘણી ગઢવી એ થોડા સંકોચ સાથે કહ્યું.
સંકોચ ના કરો ગઢવી જેટલી જોવે એટલી લેતા જાવ ને ખવડાવો છોકરાઓ ને રાબ છાશ ને માખણ ના પિંડા દાદો હુરજ તમને આપે છે.
એક બાબરિયાવાડ નો હામો ખુમાણ ને રાપર ના શાર્દૂલ ભગત બેઉ ના આંગણે માં લક્ષ્મી એ વાસ કર્યો છે ને પાછું કર્ણ જેવું જીગર એય દીધું હો.ગઢવી હરખ થી બોલી ઊઠ્યા.
હામાં ખુમાણ નો નામ આવતા દરબાર થોડા થંભ્યા અને પછી ગઢવી ને ઉત્સુકતાવશ પૂછ્યું કોણ વિહા ખુમાણ નો દીકરો હામો ખુમાણ?
હા બાપુ એય દાનવીર નો દીકરો છે હો ને શૂરવીરપણું તો ખરું જ એકલો સો ને ભારે પડે એવો છે મરદ માણસ.ગઢવી એ હામાં ખુમાણ ને બિરદાવતા કહ્યું.
દરબાર ના મન માં અતિ આનંદ છવાઈ ગયો કે મૂળુ કાઠી એ વાત તો ખરા ઠેકાણા ની કરી હતી.
લ્યો તયે જય માતાજી કહેતા ગઢવી એ રજા લીધી અને દરબારે ગઢવી સાથે 10 ભેંસો વળાવી.