વિશ્વ યુદ્ધ ૨, અથવા બીજુ વિશ્વ યુદ્ધ [૧] (ટૂંકમાં જેને WWII અથવા WW2 કહેવામાં આવે છે) એ વૈશ્વિક લશ્કરી સંઘર્ષ હતો, જેમાં મહા શક્તિ સહિત વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોનો સમાવેશ થતો હતો. તેઓ બે વિરોધી લશ્કરી જોડાણોમાં વહેંચાઇ ગયા હતા: મિત્ર અને ધરી(શત્રુ). આ યુદ્ધમાં લશ્કરના ૧૦ કરોડ થી વધુ લોકોની જમાવટ કરવામાં આવી હતી, જેને પગલે તે ઇતિહાસનું સૌથી વધુ વ્યાપક યુદ્ધ બન્યું હતું. "પૂર્ણ યુદ્ધ"ના તબક્કામાં ભાગ લેનાર અગ્રણી રાષ્ટ્રોએ તેમની સમગ્ર આર્થિક, ઔદ્યોગિક અને વિજ્ઞાની ક્ષમતાઓને યુદ્ધના પ્રયત્નમાં જોતરી હતી અને લશ્કરી તથા નાગરિક સ્રોત વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખી હતી.
આ યુદ્ધમાં ૭ કરોડ લોકોથી વધારે મરાયા હતા અને તેમાંથી મોટાભાગના નાગરિકો હતા, જેણે આને માનવ ઇતિહાસનો સૌથી વધારે ભયંકર સંઘર્ષ બનાવ્યો હતો.
પોલેન્ડ પર જર્મનીનું આક્રમણ અને તેના પરિણામે બ્રિટિશ સામ્રાજ્ય ના મોટાભાગના રાષ્ટ્રો અને રાષ્ટ્રકુળ દેશો અને ફ્રાન્સ દ્વારા જર્મની પર યુદ્ધની ઘોષણાની સાથે સામાન્ય રીતે ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ ને યુદ્ધની શરૂઆત માનવામાં આવે છે. આ તારીખ પહેલા ઘણા રાષ્ટ્રો યુદ્ધની સ્થિતિમાં હતા અને ’માર્કો પોલો બ્રિજ ઘટના’ (રાષ્ટ્રવાદી ચીન અને જાપાન વચ્ચે લડાયેલ), સોવિયેત યુનિયન પર જર્મનીનું આક્રમણ (ઓપરેશન બાર્બારોસા), અને દક્ષિણપૂર્વ એશિયામાં પર્લ હાર્બર તથા બ્રિટિશ અને ડચ વસાહતો જેવી ઘટનાના પગલે શરૂઆતમાં નહિ જોડાયેલા ઘણા રાષ્ટ્રો યુદ્ધમાં જોડાયા હતા.
૧૯૪૫ માં સાથી-મિત્ર રાષ્ટ્રોના વિજય સાથે યુદ્ધનો અંત આવ્યો. વિશ્વની મહાસત્તાઓ તરીકે સોવિયેત યુનિયન અને યુનાઈટેડ સ્ટેટ્સનો ઉદય થયો અને શીત યુદ્ધનો પાયો નંખાયો, જે આગામી ૪૫ વર્ષ સુધી ચાલુ રહ્યુ. આવો અન્ય સંઘર્ષ ટાળવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. સ્વ-નિર્ધારના સિદ્ધાંતની સ્વીકૃતિની સાથે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ દૂર કરવાની ઝુંબેશને વેગ મળ્યો જ્યારે કે પશ્ચિમ યુરોપે પોતે પણ એકીકરણ તરફ આગળ વધવા માંડ્યુ.વિશ્વયુદ્ધ ૧ પછીની ઘટનાઓમાં પરાજિત જર્મનીએ વર્સેલ્સની સંધિ કરી.આના પરિણામે જર્મનીએ તેનો ૧૪% જેટલો વિસ્તાર ગુમાવ્યો, અન્ય રાજ્યો સાથે જોડાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જર્મનીના સશસ્ત્ર દળોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી અને જંગી દંડ ફટકારવામાં આવ્યો. રશિયાના ગૃહ યુદ્ધ ના કારણે સોવિયેત સંઘ|સોવિયેત યુનિયનની રચના થઈ, જે ટૂંકા ગાળામાં જોસેફ સ્ટાલિનના નિયંત્રણ હેઠળ આવ્યુ. ઈટાલીમાં બેનિટો મુસોલિનિએ નવા રોમન સામ્રાજ્યની રચનાનું વચન આપી ફાસીવાદી સરમુખત્યાર તરીકે સત્તા કબજે કરી ચીન માં કુમિટાંગ (કેએમટી) પક્ષે પ્રાદેશિક બળવાખોરો સામે એકીકરણ અભિયાન શરૂ કર્યુ અને ૧૯૨૦ના દસકાના મધ્ય સુધીમાં ચીનનું સાધારણ એકીકરણ કર્યુ, પરંતુ ટૂંક સમયમાં જ તે ભૂતપૂર્વ ચીની સામ્યવાદી પક્ષો સામેના ગૃહ યુદ્ધમાં સપડાયુ. ચીન પર લાંબા સમયથી પ્રભાવ ધરાવનાર લશ્કરીકરણ વધારી રહેલા જાપાનીસ સામ્રાજ્ય એ ૧૯૩૧માં એશિયા પર શાસનના અધિકારના પ્રથમ પગલા તરીકે મુકડેન ઘટનાનો ઉપયોગ કર્યો અને મંચુરિયા કબજે કરવાના પગલાને ઉચિત ઠેરવવા પ્રયાસ કર્યો; બંને રાષ્ટ્રો ૧૯૩૩ માં તાંગ્ગુ ટ્રુસ સુધી શાંઘાઈ, |રેહે અને હેબેઈમાં અનેક નાના-નાના યુદ્ધ લડ્યા . બાદમાં ચીનના સ્વયંસેવક દળોએ મંચુરિયા અને ચાહર અને સુઈયાનમાં જાપાનના હુમલાઓનો પ્રતિકાર જારી રાખ્યો.
૧૯૩૫ ન્યુરેમબર્ગ રેલીમાં જર્મન ટુકડીઓ.
૧૯૨૩ માં જર્મન સરકારને ઉખાડી ફેંકવાના નિષ્ફળ પ્રયાસ બાદ એડોલ્ફ હિટલર 1933માં જર્મનીનો નેતા બન્યો. તેણે લોકશાહી નાબૂદ કરી, વિધ્વંસક જાતિઆધારિત વિશ્વ વ્યવસ્થાની સ્થાપનાને પ્રોત્સાહન આપતા ટૂંક સમયમાં જ પુનઃશસ્ત્રીકરણ અભિયાન શરૂ કર્યુ. આના કારણે અગાઉના યુદ્ધમાં ઘણી ખુવારી વેઠી ચૂકેલા ફ્રાન્સ, ઈટાલી અને યુનાઈટેડ કિંગડમ ચિંતામાં મૂકાયા તથા જર્મનીના કારણે તેમની વિસ્તારવાદની મહત્વાકાંક્ષા સામે જોખમ ઉભુ થતુ હોય તેવુ લાગ્યુ.પોતાનું જોડાણ ટકાવી રાખવા ફ્રાન્સે ઈટાલીને ઈથોપિયામાં મનમાની કરવા મંજૂરી આપી, કે જેના પર વિજય મેળવવાની ઈટાલીની ઈચ્છા હતી. 1935ના પ્રારંભમાં સારપ્રદેશ વિધિવત રીતે જર્મનીમાં જોડાયો અને હિટલરે વર્સેલ્સની સંધિ ફગાવીને પુનઃલશ્કરીકરણની શરૂઆત કરતા ભરતીની શરૂઆત કરી ત્યારે પરિસ્થિતિ વધારે તણાવગ્રસ્ત બની. જર્મની પર નિયંત્રણ રાખવાના ઈરાદાથી યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ અને ઈટાલીએ સ્ટ્રેસા મોરચાની રચના કરી. પૂર્વીય યુરોપના મોટા વિસ્તાર કબજે કરવાના જર્મીના ધ્યેયથી ચિંતામાં મૂકાયેલ સોવિયેત યુનિયને ફ્રાન્સ સાથેના પરસ્પર સહકારની સંધિનો અંત લાવી દીધો.
જો કે ફ્રાન્કો-સોવિયેત સંધિ અમલમાં આવતા પહેલા તે માટે રાષ્ટ્ર સંઘની અમલદારશાહીની મંજૂરી જરૂરી હોવાથી તે બિલકુલ બિનઅસરકારક બની હતી. જૂન 1935માં યુનાઈટેડ કિંગડમે જર્મની પરના અગાઉના પ્રતિબંધો હળવા કરીને તેની સાથે સાથે સ્વતંત્ર નૌકાદળ કરાર કર્યા. યુરોપ અને એશિયાના ઘટનાક્રમથી ચિંતિત યુનાઈટેડ સ્ટેટ્સે ઓગસ્ટમાં તટસ્થતા ધારો પસાર કર્યો. ઓક્ટોબરમાં ઈટાલીએ ઈથોપિયા પર આક્રમણ કર્યુ અને યુરોપીય રાષ્ટ્રોમાંથી માત્ર જર્મનીએ જ તેના આક્રમણને સમર્થન આપ્યુ. ત્યાર બાદ ઈટાલીએ ઓસ્ટ્રિયાને સેટેલાઈટ રાજ્ય બનાવવાના જર્મનીના ધ્યેય સામેના વાંધા ફગાવી દીધા.
વર્સેલ્સ અને લોકાર્નો સંધિનો સીધો ભંગ કરતા હિટલરે માર્ચ 1936માં રહાઈનલેન્ડનું પુનઃલશ્કરીકરણ કર્યુ. અન્ય યુરોપિયન રાષ્ટ્રો તરફથી તેને ઓછો પ્રતિસાદ મળ્યો. જુલાઈમાં સ્પેનિશ આંતરવિગ્રહફાટી નીકળ્યો ત્યારે હિટલર અને મુસોલિનિએ સોવિયેતનું સમર્થન ધરાવતા સ્પેનિશ ગણતંત્ર સામેના યુદ્ધમાં ફાસીવાદી જનરલિસ્મો ફ્રાન્સિસ્કો ફ્રાન્કોના રાષ્ટ્રવાદી બળોનું સમર્થન કર્યુ. બંને પક્ષોએ નવા હથિયારો અને રણનીતિની નવી પદ્ધતિઓ ચકાસવા માટે સંઘર્ષનો ઉપયોગ કર્યો અને 1939ની શરૂઆતમાં રાષ્ટ્રવાદીઓ વિજયી સાબિત થયા.
તણાવ વધવા માંડતા સત્તાને મજબૂત બનાવવા અથવા એકત્ર કરવાના પ્રયાસો કરાયા. ઓક્ટોબરમાં જર્મની અને ઈટાલીએ રોમ-બર્લિન ધરીની રચના કરી અને એક મહિના બાદ જર્મની અને જાપાને સામ્યવાદને અને ખાસ કરીને સોવિયેત સંઘને ખતરારૂપ ગણી કોમિન્ટર્ન(સામ્યવાદ)-વિરોધી સંધિ કરી અને આ જ વર્ષે પાછળથી ઈટાલી પણ તેમાં જોડાયુ. ચીનમાં કુમિન્ટાંગ અને સામ્યવાદી દળો જાપાનનો સામનો કરવા અને સંગઠિત મોરચો બનાવવા શસ્ત્રવિરામ માટે સંમત થયા.પોલેન્ડ પર જર્મનીના આક્રમણની સાથે ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ને સામાન્ય રીતે યુદ્ધની શરૂઆત ગણવામાં આવે છે. યુદ્ધની શરૂઆતની અન્ય તારીખોમાં ૧૩ સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ મંચુરિયા પર જાપાનનું આક્રમણ બીજા જાપાન-ચીન યુદ્ધની શરૂઆત ૭ જુલાઇ , ૧૯૩૭, અથવા અન્ય ઘટનાઓમાંથી કોઈ એક ઘટના છે. અન્ય સ્રોતો એ. જે. પી. ટેલરને અનુસરે છે, કે જેઓ માને છે કે પૂર્વ એશિયામાં જાપાન-ચીન યુદ્ધ અને યુરોપ તથા તેની વસાહતોમાં બીજુ વિશ્વયુદ્ધ સમાંતર હતા, પરંતુ ૧૯૪૧માં વિલિનિકરણ ના થયુ ત્યાં સુધી તેઓ વિશ્વયુદ્ધ બન્યા નહોતા; કે જે તબક્કે યુદ્ધ ૧૯૪૫ સુધી ચાલુ રહ્યુ. આ લેખ પરંપરાગત તારીખોનો ઉપયોગ કરે છે.
યુદ્ધના અંતની પણ અનેક તારીખો છે. કેટલાક સ્રોત જાપાનની શરણાગતિ (૨ સપ્ટેમ્બર, ૧૯૪૫) કરતા પહેલા ૧૪ ઓગસ્ટ, ૧૯૪૫ના શસ્ત્રવિરામને યુદ્ધનો અંત કહે છે; કેટલાક યુરોપિયન ઇતિહાસમાં તે દિવસ (૮ મે, ૧૯૪૫)ના પૂરુ થયુ. જાપાન સાથે શાંતિ સંધિ પર ૧૯૫૧ સુધી સહી થઈ નહોતી.
ચીન માં યુદ્ધ
માર્કો પોલો બ્રિજ ઘટના પછી જાપાને ચીન પર સંપૂર્ણ આક્રમણ શરૂ કર્યુ. સોવિયેતે તરત જ ચીનને ટેકો આપ્યો, જેના લીધે ચીનના અગાઉના જર્મની સાથેના સહકારનો અંત આવ્યો. શાંઘાઈથી શરૂ કરીને જાપાને ચાઈનિઝ દળોને પાછળ ધકેલ્યા, ડિસેમ્બરમાં પાટનગર નાનજિંગ કબજે કર્યુ. જુન 1938માં ચાઈનિઝ દળોએ પીળી નદીમાં પૂર લાવીને જાપાનની આગેકૂચ રોકી; જોકે આનાથી તેમને વુહાન શહેરના સંરક્ષણની તૈયારી માટે સમય મળ્યો, પરંતુ ઓક્ટોબર સુધીમાં શહેર લેવાયુ. આ સમય દરમિયાન જાપાન અને સોવિયેત દળો ખાસન તળાવ પાસે નાના યુદ્ધમાં વ્યસ્ત રહ્યા; મે 1939માં તેમની વચ્ચે વધારે ગંભીર સરહદી યુદ્ધ શરૂ થયુ 15 સપ્ટેમ્બરના રોજ શસ્ત્ર-વિરામના કરાર સાથે તેનો અંત આવ્યો અને જૈસે થે ની સ્થિતિ સ્થાપિત થઈ.
યુરોપ માં યુદ્ધ ફાટી નીકળ્યું
ફેરફાર કરો
યુરોપમાં જર્મની અને ઈટાલીની હિંમત વધારે ને વધારે ખુલી રહી હતી. માર્ચ 1938માં જર્મનીએ ઓસ્ટ્રિયા ભેળવ્યુ, અને ફરી એકવાર અન્ય યુરોપીય સત્તાઓ તરફથી નહિવત પ્રતિભાવ સાંપડ્યો. પ્રોત્સાહિત થઈને હિટલરે જર્મન મૂળના લોકોનું વર્ચસ્વ ધરાવતા ચેકોસ્લોવાકિયાના વિસ્તાર સુદેતનપ્રદેશ પર જર્મનીનો દાવો કરવા માંડ્યો; ફ્રાન્સ અને બ્રિટને ચેકોસ્લોવાક સરકારની ઈચ્છા વિરુદ્ધ આ વિસ્તારને મંજૂરી આપી અને આના બદલામાં હિટલર આગળ કોઈ પ્રદેશની માગણી નહિ કરે તેવું વચન લીધું.આમ છતાં આના પછી તરત જ જર્મની અને ઈટાલીએ હંગેરી અને પોલેન્ડના અતિરિક્ત પ્રદેશો આપવા ચેકોસ્લોવાકિયાને ફરજ પાડી. માર્ચ 1939માં જર્મનીએ બાકીના ચેકોસ્લાવાકિયા પર આક્રમણ કર્યુ અને પરિણામે તેના બે ભાગલા પડ્યાઃ જર્મન સંરક્ષિત બોહેમિયા અને મોરેવિયા અને જર્મન-તરફી સ્લોવાક ગણતંત્ર.
ડાન્ઝિગ પર હિટલરની વધુ માગણીઓ સાથે ચેતી ગયેલા ફ્રાન્સ અને બ્રિટને પોલેન્ડની સ્વતંત્રતાની ખાતરી માટે તેમનો ટેકો આપ્યો; એપ્રિલ 1939માં ઈટાલીએ આલ્બેનિયા પર વિજય મેળવ્યો ત્યારે આવી જ ખાતરી રોમાનિયા અને ગ્રીસને પણ આપવામાં આવી. પોલેન્ડને ફ્રાંકો-બ્રિટિશ ખાતરી બાદ તરત જ જર્મની અને ઈટાલીએ સ્ટીલની સંધિ સાથે ઔપચારિક રીતે તેમનં પોતાનું જોડાણ સ્થાપ્યુ.
ઓગસ્ટ 1939માં જર્મની અને સોવિયેત સંઘે બિન-સંઘર્ષની સંધિ કરી.પોલેન્ડ અને પૂર્વ યુરોપને પ્રભાવના અલગ ક્ષેત્રમાં વહેંચવાની ગુપ્ત સમજૂતિનો આ સંધિમાં સમાવેશ થતો હતો.
પોલેન્ડમાં સોવિયેત અને જર્મન અધિકારીઓ, સપ્ટેમ્બર 1939.
1 સપ્ટેમ્બર, 1939ના રોજ એડોલ્ફ હિટલરે તેના પોલેન્ડ પરના આક્રમણની શરૂઆત કરી અને વિશ્વયુદ્ધ II ફાટી નીકળ્યુ. ફ્રાંસ, બ્રિટન અને કોમનવેલ્થ રાષ્ટ્રોએ જર્મની સામે યુદ્ધ જાહેર કર્યુ પરંતુ સારપ્રદેશમાં નાનકડા ફ્રેંચ આક્રમણ સિવાય અન્ય નાનકડો લશ્કરી ટેકો આપ્યો. 17 સપ્ટેમ્બર, 1939ના રોજ જાપાન સાથે શાંતિ કરાર બાદ સોવિયતે પોતાનું પોલેન્ડ પર આક્રમણ શરૂ કર્યુ.ઓક્ટોબરના પ્રારંભ સુધીમાં પોલેન્ડના જર્મની, સોવિયેત સંઘમાં વિભાજન સાથે અભિયાનનો અંત આવ્યો, લિથુઆનિયા અને સ્લોવાકિયા,જો કે ઔપચારિક રીતે પોલેન્ડે ક્યારેય સમર્પણ કર્યુ નહોતુ અને તેની સરહદોની બહાર લડાઈ ચાલુ રાખી.
પોલેન્ડમાં યુદ્ધ ચાલી રહ્યુ હતુ તે જ સમયે જાપાને વ્યૂહાત્મ દ્રષ્ટિએ ચીનના મહત્વના શહેર ચાંગશા સામેના પ્રથમ હુમલાની શરૂઆત કરી, પરંતુ ઓક્ટોબરની શરૂઆતમાં આ હુમલો બંધ કરવો પડ્યો.
પોલેન્ડ પર આક્રમણ બાદ સોવિયેત સંઘે બાલ્ટિક દેશોમાં લશ્કર ખસેડવા માંડ્યુ. નવેમ્બરના પાછલા સમયમાં સોવિયેત સંઘ દ્વારા સમાન દબાણના ફિનિશ પ્રતિકારના પગલે ચાર મહિના લાંબુ શિયાળુ યુદ્ધ થયુ, ફિનિશ આત્મસમર્પણ સાથે તે પૂરુ થયુ. ફ્રાન્સ અને યુનાઈટેડ કિંગડમે સોવિયેતના આ હુમલાને જર્મની તરફે યુદ્ધમાં પ્રવેશ સમાન ગણ્યુ અને તેના જવાબમાં સોવિયેતને રાષ્ટ્રસંઘમાંથી હાંકી કાઢવાની ધમકી આપી. ચીન પાસે આવા પગલા સામે વીટો વાપરવાની સત્તા હોવા છતાં પશ્ચિમિ સત્તાઓ અથવા સોવિયેત સંઘ સાથે પોતાને જોડવાની અનિચ્છા હોવાથી તેણે મત આપ્યો નહિ.આ પ્રકારના પગલાથી સોવિયેત સંઘ નારાજ થયુ અને પરિણામે ચીનને અપાતી તમામ લશ્કરી સહાય બંધ કરી. જુન 1940 સુધીમાં સોવિયેત સશસ્ત્ર દળોએ બાલ્ટિક દેશો પર કબજો મેળવી લીધો.
ફ્રાન્સના પતન પછી પેરિસમાં જર્મન દળો.
પશ્ચિમ યુરોપમાં બ્રિટિશ લશ્કર ખંડમાં રાખવામાં આવ્યુ, પરંતુ જર્મની અથવા અન્ય સાથીઓમાંથી કોઈએ પણ એકબીજા પર સીધા હુમલા કર્યા નહિ. સોવિયેત સંઘ અને જર્મની વચ્ચે ફેબ્રુઆરી 1940માં વેપાર સંધિ થઈ હતી, જેના લીધે બ્રિટિશ પ્રતિબંધની સામે મદદ માટે જર્મનીને કાચા માલનો પુરવઠો મળતો હતો અને તેના બદલામાં સોવિયેતને જર્મની તરફથી લશ્કરી તથા ઔદ્યોગિક સાધનો મળતા હતા સ્વીડન તરફથી આવતા આયર્નઓરના જહાજો કે જેને સાથીઓ અવરોધી શકે તેમ હતા તેની સલામતી માટે એપ્રિલમાં જર્મનીએ ડેન્માર્ક અને નોર્વે પર આક્રમણ કર્યુ. ડેન્માર્કે તરત જ હાર સ્વીકારી અને સાથીઓનું સમર્થન હોવા છતાં બે મહિનામાં નોર્વે કબજે કરાયુ. નોર્વે અભિયાનથી બ્રિટનમાં નારાજગીના પગલે વડાપ્રધાન નેવિલે ચેમ્બર્લીનના સ્થાને 10 મે, 1940માં વિન્સ્ટન ચર્ચિલ આવ્યા.
સાથીઓએ રહાઈન નદી ઉત્તર અને રુર્હની દક્ષિણ પાર કરી, મોટી સંખ્યામાં જર્મન દળોને ચારે ઘેરી લીધા, જ્યારે કે સોવિયેત વિએના તરફ આગળ વધ્યુ. પ્રારંભિક એપ્રિલમાં પશ્ચિમી સાથીઓએ આખરે ઈટાલીમાં આગળ ખસેડ્યા અને પશ્ચિમ જર્મની ફરતે સફાયો કર્યો, જ્યારે કે એપ્રિલ અંતમાં સોવિયેત દળોએ બર્લિનને ઘમરોળી નાખ્યુ; 25 એપ્રિલે એલ્બે નદી પર બંને દળો જોડાયા.
આ સમયગાળા દરમિયાન નેતૃત્વમાં અનેક ફેરફારો આવ્યા. 12 એપ્રિલના રોજ યુ.એસ. પ્રમુખ રુઝવેલ્ટ મૃત્યુ પામ્યા; તેમના બાદ હેરી ટ્રુમેન પ્રમુખ બન્યા. 28 એપ્રિલે ઈટાલિયન પાર્ટીસન્સે બેનિટો મુસોલિનિની હત્યા કરી[૧૬૨] અને બે દિવસ બાદ હિટલરે આત્મહત્યા કરી, ત્યાર બાદ ગ્રાન્ડ એડમિરલ કાર્લ ડોનિટ્ઝ સત્તા પર આવ્યા.[૧૬૩]
જર્મન દળોએ 29 એપ્રિલના રોજ ઈટાલીમાં અને પશ્ચિમ યુરોપમાં 7 મેના રોજ શરણાગતિ સ્વીકારી.[૧૬૪] આમ છતાં જર્મનોએ 8 મેના રોજ સોવિયેત સમક્ષ આત્મસમર્પણ ના કર્યુ ત્યાં સુધી પૂર્વીય મોરચે લડાઈ ચાલુ રહી. પ્રેગમાં 11 મે સુધી જર્મન લશ્કરના બાકી રહેલા લોકોનો પ્રતિકાર ચાલુ રહ્યો.
1944ના અંત સુધીમાં પેસિફક ક્ષેત્રના દ્રશ્યમાં અમેરિકન દળો લીટને સાફ કરતાફિલિપાઈન્સમાં આગળ વધ્યા. જાન્યુઆરી 1945માં તેઓએ લુઝોન પર ચડાઈ કરી અને માર્ચમાં મિન્ડાનો પર.[૧૬૫] બ્રિટિશ અને ચાઈનીઝ દળોએ ઓક્ટોબરથી માર્ચમાં ઉત્તરી બર્મામાં જાપાનીઓને હરાવ્યા અને ત્યાર બાદ 3 મે સુધીમાં બ્રિટિશે રંગૂન સુધી ધકેલ્યા.[૧૬૬] અમેરિકન દળોએ જાપાન તરફ પણ ગતિ કરી, માર્ચ સુધીમાં ઈવો જિમા અને જુન સુધીમાં ઓકિનાવા લીધુ.[૧૬૭] અમેરિકન બોમ્બરોએ જાપાની શહેરોનો નાશ કર્યો અને અમેરિકન સબમરીને જાપાનની આયાત અટકાવી.[૧૬૮]
11 જુલાઈના રોજ સાથી નેતાઓ પોસ્ટડેમ, જર્મનીમાં મળ્યા. તેઓએ જર્મની વિશેના અગાઉના કરારોની પુષ્ટિ આપી [૧૬૯] અને જાપાન દ્વારા બિનશરતી શરણાગતિની માગણીનો પુનરોચ્ચાર કર્યો, વિશેષરૂપે જાહેર કરાયુ કે, "જાપાન માટે વિકલ્પ ત્વરિત છે અને વિનાશ નોંતરનાર છે".[૧૭૦] આ સંમેલન દરમિયાન યુનાઈટેડ કિંગડમમાં સામાન્ય ચૂંટણી યોજાઈ અને ચર્ચિલના સ્થાને ક્લેમેન્ટ એટ્ટલી વડાપ્રધાનપદે આવ્યા.
જાપાને પોસ્ટડેમ શરતોનો અસ્વીકાર ચાલુ રાખ્યો ત્યારે, ઓગસ્ટની શરૂઆતમાં યુનાઈટેડ સ્ટેટ્સે જાપાનના શહેરો હિરોશિમા અને નાગાસાકિ પર અણુબોમ્બ ફેંક્યા. બે બોમ્બની વચ્ચે સોવિયેતે યાલ્ટામાં થયેલી સંમતિ અનુસાર જાપાન હસ્તકના મંચુરિયા પર હુમલો કર્યો. 15 ઓગસ્ટ 1945ના રોજ યુદ્ધનો અંત લાવતા જાપાને શરણાગતિ સ્વીકારી.[૧૬૪]