jivata jagatiyu - Momento Mori in Gujarati Motivational Stories by Deval Bhavsar books and stories PDF | જીવતા જગતિયું - મોમેન્ટો મોરી

Featured Books
Categories
Share

જીવતા જગતિયું - મોમેન્ટો મોરી

જીવતા જગતિયું - મોમેન્ટો મોરી 


શરદ પૂનમ ની રાત્રી હતી , લગભગ બે વર્ષ થી મધુભાઈ  અને બ્રિન્દાબેન વિચારતા હતા કે  અવેકઈન  અહીં આપડા નાના એવા ગામ થરાદ માં શરુ કરીયે.

          મધુભાઈ  પહેલી વાર થોડા વર્ષો પેહલા કેનેડા માં બ્રિન્દાબેન ને એક કોરિયન મહિલા ના ઘરે  અવેકઈન સર્કલ માં લઇ ગયા હતા. કોરિયન મહિલા સીરીકા રીકુ એ માથે એક સરસ ભૂરા કલર નો સ્કાફ બાંધ્યો હતો. બધાને એક સરસ મજાના સ્માઈલ સાથે સીરીકા આવકારી રહી હતી. તેના ઘરમાં તેની પાળેલી બિલાડી “સૂકુ” માટેની કરેલી વ્યવસ્થા બધાને અચંભિત કરી રહી હતી.  સૂકું ના નાના એવા સુંદર મજાના કેટ હોઉસ ઉપર તેણે નામ લખ્યું હતું “સૂકું પેલેસ”. આ મજાના કેટ હોઉસ થી સરું કરી ને ઉપર છત સુધી જવા માટે ગોળ ગોળ નિસરણી બનાવી હતી. આખા ઘર માં સૂકું ને ઉપર ઉપર હરવા ફરવા માટે બ્રિજ બનાવેલા હતા. એક રૂમ માં થી બીજા રૂમ માં જવા માટે સુંદર ટનલ બનાવી હતી. તેને જોઈને બ્રિન્દાબેન એ ધીમેથી મધુભાઈ ના કાનમાં કીધું કે સૂકું અને સીરીકા એક સંપૂર્ણ જોડી લાગે છે નહિ ? વિશ્વ માં કોઈ સૌથી સુખી હોઈ તો આ બે જ હશે. 

         ધીરે ધીરે બધા આવતા ગયા અને એક સુંદર મજાની ફૂલોની રંગોળી બનાવી હતી તેની આજુ બાજુ બેસતા ગયા. રંગોળી ની વચ્ચે વચ્ચે રંગ  બે રંગી કાચ ના કેન્ડલ હોલ્ડર લગાવેલા હતા જેમાં હજી કેન્ડલ જગાવેલી ના હતી છતાં સુંદર લગતા હતા. રંગોળી ની વચ્ચે કોઈ ભારતીય એન્ટિક શોપ માંથી લીધી હોઈ તેવી ત્રણ માળ ની સુંદર નૃત્ય કરતા મોરની પ્રતિકૃતિ વાળી દીવી હતી. પરંતુ કેનેડા ના ક્લચર પ્રમાણે અથવા તો ફાયર અલાર્મ ની બીકને લીધે તેમાં ઘી માં ઝબોળેલી વાટ ને બદલે આ સુંદર દીવી માં પણ કેન્ડલ જ હતી.  એક ખૂણા માં રાખેલ અરોમા હીટર માં થી ધીમી ધીમી જાસ્મીન ની સુગંધ આવતી હતી. થોડી વાર તો બ્રિન્દા બેન ને ખબર ના પડી કે આવી સરસ સુગંધ આવે છે ક્યાંથી પછી તેમનું ધ્યાન ખૂણા માં થી આવતા હલકા હલકા ધુંવા પાર ગયું, બ્રિન્દા બેન ને તેના ગામ થરાદ ની યાદ આવી ગયી. જયારે ક્યારેય મંદિર માં વાજિંત્ર (હાર્મોનિયમ) વાગતું ત્યારે  તેમને સમજાતું જ નહિ કે આ આવાજ આવે છે ક્યાંથી. 


          ઘરના દરેક ખૂણા માં જ્યાં જુવો ત્યાં નાની નાની અલગ અલગ સંસ્કૃતિ  ની ઝાંખી ઓ નજર આવતી હતી. ખાસ કરી ને ભારતીય , ચાઇનીસ અને જાપાની અથવા તો કોરિયન વિસ્તારોની જૈન અને બુદ્ધ ધર્મ ની સુંદર વસ્તુઓ નજર પડતી હતી. બ્રિન્દાબેન  મનમાં વિચારતા હતા કે આ જાપાની અને કોરિયન કેટલા સરખા લાગે છે જયારે મધુ ભાઈ નું સંપૂર્ણ ધ્યાન ગામ થરાદ માં આવું અવેકઈન સર્કલ  શરુ કરશું ત્યારે આપડે શું શું કરશું તે જ વિચાર માં હતું.  ભારતીય તો ઘણી બધું વસ્તુ ઓ થરાદ ના ઘર માં થી જ મળી જશે પણ જેમ વિદેશ માં દેશ ની વસ્તુ જોવા મળી તો કૈક અલગ જ આનંદ આવે છે તેમ દેશ માં જો કોઈ વિદેશ ની વસ્તુઓ મુકીયે તો લોકો ને કદાચ વધારે માજા આવે.  થરાદ ના ઘર માં ક્યાં સીર્કલ કરશું, શું શું  મૂકશું મધુ ભાઈ તો એક સુખદ સ્વપ્ન પ્રદેશ માં પ્રવેશતા પ્રવેશતા સીરીકા ને મળી ને કેનેડા ના કલચર પ્રમાણે સીરીકા ને ગળે મળી (ભેટી અથવા તો હગ કરી) ને સર્કલ માં નીચે બેઠા , તેને ખબર હતી બ્રિન્દા ઘૂંટણ ના ઓપેરશન ને લીધે નીચે નહિ બેસી સક એટલા તે સોફા પર એક જગ્યા ખાલી જોઈ ને તેની નીચે જ બેઠા.  બ્રિન્દાબેન કેનેડા માં નવા ના હતા ત્રણ વર્ષ થી મધુ ભાઈ ની સાથે છે છતાં હજુ પણ વિજાતીય સભ્યો એક બીજા ને ગળે મળે ત્યારે થોડું તો તેમને હજુ પણ  અજુગતું લાગતું જ. 


          જૈન ધર્મ ના ભગવાન મહાવીર ની માતા ને આવેલા ચૌદ સ્વપ્ન ચાંદીના ઝુમ્મર તરીકે એક ખૂણા માં લટકતા હતા તો બૌદ્ધ ધર્મ ના શ્લોકો સાથે નો રંગ બે રંગી પતાકાઓ નો વિશ્વ શાંતિ નો હાર બીજા ખૂણા માં બાંધ્યો હતો. 


          બધા પોત પોતાની જગ્યાએ બેસી ગયા પછી સીરીકા એ એક પછી એક બધી કેન્ડલ સળગાવી અને બધી લાઈટ બંધ કરી ધીધી. તેની બાલ્કની ના ખુલ્લા સ્લાઇડર માં થી દૂર CN ટાવર ની રોશની ઝળહળતી હતી. તેણે હાથમાં એક નાની એવી ઝાલર (કાંસા  ની રાઉન્ડ પ્લેટ ) લઇ અને બીજા હાથે એક આવીજ કાંસાની દાંડી લઇ ને ત્રણ વાર ઝાલર વગાડી. કદાચ ઘંટ કરતા થોડો મધુર અવાજ હતો ઝાલર નો. તેણે તેના મોહક, ધીમા અવાજ માં કોરિયન  ઝાંપાનીઝ એક્સેન્ટ વાલિ અંગ્રેજી માં વાત સારું કરી. કેવી રીતે અવેકઈન  સર્કલ  શરુ થયા તેની પૂર્વ ભૂમિકા આપી ને તેમણે સૂચનાઓ આપવાનું શરુ કર્યું . 


          સંપૂર્ણ અવેકઈન સીર્કલ દરમ્યાન દરવાજો ખુલ્લો રહેશે જેને પણ આવવું હોઈ તે આવી શકે અને જેને પણ જવું હોઈ તે જઈ શકે છે  પરંતુ અવાજ કર્યા વિના. ત્રણ ઝાલર ના અવાજ સાથે  અવેકઈન સીર્કલ  ની શરૂઆત કરીશું. શરૂઆત ની ચાર  મિનિટ અલેક્સા એક સર્વધર્મ સમભાવ ની પ્રાર્થના વગાડશે પછી છવ્વીસ  મિનિટ આપડે મૌન માં બેશશૂ. જેઓ માટે શકય હોઈ તે આંખો બંધ કરી શકે છે. અવેકઈન સીર્કલ  માં મૌન સિવાય બીજો કોઈ નિયમ નથી. આ ત્રીસ મિનિટ દરમ્યા આપડે આપણા કોઈ પણ વિચારો કે યાદો ને વાગોળી શકીયે છીએ. જો કોઈ સહાયક વિચાર ના હોઈ તો વચ્ચે રાખેલ પથ્થર પાર લખેલા શબ્દ અને RSVP ના રિસ્પોન્સ માં આવેલ ઇમેઇલ ના અર્ટિકેલ પાર પણ વિચાર કરી શકાય “મોમેન્ટો મોરી - મૃત્યુ નિશ્ચિત છે” 


          ત્રીસ મિનિટ પૂર્ણ થઇ પછી ફરીથી ત્રણ વાર ઝાલર વગાડીશું અને પછી ધીમે ધીમે આપ સૌ આંખો ખોલી શકો છો. મૌન સર્કલ પછી આ “મોમેન્ટો મોરી” લખેલ પથ્થર ફેરવશું અને જેની પાસે આ પથ્થર હોઈ તે પોતાના વિચારો સંક્ષેપ માં રજુ કરી શકે છે. આ સર્કલ ઓફ શેરિંગ પછી આપડે લાઈટ બંધ રાખી ને સંપૂર્ણ મૌન માં જ સાદું ભોજન કરીશું. ભોજન પછી લાઈટ ચાલુ થશે અને પછી આપણે છુટા પડસુ અથવા તો વધુ સત્સંગ માટે જેમને અનુકૂળતા હોઈ તે બેસી શકે છે. 


          આ સૂચના સાથે સીરીકા એ વચ્ચે ની ભારતીય દીવી ના ત્રણેય લેયર માં કેન્ડલ પ્રગટાવી અને ફાઇનલ એક નાઈટ લેમ્પ ચાલુ હતો તે પણ બંધ કર્યો અને ઝાલર ના ત્રણ રણકાર સાથે તેણે અલેક્સા ને કહ્યું “મંગલ પ્રેયર” અને અલેક્સા રણઝળી ઉઠી. 


          મધુભાઈ સર્કલ માં નીચે બેઠા હતા અને બ્રિન્દા બેન બીજા બે ત્રણ જણા સાથે પાછળ સોફા પર બેઠા હતા. બીજા થોડા લોકો સર્કલ ની પાછળ ની સાઈડ, બિન બેગ્સ પર અને બે ત્રણ ડાઇનિંગ ટેબલે ની ખુરશીઓ પર બેઠા હતા.  મધુ ભાઈએ તો પેહલા પણ એક બે વાર અવેકઈન સર્કલ એટેન્ડ કાર્ય હતા પરંતુ બ્રિન્દા બેન માટે તો અનુભવ એકદમ નવો હતો. શરુ શરુ ની થોડી મિનિટ તો સર્વ ધર્મ સમભાવ પ્રાર્થના ચાલી ત્યાં સુધી તો ઠીક હતું કે કોઈક અવાજ નું અવલંબન હતું પરંતુ પ્રાર્થના પછીની શાંતિ મુશ્કેલ તો હતી જ પરંતુ  સાથે સાથે મુંજવતી પણ હતી. એમાં પણ “મોમેન્ટો મોરી - મૃત્યુ નિશ્ચિત છે” તે વિચાર જ નિરાશા - ડિપ્રેશન લાવવા માટે પૂરતો હતો. 


          થોડી મુશ્કેલ તો પડી પણ જાસ્મીન ની ફેલાયેલી હલ્કી હલ્કી સુગંધ એ થોડો સહકાર આપ્યો. અવેક ઈન સર્કલ ની પ્રથમ ત્રીસ મિનિટ પુરી થઇ ત્યારે ત્રણ ઝાલર ના રણકાર સાથે મધુ ભાઈ એ આંખો ખોલી અને બ્રિન્દા બેન સામે જોયું, બંનેના હલકા સ્મિત એ એકબીજાને ઘણું બધું કહી દીધું. ત્રણ વર્ષ ના કેનેડા ના રહેવાશ માં આ ત્રીસ  મિનિટ અત્યાર સુધી ની કદાચ સૌથી લાંબી ત્રીસ મિનિટ હશે.  આઈંસ્ટાઈન ના સાપેક્ષવાદ ને અવગણી ને ટોરોન્ટો અને તેના ડાઉનટાઊન પર રહેતા સૌની પૃથ્વી પરની ગતિ સરખી હોવા છતાં આ રૂમ માં બેઠેલા સોળ  લોકો માટે ચોક્કાસ પણે સમય ઘીમો - એકદમ ધીમો થઇ ગયો હતો. પૃથ્વી ના સૂર્યની સાપેક્ષના સ્થાન સિવાય માણસ પાસે સમય માપવાનો કોઈ માપદંડ નથી, પરંતુ જો હોત તો ચોક્કસ આ સોળ  લોકો  એ આ ત્રીસ મિનિટ નું  જીવન  ત્રીસ કલાક જેટલું તો જીવ્યું જ હતા. 


          આંખ ખોલ્યા પછી થોડું સરળ તો લાગ્યું પરંતુ હજુ મૌન તો ચાલુ જ હતું માત્ર “મોમેન્ટો મોરી” લખેલો પથ્થર જેની પાસે હોય તેને જ બોલવાનું હતું. છતાં શ્રવણેન્દ્રિય નો વપરાશ મૌન ના પરિતાપ ને ઘણો ઓછો  કરી રહો હતો . આમ તો મધુ ભાઈ માટે પણ આવા સર્કલ માં આવા વિષય પાર બોલવું થોડું તો અઘરું હતું જ પરંતુ બ્રિન્દા બેન માટે તો બહુજ મુશ્કેલ હતું. તમણે તો ગૃહિણી તરીકે અહીંયાની તેમની થોડી ભારતિય મિત્રો , મધુભાઈ અને તેમના બે સંતાનો સિવાય કોઈની સાથે વાત કરી જ નથી. 

          જયારે બે ત્રણ જણા ના જુદા  જુદા એકસેન્ટવાળી  તૂરી ફૂટી ઇંગલિશ સાથે ના શેરિંગ  થયા પછી એક વૃદ્ધા એ “મોમેન્ટો મોરી” પથ્થર ને પગે લાગી , આંખે લગાડી ધીમેથી “પાસ” બોલીને બાજુવાળા ના હાથ માં મુકી દીધો તે જોઈને બ્રિન્દા બેન ના જીવમાં જીવ આવ્યો. હવે તેમાં ખબર હતી કે તેમણે  શું બોલવાનું છે. 


          લગભગ સોળમાંથી દસ થી બાર વ્યક્તિઓ એ મોમેન્ટો મોરી , મૃત્યુ , જીવન અને પુનર્જન્મ પર સુંદર વિચારો રજુ કર્યા. રોનાલ્ડો યુવાન યુરૉપ નો રહેવાશી હતો, તેણે તેના ત્યાંના રિવાજ ની વાત કરી “મોમેન્ટો મોરી”. તેના મિત્રો અને કુટુંબીઓ એ તેના પચીસ માં જન્મ દિવસ પર તેની અંતિમ વિધિ ની જાહેરાત કરી. યુરોપ માં એવો રિવાજ છે કે જેમાં રેન્ડમ જન્મ દિવસ પાર વ્યક્તિ ને કહ્યા  વગર તેની અંતિમ યાત્રા નું આયોજન કરવા માં આવે છે. 


          ચર્ચ માં અંતિમ વિધિ માં હોઈ તેવો શણગાર  કરવા માં આવ્યો હતો. ચર્ચ માં પહોંચતા જ હું સમજી ગયો હતો કે આજે મારે મારવાનું છે. બધા લોકો હસી પડ્ય , કદાચ હાસ્ય અને રુદન ને મૌન નો જ પ્રકાર ગણવામાં આવતો હશે. બ્રિન્દા બેન પણ હસતા હસતા વિચારતા હતા  કે મૌન કરતા તો હાસ્ય ઘણું સહેલું છે. રોનાલ્ડો એ પોતાની વાત આગળ ચલાવી. 


          ચર્ચ ની વચ્ચોવચ્ચ કોફીન સજાવીને રાખવામાં આવયું હતું. બધું જ અંતિમ યાત્રા ના કોફીન જેવુંજ હતું પરંતુ આ કોફીન માં મોટા મોટા કાણાઓ બધી બાજુ રાખવામાં આવ્યા હતા જેથી હું મારી અંતિમ યાત્રા ને સારી જોઈ શકું મણિ શકું. મને એ કોફીન માં સુવરાવી દવામાં આવ્યો અને ચર્ચ ના પાદરી એ મારા ફોટા પાસે મીણબત્તી સળગાવી અને મૃત્યુ ના સાતત્ય ની વાત સમજાવી પોતાની વાત શરુ કરી. 


          હું અંદર સૂતો સૂતો બધું જોઈ અને સાંભળી રહ્યો હતો. મારા ફોટા પાસે સળગાવેલી મીણબત્તી જોઈને મને જે વિચાર આવ્યો તે વિચાર જોઈને મારા પોતાના થી હસી જવાયું . વિચાર ના મને જીવન નો આવ્યો કે ના મૃત્યુ નો, મને વિચાર આવ્યો કે મારા મૃત્યુ પછી મીણબત્તી કરવા માટે એક સારો ફોટો તો જોઈશે જ. 


          ઘણા બધા મિત્રો,  ઘણા બધા કુટુંબીજનો , ઘણા સહ કાર્યકર્તાઓ અને ઘણા તો એકદમ અજાણ્યા લોકો (કદાચ ચર્ચ માં દર રવિવારે આવતા ધાર્મિક લોકો ) એં પણ મારા મૃત્યુ (અત્યારે તો કાલ્પનિક જ) પર મને યાદ કર્યો. ઘણી વાતો પર અંદર સુતા સુતા જ મને હસવું આવી ગયું તો ઘણી વાતો પર આંખો પણ ભીની થઇ ગઈ. ઘણી વાતો એવી પણ હતી કે મને એમ થયું કે આવી નાની નાની વાતો પણ લોકો ને યાદ રહે છે, મિત્ર ની સાથ અડધી રાતે પીધેલ ચા , કઝીન ને  આપેલ  ડેઝર્ટ ની સેન્ડ, મમ્મી એ મારા માથા માં નાખેલ તેલ , ભાઈ ની સાથે ની મીઠી મજાક કે જેમાં મેં તેની મજાક માં ખુરશી ખેંચી લીધી હતી અને તે પડી ગયો હતો.અને તેને હજી તે નાનપણ નો શબ્દ યાદ હતો  “કેમ ઢીંઢા ભાંગી ગયા ને ?” 


          આખા પ્રસંગ માં એટલા બધા વિચારો, લાગણીઓ વહી પણ માત્ર એક જ વિચાર ના આવો કે જો આ ખરેખર મારો અંતિમ દિવસ હોત  તો ….


        માણસ સુખનું સંશોધન હંમેશા  અન્ય માં કરે છે અને હંમેશા માને છે કે મોટા કામ, મોટી સફળતા, મોટી સંપત્તિ આ બધી વસ્તુ ઓ જ સુખ આપે છે. પણ આજે મને સમજાણું કે સુખ અન્ય માં અને મોટા માં નહિ પણ પોતાના માં અને નાની નાની વસ્તુ ઓ માં હોઈ છે. કોઈએ મારી ગાડી , બંગલો , સંપત્તિ કે સફળતા ની તો વાત જ  ના કરી (થોડા સહ કાર્યકર્તા અને અજાણ્યા લોકો સિવાય) , મારા નજાકનાં બધા માટે મારી સાથે વિતાવેલ નાની નાની પળો જ મહત્વની હતી તે જ તેમને યાદ હતી. 


         દરેક સોળ એ સોળ  જણા ની આંખ માં આંશુ હતા. ફરતો ફરતો પથ્થર  બ્રિન્દા બેન ના હાથ માં આવ્યો, બ્રિન્દા બેન  નું તો નક્કી જ હતું કે શું બોલવાનું છે પણ આ વિષય જ એટલો જબરજસ્ત હતો કે ચાહવા છતાં પણ બ્રિન્દા  બેન પથ્થર ને પગે લાગ્યા પછી પણ બાજુમાં પાસ ના કરી શક્યા.

          જ્યારે રોનાલ્ડો પોતાનો મોમેન્ટો મોરી નો પ્રસંગ કેહતો હતો ત્યારે બ્રિન્દા બેન ના મગજ માં મંગુ માશી અને તેણે કરેલું જીવતા જગતિયું જ યાદ આવતું હતું. બ્રિન્દા બેન એ જટલી હતી એટલી બધી હિમ્મત ભેગી કરી ને તેમની ભાંગી તૂટી ઇંગલિશ માં પોતાની વાત શરુ કરી. 


          અવેકઈન સર્કલ ની આ જ સૌથી મોટી સુંદરતા છે કે અહીંયા સારા વક્તાઓ નથી હોતા પણ આ ત્રીસ મિનિટ નું મૌન સૌને સારા શ્રોતા જરૂર બનાવી દે છે. 


         મંગુ માસી આમ તો ભાગલા પેહલા ના પાકિસ્તાન પ્રાંત ના એક હિન્દૂ વણિક પરિવાર ના વહુ હતા. જયારે ભાગલા પડ્યા ત્યારે કહેવાય છે કે તેઓ પાકિસ્તાન થી જેટલું લઇ શકાય તેટલું લઇ  ને ભાગી આવ્યા હતા. રસ્તામાં તેમના પતિ દંગાઈ ઓ દ્વારા મારી નાખવા માં આવ્યા, અને કદાચ મંગુ માસી ની પહેલાજ એકાદ ટ્રેન માં લાશો ના ઢગલા વચ્ચે તેમની લાશ પણ ગુજરાત પહોંચી ગઈ હશે. મંગુ માશી ને સરકાર દ્વારા વરતેજ નામના એક ગામમાં ત્રણ  માળ ની એક હવેલી આપવામાં આવી, કદાચ તે પણ મંગુ માશી જેમ જ કોઈ મુસ્લિમ પરિવાર એ છોડી ને પાકિસ્તાન જવાનું નક્કી કર્યું હશે તેમની હતી. મને હજુ યાદ છે મારી બા કેહતી કે આ હવેલો માં નીચેના ફળીયા માં બદામ ના ઝાડ ની નીચે એક મંદિર માનવી ને તેમણે પાકિસ્તાન થી  સાથે લાવેલ કાના બાપાની ઓછા માં ઓછા 500 ગ્રામ સોનાની મૂર્તિ હતી તે મુકાવી હતી. કેમ તે તો ખબર નહિ પરંતુ ગામ ના બધા તેને મકાતી નું મંદિર કેહતા, કદાચ જે  મુસ્લિમ પરિવાર આ મકાન છોડી ને ગયું તેમની અટક  મકાતી હશે. 


         સંપત્તિ અને જાહોજલાલી થી સારું જીવન જીવી શકાય તો હા મંગુ માશી એ આખા ગામ કરતા સારું જીવન જીવ્યું હતું. ગામની સૌથી મોટી હવેલી તેમની હતી, ગામની સૌથી પેહલી કાર તેમના ઘરે આવી હતી, ગમાનૌ સૌથી પેહલું રેડીઓ નું લાઇસન્સ તેમને મળ્યું હતું. ગામનું સૌથી પહેલું ટીવી તેમના ઘરે આવ્યું હતું.ગામમાં સાધુ સંત સૌથી પેહલા તેમના ઘરે આવતા. ગામના જગન્નાથ જી ની રથયાત્રા ના દિવસ કચરો વાળવાનો લાભ તેમને મળતો. 


          સુખની વ્યાખ્યા જો તેમના સિવાય ના કોઈ પણ ગામ વાસી કરે તો મંગુ માસી માત્ર ગામના નહિ આખા વિશ્વ માં સૌથી સુખી વ્યક્તિ હતા. પણ જ્યારે મંગુ માસી એ માત્ર અડતાલીશ  વર્ષ ની ઉંમરે જીવતા જગતિયું કરવાનું જાહેર  કર્યું ત્યારે આખું ગામ આશ્ચર્ય માં હતું. મોટા ભાગે સીતેર કે એંશી પછી લોંગકો જીવતા જગતિયું કરવાનું વિચારતા હોઈ અને તે પણ જેમના જીવન માં બહુ દુઃખ હોઈ કે જીવન થી કોઈ પ્રેમ ના રહ્યો હોઈ. 


          જીવતા જગતિયું એ કદાચ યુરોપ ની આ મોમેન્ટો મોરી પ્રથાનું જ ગુજરાતી નામ હશે. પણ જીવતા જગતિયું વ્યત્કિ પોતે આયોજન કરે જયારે મોમેન્ટો મોરી માં લોકો મિત્રો આયોજન કરે. જીવતા જગતિયા માંજમણવાર થાય અને મોમેન્ટો મોરી ની સભા ભરી ની સ્પીચ આપવા ને બદલે વન તો વન ખરખરો કરવા માં આવે. લગભગ આખું ગામ આવ્યું બધા એ મંગુ માસી ને મળી ને તેમના સારા ગુણો , સારા કર્યો ના વખાણ કર્યા . પરંતુ સૌના મોઢે જતા જતા એકજ વાર હતી “કાશ મંગુ માશી નું કોઈક હોત” 


         બ્રિન્દા બેન એ ભારે હૃદય અને ભીની થઇ ગયેલી નીચી આંખો સાથે મોમન્ટ મોરી ના પથ્થર ને ફરી એક વાર આંખે લગાડ્યો અને બાજુ માં પાસ કર્યો.અને મધુ ભાઈ ની સામે જોઈ ને મનમાં જ વિચાર્યું “કાશ આપણે પણ કોઈક હોત …!” 


અસ્તુ ….!
દેવ ભાવસાર