Aadi in Gujarati Fiction Stories by Hadiya Rakesh books and stories PDF | આદિ

Featured Books
Categories
Share

આદિ

આણંદ વિધાનગર ના એક ગાર્ડન માં એક અલાયદી જગ્યા પર આવેલા એક બાંકડા પર એક ૨૫ વર્ષ ની નવયુવાન છોકરી બેઠી હતી...તે ત્યાં બેઠેલી હતી પણ હકીકતમાં માં તે પોતે ત્યાં નહોતી તે તો સામે રહેલાં તળાવ ના સ્થિર પાણી ને જોઈ ને તેના પોતાનાં મન ના વિચારો ના વમળ માં ખોવાઈ ગઈ હતી....એક છોકરી કે જે યુવાન હતી તેનો દેહ, તેનો શરીર નો બાંધો ભરાવદાર અને માંસલ હતો, તેની કમર એક ખજૂરાહો ના શિલ્પ કૃતિ જેવી લચીલી હતી અને તેમાંથી વહી રહ્યું હતું એક પ્રેમ ભરી ઉષ્મા નું ઝરણું, તેની આંખો એકદમ અલગ હતી આ વિશ્વ માં રહેલા ૮,૨૭૦,૫૮૯,૫૫૬ લોકો થી અલગ હતી, એ આંખો માંથી માત્ર તમને એક મસ્તી જ દેખાય ,એક પ્રેમ દેખાય, એક એવું ઊંડાણ દેખાય કે તમે તેમાં પડ્યા વગર રહો જ નહીં, એનું વક્ષ સ્થળ એક પ્રકાશ નું કિરણપુંજ રેલાવી રહ્યું હતું એ કિરણ માં હતો માત્ર ને માત્ર એક પ્રેમ એક હૂંફ; જો એ કોઈને પણ તેની છાતી સર્પો છાપી દેય તો એમાંથી નીકળે એક પ્રેમ નું અવિરત વહેતું ઝરણું કે જેની સાથે છે એક ઉષ્મા નું લયબદ્ધ કિરણ... એ વિચાર કરી રહી હતી એ ઘટનાં ના કે જેના પડઘાં તેના જીવન માં પડ્યા હતાં, એ જીવન ના કે જે તે પાછલા પાંચ વર્ષો માં જીવ્યું હતું, એક એવી વસ્તુ એક એવી ઘટના માં ખોવાઈ ગઈ હતી કે જે તેના જીવન માં થોડા જ સમય પહેલાં બની હતી કે જે ન ભૂતો ન ભવિષ્યતી હતી કે જે ન તો ક્યારેય કોઈ ના જીવન માં થઈ હતી ના તો ક્યારેય કોઈના જીવન માં થવી જોઈએ.... એ પાણીના વમળ માં સ્થિર રહેલી અદિતિ ની દૃષ્ટિ પહોંચી ગઈ હતી એક એવા વ્યક્તિ પાસે કે જે ત્યાં હાજર ના હતો, ત્યાં જ નહીં પણ આ દુનિયા ના કોઈ પણ છેડે એ નહોતો, હકીકત માં તો એ આ દુનિયા નું પાત્ર જ નહોતું,એ આ દુનિયા માં જીવી જ નહોતો રહ્યો !!!... અદિતિ ખોવાઈ ગઈ હતી એ રામ ના વિચારો માં... રામ એક એવો માણસ હતો કે જ્યારે આખીયે સૃષ્ટિ ને ઘડી નાખી હશે અને પછી દીનાનાથ નવરો પડ્યો હશે ત્યારે એણે રામ ને ઘડ્યો હશે !!!... એક પાતળું શરીર પણ તેની આત્મા પાતળી નહોતી એ તો ખૂબ જ જાડી અને ભરાવદાર હતી કે જેમાં પુરીય દુનિયા સમાવી શકાય, એનું હૃદય હમેંશા ધબકતું રહેતું પણ ક્યારેય એના પોતાના માટે નહીં પરંતુ એની આજુ બાજુ રહેલાં લોકો માટે, એના હાથ ની હથેળી પર અગણિત કરચલીઓ હતી કે જે એના જીવન માં ઘટેલી ઘટનાઓ ની એક માત્ર નિશાનીઓ હતી , એનો ચહેરો એક વ્યવસ્થીત અને સારો હતો પણ એટલો બધો પણ સારો નહોતો લાગતો... હા એ માણસ ક્યારેક ખૂબ જ બોલતો, ક્યારેક ખૂબ જ હસતો પણ ક્યારેક એ ચુપ થઈ જતો ખોવાઈ જતો ક્યાંક બીજી દુનિયા માં અને હકીકત માં એ તો હતી એની સપનાં ની દુનિયા ; જે જીવન તે અહીં પૂરું ના કરી શક્યો તે સપનાં પૂરા કરતો એ તે દુનિયા માં !!!... પણ અદિતિ ને એ રામ નો ચહેરો સરખો યાદ નહોતો આવી રહ્યો પણ શા માટે એવું એ મન માં ને મન માં વિચારીને રડતી કે એવું કેમ શા માટે મને મારો ચહેરો સરખો યાદ આવે છે, હું આખીયે દુનિયા ના ચહેરા જોઈ શકું છું પણ શા માટે હું રામ નો ચહેરો નથી યાદ કરી શકતી?? એ બધી જ વાતો ને રડતાં રડતાં યાદ કરીને એ ખોવાઈ જાય છે એક ઘટનાં માં કે જે એનાં માનસપટ પર છવાઈ ગઈ હોય છે, એ ખોવાઈ જાય છે એ ઘટનાં માં કે જે એ જીવી ચૂકી હોય છે પણ એ ઘટનાં ને હવે પાછી યાદ કરવા નથી માંગતી, એ ખોવાઈ જાય છે એ ઘટનાં માં કે જેનું એક માત્ર અનન્ય સાક્ષી પાત્ર એ પોતે જ હોય છે... એ ઊંડી સરી પડે છે એ ઘટનાં માં.... જ્યારે બન્ને વ્યક્તિઓ જોડે બહુ ખુશ હોય છે બન્ને એક બીજાને પ્રેમ કરતા હોય છે એમણે પાંચ વર્ષો ની સફર જોડે જીવી હોય છે... રામ એનો સિનિયર હોય છે અને એ અદિતિ નાં જીવન માં કોલેજ ના પહેલાં વર્ષ માં આવે છે અને આવતાં ની સાથે જ એનાં માનસપટ પર છવાઈ જાય છે,એની છાપ અદિતિ ના મન માં છોડી જાય છે... ક્યારેય એ બન્ને એ એક બીજાને પ્રેમ નું પ્રસ્તાવ કર્યું ના હોય છતાં પણ એ બન્ને એક બીજાના એક બીજા માટે રહેલાં પ્રેમ ને ઓળખતા હોય છે જાણતા હોય છે... બસ ક્યારેય એક બીજાને કહી નથી શક્યા... એ બંને ખૂબ મળે છે એક બીજાને, ખૂબ સાથે રહે છે એક બીજાની... અને આમ ને આમ પૂરી થઈ જાય છે બન્ને ની કોલેજ ના જીવન ની એ સુવર્ણ સફર.... એ બધું જ થયા પછી એ બંને પોતાના જીવન માં બધું જ પામી લે છે અને પોતાના લક્ષ્ય પૂરા કરીને એ બન્ને મળે છે પોતાના શહેર થી દૂર એક નહેર પાસે અને બંને ત્યાં બેસે છે... એક નીરવ શાંતિ છવાયેલી હોય છે બન્ને વચ્ચે એક સફર જીવી ગયા ની ખુશી હોય છે બન્ને ના હૃદય માં.. ભલે કઈ જ પામ્યું ન હોય પણ કંઈક તો પામ્યા ની ખુશી હોય છે... કંઈક એવું જે એ બન્ને ક્યારેય આ દુનિયા સામે નહીં લાવી શકે, કંઈક એવું કે જે આ દુનિયા ને ક્યારેય કહી ના શકાય એવું પામી લીધું હોય છે બન્ને એ.. બન્ને એ પ્રેમ પામી લીધો હોય છે કે જેની સાબિતી નથી કે ના તો ક્યારેય સાબિત કરી શકવાના આ દુનિયા સામે... પણ એ બન્ને ખોવાયેલા હોય છે આ નીરવ શાંતિ માં, એક બીજાના હૃદય માં રહેલા પ્રેમ માં... અને બસ એ શાંત રહીને જ એ છૂટા પડે છે અને એ છૂટા પડે ત્યારે રામ અદિતિ ના કપાળ પર એક લાંબુ ચુંબન કરે છે કે જેનો મતલબ રામ માટે એટલો જ કે હું તને ઘણો પ્રેમ કરું છું... અને અદિતિ રામ ના ગાલ પર એક ચુંબન છોડે છે કે જેનો મતલબ અદિતિ માટે એટલો જ કે હું પણ... આ બન્ને ને ખબર હોય છે કે હવે ક્યારેય આપણે નથી મળી શકવાના આ દુનિયામાં... કદાચ મળશું તો એ જગત માં, એ દુનિયા માં કે જ્યાં આપણા બન્ને સિવાય કઈ જ નહીં હોય, ખાલી હઈશું તો આપણે બંને અને આપણી વચ્ચે રહેલો અપાર પ્રેમ... અને તે બન્ને પકડે છે ત્યાંથી પોત પોતાનો રસ્તો અને નીકળી પડે છે એક નવા સફર પર.... હવે આગળ શું થવાનું એ અદિતિ જાણતી નથી હોતી પણ થાય છે એવું કે એ બસ ત્યાંથી નીકળી હોય છે પોતાની કાર માં અને બસ રસ્તા પર જઈ રહી હોય છે અને ત્યાં જ એની આંખો બંધ થઈ જાય છે એ જ રસ્તા પર... અને જ્યારે એ ઊઠે છે ત્યારે તે જોવે છે પોતાને હોસ્પિટલ ના બેડ પર... સામે હોય છે પોતાના મમ્મી પાપા અને એનો ભાઈ ભવ્ય.... અને પોતાનાં થોડી મિત્રો... એ પૂછે છે બધાય ને કે આ હું ક્યાં છું અહીં શું કરી રહી છું; રામ ક્યાં?? બસ આટલું પૂછતાં જ તેની સાથે સામે રહેલાં લોકો ના આંખ માં આંસુ આવી જાય છે... અદિતિ ગભરાય જાય છે કે કેમ રડો છો તમે બધાં શું થયું છે મારા રામ ને ???... પણ કોઈ કશું જ બોલતું નથી એટલે તે ત્યાં બેડ પરથી ઊભી થઈને દોડવા જાય છે અને ગોતે છે પોતાના રામ ને... પણ જેવી તે રૂમ ના દરવાજે પહોંચે છે કે ત્યાં તેની નઝર જાય છે દરવાજા પાસે રહેલાં અરીસા પર અને એ અચાનક જોય જાય છે પોતાની જાત ને.... પણ હજુ એ કશું જ વિચારે તે પહેલાં તો એની નઝર જાય છે પોતાના ચહેરા પર રહેલી આંખો માં ... આ આંખો ને જોય ને એ રાડ પાડી ઊઠે છે, બરાડો કરી ઊઠે છે કે આ આંખો તો મારી નથી ,એક મિનિટ આ આંખો મારી નથી પણ મેં ક્યાંક જોયેલી છે આ આંખો ને... અને એ આંખો માં ખોવાઈ જાય છે પણ એને તો એ આંખો માં " આદિ "દેખાય છે અને એને આ આંખો જોય ને યાદ આવે છે કે આ આંખો તો રામ ની છે !!!... એકી સાથે એના માનસપટ પર સવાલો નો મારો થઈ જાય છે કે આ આંખો મારા ચહેરા પર ??.. રામ ક્યાં છે ?? એની આંખો મારા ચહેરા પર શા માટે ?? આ વિચારો કરીને એના આંખ માં આંસુ હોય છે અને સાથે સાથે એટલા બધા સવાલો પણ.... એ ત્યાં ઊભેલા બધા જ લોકો ને પૂછે છે, હલાવી હલાવી ને પૂછે છે કે આ બધું શું છે,શું છે આ બધું ??... ત્યારે ત્યાં ડોક્ટર આવે છે અને અદિતિ ને શાંત પાડીને કહે છે આ આંખો એક એવા વ્યક્તિ ની હોય છે કે તમારું જ્યારે અકસ્માત થયું હોય છે ત્યારે એ જ સમયે એનું પણ અકસ્માત થયું હોય છે અને જ્યારે તેને લાવવામાં આવે છે આ હોસ્પિટલમાં ત્યારે એ વ્યક્તિ માત્ર એટલું જ બોલ્યો હોય છે કે ડોક્ટર સાહેબ મેં તો મારું જીવન જીવી લીધું બસ હવે આ આંખો અત્યારે જીવી રહી છે એને એક જરૂરિયાત મંદ વ્યક્તિ માં ફેરવી નાખજો કે જે મારી આંખો થી આ ખૂબસુરત દુનિયા ને જોઈ શકે અને પોતાની જાત ને પણ !!!!અને એ બોલતાં ની સાથે જ એ દમ તોડી બેસે છે અને એનું મૃત્યુ થાય છે અને ત્યારે જ તમે પણ આ હોસ્પિટલમાં આવ્યા હોય છો અને તમારું આખુંય શરીર ઠીક ઠીક કામ કરી રહ્યું હોય છે સિવાય કે તમારી આંખો... અને બસ અમે એ આંખો તમારા શરીર માં ફેરવી નાખી !!!.. આ સાંભળતા ની સાથે જ અદિતિ બેભાન થઈ જાય છે અને જ્યારે જાગે છે ત્યારે પોતાની જાત ને પોતાના ઘરે જોવે છે... અને પછી બસ એ એકલી રહીને પોતે એ જગ્યાં પર વારંવાર જાય છે કે જ્યાં બન્ને હમેશા જતા અને ત્યાં જઈને જોવે છે પોતાને અને આ દુનિયા ને પરંતુ એ ક્યારેય જોઈ નથી શકી રામ ને કે ના તો પહોંચી શકી છે રામ પાસે...કારણ કે એની આંખો તો રામ ની હોય છે અને રામ ની આંખો માં ક્યારેય રામ પોતે હતો જ નહીં; રામ ની આંખો માં તો બસ હમેશા "આદિ " અને આ દુનિયા જ હોય છે !!!... અને આ બધાં જ મન નાં વિચારો ના વમળ થી એ પાછી ફરે છે અને ધીમે પગલે ચાલતી થાય છે પોતાના રસ્તે....

(આદિ= પહેલું, પ્રારંભ, સૌથી પ્રથમ, કે જે દુનિયા ની શરૂઆત માં હતું અને અંત માં પણ એ જ હશે... કારણ કે સૃષ્ટિ ની શરૂઆત પણ એક બિંદુ થી જ થઈ છે અને અંત પણ એક બિંદુ માં જ હશે!!!...)