આ મારી મૌલિક અને સંપૂર્ણ રૂપે કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવવામાં આવેલ સ્થાનો, નામો અને અન્ય વસ્તુઓ બધી કાલ્પનિક છે. આ કૃતિ સાઈકો સસ્પેન્સ થ્રિલર છે અને મારી મૂળ રચના છે. તો મહેરબાની કરીને બીજા કોઈની રચના સાથે આ રચના ને ના જોડે. અને જો આ રચના અન્ય કોઈ સાથે મળતી આવતી હોઈ તો તે પૂર્ણ રૂપે એક આકસ્મિક સંજોગ હશે. અને કૃપા કરીને વાંચીને તમારા પ્રતિભાવ જરૂરથી આપજો.
આભાર!
*********************
મધ્યરાત્રિના સમયે, શહેરની બહાર નીકળતા નિર્જન રસ્તા પર એક કારને કોઈ ખૂબ જ પૂરપાટ ઝડપે હંકારી રહ્યું હતું. તે કાર શહેર થી એટલા દૂર આવી ગઈ હતી કે તે જે રસ્તા પર હતી ત્યાં રસ્તાની બંને બાજુ જંગલો દેખાવા લાગ્યા હતા. એ રસ્તો જંગલની બરાબર વચ્ચે નો અને શહેર થી દૂરનો હતો.
થોડા અંતર કાપ્યા બાદ તે કાર એક ઝાંડી ઝાંખરા ના આગળ આવીને રોકાઈ કે તે જ સમયે મુશળધાર વરસાદ વરસવાનો ચાલુ થયો. અંદર બેઠેલા વ્યક્તિએ ધીમેથી દરવાજો ખોલ્યો અને એક કદમ બહાર મૂક્યો.
તે વ્યક્તિએ હમણાં આખા કાળા રંગ ના કપડા પહેરેલા હતા. કાળી હુડી જેની ટોપી તેણે માથા ને અડધેથી ઉપર ઢાંકી નાખે એવી ઓઢેલી હતી. સાથે તેના પર કાળી ટોપી અને કાળુ માસ્ક ચઢાવેલું હતું. જેમાં ફક્ત ને ફક્ત તેની ઘેરી કથ્થાઈ આંખો ચમકતી હતી. તેણે હાથો માં પહેરેલા કાળા ગ્લવસ પણ કોણીથી ઉપર સુધીના ચડાવેલા હતા. પગ મા પહેરેલ બુટ પણ કોઈ મામૂલી ના હોઈ કોઈ ખેડૂત ના ખેતી કામ માં મદદ રૂપ થાય તેવા જાડા ચામડા ના હતા.
તે વ્યક્તિ એ આજુબાજુ બધે નજર દોડાવી અને આસપાસ કોઈ ના હોવાની પૂરેપૂરી ખાતરી કર્યા બાદ તે બહાર આવ્યો અને આવીને ધીમા કદમે કાર ની પાછળ ની બાજુ એટલે કે ડિક્કી તરફ સીધો વધી ગયો. તેણે ઘડીભર વિચાર કર્યો અને તેના માથા ને જમણે તરફ ચારેક ઝટકા આપી ને એક જોર સાથે ડીક્કી ખોલી દીધી. તેમાં એક મોટી કાળી થેલી સાથે એક પાવડો પડ્યો હતો. જેને જોતા જ તેની કથ્થાઈ આંખો ચમકી ઊઠી. તેની આંખો માં એક વિકૃતિ ઉત્પન્ન થઈ રહી હતી.
તેણે તે મોટી થેલી અને પાવડો કાઢ્યો અને લઈને તેને ઢસેડતો ઢસેડતો જંગલ ની અંદર લઇ જવા લાગ્યો.
થોડા આગળ જઈ જંગલ ની વચોવચ તે આવીને થોભ્યો. અને થેલો સાઈડ પર મૂકીને પાવડા વડે તેના આગળ ની જગ્યા ખોદવા લાગ્યો. ખાડો ખોદતી વખતે તેની આંખો માં કઈ અલગ જ જૂનુન અને પાગલપણ નજરે ચડતું હતું.
જ્યારે તેને લાગ્યું કે તેણે તે કાળી થેલી માટે પુરતી જગ્યા ખોદી નાખી છે તો તેણે એક ખૂર્દરી હસી સાથે તેના ખોખરા અવાજ મા કહ્યું," વન મોર! મે આને પણ સબક શીખવાડી દીધું. હવે આ કોઈનું દિલ નહિ દુઃખાવી શકે. મારું પણ નહિ."
તેણે તેની વાત પૂરી કરીને તે થેલી ઉઠાવી ને તેને ખોલીને જોવા લાગ્યો. થેલી ની અંદર બીજી પણ ઘણી એવી નાની નાની થેલીઓ હતી. જે તેણે ચોખ્ખાઈ થી વાળેલી હતી. તેણે એક એક કરીને નીકાળી ને તેના હમણાં જ ખોદેલા ખાડામાં ફેંકવાની શરૂવાત કરી. તે જેમ જેમ એક એક થેલી નીકાળતો અને જેમ જેમ તે થેલી ખાડા માં નાખતો તેમ તેમ તેની હસી વધારે વિકૃત, ભયાનક અને ગાઢ થતી જઈ રહી હતી. જે ત્યાં ના માહોલ ને વધારે ભયજનક બનાવી રહી હતી. જો ત્યાં હમણાં કોઈ નોર્મલ માણસ હાજર હોઈ અને આ હાસ્ય સાંભળી જાય તો તેને હાર્ટ એટેક આવવામાં કોઈ વાર ના લાગે.
તેણે તે મોટી થેલી ખાડા માં ખાલી કર્યા બાદ પાછી તેમાં પાવડા વડે માટી ભરવાનુ ચાલુ કર્યું ને બધું પહેલાં જેવું કર્યા બાદ ફરી તેણે વિકૃત હાસ્ય કરતા જમણી તરફ ચાર પાંચ વાર ઝટકા માર્યા ને પાવડા ને ઢસેળતો લઈને ત્યાંથી નીકળી ગયો.
**********************************
એક સાત વર્ષ ની છોકરી દરવાજાને ટેકો લગાવીને બેઠી રડી રહી હતી. તેણે પગ ઘૂંટણ થી વાળીને તે પર માથુ નમાવેલું હતું. તે હમણાં રડી રડીને લાલ થઇ ગઇ હતી પણ તેનો અવાજ તે મોઢામાંથી બહાર નહોતી આવવા દેતી.
તે ખાલી ઊંડા શ્વાસ ભરતા " નો પ્લીઝ! પ્લીઝ! નો!" કહેતા રડે જ જઈ રહી હતી કે અચાનક બહારનો અવાજ તેજ થઈ ગયો. જેના કારણે તેણે કસીને કાનો પર હાથ મૂકી દીધો અને આંખો પણ મીચી લીધી. પછી થોડા ક્ષણ બાદ ઊંડા શ્વાસ ભરતા તેણે હળવેથી તિરાડ જેટલો દરવાજો ખોલ્યો ને બહાર જોવા લાગી.
બહાર નો ભયાનક દ્ર્શ્ય જોતા જ તેની આંખો ફરીને તે બેભાન થઈને ત્યાં જ પડી ગઈ.
આ સાથે જ એક અથ્યાવિસ વર્ષ ની છોકરી " નો!" કહેતા ઊંડા ઊંડા શ્વાસ ભરતી સપના માંથી જાગીને સફાળી બેસી ગઈ. તેના ચેહરા પર પસીના ની બુંદો ઉભરાઈ આવી હતી. તે હમણાં એક સરખી હાંફી રહી હતી.
તેણે તરત જ પાસે પડેલી ટેબ્લેટ અને પાણીની બોટલ ઉઠાવી ને એમાંથી ચારેક જેવી દવા લઈને તેને ગળી લીધી. પછી જ્યારે શાંત થઈ ત્યારે તે માથુ ઝુકાવીને બોલી," ના જાણે આ ખરાબ સપના મારો પીછો ક્યારે છોડશે? સારું છે વરેણ્ય હમણાં અહીંયા નથી." તેના અવાજ માં દુઃખ છલકાતું હતું પણ તેના ચેહરા પર તેની એક લકીર સુધ્ધા નહોતી.
થોડીવાર પછી તે તૈયાર થઈને અરીસા માં પોતાને જોવા લાગી. પાંચ ફીટ સાતેક ઇંચ જેટલી ઊંચાઈ, ગોરો વાન, ગોળ માસૂમ પણ હમણાં ભાવહીન ચેહરો, નાની કાળી ગહેરી પણ ખાલી આંખો, ખભા સુધીના કાપેલા વાળ જે તેણે ખુલ્લા છોડ્યા હતા.
તેણે હમણાં બ્લેક શર્ટ અને ફોર્મલ બ્લેક પેન્ટ પહેરેલી હતી. જેમાં શર્ટ ની સ્લિવ તેણે કોણી સુધી વાળેલી હતી. તેણે અરીસા માં જોઈ પાસે પડેલા ટેબલ પરથી પોતાનો આઇડી કાર્ડ ઉઠાવ્યો જે અમદાવાદ ની જાણી માની સુપર માર્કેટ નો હતો. તેમાં મોટા અક્ષરે તેના ફોટા નીચે લખ્યું હતું " સારાહ તલવાર!". તેણે ઊંડો શ્વાસ લઈને એક નજર જોઈ તેણે ગળા માં લટકાવી દીધું.
તેણે હાથ માં બ્લેક બેલ્ટ ની વોચ પહેરીને ટાઇમ જોયો તો આઠ વાગવા આવ્યા હતા. તેણે આ જોતા એક નજર રૂમ માં નાખી. સૌથી સાદો તેનો રૂમ જેમાં સ્ટડી ટેબલ, નાનું કબાટ, બેડ અને એક નાઈટ સીનરી ની ફોટો ફ્રેમ સિવાય બીજું કંઈ જ નહોતું. આ જોઈ તે હોલ માં આવી તો હોલ અને કિચન ના પણ આ જ હાલત. કોઈ વધારે પડતી વસ્તુ નહિ.
તેણે કિચન માં જઈને મીની ફ્રીઝ માંથી બ્રેડ અને બટર લાવી ને નાસ્તો કર્યો ને બેગ લઈને ઘર લોક કરીને બહાર નીકળી ગઈ. તે એક એપાર્ટમેન્ટ માં છઠ્ઠા માળે રહેતી હતી. એટલે લિફ્ટ ના લઈને તે દાદર થી નીચે આવી હજુ પાર્કિંગ એરિયા માં આવી જ હશે કે એક પોલીસ પહેરવેશ માં સજજ યુવાન ને જોઈ એકદમ થી અટકી ગઈ.
તે યુવાન દેખાવે લગભગ બત્રીસ વર્ષ ની વય ની આસપાસ. ઘઉં ઘેરો પણ પ્રભાવશાળી અને આકર્ષક વર્ચસ્વ. ઘેરી કાળી આંખો જે હમણાં સારાહ ને એકટક ઘૂરી રહી હતી. તેણે હમણાં વર્દી પહેરી હતી જેમાં તે ખૂબ જ જજી રહ્યો હતો. તેનું જીમ માં કસાયેલું શરીર, તંગ નસો સાફ નજર આવતી હતી. માથા પર ટોપી ના પહેરવાના કારણે તેના સિલ્કી વાળ માથા ને ઢાંકી રહ્યા હતા.
તેને જોઈ સારાહ ના મોઢામાંથી એકાએક શબ્દ જર્યા," એસીપી સાહેબ?"
તે પોલીસ ઓફિસર તેની પાસે આવીને હાથ માં હાથકડી લટકાવતા સારાહ ને જોઈ ખૂબ જ સખત અવાજે બોલ્યો," મિસ. સારાહ! યુ આર અંડર અરેસ્ટ!! તમને કતલ ના જૂર્મ માં ગિરફ્તાર કરવામાં આવે છે."
ક્રમશઃ