Fervel of seniors (2125)
નોંધ : આ કહાની સંપૂર્ણ રીતે કાલ્પનિક છે , તેથી ખોટી મગજને કસરત આપવી નહિ...
આ ભવિસ્ય ની સ્ટોરી છે, નાણું જયારે એનર્જી રૂપે થઇ ગયું છે, અને ચારેય બાજુ હાહા કાર છે,
માર્ચ 2125 ફેરવેલ થવામાં હજી એક વિકની વાર છે, ચારેબાજુ બધા દોડ ભાગમાં વ્યસ્ત છે, કોઈને બધું જ પોતે કરવા જોઈએ છે તો કોઈને ચેરમાં બેસીને મારી રચના સાંભળવી, તો કોઈએ મનમાની પણ હું તો પરમ આનંદની બપોરની ઊંઘ લેવાનું વિચારું છું,
મારી આંખો બંધ થતા જ હું લાર્જર ધેન લાઈફમાં પ્રવેશ કરી દઉં છું, જ્યાં મારું જ શાસન હુકુમ છે, અહીં સપનામાં પણ છળ કપટ કરનાર ઓછા નથી, આ ભવિષ્ય છે હું અહીં પણ ખુદના માટે અવાજ ઉઠાવું છું, ઓળખાણો થી અને. હા માં હામી ભરવાથી માથે તાજો સજી રહ્યા છે અને વિરોધ કરનારા ની સિસ્ટમેટિક પેટર્નમાં હાથ અને મોઢું બંને માનસિક રીતે દબાવવામાં આવી રહ્યું છે,હા જાણે તું સ્વતંત્ર હોય ચુપચાપ હસવાનું બંધ કર, 200 એનર્જી ને વસુલ કર, આ શબ્દો મારાં પોકેટમાં રહેલી AI થી સજ્જ પેનના હતા, ડિટેક્ટિવ ચૂપ નહિ તો તારી બેટરી જ કાઢી મુકીશ, આમ તો મારી પેન હતી પણ ai સાથે પરમાણુથી પણ ઓછી નઈ,
કોલેજમાં પાર્ટીની શરૂઆત પહેલા સિનિયરો નજરે પડતા હતા, 200-200 એનર્જી ની બોલી લાગતી હતી, બેક બેન્ચરોમાં જોશ હતો,અને fy વાળા પોપકોર્ન લઈને ફાઇટ જોતા હતા, અચાનક AI થી સજ્જ મારી પેનમાંથી અવાજ આવ્યો એક થપ્પડ મારીશ, જો તું આમને વધારે નહિ લડાવે તો, આગ લગાવ વંશ નહિ તો હું ઇન્કથી બધાને રંગી દઈશ, મેં વિચાર કર્યોં સિનિયરોની આવી હાલત મારાથી નઈ જોવાય એટલામાં પાછળથી કોમેન્ટ આવી વંશ તું ખોવાઈ જઈશ એ પાક્કું છે મારી પેનએ જવાબ આપ્યો તમારું ધ્યાન રાખજો જે દિવસે પકડાયા અખબારમા જ આવશો , મારું અટ્ટહાસ્ય અને હું ગાયબ જાણે કોઈ જિન,
ફેરવેલના પ્રોગ્રામ થતા હતા એક પછી એક રસિયાઓ પોતાની કલાકારી બતાવતા હતા, જાણે સોળે કળાઓ મુરજાઈ ગઈ હોય એવા ચહેરા ઓડોયન્સના થયેલા હતા, ધીરે - ધીરે પ્રોગ્રામ આગળ વધતો હતો અને મારું પેસન્સ ગાયબ થતું હતું, એટલામાં જ પેનમાંથી અવાજ આવ્યો વિક્ટરી કમ્સ ફ્રોમ ફર્ગીવનેસ, હું હસ્તો હતો મનના વાઇલેન્સનુ શું ડિટેક્ટિવ, એતો તું કલમથી ક્યાં ઓછું કરે છે, જેમ કે અત્યારે જ જોઈ લે
અંતે પ્રોગ્રામ ક્લાઈમેક્સ તરફ આગળ વધ્યો અને મેં જોયું તો fy વાળા ને sy ની સલાહો મળતી હતી બજેટ ઓછું છે મુવી જોવાના બદલે થોડું વધારે કન્ટ્રીબ્યુટ કર્યું હોત તો? કોઈ સાહસિક એ જવાબ આપ્યો સોરી પણ અમને તો ફ્રેશરમાં સમોસા જ મળેલા એ પણ કેચપ વગરના, હું દૂરથી જ જોતો હતો અને હરેક કપટ સમજતો હતો પ્રશ્ન બોલવાનો ન હતો મારે તો અહીં 3 વર્ષ નીકળવાના જ હતા, મને કોઈ કહી જાય કે આગ લગાવે એના કરતા ચૂપ રહેવું સારુ,
અચાનક મારી આંખો જાંખી થવા લાગી, ધરતી વાઈબ્રેટ થતી હતી નીંદર ખુલતા જ શ્વાસ અટકતો હતો, એક મિત્રનો કોલ હતો તારી સ્ક્રીપટ બની કે ના તું અમારું ભ્રમ્હાષ્ટ્ર છે, મેં કહ્યું અરે સવાર નથી પડી સામેથી જવાબ આવ્યો, થોડીવારમાં ફરીથી બપોર થશે આળસુ ઉઠ મારી AI પેન નો અવાજ હતો, મેં ઉઠી કોલેજમાં આવી કલમ તરફ જોયું તો વિચાર આવ્યો આના ઉપર LMX નુ લેબલ લગાવી દઉં આ પરમાણુથી પણ ખતરનાખ છે, મારું અટ્ટ હાસ્ય દરેક પ્રપંચને સ્મેશ કરતુ હતું, ઊંઘ ઉડી ગઈ રોજની જેમ દિવસ ગાયો....
આખરે હું બોલવા ઉભો થયો ફેરવેલના દિવસે, બધા જ કાનો સાફ થયેલા જણાઈ રહેલા હતા, હું કોઈ એવો શબ્દ ઉચ્ચારું અને કોઈને તક મળે મને પૂછ પરછ કરવાની?
મેં બસ હાસ્ય લેખ વાંચ્યો એ રીતે કે જાણે કોઈએ ડિવોર્સ પાર્ટી ના દિવસે જ દંપત્તિનું પહેચપ થઇ ગયું હોય અને કોઈ વકીલનું અટ્ટ હાસ્ય હોય કેસ જીતીને પણ હારવાની ખુશી કે માયુશી?
આ રચના એક વર્ષ પછી પ્રકાશિત કરી છે મેં,
#આર્ટિકલ 19(1) મુજબ વાણી સ્વતંત્રતા હેઠળ
Vansh prajapati aka vishesh