ઘણા લોકો એવું માનતા હોય છે કે બીજા અન્ય લોકો ને પોતાના કરતા એવી કંઇક વિશેષતા ભગવાન દ્વારા આપવામાં આવી છે , જેનાથી તેઓ દુનિયા થી કઈક અલગ જ છે, પરંતુ શું વાસ્તવિકતા આવી હોય છે ? તો ચાલો જાણીએ એક નાનકડી વાર્તા દ્વારા.....
બે મિત્રો નાનપણ થી સાથે જ અભ્યાસક્રમ સાથે જોડાયેલ હતા , શાળાના વર્ષો પૂર્ણ થયા ત્યારબાદ બન્ને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવાનું નક્કી કર્યું , બન્ને મિત્રો સરકારી પરીક્ષા આપીને એમની કારકિર્દી ને શ્રેષ્ઠ બનાવવા માગતા હતા , બન્ને ઉતીર્ણ પણ હતા, હોશિયાર અને સમજુ પણ ; પરંતુ એક જ વાત બન્ને માં અલગ હતી, એક છોકરો પોતે પોતાના ધર્મ અને ભક્તિ માં વિશ્વાસ કરતો અને બીજો વિજ્ઞાન માં વિશ્વાસ કરતો , એના લીધે બંને વચ્ચે ક્યારેક રસાકસી થઈ જાય , મતભેદો થઈ જાય; પણ અંતે બધું શાંત થઈ જતું.
બન્ને એ સાથે પ્રથમ લેવલ ની પરીક્ષા આપી અને બન્ને પાસ થઈ ગયા હતા, જે છોકરો ધાર્મિક બાબતો માં માનતો એને બસ થોડાક જ માર્કસ વધુ આવ્યા હતા , પરંતુ અને એ વાતનો કોઈ અભિમાન મન માં નહોતો કે હું મારા મિત્ર થી આગળ છું, ઉલટા નો એ ખુશ હતો કે અમે બન્ને પાસ થઈને સાથે જ છીએ.
જ્યારે જ્યારે પણ કોઈ માણસ તેના બીજા મિત્ર ને મળે ત્યારે એમ જ કહે , જો પેલા ને તારાથી વધુ માર્કસ આવ્યા છે, એણે તો બાઝી મારી જ લીધી છે હવે , તેના લીધે આ છોકરો મન માં ઈર્ષ્યા કરવા લાગ્યો અને તેને પેલા ધર્મ પાળનાર છોકરા થી મનોમન નફરત થઈ ગઈ , કેમ કે એક વાસ્તવિકતા એ પણ હતી કે એ છોકરો લગભગ બધી બાબતે તેના કરતાં આગળ હતો , કહેવાય ને કે પૂર્ણતા ની નજીક હતો , ગમે તે બાબત હોઈ દરેક બાબતો માં પોતાનું શ્રેષ્ઠ આપતો અને આ છોકરા પાસે એક ભણવાની બાબત હતી , એમાં પણ પેલો છોકરો તેનાથી આગળ નીકળી ગયો એટલે તેણે વિચાર્યું અને નિરીક્ષણ કર્યું કે પેલો છોકરો ભગવાન ની ભક્તિ કરે છે એટલે કદાચ એવું કંઈક હશે પરિબળ કે જેનાથી એ આગળ હશે , તે વિચારે છે કે ભક્તિ કરવાથી હું પણ સારા માર્કસ લાવીશ અને બીજા લેવલ માં એનાથી આગળ નીકળી જઈશ.
બીજા લેવલ ની પરીક્ષા આવવાની જ હતી, પેલો ધર્મ પાળનાર મિત્ર ઈર્ષ્યાળુ મિત્ર ને કહે છે કે ચાલ હવે આપણે વાંચવાનું શરુ કરી દઈએ , પરંતુ પેલો છોકરો માન્યો નહિ અને પોતાને ઉચો સાબિત કરવા માટે તે અલગ અલગ જગ્યા એ ફરતો અને ઢોંગી ભક્તિ કરતો , કેમ કે તે પેહેલા વિજ્ઞાન ને શ્રેષ્ઠ માનીને બેઠો હતો , એટલે માત્ર પોતે વધુ માર્કસ મેળવી શકે એવા જ સ્વાર્થ થી ઢોંગી ભક્તિ કરતો , ઘણા બાબાઓ પાસે જઈને તંત્ર મંત્ર ને વિધિઓ કરાવતો , તે બસ પોતે શ્રેષ્ઠ સાબિત થઈ શકે એના માટે ભક્તિ કરતો હતો.
પરીક્ષા પૂરી થઈ , પરિણામ આવ્યું , પેલો ઈર્ષ્યાળુ મિત્ર નાપાસ થયો અને બીજો મિત્ર પાસ થઈ ગયો , ત્યારે ઈર્ષ્યાળુ પાસે બોલવા માટે કંઈ નહોતું એટલે તેણે ટાર્ગેટ કર્યો કે ભક્તિ ને ધર્મ એ બધી વાતો મિથ્યા છે , મે ભક્તિ કરી આમ છતાં હું પાસ ના થયો , ખરેખર તો હું ચકાસતો હતો કે ભગવાન છે કે નહિ ; પરંતુ વિજ્ઞાન જ સત્ય છે કે ભગવાન નથી હોતા , આ જોઈલે તું જ હું નાપાસ થયો , નહિતર આટલી ભક્તિ કોઈ કરે તો ભગવાન એના ભક્તો નું ધ્યાન રાખે જ ને , બાકી તો હું પાસ જ હતો , હું કોઈ દિવસ નાપાસ ન થાવ.
ત્યારે પેલો ધર્મ પાળનાર માણસ બોલ્યો - " મૂર્ખ માણસ ! ભગવાન પાસે કઈક મેળવવાની આશા એ ભક્તિ કરે છે, સજ્જન માણસ ભગવાન પાસે બધાના કલ્યાણ માટેની ભક્તિ કરે છે અને વાત રહી તારા નાપાસ થવાની તો એના માટે તો સ્વયં ભગવાને પણ કહ્યું છે કે -
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥
એટલા માટે જો તું તારા ફળ ની આશા માટે કોઈ કર્મ કરી રહ્યો છે તો એ વ્યર્થ છે , તે તારા સ્વાર્થ માટે ભક્તિ નું કાર્ય કર્યું હતું , એમાં તે ફળ ની આશા રાખી જે ખરેખર મિથ્યા છે, તે કર્મ કરવાને બદલે ખોટો ઢોંગ કર્યો છે.
યાદ રાખજે આ વાત કે જે સ્વયં ભગવાન પોતાના ભક્તો ને કહે છે - કર્મ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે . અને વાત રહી તારા વિજ્ઞાન ની તો મિત્ર એકવાર આપણી સંસ્કૃતિ ના વેદ પુરાણ તો વાંચજે અને આ તારા મહાન વૈજ્ઞાનિકો એ કંઈ શોધખોળો નથી કરેલ , વાસ્તવિકતા માં એણે માત્ર આપણા ગ્રંથો નો અભ્યાસ કરીને રીસર્ચ કરેલું છે, બસ એ અભ્યાસ આપણે નથી કરતા એ વાતનો ખેદ છે "
આ બધું સાંભળીને પેલા ઈર્ષ્યાળુ ને તો મન માં હજુ સંતોષ નહોતો તે આગળ બોલ્યો - " એ તો તને કઈક God gifted બધા ટેલેન્ટ મળ્યા છે એટલે તું આગળ છો બાકી તો કંઈ ન કરી શકે તું , મને તારી જેમ આવા ટેલેન્ટ મળ્યા હોત તો હું તારાથી ક્યાંય આગળ હોત "
ત્યારે પેલો મિત્ર બોલ્યો - " ભગવાન એ તો તને પણ શરીર આપ્યું છે, મગજ આપ્યું છે, હાથ પગ આપ્યા છે તો એનો ઉપયોગ કર અને તું પણ થઈ જા God Gifted ટેલેન્ટ વાળો માણસ "
પેલો છોકરો એટલું બોલ્યો અને પેલા ઈર્ષ્યાળુ ને બધું સમજાય ગયું.
વાસ્તવિકતા પણ એવી જ હોય છે નહીં ???
આપણે કોઈ બીજા લોકોને જોઈને એમ કહીએ કે God Gifted ટેલેન્ટ વાળો માણસ , પણ એની પાસે એવું જ શરીર છે જે આપણી પાસે છે , મગજ ની રચના પણ સરખી છે , શરીર ની અંદર ની રચના પણ સમાન છે , બસ આપણી પાસે બહાના છે અને સામે વાળા પાસે યુક્તિઓ , એટલે જ હંમેશા " Comparison " માં જ દુનિયા પાછળ રહી ગઈ , પોતે God Gifted બનવાની રાહ ન જુઓ , કામ કરો ને બની જાઓ.