Kathiyavaad ni paghadi in Gujarati Magazine by Dhruv Joshi books and stories PDF | કાઠિયાવાડની પાઘડી

Featured Books
Categories
Share

કાઠિયાવાડની પાઘડી

કાઠિયાવાડ ની પાઘડી

* સામાન્ય રીતે પાઘડી નો વ્યાવસાયીક અર્થ અેવો આપી શકાય કે "પાઘડી અેટલે કે "ધંઘા નું પ્રતિષ્ઠા મુલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત" કે જેનું ધંધામાં મહત્વ નું સ્થાન હોય છે તેવિ જ રિતે અહિં કાઠિયાવાડ ની પાઘડી અેટલે કે કાઠિયાવાડ માં રહેલી સંસ્કૃતિ રુપિ પાઘડી.આ સંસ્કૃતિ રુપિ પાઘડીને સાચવવી અે આપણી અને આપણા સમાજ નિ મહત્વનિ ફરજ છે. અને તેને જાળવવી અને તેનું જતન કરવૂં એ ‍‌પણ અાપણા માથે ભગવાન નો મુકેલો મોટો હાથ કહિ શકાય કારણકે આપણા કાઠિયાવાડ ને તો કહિયે એટલા શબ્દો ઓછા પડે. આપણા કાઠિયાવાડ નિ શું વાત કરુ કે આ આપણા કાઠિયાવાડમા જો ભગવાન પણ ભુલા પડે તો તેને તેનું સ્વર્ગ પણ ભુલાવી જાય અેવું આપણું છે આ કાઠીયાવાડ માટે જ કોઇ અે કિધુ છેને કે,

* " આ મારા કાઠિયાવાડ માં કોક દિ,ને તું ભૂલો પડ ભગવાન,

તું તો થા ને અમારો મોંઘેરો મહેમાન,તને સ્વર્ગ ભુલાવું શ્યામળા."

* આવુ ‌આપણું આ કાઠીયાવાડ છે.અહિં બધાજ લોકો રહે છે જે અલગ અલગ વેશ , જાતિ , ભાષા વગેરે ધરાવતા લોકો જોવા મળે છે પરંતુ બધાજ લોકો પોતાનિ સંસ્કૃતિ મુજબ જ ચાલતા જોવા મળે છે.આપણે બધાજ દેશો ને નામ થી ઓડખીએ છીએ પણ કોઇ પણ દેશ ને આપણે માં કહિ ને નથિ ઓડખતા કારણકે માં તો ફ્કત આપણે આ ભારત ને જ કહિએ છીએ.ભારત અે પૂલ્લિંગ નામ હોવા છત્તા તેને માં કહેવાનું કારણ અે છે કે અજી આ ભારત માતા નિ કાંખ માં આ કાઠીયાવાડ રૂપિ બાળક અજિ હિલોડ‍‍ા લે છે માટે જ આપણે કાઠીયાવાડ માટે ગૌરવ લઇ શકિએ અને અાપણી પાઘડી રુપિ સંસ્ક્રૃતિ ને અવનવા શણગારો થી વારે-ઘડિયે શણગારી શકિયે છીયે.

* મહત્વની વાત તો એ કહિ શકાય કે જયારે જયારે પણ કોઇ પરિસ્થિતિ નબળી કે ખરાબ બનવા અાવી છે ત્યારે અાપણા કાઠીયાવાડ અેટલે કે ગુજરાત માંથી જ કોઇ ને કોઇ વ્યક્તિ જ આગળ ઉભો રહ્યો છે. આ વાત ને ઉદાહરણ દ્બારા પણ સ્પષ્ટ કરી શકાય જેમા એક સમય એવો હતો કે જ્યારે ભારત અંગ્રેજો ના કબ્જામાં હતુ ત્યારે તે સમયમા જ્યારે શિવાજી મહારાજ મોગલો સામે લડવામાં પોતાનો બધો ખજાનો હારિ ગયા હતા તયારે કાઠીયાવાડ ના સુરત ના ધનિક વ્યાપારિઓએ મહારાજ ને ખજાના થી ભરપુર કર્યા હતા. એટલું જ નહિં પણ જ્યારે અંગ્રેજો નો ત્રાસ વધતો ગયો અને જ્યારે અંગ્રેજો ને ભારત માંથી હાંકી કાઢવાનિ વાત આવી ત્યારે ગુજરાત ના 'મહાત્મા ગાંધિ' અે પેલ્લિ લાકડી લઇ ને અંગ્રેજો નો વિરોધ કર્યો હતો અને તની સાથે 'સરદાર પટેલ' પણ ગુજરાત માંથી જ ઉભા રહ્યા હતા. જ્યારે હજારો ઉદ્યોગો પડી ભાંગ્યા હતા ત્યારે ગુજરાત માંથી 'ધિરૂભાઇ અંબાણી' એ પોતાના નવા ઉદ્યોગની સ્થાપના કરી હતિ. તેમજ એક અદભુત્ ઉદાહરણ આપતા કહિ શકાય કે અત્યાર ના સમય મા જ્યારે ડૉલરો ના માથા ખુબ ઉચા થયા તેમજ જ્યારે દેશ હલબલી ગયો ત્યારે ગુજરાત ના અેટલે કે આપણા કાઠિયાવાડ ના 'સાવજ' અેટલે કે 'નરેન્દ્રભાઇ મોદિ' આજે પુરા દેશ ને માટે અડિખમ ઉભી દિલ્લી ના આંગણે આવી ઉભા છે આવું છે આપણું આ કાઠિયાવાડ.

* આપણા કાઠીયાવાડ અેટલે અાપણે આ ધરતી પર નું સ્વર્ગ ગણાવી શકિયે. અહિં ની મહેમાનગતિ સ્વિકારવી નો તેમજ માણવી અે એક અનોખો લાવો છે. અહિં લોકો પોતાના 'સાવજ' જેવા ખુલ્લા દિલે જીવે છે અને જો કોઇ પારકા પણ જો દેખાય તો અેને પોતાના ભગવાન ની જેમ મહેમાનને પુજવાના કાળજા રાખીને અહિં લોકો રહે છે. લોકો નું દેશી ભોજન માં રોટલો , શાક , ખિચડી અને છાશ મળી જાય અેટલે જાણે છપ્પન જાત ના ભોજન થી ધરાઇ જવાય અેવુ અહિં નું દેશી ભોજન છે. અને આગ્રહ કરીને મહેમાન ને જમાડવાની ખાસ આવડત કાઠીયાવાડીઓમાં જ હોય છે. આ બધું શું કાઠીયાવાડ ની પાઘડી જ ન કહેવાય ?.

* અામ તો જાણે ખેતરો નો ખજાનો હોય અેવું આપણું આ કાઠીયાવાડ છે. તેમજ કાઠીયાવાડ માં ધર્મ અને ભાષા નું પણ મહત્વ જોવા મળે છે. જેમા લોકો મોટા ભાગે ફિલ્મ-જગત કર્તા લોક-ડાયરો વધું માણવા મળે છે.અને લોક-ગીતો માં તો જાણે સંસ્કાર , સંસ્ક્રૃતિ અને રિત-રિવાજો નાં દરિયા ભરાય એવા લોક-ગીતો અહિં સાંભળવા મળે છે. તેમજ અાજે તમામ કાઠીયાવાડીઓનાં દિલો માં લોક-સાહિત્ય ની વાતો તો ખૂબ માણવા મળે છે જે કાઠીયાવાડ નિ કિંમતિ પાઘડી ગણાવી શકાય.

* અહિં અાપણા કાઠીયાવાડમાં ઋતુઓને પણ નવા રૂપો થી ઓડખાય છે જેમા શિયાળા માં સોરઠ , ઉનાળામાં ગુજરાત , ચોમાસામાં વાદળ અને કરછ્ ને બારેમાસ નું સ્થાન આપવામાં અવ્યું છે. અને કહેવયું છે,

* " શિયાળે સોરઠ ભલો , ને ઉનાળે ભલો ગુજરાત ;

ચોમાસે વાદળ ભલો , ને કરછ્ડો બારેમાસ. "

* તેમજ અહિં લોકો ના વેશ , ભાષા , જાતિ વગેરે માં ફેર દેખાય તો પણ લોકો ગુજરાત માં હોવાથી ગુજરાતી તરીકે જ ઓડખાય છે. અને ગુજરાતી ઓડખવા માટે પણ કાળજા ની જરૂર પડે છે. ગુજરાતી અેટલે કે જેના ડગલા લાંબા હોય , જેનિ મૂંછો વાંકિ હોય તેમજ માથે પાઘડિ પહેરી ને લટક-મટક ની ચાલ ચાલતો હોય છે. અને આવા વેશ ધારણ કરનાર ને 'કાઠિયાવાડી' કે 'ગુજરતી' કહેવાય છે અેટલેજ કોઇ અે કહ્યું છે કે,

* " લાંબો ડગલો , મુંછો વાંકડી ને શિરે પાઘડી રાતિ,

લટક-મટક ની ચાલ ચાલતો, છેલછબિલો ગુજરાતિ. "

* અાવિ અદભુત ગુજરાત કે કાઠિયાવાડ ની પાઘડી નું ગર્વ લઇ શકાય.તેમજ અહિં દર અમુક અમુલ વિસ્તારે બોલીઓ તેમજ શાખાઓ બદલે છે પણ અહિં ક્યારેય કોઇ ના સંસ્કૃતિ પ્રત્યેના વિચારો કે મતભેદ ક્યારેય અલગ અલગ જોવા મળતા નથી અને અહિં સૌ અેક-બીજાને સમજી તેમજ હળી મળી ને રહે છે અને અેક-બીજાના સુખ-દુ:ખ માં સાથે રહિને અેક-બીજાનો સમય સાચવતા જોવા મળે છે.માટે જ આ કાઠિયાવાડ ની કિંમત કદિ' આંકી શકાય નહિં ‍અા આપણું કાઠિયાવાડ અમુલ્ય પાઘડી ધરાવે છે. અને આ કાઠિયાવાડ ની પાઘડી ની પ્રતિષ્ઠા નું મુલ્ય કદિ' મુલવી શકાય નહિં . માટેજ કોઇ અે કીધું છે કે,

* " બાર ગામે બોલી બદલે , તેરે બદલે શાખા,

બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. "

આવું આપણં આ કાઠિયાવાડ કુદરત ની અનોખી જ દેન છે