The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દેહમાં ફસાયેલી, મનનાં વિકાસને રૂંધાવનારી, આખો દિવસ શરીર શણગારવાની, વાળ લાંબા જાડા કરવાની, ધોળા થવાની, બીજાની સરખામણી કરવાની, બીજાને પોતાનાં શરીરનાં દેખાવને જજ કરવાની, આ બધી દેહને લગતી પરીકથાઓમાંથી બહાર આવી, જીવનને અનુસંધાને વાત કરતાં શીખવી જોઈએ. શરીર સ્વસ્થ રહે એ માટે પૂરતો ખોરાક, સ્વસ્થ મન જરૂરી છે, બીજાનાં જજમેન્ટથી પોતાને મળેલું શરીર બદલાઈ જવાનુ નથી. કે નથી અમર થવાનું. માટી છે માટી રહેવાનું. પણ જ્યાં સુધી આ માટી જીવિત છે,ત્યાં સુધી પોતાનાં માનસિકવિકાસને રૂંધાવનારું કામ આપણે પોતે કરવાનું બંધ કરીએ. ઘણાં સમયથી હું એક બેઠક થાય સ્ત્રીઓની ત્યાં હું કયારેય જતી નથી,તો વિચાર્યું આજે શ્રાવણીયો સોમવાર હતો સવારની સ્કૂલ હતી તો ત્યાં જાઉં. માટે , ત્યાં હું "પરિપકવતા" પુસ્તક લઈને ગઇ'તી અને વિચાર્યું કે એ પુસ્તકમાંથી સારી વાતો એમને કહીશ. બધી જ સ્ત્રીઓ 35- 40 ની આજુ બાજુની એટલે મને થયું એમને પણ મજા આવશે પણ હું કંઈ બોલું એ પહેલાં કે, "આ બધું કંઈ નથી સાંભળવું." મેં કીધું કંઈ વાંધો નહિ. આજે હું તમને સાંભળું અને એમની વાતો એટલે બસ શરીરને શણગારવાની જ વાતો હોય, "મારું પેઢું ફૂલી ગયું" " મને ખીલ થયા" ,"મે તો બાળકને જન્મ આપ્યો પછી મારું શરીર ઢોલ થઇ ગયું." "તું તો કેટલી કાળી છે." "તારા હાથ કેટલા જાડા છે, તું વેક્સ કરાવતી હોય તો?તારા ઘરવાળાને કેમની ગમે તું?" "અલી નવરાઇ જ નથી મળતી ફેશ્યિલ કરાવવાની." આ બધું સાંભળી એકબીજાને શરીરના દેખાવ પ્રમાણે કાપતી કરીને મનને સંતોષનારી સ્ત્રીઓને જોઈ, મને રઘવા ઉપડ્યો, અને હું પાછી આવી. કુદરતે દેહ આપ્યો છે એ કેવો છે એ બધાને દેખાય છે, પણ સાથે એક સુંદર મન પણ આપ્યું છે, શા માટે તેઓ એના તરફ જોવાનું પણ ઈચ્છતા નથી? Get real, Talk real. -@nugami
અંતરના ઓરતાંને મળે ઓટલા કે, મળે દિલાસાનાં પોટલાં, હવે મને ફેર નથી પડતો. ક્યાંક નજીવું જીવાય ને, ક્યાંક જીવ ઢગલો થઇ જાય, હવે મને ફેર નથી પડતો. ખુલ્લી આંખે ક્યાંક સપના જોવાય,તો ક્યાંક બંધ આંખે જીવન જીવાય, હવે મને ફેર નથી પડતો. આ રસ્તો છે મુસાફરીનો, મન થાય તો ક્યાંક રોકાઈ જવાય.હવે મને ફેર નથી પડતો. -@nugami
જે ચારેબાજુથી હેરાન પરેશાન હોય, ભીતર કઈંક કણસતું હોય, જીવન વેરવિખેર પડ્યું હોય, કંઈ જ સૂજતું ના હોય, કોઈ પાસે કઈંજ અપેક્ષાઓ બાકી રહી ના હોય, જીવન ગુમડાની જેમ પાકી ગયું હોય, અને છતાંય એ વ્યક્તિના મોઢા પર હાસ્યની રેખાઓ પડતી હોય, ત્યારે જિંદગીને પોતાને એ વ્યક્તિ પર ફિદા થઇ જવાનું મન થઇ જતું હોય છે.❤️ -@nugami
હ્દયનાં દરેક ધબકારે જીવનને અનુભવવું, એ ત્યારે જ શક્ય બને છે, જયારે ફક્ત ઉંમર વિતાવવાનું નહિ, પણ જીવંત રહેવાનું વ્યક્તિ નક્કી કરે છે. -@nugami
આજે ગુરુપૂર્ણિમા દિવસ. સંકલ્પ લેવો, આ કળિયુગમાં પોતાનાં ગુરુ પોતે જ બનો. ઉદ્ધાર ભીતરથી થાય છે. અને પોતાનાથી અધિક જાતને કોઈ નથી ઓળખતું. સારા છીએ કે ખરાબ. બધું ભીતર જમા રહે છે. પ્રકૃતિ માટી ભેગા થઈશું ત્યારે સાથે જાય છે. બુદ્ધ કહી ગયા છે, "વ્યક્તિને પોતાની જાત સિવાય કોઈ ઊગારી શકતું નથી, જ્યાં સુધી એ ધારે નહિ ત્યાં સુધી." -@nugami💙
થોડી અમથી રહી ગઈ, ત્યાં અમથી અમથી જીવી ગઈ. જીવન આખું મધદરિયે તણાયું, ને કાંઠો આવ્યો ત્યાં જ તરી ગઈ. -@nugami
તકલીફ મારાથી થોડી દૂર જાય, તો વાંઝણી બની જાય. પંપાળું એને હેતથી, તો દુઝણી બની જાય. આ તકલીફોની વણજાર જાણે, મેં જ પાળી હોય, સામે એના ફૂફાડો હું કરું, ને એ મારી સામે નાગણી બની જાય. -@nugami
ખોળામાં બેસાડીને એણે, મને મસ્ત મજાનું આલિંગન આપ્યું, ને કહ્યુ, હું ધક્કો મારીશ તને, પછાડવા માટે નહિ, પણ આગળ વધવા માટે. ખોળામાં બેસાડનારનું નામ છે સરળ જીવન. -@nugami
💙 આમ જોવા જઈએ તો,જ્યારે ઘરમાં વ્યક્તિ એકલી હોય ત્યારે મન પર ખૂબ જ નિયંત્રણ રાખવું પડે છે,કારણો ઘણાં છે માનસિકતા બગડી જવાના. વ્યક્તિ એકલી રહેતી હોય એટલે એને પૂરેપૂરું એકાંત મળે જ,એ વાત ખોટી છે. વ્યક્તિ એકલી હોય છે ત્યારે માત્ર એની સાથે એકલતા હોય છે. પણ જ્યારે એ એકલી રહીને પણ કુદરત ને સાથે રાખીને પોતાનું મનગમતું કાર્ય કરે છે. ફરવાનું,ગાવાનું,ચિત્રો દોરવાનું, આવા અનેક કાર્ય છે અને એ કાર્ય થી આર્થિક ઉપાર્જન તો નથી થતું પણ માનસિક સ્થિતિ ખૂબ જ સુંદર બને છે અને વ્યક્તિના મન ની સ્થિતિ ડામાડોળ નથી થતી. અને વ્યક્તિ ને પોતાના એકલા હોવાનો આભાસ પણ થતો નથી અને એના મનગમતા કાર્ય સાથે એને એકાંત મળી રહે છે. એકાંત વ્યક્તિને પ્રગતિ તરફ લઈ જાય છે.જ્યારે એકલતા માં વ્યક્તિ માનસિક ખોખલી થઈ જાય છે. એકલા હોઈએ ત્યારે મન પર વિચારો નું શાસન ચાલવા દેવું એટલે એકલતા નો અનુભવ થાય છે. અને જ્યારે મન પર વ્યક્તિ નું નિયંત્રણ હોવું એટલે એકાંત નો અનુભવ ..... જ્યારે પણ એવું લાગે કે એકલતા હાવી થાય છે,ત્યારે એકાંત ને શોધવા પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસથી કુદરત મળી રહેશે. બીજા કોઈ શોખ હોય કે ના હોય, પણ જો જીવવાનો શોખ પાળી લીધો તો, એમા બધા જ શોખ વિલીન થઇ જશે.💙 -@nugami. .
હેત ઠલવતાં આવડી ગયું, નેહ નીતારતાં આવડી ગયુ, કોણ અહીં કોનું છે? એ પંચાત્તથી પર, માણસાઈ દેખાડતાં આવડી ગયું. નાહકનાં બોજ છે અહીં, ને સફર છે ટૂંકી. કઈ ઉંમરનાં ઓટલે કયું પોટલું ઉતારવું? એ સમજને જીવતાં આવડી ગયું. કાયા મળી જો હોય, કંચન જેવી, તો પછી પૈસા ને સોનાની પાછળ ખોટી દોટ ના મૂકવી, એવી પાછળથી પણ સહેજેય , ધીરે ધીરે સમજને જીવતાં આવડી ગયું. આપણા વિના કંઈ અટકવાનું નથી, એ વિચારી, થોડું પોતાનાં માટે,અને થોડું પોતાનાં માટે આ બબ્બે વાર જીવતાં આવડી ગયું. મૂકયો હેઠે આ પાપ પુણ્યનો ભાર, ને જીવવાનો પોટલો અલમસ્ત બની, પોતાના જ માથે હળવોફૂલ રાખતાં આવડી ગયું. થોડું હાસ્ય ને થોડી ધીરજ, થોડી હિંમત સાથે, બધું જ પૂર્ણ ના પણ મળે, પણ જે મળ્યું છે, એને પૂર્ણત: સ્વીકારતાં આવડી ગયું. ઉંમરનો તમાચો બધું જ શીખવે છે, બસ જે તે ઉંમરના ઓટલે એના સંભારણા ચિતરતાં આવડી ગયું. -@nugami.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser