દિમાગ, દિલ, નજર માં રહો આટલાં બધાં ઘરો માં જ્યાં ચાહો ત્યાં રહો .

પુજા કરે સૌ અલગ અલગ રીત મંદિર જાય પુજારી પંખી ગાયે ગીત.

તસવીર દેખાડે છે બે બે ચહેરાં હસતાં ચહેરાં પર પહેરેલાં કંઇ કેટલાંયે મહોરાં.

માણસ રસ્તા પર રઝળતો ફરે છે ને વાહ રે હરિ તું એકલો જ આલીશાન મહેલ માં રહેછે.

મઝા નું ઘર શોધવા બહાર નીકળ્યાં ને રસ્તો જ ખોવાય ગયો જ્યાં એ ગામ હતું.

ટપાલી મને હંમેશા જાદુગર લાગતો જ્યારે એનાં થેલા માં આંસુ ને મુસકાન ને સાથે લાવતો.

છુપાયેલાં છે કંઇ કેટલાંયે ચહેરાં દરેક ની અંદર દેખાતો રહે છે ફક્ત એક જ આદમી.

શબ્દો ભલે છે મારાં પણ સમજણ તમારી છે લખી જાણું હું જવાબદારી સમજવાની તમારી જ તો છે.

તણખલાં ને પરવાનગીઓ ન હતી આગ લગાવવાની છતાં એનાં છમકલાં એ જીંદગી સળગાવી દીધી.

નસીબ આવ આજ તારા પગ મા મલમ લગાવી દસ જખમી થયા હશે પગ તારા પણ મારા સપનો ને ઠોકર મારી મારી ને .