Quotes by Arjunsinh Raoulji. in Bitesapp read free

Arjunsinh Raoulji.

Arjunsinh Raoulji. Matrubharti Verified

@arjunsinhraoulji.1465
(308)

હવામાં ઊડતી ચકલીએ ઈંડાંમાંના બચ્ચાને પૂછયું
તારા કોચલામાં મારું સ્થાન ક્યાં છે ?!
---અર્જુનસિંહ .કે.રાઉલજી

Read More

અટકળના આધારે
ચાલતો હશે જમાનો
એ વિના હું તમારો છું
તમે કેમ કરીને માનો !

ના કોઈ સાથ છે ના ફરિયાદ
એક જ આધાર છે તારી યાદ
--અર્જુનસિંહ .કે.રાઉલજી

ઉદાસીએ બારણે માર્યા ટકોરા
પાનખરે ફફડાવી પાંખો ઉડવા
બિલ્લીપગે બારીના કાચ હલ્યા
વસંતે આગમનની છડી પોકારી
---અર્જુનસિંહ.કે.રાઉલજી

Read More

આંખોમાં વર્ષે શ્રાવણ ભાદરવો
પરંતુ ઉરે ઉમંગ છલકાય
દીકરીને ભેટતાં જ બાપનું હૈયું કેટકેટલું પુલકિત થાય
---અર્જુનસિંહ .કે .રાઉલજી

Read More

ચાહું હું એક એવું અંજન ,જે આંજવાથી મન વાંચી શકું
એક એવી મહેફિલ જ્યાં પીધા વગર મન મૂકી નાચી શકું
---અર્જુનસિંહ.કે.રાઉલજી

Read More

એક જ ઘા ને ચીસાચીસ
કુહાડી કાઢે કોની રીસ
જંગલ આખું હંફાવીશ
જન્મદાતાને હરાવીશ
---અર્જુનસિંહ.કે,રાઉલજી

શમણામાં સતાવતા જંગલ અને મોરને તો ભૂલી શકું છું
પણ કાનમાં વારંવાર ગુંજતા ટહુકાઓનું હવે શું કરું હું !
---અર્જુનસિંહ.કે.રાઉલજી

Read More

મારી તો પહેલેથી જ ઇબાદતની આજ રીત છે
મંદિરો બધાં છોડીને માના ચરણમાં જ જીત છે
---અર્જુનસિંહ.કે.રાઉલજી .

કઠપૂતળીની જેમ ના નચાવો મને તો તમે
હું તો માત્ર માનવ છું કાઈ ઈશ્વર તો નથીને !
---અર્જુનસિંહ.કે.રાઉલજી.