Quotes by Arpita Ukani in Bitesapp read free

Arpita Ukani

Arpita Ukani

@arpitaukani


તરસી ગઈ છે આ આંખો હવે તારી એક ઝલક જોવા માટે,હવે રાહ બસ એટલી છે કે, તું અચાનક આવીને મારા અઢળક સવાલોથી,તારી રાહથી અને તારી ચિંતા થી ભરેલી આ આંખો ને ઠંડક આપ.

-Arpita Ukani

Read More

મારા મતે તો તું પણ આ કમોસમી વરસાદ જેવો જ છે.જેના વિશે કરેલી આગાહી ક્યારેય સાચી ના પડે.
જ્યારે ધાર્યું હોય ત્યારે ઝરમર ઝરમર પણ ના વરસે અને સાવ દુકાળ જ પાડી દે અને જ્યારે ધાર્યું ના હોય ત્યારે ધોધમાર વરસીને અતિવૃષ્ટિ કરી દે..

-Arpita Ukani

Read More

બસ હવે ખાલી ને ખાલી એક એવી રાત ની રાહ છે જ્યાં તું અને હું,શીતળ ચાંદની ભર્યો પૂનમનો ચંદ્ર અને આપણી ક્યારેય ખૂટે નહીં એવી અઢળક વાતો હોય.... એ વાતોમાં મારા નાદાનીભર્યા સવાલો ના તારા સમજદારીભર્યા જવાબો હોય. મારું નાની નાની વાતોમાં ગુસ્સે થવું અને તારું મનાવવું હોય. મારું જિંદગી થી અકળાઇને ઉદાસ થઈ જવું અને તારું મને મજાક મસ્તીથી મને ખુશ કરી દેવું હોય..

-Arpita Ukani

Read More

જેટલું વિચારી વિચારીને આપણે દિવસનું 1.5 GB નેટ વાપરીએ છીએ, જો એટલું જ વિચારીને આપણે આપણા શબ્દો અને લાગણીઓ વાપરતા હોત તો કેટલાય સંબંધો તૂટતા બચી જાત....

-Arpita Ukani

Read More

તે સ્ત્રી જ કરી શકે છે....

બધું જ પામી ને છોડવા માટે અને બધું,
જ છોડી ને પામવા માટે જે જન્મે છે,
                            તે સ્ત્રી જ કરી શકે છે....
તેને સીતા બનીને અગ્નિ પરીક્ષા પણ આપી,
અને તેને  મીરા બનીને ભક્તિ પણ કરી,
                            તે સ્ત્રી જ કરી શકે છે....
જેને તને તારું અસ્તિત્વ આપ્યું એને તું કહે છે,
તને નહીં સમજાય છતાં પણ જે ચૂપચાપ સાંભળે,
                           તે સ્ત્રી જ કરી શકે છે....
એ દુર્ગા બનીને તારો સંહાર પણ કરી શકે છે,
અને રાધા બનીને તને પ્રેમ પણ કરી શકે છે,
                           તે સ્ત્રી જ કરી શકે છે....
એ પરિસ્થિતિ સાથે સમાધાન પણ કરી શકે છે,
અને પરિવર્તનને પણ પોતાનામાં  સ્વીકારી શકે છે,
                          તે સ્ત્રી જ કરી શકે છે....
તારા સપના ને પુરા કરવા જે પોતાના,
સપનાને પોતાની અંદર જ મારી નાખે છે,
                          તે સ્ત્રી જ કરી શકે છે....
જે સંસારનું સર્જન પણ કરી શકે છે અને,
સંસાર નો વિનાશ પણ તેના હાથમાં જ છે,
                          તે સ્ત્રી જ કરી શકે છે....
સ્ત્રી ને સંપૂર્ણ રીતે ક્યારેય નહીં સમજાય,
કારણ કે તેની અપૂર્ણતા માં જ તેની પૂર્ણતા છે,
                          તે સ્ત્રી જ કરી શકે છે....

                                       -Arpita Ukani
-અનોખી ડાયરીમાંથી

Read More