હુ પ્રતિલિપિ પર લેખક છું.મને સાયરી.કવિતા.હાઈકુ.ચિંતનલેખ.ટૂંકીવાર્તા.નવાલકથા.

પતિ -પત્ની ગમે એટલા ઝગડે પણ એક બિજાની જાન છે કોઇ એક વગર બિજાની કલ્પના તો કરી જુઓ જીંદગી વિરાન છે

"આર્ય"

તમારા પેટ ને કચરાપેટી ના બનાવો. નહીંતર તમારું શરીર રોગોનું શો રૂમ બની જશે

"આર્ય"

જન્મ એ મુત્યુ નું પ્રમાણપત્ર છે "આર્ય " છતાંય લોકો મીઠાઈઓ વહેંચે છે જ્યારે મૃત્યુ એ જન્મ નું પ્રમાણપત્ર છે ત્યારે લોકો રોવા બેસે છે

"આર્ય"

Read More

એક મંદિર હતું બહુજ સરસ સંગેમરમર નું બનેલું મંદિર એટલું અદભુત કે જાણે તેને બનાવવા માટે સ્વર્ગ માંથી કારીગર મંગાવ્યા હોય

પણ તે મંદિર અંદર મૂર્તિ નહોતી બિરાજતી પણ સાક્ષાત ભગવાન બિરાજતા હતા

છતાં પણ મંદિર ની અંદર દર્સનાર્થે જવા વાળા લોકો ની ભીડ નહોતી જામતી એવુ પણ નહોતું કે મંદિર સુમસામ જગલ માં કે રણ માં હતું. મંદિર નગર ની બિલકુલ વચ્ચે હતું

છતાં ત્યાં જનારા શ્રદ્ધાંલુઓ ની ભીડ નહોતી એના પાછળ એક કારણ હતું મંદિર માં જવા માટે બે પગથિયાં હતા

તેના પેહલા પગથિયાં પર લખ્યું હતું જે પુરુષ એ કોઇ બેન દિકરી સામે ખરાબ નજરે ના જોયું હોય તે આ પગથિયાં પર ચડે

અને બીજા પગથિયાં પર લખ્યું હતું જે માં એ પોતાના બાળક ને ગર્ભ માં ના માર્યો હોય તે આ પગથિયાં પર ચડે

"ગુનેગારો ને આ મંદિર માં આવવા ની મનાઈ છે કારણ કે અહીંયા મૂર્તિ નહીં ખુદ ભગવાન બિરાજે છે "

લી, સુરજબા ચૌહાણ "આર્ય "

Read More

જ્યાં સુધી ભારતીય ઘરોમાં કોપભવન હતા ત્યાં સુધી ભારતીય ઘરોના ઝઘડા કોર્ટ સુધી પહોંચતા ના હતા ઘરમાં સમાધાન મળી જતું હતું

"આર્ય"

Read More

હાથમાં સ્માર્ટફોન હોવાથી સ્માર્ટ નથી થઈ જવાતું "આર્ય "સમજદાર લોકો મોબાઈલ ફોન નો ઉપયોગ કરે છે અને મૂર્ખા નો મોબાઈલ ફોન ઉપયોગ કરે છે

"આર્ય"

Read More

ગર્ભમાં જો દીકરી હોય તો પડાવી નાખતી સ્ત્રીઓને મારે શું કહેવું? પણ એટલું જરૂર કહીશ કે સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન છે એ કાલ પણ સત્ય હતું અને આજે પણ સત્ય છે

"આર્ય"

Read More

માંનુ મમતા ભર્યું પદ છોડીને સાસુ થવું એટલે વડાપ્રધાન નું પદ છોડીને રાષ્ટ્રપતિ થવા જેવું છે

"આર્ય"

પુરુષ શારીરિક રીતે મજબૂત હોય છે અને સ્ત્રી માનસિક રીતે મજબૂત હોય છે તમને વિશ્વાસ ના આવે ને તો જોજો કોઈ પણ સિટીમાં પાગલ હોય ને તો તેમાં પુરુષોનું પ્રમાણ વધારે હશે

"આર્ય"

Read More