Quotes by Akshat in Bitesapp read free

Akshat

Akshat

@ashish1075


એ ના કહીને સહેજ મા છૂટી ગયા,
કરવી ન જોઈતી તી ઉતાવળ સવાલ મા..!!

પ્રવાસ એકલો કરજે પણ એનો સાથ ના લે,
જે જાણવા ચાહે બધુ સફર બાબત....!!

ઇન્કાર હતો પત્ર મા, પણ પ્રેમ તો જો,

હસ્તાક્ષર તારા, મને સુંદર લાગ્યા...!!

મીઠુ સ્મિત, ખારા આંસુ અને અધૂરી ઈચ્છાઓ,
આ ત્રણેય નો સરવાળો એટલે 'જીંદગી'...!!

અમુક વાર્તાઓ એવી હોય છે,

જેની શરૂઆત પણ નથી હોતી અને અંત પણ નથી હોતો..!!

પણ એ વાર્તાઓ ઘણી સુંદર હોય છે...!!!

સલામત છે એ તસવીર હજી એમાં, બદલાયું ઘર તોય ખંડરમાં,
હતો પુરાવો આબાદીનો જેમાં, ક્યાંક એ ટુકડા હશે આ ખંડેરમાં,
ઘર હતું અમારું કદી એક ચમનમાં, સુકાયને એ પાંદડા પડ્યા છે ચમનમાં,
ખીલશે ફૂલો ખુશીના આશા હતી જેમાં, છે એ શમણાં બધાજ આ ખંડેરમાં,
શોધી રહ્યો છું જેને અજવારી આગ માં, મળે જો ક્યાંક પગલાં તમારા આ ખંડેરમાં,
સમી ગયું વંટોર, સમી ગઈ રાજ ધારા માં, જોયા હતા જેને ઉડતા આકાશમાં,
પડ્યા છે એ પારેવડા પાંખ વિહોણા આ ખંડેરમાં;
નથી કોઈ હમસફર આ સમય માં,
તોય ક્યાં એકલો છે "અક્ષત" અંધકારમાં,
રહે છે સાથ પડછાયાનો આ ખંડેરમાં...!!
-"અક્ષત"

Read More

નામ આપ એ જગ્યા નું જ્યાં તારો પ્રેમ મળતો હોય, હું લઈ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારું સ્મિત મળતું હોય; હું લઈ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારી ખુશી મળતી હોય; હું લઈ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારા સપના મળતા હોય; હું લઇ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારા હૃદય ના સાચા ધબકારા મળતા હોય; હું લઈ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારી આંખ નું નજર ના લાગે એવું કાજલ મળતું હોય; હું લઈ આવીશ,
નામ આપ એ જગ્યા નું જ્યાં તારી પાયલ નો અવાજ મળતો હોય; હું લઈ આવીશ,

અરે એક વાર તો
   નામ આપ એ જગ્યા નું જ્યાં તું મળતી હોય; તો હું તને જ લઈ આવીશ...!!
- ''અક્ષત"

Read More