Quotes by અશ્વિન રાઠોડ - સ્વયમભુ in Bitesapp read free

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

@ashwinrathod6053

​કાગળના કોરા મેદાન પર,
જ્યારે લાગણીઓ યુદ્ધ કરવા ઊતરે છે,
ત્યારે કોઈ છંદની શિસ્ત નથી હોતી,
કે નથી હોતી પ્રાસની કોઈ પરવા.
​કવિતા એટલે...
માત્ર સજાવેલા શબ્દોનું સરઘસ નહીં,
પણ ભીતરમાં ચાલતા
અસંખ્ય અવાજોનું એક લયબદ્ધ ગુંજન.
ક્યારેક એ ઝરણાંની જેમ ખળખળ વહે,
તો ક્યારેક પથ્થરની જેમ સ્થિર થઈ જાય.
કલમ તો બસ એક માધ્યમ છે,
ટેરવાં અને કાગળ વચ્ચેના સેતુનું.
સાચું કાવ્ય તો ત્યારે રચાય છે,
જ્યારે ગળામાં અટકેલો ડૂમો,
શાહી બનીને કાગળ પર વિસ્તરે,
અને વાંચનારને સંભળાય...
શબ્દોની પેલે પારનું,
"સ્વયમ’ભુ’"એક અદ્રશ્ય ગુંજન!
–અશ્વિન રાઠોડ"સ્વયમ’ભુ’"

Read More

विषय: भ्रम
​ये आँखें तुम्हारी ही हैं, जो अब तक भीगा करती हैं,
उन्हें मालूम था, इंतज़ार हमारा व्यर्थ जाएगा।

​हमारी क्या ख़ता, जो रात भर तकते रहे तारे,
वो चाँद था ही नहीं, जो छत पर उतर के आएगा।

​कहो तो आज भी उसी चौखट पे जा बैठें? हम
जहाँ झूठी आहटों से दिल बहल जाता है।

​मगर अब लौटकर जाने से भी क्या हासिल? है
जब शहर-ए-वफ़ा में अब कोई दिया ही नहीं जलता।

​नहीं वो मिस कॉल था, न कोई आहट दरवाज़े की, थी
बस तुम्हारे नाम पर ये दिल ”स्वयम’भु "धड़क जाता है।
– अश्विन राठौड़ "स्वयम’भु"
- અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Read More

શીર્ષક: ખાંભીયું બોલે ખમીરની

​(દુહો)
ધડ ધીંગાણે જેના ઢળ્યા, ને માથા મેલ્યા મોળ,
ઈ તો લોહીથી લખી ગયો, શૌર્ય તણી સાચી ઓળ.

​(કવિતા)
​કે હાકલ પડી સે સીમાડે, ને રૂંવાડે પ્રગટ્યું શૌર્ય,
માં ભોમકા સાદ પાડે, ત્યાં કોણ જુવે છે દોર?
ઘર-બાર ને માયા મેલી, બાંધ્યા માથે કફન,
આ તો મરદ મુછાળાની જાત, જેને વ્હાલું ભારત વતન...

​સામી છાતીએ ઘા ઝીલવા, જરાય કંપે નહીં કાય,
ધગધગતી ગોળીયું વરસે, તોય ડગલું પાછું ન ભરાય.
સાવજ જેવી ત્રાડ નાખી, રણ મેદાને ઘૂમતો,
લોહીની ધારાયું છૂટે તોય, 'જય હિન્દ' બોલી ઝૂમતો...

​પોતાના શ્વાસની આહુતિ દઈ, ઈ તો અમર રાખી ગયો શાન,
ભૂખ-તરસ ને ઊંઘ વેચીને, રાખ્યું ધરતીનું માન.
સીમાડે જેની રાખ ઊડે, એમાં કેસરિયો છે રંગ,
દુશ્મનને તો ધ્રુજાવી દે, એવો વીરોનો છે જંગ...

​તારા લોહીના ટીપે ટીપે, આ આઝાદી છે આબાદ,
યુગો સુધી ગુંજતો રે’શે, તારો આ અમર સિંહનાદ.
ધન્ય ધરા ને ધન્ય જનેતા, જણ્યા આવા જોધ,
ઇતિહાસના પાને કોતરાયેલી રહેશે, "સ્વયમ’ભુ" તારી શહાદતની શોધ...

અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"

Read More

શિર્ષક: મૌસમનો મિજાજ

હવામાં આજે કશીક અલગ ખુમારી આવી છે,
જુઓને, બદલાઈને આ કેવી મૌસમની સવારી આવી છે.

પાનખરના સુકા પાંદડાઓ ક્યાંક ઉડી ગયા,
ડાળીઓ પર લીલાશ ની કેવી તૈયારી આવી છે.

આ વીજળી, આ વાદળ અને આ ભીની માટી,
કુદરત સજાવીને આજે દુનિયા સારી આવી છે.

મન ભીંજવવા હવે કોઈ બહાનાની જરૂર નથી,
યાદોની સાથે આંખમાં અશ્રુની ધાર આવી છે.

કાયમ રહે છે ક્યાં કોઈ પણ ઋતુ અહીંયા?
લખો "સ્વયમ'ભુ', હવે પરિવર્તનની વારી આવી છે.
- અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Read More

શીર્ષક: ડિસેમ્બરનો ઠાઠ

​વર્ષનો છેલ્લો મહિનો ને ઠંડીનો વાય છે વારો,
ગરમ કપડાં ને તાપણાનો શોખ લાગે છે ન્યારો.

ધુમ્મસની ચાદર ઓઢીને સવાર પડે છે વહેલી,
જાણે કુદરતે આખી દુનિયા બરફમાં છે મઢેલી.

ફરવા નીકળ્યા સૌ યાત્રી, છોડીને દુનિયાદારી.
ક્યાંક બરફના પહાડો તો ક્યાંક દરિયા દારી.

યાદોનું પોટલું બાંધીને ડિસેમ્બર લેશે વિદાય,
નવા વર્ષના સુરજ સંગાથે નવી આશા બંધાય.

​મીઠી ઠંડીમાં મળે જ્યારે સ્નેહીજનોનો સાથ,
એટલે જ તો "સ્વયમ’ભુ"નિરાળો છે આ ડિસેમ્બરનો ઠાઠ.

અશ્વિન રાઠોડ "સ્વયમ'ભુ"

Read More

કવિતા – શીર્ષક: "કરુણાનો લેપ"

​પગમાં હતી ઈજા ને વેદના હતી ભારી,
ચાલવું હતું મુશ્કેલ, ત્યાં મળી મમતા ન્યારી.
બેન ના હાથમાં આવતા જ જાણે, દુઃખ ગયા સૌ ભૂલાઈ,
અબોલ જીવને મળી અહીં, "મા" ની ગોદ જેવી સગાઈ.

​માટીનો લેપ લગાવ્યો પ્રેમે, ને પાયું શીતળ નીર,
મૂંગા આશિષ આપતી એ, હરી લીધી સઘળી પીડ.
પ્રભુ રામને હતી જે વ્હાલી, જેને પીઠ પર રામનો હાથ,
એની સેવામાં આજે મળ્યો, ઘરના નાના બાળકનો સાથ.

​બાળકની હૂંફ અને નિર્દોષ સ્નેહની, મળી જ્યાં સંજીવની,
દોડી ગઈ એ વૃક્ષની ડાળે, શરૂ થઈ નવી જીવની.
ભાગતી જોઈ એને, દિલમાં થયો છે આજે પરમ સંતોષ,
એમના આ કાર્યમાં નથી કોઈ સ્વાર્થ, બસ છે પ્રેમ ને લાગણી નો "સ્વયમ’ભુ"નિસ્વાર્થ.
- અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Read More

કવિતા – શીર્ષક: "કરુણાનો લેપ"

પગમાં હતી ઈજા ને વેદના હતી ભારી,
ચાલવું હતું મુશ્કેલ, ત્યાં મળી મમતા ન્યારી.
બેન ના હાથમાં આવતા જ જાણે, દુઃખ ગયા સૌ ભૂલાઈ,
અબોલ જીવને મળી અહીં, "મા" ની ગોદ જેવી સગાઈ.

માટીનો લેપ લગાવ્યો પ્રેમે, ને પાયું શીતળ નીર,
મૂંગા આશિષ આપતી એ, હરી લીધી સઘળી પીડ.
પ્રભુ રામને હતી જે વ્હાલી, જેને પીઠ પર રામનો હાથ,
એની સેવામાં આજે મળ્યો, ઘરના નાના બાળકનો સાથ.

બાળકની હૂંફ અને નિર્દોષ સ્નેહની, મળી જ્યાં સંજીવની,
દોડી ગઈ એ વૃક્ષની ડાળે, શરૂ થઈ નવી જીવની.
ભાગતી જોઈ એને, દિલમાં થયો છે આજે પરમ સંતોષ,
એમના આ કાર્યમાં નથી કોઈ સ્વાર્થ, બસ છે પ્રેમ ને લાગણી નો "સ્વયમ’ભુ"નિસ્વાર્થ.
- અશ્વિન રાઠોડ - "સ્વયમ’ભુ"

Read More

અછાંદસ કાવ્ય:–​ શીર્ષક: "માટીનો ભેદ"

​ઘડનારા એ જ્યારે ચાકડો ફેરવ્યો હશે,
ત્યારે ક્યાં હાથમાં કોઈ ત્રાજવું હતું?
એણે તો બસ શ્વાસ ફૂંક્યો ને માણસ સર્જ્યો,
ના કોઈ ‘હું’ હતું, ના કોઈ ‘તું’ હતું.

​આ તો નીચે ઉતરીને આપણે ચિતર્યા નકશા,
અભિમાનની વાડ બાંધી, નામ આપ્યું ‘તફાવત’.
કોઈ મથુરાના મોહમાં, કોઈ ગોકુળના સ્નેહમાં,
પણ જેને છોડતાં આવડ્યું, એ જ પામ્યો ‘જગતગુરુ’નું પદ.

​તું કહે છે, “આ મારું, પેલું તારું”,
પણ અંતે તો રાખમાં ક્યાં કોઈ રંગ હોય છે?
સુખમાં ભાગીદાર ઘણા, પણ દર્દમાં એકલા,
ત્યાં પણ વળી પાછો આ તફાવતનો સંગ હોય છે!

​ખરેખર તો...
આ અદલા-બદલીના ખેલ તો માણસે રચ્યા છે,
બાકી ઉપરવાળાની નજરમાં તો,
બધા જ ‘સ્વયમ’ભુ’ના અંશ છે,
ત્યાં ક્યાં કોઈ ભેદ કે ભરમ બચ્યા છે?

અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"

Read More

"ગઝલ" શિર્ષક: "ફર્ક હોતા હૈ"

​બનાને વાલે કી રચના ખુબ સુરતથી, કોઈ ખામી ન થી,
મગર ઇન્સાન કી અપની નઝર મેં ફર્ક હોતા હૈ.

​બનાને વાલે ને મિટ્ટી લેકર સિર્ફ પૂતલા હી બનાયા થા,
યે હમ હૈં જિસને બાંટા હૈ, બશર મેં ફર્ક હોતા હૈ.

​ત્યાગ દે જો મોહ માયા, વહી રામ ક્રિષ્ન બનતા હૈ,
કિસી કે બોલને મેં ઔર અસર મેં ફર્ક હોતા હૈ.

​અકેલે દર્દ સહના હો, યા સબ કુછ પા લિયા હો તુમને,
જહાં મેં હર કિસી કે બસ સફર મેં ફર્ક હોતા હૈ.

​"સ્વયમ’ભુ" ખેલ સારા યે દિલોં કી અદલા-બદલી હૈ,
વરના પથ્થરો મેં ઔર જિગર મેં ફર્ક હોતા હૈ.

​- અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"

Read More

અછાંદસ કાવ્ય:શીર્ષક: "માત્ર નામ નહીં, એક અહેસાસ"

એક જ અસ્તિત્વ,
અને કેટકેટલા સંબોધન!

યશોદાના આંગણે એ લાલો છે,
તો ગોપીઓના મનમાં રાસ રમતો કાનુડો.
ક્યારેક એ માખણની મટકી ફોડતો માખણચોર,
તો ક્યારેક ગાયોની ધૂળમાં રગદોળાતો ગોવાળિયો.

જુઓ તો ખરા,
એના વ્યક્તિત્વના રંગો!

વાંસળીના સૂર છેડે ત્યારે મુરલીધર,
ટચલી આંગળીએ પર્વત તોળે ત્યારે ગિરધારી,
અને રણ મેદાન છોડીને ભાગે...
ત્યારે એ રાજા રણછોડ.

અને એતો સૌરાષ્ટ્રનો કારીયા ઠાકર છે,
તો વળી પ્રેમમાં રંગાયેલો શ્યામ પણ.
કોઈ એને ગોપાલ કહીને બોલાવે,
તો કોઈ લાડથી કહે કનૈયો.

પણ અંતે તો,
એ સોનાની નગરીનો દ્વારકાધીશ,
અને આ જગતને જ્ઞાન આપનારો જગદગુરુ,
અને એ પળેપળે રૂપ બદલતો,
મારો વ્હાલો "સ્વયમ’ભુ"લીલાધારી શ્રી કૃષ્ણ.

અશ્વિન રાઠોડ"સ્વયમ’ભુ"

Read More