The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કપડું સુંદર મજાનું લાવી હું, ઈસ્ત્રી કરી મુક્યું કબાટમાં, પહેર્યુ હતું એકવાર પણ ચુંથાય ગયું .. પછી મળ્યું જ નહીં ઘણુંય ગોત્યું... ને અચાનક યાદ આવ્યું કે..... એ તો"સપનું"હતું જે વિખરાઈ ગયું...!! - Ayushi Kadia
હ્રદય ફાટી નીકળે છે, છતાં મૌન છું... બધું જ સમજાવવા છતાં હું ગૌણ છું...!! ક્યારેક શબ્દો ખૂટે, ક્યારેક હું.. આજ ફરી સમજાયું હું કોણ છું...!! - Ayushi Kadia
સસલાને લાંબી ફલાંગો મારવા છતાં, મંજીલ ન મળી....... ને કાચબો નાની નાની ડગલી ભરી, પહોંચી ગ્યો મંજીલ સુધી..... અહીં સસલાને હારનો ડર હતો, ને કાચબાને ખુદ પર વિશ્વાસ.!! - Ayushi Kadia
મતભેદ છે ને મનભેદ પણ છે છતાં એકાકાર થઈ જવાય છે... ને પ્રેમ કાયમ છે.... લાગણીઓ દુભાય પણ છે ને ઠલવાય પણ છે છતાં નવી જન્મે છે ને પ્રેમ કાયમ છે... અપેક્ષાઓ રખાય પણ છે ને તુટે પણ છે છતાં નથી છૂટતી ને પ્રેમ કાયમ છે... માન-અપમાન ને સ્વાભિમાન બધું જ છે છતાં સન્માન છે ને પ્રેમ કાયમ છે... સપના બંધાય છે ને વેરાય પણ છે છતાં નવા પણ જોવાય છે ને પ્રેમ કાયમ છે... હજારો ખામીઓ છે ને ભુલો પણ છે છતાં ખુબીઓ પણ જોવાય છે... ને પ્રેમ કાયમ છે.... ફરિયાદો છે ને ગેરસમજણ પણ છે... છતાં મૌન પણ સમજાઈ જાય છે... ને પ્રેમ કાયમ છે.... વારંવાર થાય છે ને વધતો જાય છે તમારાથી જ .... એવો આ પ્રેમ કાયમ છે ....!!❤️❤️❤️
છે બધું અસ્ત વ્યસ્ત ,તો ય કહો જીંદગી મસ્ત !! ક્ષણભંગુર જીવતરમાં કોણ જાણે કયારે મળી જાય આ જીંદગીને માત ...!! - Ayushi Kadia
મૂંઝવણોનો ઉકરડો સાફ કરી નાખ્યો; આજે મેં મુજને ખાસ કરી નાખ્યો.. શંકાઓના નિજપહાડને ધ્વસ્ત કરી નાખ્યો; આજે મેં મુજને ખાસ કરી નાખ્યો.. સ્વમાનનો છેડો જરા વધારે લાંબો કરી નાખ્યો; આજે મેં મુજને ખાસ કરી નાખ્યો.. નિજમનને નવો દોસ્ત બનાવી નાખ્યો; આજે મેં મુજને ખાસ કરી નાખ્યો.. - Ayushi Kadia
એક ટીપું જ વધારે પડયું એમાં કેમ છલકાઈ ગયો?! કોણ જાણે કેમ એ પહેલાથી જ ભરાઈ ચુક્યો હતો...!! - Ayushi Kadia
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser