The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સમય ***** પરીક્ષા અગનની કરી માત સીતા, છતાં પણ ધરણમાં સમાવું પડે છે. પતિ પાંચ હોવા છતાં દ્રોપદીને, સભા રાજ વચ્ચે લજાવુ પડે છે. સત્યના સુકાની હરિશચંદ્રને પણ, ભરી આ બજારે વેચાવુ પડે છે. અજાચક સુદામા સખાની સમીપે, મુઠ્ઠી જાર માટેય જાવું પડે છે. મહાભારત તણાં સમર્થ અર્જુનને, સમયની થપાટે લુંટાવુ પડે છે. રઘુ રામ રાજે વચન એક કાજે, વરસ ચૌદ વનમાં વિતાવું પડે છે. અખિલ આ જગતનાં ધણીને અકાળે, તરુ નાં વિસામે વીંધાવુ પડે છે. અરે! કેમ "કેશર" કરો છો ગુમાની? સમય ના ઇશારે નચાવુ પડે છે. - કેશર
Desi
ફૂલનું મૂલ શિયાળાના દિવસો હતા. કડકડતી શીતમાં ફૂલો સુકાઈ ગયેલાં. કુંજોમાં અને બગીચામાં ફૂલઝાડ બધાં શિશુહીન માબાપ જેવાં ઉદાસ ઊભાં હતાં. પણ પેલું સરોવર કોનું? એ સરોવરની વચ્ચોવચ્ચ એક કમળ ઊઘડેલું છે. એ તો સુદાસ માળીનું સરોવર. એવું ફૂલ તો વસંતમાં યે ન ખીલે. સુદાસ આનંદથી છલકાઈ ઊઠ્યો. એના મનમાં થયું કે 'રાજાજીને આજે આ ફૂલ ભેટ કરી આવીશ.' ફૂલોના શોખીન રાજાજી આજે અકાળે આ કમળ જોઈને મને મોં માગ્યાં મૂલ આપશે.” વાયુનો એક હિલેળો વાયો; કમળે જાણે ખુશખુશાલ બનીને છેલ્લો હીંચકો ખાધો; માથા ઉપરથી એક કોયલ ટહૂકતી ગઈ. માળીએ માન્યું કે મંગળ શુકન થયાં. સહસ્ત્રપાંખડીનું એ ફૂલ લઈને સુદાસ રાજમહેલની સામે વાટ જોઈ ઊભો છે. રાજાજીને સમાચાર કહેવરાવ્યા છે. હમણાં જ રાજા બોલાવશે. મૂલનો લોભી સુદાસ એ ફૂલની શી [ ૧૧ ] શી જતના કરી રહ્યો હતો ! એની પાંખડી ઉપરથી ઝાકળનું એક બિન્દુ પણ સુદાસે નીચે પડવા ન દીધું. એટલામાં જ રસ્તે એક આદમી નીકળ્યો. કમળને જોતો જોતો એ પુરુષ પાસે આવ્યો. સુદાસને પૂછ્યું : 'ફૂલ વેચવાનું છે?' 'રાજાજીને ધરવાનું છે.' સુદાસે ટૂંકો ઉત્તર દીધો. 'મારે તો રાજાના પણ રાજાજીને ધરવા મન છે. આજે બુદ્ધદેવ પધાર્યાં છે, બોલો, શું દામ લેશો ?' 'પણ હું એક માષા[૧] સુવર્ણની આશા કરીને નીકળ્યો છું.' 'કબૂલ છે.' ત્યાં તો નોબત ગડગડી. શરણાઈનો સૂર આવ્યો. કુંકુમ-ચંદનના થાળ માથે મેલીને રમણીઓનું વૃંદ ગીતો ગાતું ચાલ્યું આવે છે. રાજા પ્રસેનજિત પગે ચાલતા બુદ્ધદેવનાં દર્શને ઊપડ્યા છે. નગરની બહાર પ્રભુ ગૌતમ પધાર્યા છે. કમળ જોઈને રાજા હર્ષ પામ્યા. મનમાં થયું કે પ્રભુના પૂજનમાં આજે પુષ્પની જ ઉણપ હતી તે પૂરી થશે. રાજાજીએ પૂછ્યું : 'ફૂલનું શું મૂલ લઈશ, સુદાસ ?' સુદાસ કહે : 'મહારાજ ! ફૂલ તો આ સજ્જને રાખી લીધું.' 'કેટલી કિંમતે ?' 'એક માષા સુવર્ણ.' 'હું દશ માષા દઉં.' રાજાજીને માથું નમાવીને પેલો પુરૂષ બેાલ્યો : “સુદાસ, મારા વીશ માષા.” રાજાજીનું મોં પડી ગયું. તેમનું હૃદય જરા દુભાયું. પેલો પુરુષ બોલ્યો : 'મહારાજ ! હું અને આપ બન્ને પ્રભુ બુદ્ધનાં દર્શને ચાલ્યા છીએ. મારે પણ આ પુષ્પ પ્રભુના ચરણે જ ધરવાનું છે. આ પુષ્પને માટે આજ આંહીં આપણે રાજાપ્રજા રૂપે નથી ઊભા, બે ભક્તો રૂપે ઊભા છીએ. રોષ કરશે મા, હે સ્વામી ! આજે ભક્તિનાં પૂર દુનિયાદારીની મર્યાદા માનતાં નથી.' હસીને રાજાજી બોલ્યા : 'ભક્તજન! હું રાજી છું. સુખેથી માગણી કરો. તમે વીસ માષા કહ્યા, તો મારા ચાળીશ.' 'તો મારા.…....' એટલું બોલવા જાય ત્યાં તે સુદાસ બેલી ઊઠ્યો : 'માફ કરજો મહારાજ ! માફ કરજો સજ્જન ! મારે આ ફૂલ વેચવું જ નથી.' એટલું કહીને તેણે દોટ મૂકી. બન્ને ભક્તો ચકિત નજરે જોઈ રહ્યા. સુદાસ માળી ફૂલ લઈને નગર બહાર નીકળ્યો. એકલો ઊભો ઊભો એ વિચાર કરે છે કે જે બુદ્ધદેવને ખાતર આ ભક્તો આટલું દ્રવ્ય ખરચે, એ પુરૂષ પોતે કેટલા ધનવાન હશે ! કેટલા દિલાવર હશે ! એને જો આ ફૂલ આપું તો મને કેટલું બધું દ્રવ્ય મળશે ! [ ૧૩ ] પદ્માસન વાળીને વડલાને છાંયે બુદ્ધ બેઠેલા છે, ઉજ્જવલ લલાટ : મેાં પર આનંદ : હોઠમાંથી સુધા ઝરે છે: આાંખ માંથી અમી ટપકે છે : જેવો વાદળાંનો ઘેરો ગંભીર ઘરઘરાટ, તેવી જ એ તપસ્વીની વાણીનો નિર્મળ નાદ છે. સુદાસ સ્તબ્ધ બનીને ઊભો. એના મોંમાંથી ઉચ્ચાર પણ નથી નીકળતો. એ તો જોઈ રહ્
m
જયારે તમે કોઈ હોટલમાં ખાઓ અને Selfie લેવાનું ભુલી જાઓ હવે લોકો કઈ રીતે ખબર પડશે કે મેં ૫૦૦ રુપિયા નો pizza ખાઘો હતો
: ધણીની નિંદા ! : ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?” “બાપુ ! ભેાજ ખાચરનાં પડનાં જ ઘરવાળાં.” મૂછો ઉપર હાથ દઈને વાઘેલા રાજા બેઠો થઈ ગયો. એણે આજ્ઞા કરી : “ઘોડાં ! ઘોડાં ! ઘોડાં સાબદાં કરો ! આજ કાઠીએાનેય ખબર પાડીએ કે રજપૂતોનાં વેલડાં લૂંટતાં કેટલી વીસે સો થાય છે. ભેાજ ખાચરના ઘરની આઈઓ તે મારી મા-બહેનો છે. હું રજપૂત છું. પણ મારે આજ તો આ ફાટેલ કાઠી ડાયરાને અનીતિના મારગ છંડાવી દેવા છે.” ભારોજી રાજ ચડ્યો. સમાણીના થાનકમાં કાઠિયાણીઓને ખબર પડ્યા કે વાઘેલા રાજા એાજણાં વાળવા આવે છે. કુંજડીઓની માફક કાઠિયાણીઓના કળેળાટ બોલ્યા. અબળાએાને એકેય દિશા સૂઝતી નથી. એણે ચારે દિશામાં આકુળવ્યાકુળ નજર નેાંધી. સામે એક ગામડું દેખાણું: પૂછ્યું : “ભાઈઓ, કયું ગામ ?” “ઉતેળિયું.” ગાડાખેડુએાએ કહ્યું. “કોનું ગામ ?” “વાઘેલાનું, આઈ! એ બધા પણ ભારાજીના ભાયાત થાય છે. ” [ ૧૩૬ ] “ફિકર નહિ, બાપ ! આપણાં વેલડાં ઉતેળિયાના ઝાંપામાં દાખલ કરી દ્યો. એ રજપૂત હશે તો નક્કી આપણાં રખવાળાં કરશે.” કાળો કળેળાટ બોલી ગયો. વેલડાં ઉતેળિયાના ગઢમાં જઈ ઊભાં રહ્યાં. દરબારને બધી હકીકતની જાણ થઈ. એણે કહેવરાવ્યું : “આઈઓ ! હયે જરાય ફડકો રાખશો મા. ભારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલાને આંગળી લગાડે !” ભારોજી ભાલું હિલોળતા આવી પહોંચ્યા. ઉતેળિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું : “ ભા ! રજપૂતનો ધર્મ તને શીખવવાનો હોય ? આંહી ગઢમાં પગ મૂકીશ તો સામસામાં લેાહી છંટાશે. બાકી, હા, ઉતેળિયાના સીમાડા વળોટે એટલે તારે ગમે તે કરજે.” રજપૂતે રજપૂતની આંખ એાળખી લીધી. ભારોજી પાછો ફરી ગયેા. ઉતેળિયાના ઠાકોરે ભડલી સમાચાર પહોંચાડ્યા. ભેાજ ખાચર મેાટી ફોજ લઈને આવ્યા. કાઠિયાણીઓ તો ભડલી ભેળી થઈ ગઈ, પણ ભેાજ ખાચરના મનનો ડંખ કેમ જાય ? બોરુ ગામને માથે ભોજ ખાચરના ભૈરવ જેવા પ્રચંડ કાઠીઓ ત્રાટક્યા અને એ ધીંગાણામાં ભારોજી કામ આવ્યા. ભેાજ ખાચર ભારોજીનું માથું વાઢીને પોતાની સાથે લેતા ગયા. સ્વામીનો ઘાત થયો સાંભળી ભારોજીની રજપૂતાણીને સત ચડ્યું, કાયા થરથર કંપી ઊઠી, પણ ચિતામાં ચડાય શી રીતે ? ધણીનું માથું તો ખોળામાં જોઈએ ને ! રાણીએ સાદ નાખ્યો : “લાવો, કોઈ મારા ધણીનું માથું લાવો. મારે ને એને છેટું પડે છે.” ચારણ બોલ્યો: “માથું તેા ભોજ ખાચર ભેળું ગયું. [ ૧૩૭ ] અમે બધાય જઈને ત્યાં મરીએ તોયે એ માથું નહિ કાઢે. એ ભોજ છે, કાળમીંઢ છે.” “એ બાપ ! મારા નામથી વિનવણી કરજે.” “ભોજનું હૈયું એવી વિનવણીથી નહિ પીગળે. રજપૂતાણીના તરફડાટ જોવામાં એ પાપિયાને મોજ પડશે.” “ચારણ ! મારા વીર ! તારી ચતુરાઈ શું આવે ટાણે જ ખૂટી ગઈ?” “મા, એક જ ઉપાય છે – બહુ હીણો ઉપાય છે : મારું સૂડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડશે. ખમજો, હું લઈને જ આવું છું.” એમ કહીને ચારણ ચડ્યો; મોઢુકામાં આવીને આપા ભેાજને એણે સમાચાર કહેવરાવ્યા કે એક ચારણ તમને બિરદાવવા આવ્યો છે. ડાયરામાં જઈને “ખમ્મા ભેાજલ ! ખમ્મા કાઠી ! ખમ્મા પ્રજરાણ !” એવા કંઈક ખમકાર દઈને આપા ભોજનાં વારણાં લીધાં, મધુર હલકથી એણે દુહા ઉપાડ્યા : ભોજા, બંધ ભારા તણા, કાપ્યા કરમાળે પૂળા ૫વાડે, તેં વેરાડ્યા વેળાઉત !
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser