Quotes by Bhadresh makwana in Bitesapp read free

Bhadresh makwana

Bhadresh makwana

@bhadreshmakwana004902


ઈચ્છાઓ હંમેશા ક્યાં દરેકની પૂરી થાય છે
થોડી આંસુમાં વહી જાય છે,
થોડી આંખોમાં રહી જાય છે.


Bhadresh makwana

આપના શબ્દોનું કદ પણ આપ જેવું જ છે.
એકાદ શબ્દ પણ આપનો અહીં કિસ્સો બની જાય છે.

-Bhadresh makwana

કરવો હોય તો સીધો પ્રહાર કરો,
પોતાના કહી પીઠ પાછળ ના વાર કરો.
દિલમાં રાખી ઈર્ષ્યા ને ચહેરા પર ભોળપણ
દોસ્ત કહી કો' ની સાથે દુશ્મની ના ધરાર કરો.

Bhadresh makwana

Read More

ડૂબવું તો સહેલ છે દોસ્ત,
તરવા શ્વાસોનો સહારો જોઇએ

Bhadresh makwana

એના અનેક છે એહસાન મુજ પર ના પૂછો
થયા છે એ કેવા મુજ પર મહેરબાન ના પૂછો
સીધી જ સજા સંભળાવી દીધી મુજને
ઠેરવી મુજને કસૂરવાર શું હતો અપરાધ તો પૂછો

Read More

નિભાવું છું સંબંધ સહજતાથી અહીંયા બધાજ દોસ્ત છે,નથી કોઈ દુશ્મન મારું

નથી સમજ રદિફ,કાફિયા કે મત્લાની
તેથી જ પહેલા અંત પછી આરંભ લખું છું
ગાગા.લગા ને લગાગા ની નથી લાગારે ખબર
શબ્દોને મીટર થી માપી અર્થબંધ લખું છું
નથી લખ્યા મે શેર કે શાયરી જે વિષય પર
એના વિશે કવિતા અકબંધ લખું છું

Read More

કિનારે બેસી માપી નહી શકો સમંદર ની ઉંડાઇને
ઉતરોજો અંદર તો પામી શકો તેની ગહેરાઇને

હું પણ ચૂપ અને તું પણ ચૂપ ,નીરવ શાંતિ છવાઈ છે ,
આંખો એ આંખોથી જરૂર કોઈ વાત છુપાવી છે.      મૂંઝવણની આ સ્થિતિમાં બન્ને જણ ગુમસુમ
આપણી વચ્ચે જાણે મૌન ની ઉંડી ખાડી છે.



Read More

કોઈ માટે સમસ્યા તો કોઈ માટે સમાધાન છે જિંદગી,
કેટકેટલા રંગો દેખાડે છે,હોળી પણ અને દિવાળી પણ જિંદગી