Quotes by Chhaya Shah in Bitesapp read free

Chhaya Shah

Chhaya Shah

@chhayashah351957gmai


માતૃભાષા

અક્ષર અક્ષર ને શણગારી બનાવ્યા
શબ્દો.
અક્ષર ના મસ્તકે મુકી બિદી.
અક્ષર ના હાથમાં સોંપી લાકડી.
આગળ પાછળ
આપ્યા રસવ ઇ
દીધૅવ ઇ
ના ટેકા.

નીચે પહેરાવ્યા
રસવ ઇ દીધૅઈ ના બુટ.
આ રીતે બન્યા શબ્દો.
શબ્દો શણગારી બનાવ્યા વાકયો.
અલંકારો સજી બનાવી કવિતા. અને અલંકારિક ભાષા.
આ આપણી માતૃભાષા.
આપણને લાગે વહાલી.

-Chhaya Shah

Read More

સંબંધ
જયારે સારી વ્યક્તિ મારી લાગે, ત્યારે સ્નેહ વધે. અને એક હૈયા થી બીજા હૈયે બેફિકર પહોંચી શકાય. તે સંબંધ છે.

-Chhaya Shah

Read More

આનંદ
આનંદ એ કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રાપ્તિ નો એટલો નથી હોતો.
જેટલો આનંદ લાગણી અને વિચારો ના અનુબંધ નો હોય છે.
.
-Chhaya Shah

Read More

ઉનાળા ની ગરમી
ઉનાળામાં વૃક્ષો બોલ્યા, પાણી તરસ્યા જન સૌ બોલ્યા.
ગરમી કેવી પડતી રે ભાઇ...
ખેતર ખેડતા ખેડૂતો બોલ્યા, કડિયા, લુહાર, મજદૂર બોલ્યા,
ગરમી કેવી પડતી રે ભાઈ...
સુકી થઈ ગયેલી ધરતી બોલી, દરિયા ની ભરતી બોલી,
ગરમી કેવી પડતી રે ભાઇ...
આકાશ થી સુરજ બોલ્યો, જીવો ઉપર ઉપકાર કરુ,
તાપ પડે તો વરસે પાણી,
તેથી હું ગરમી🔥 ફેકુ.

-Chhaya Shah

Read More

જીવન મહાભારત

માનવ જીવન મહાભારત હૈ.
ઔર
સંસાર કુરુક્ષેત્ર હૈ.
સમય કે સાથ સંધષૅ યહ યુદ્ધ હૈ.
પરંતુ ધમૅ કા રથ હો,
હિમ્મત કા હથિયાર હો.
હરિ સારથિ હો,અભય કા કવચ હો.
શ્રદ્ધા કી ઢાલ હો, આત્મવિશ્વાસ કા શસ્ત્ર હો.
અનુભવ કી સેના હો,
તો જીવન રુપી મહાભારત મેં વિજય નિશ્ચિત હૈ.

-Chhaya Shah

Read More

એકલા, એકલા
એકલા આવ્યા છે.
એકલા જવાનું છે.
આત્મા ને બીજા વસ્ત્રો ધારણ કરવાના છે.
ભાઇ, બહેન દિકરી હતા મારા,
તે બની ગયા સિતારા.
અથૉત
આત્મા એ બીજા વસ્ત્ર ધારણ કરી દીધાં.
ધણી ઇરછાઓ રાખી હતી,
જીવન જીવશુ સાથે,
પરંતુ
એમના વગર જીવન જીવાય રહ્યું છે.
કોઈ મને સમજે કે ના સમજે,
હું જગત ને સમજી રહી છું.
કર્મો નો આ ખેલ છે.
તે જાણી ચુપચાપ જિંદગી જીવી રહી છું.

Read More

ઉંચી ઈમારત પણ આભને આંબી નથી શકતી.
મહત્વકાંક્ષા ક્યારેય પરિપૂર્ણતા પામી નથી શકતી..

-Chhaya Shah

નવવધુ નો શણગાર
પિયર ની પ્રીત નું પાનેતર પહેરી,
આંખો માં શમણાં નું અંજન આંજી,
શ્વસુર, પિયર પક્ષ નું નામ રોશન કરવા,
નાકે નથણી નાખી.
કણૅપિય વાતો સાંભળવા કાને કુંડળ
પહેરી,
કાન ની બુટે અક્ષમ્ય શબ્દો ની બુટી બાંધી.
કપાળે કંકુ નું કુમકુમ તિલક કરી,
વાળ માં વફાદારી ની વેણી વીંટાળી,
હોઠો પર હાસ્ય નું હેત હરખાવી.
કંઠ માં મધુર શબ્દો ની કંઠી કંડારી.
હૈયે હરખ નો હાર પહેરી,
આંગળી ઓ માં અતિથી ને આવકાર
અંગુઠી અંગીકાર કરી,
પ્રેમ, હુંફ,માયા, લાગણી, ફરજ ની, પાંચે આંગળીઓની પંહોચી પહેરી ,
કાંડે કજૅ ના કંગન કંડારી,
ખભે ખબરદારી નો ખેસ ખોસી,
શરીરે શરમ ના શેળાની સાડી સજી,
સેંથી માં સાજન નું સિંદુર સજી
નવવધુ એ શણગાર સજ્યો.

Read More

#
અસ્પષ્ટ
અસ્પષ્ટ વાણી અને અસ્પષ્ટ
વતૅન,
બીજી વ્યક્તિ ના જીવન માં
હલચલ મચાવી દે છે.

-- Chhaya Shah

https://www.matrubharti.com/bites/111551353

Read More

#
અસ્પષ્ટ
અસ્પષ્ટ વાણી અને અસ્પષ્ટ
વતૅન,
બીજી વ્યક્તિ ના જીવન માં
હલચલ મચાવી દે છે.