સાહિત્યની સફર ખૂબજ રોમાંચિત અને સફળતા પૂર્વક ચાલી રહી છે. મારી દરેક સફળતા માટે વાચકોનો પ્રેમ અને સહકાર ખૂબ અગત્યનો છે. માતૃભારતી ટીમ અને મહેન્દ્રભાઈનું પ્રોત્સાહન તથા સહકાર મળી રહ્યો છે. નવલકથા લખવા માટે કથાબીજ આપણાં તથા અન્યના જીવન , કલ્પના, સ્ફુરણા ને ક્યારેક કોઈક વાસ્તવિકતા પણ ભાગ ભજવી જાય છે જે શબ્દોમાં સાકાર થાય છે. મારાં સહુ વાચકોનો મારી કૃતિઓને વધાવવા બદલ દિલથી આભાર. વધું વાંચવા www.daksheshinamdar.com ફોલો કરો. https://chat.whatsapp.com/DgxwH9TvGtj45IpIo26fdJ

ક્ષણભરનું જોઈ રુદન લોકોનું હું રોઈ પડ્યો અગ્નિશૈયા પર સૂતો સૂતો..
ચહેરા જાણ્યાં અજાણ્યાં જોયાં "આત્મિય" ઘણાં યાદ આવી આંસુમાં વહી ગયાં..

ચહેરો એક અનોખો કાળજે ચોંટેલો પ્રેમ બની અંદર રહ્યો જોઈ રહ્યો હું સૂતો સૂતો..
રાખ થવાની જરૂર દેહની અગ્નિ પ્રજ્વળ સળગ્યો ભડ ભડ હું મટી જવાનો..

ના..આ નથી અંત મારો ભલે મર્યો હું પણ પ્રેમ મારો પાળિયો થવાનો વિચારું સૂતો સૂતો..
કેટલા આવ્યા અને ઘણાં ગયાં જીવન સફરમાં એક રહી ગયો જીવ મારામાં બીજાં ગર્તામાં ગયાં..

પ્રેમ અમારો અમર થઈ ગયો હજી મળશું બની પ્રેત યાદ કરું પ્રેમસમાધિમાં સૂતો સૂતો..
વિધાતાની કલમ તૂટી ભાગ્ય લખતાં લખતાં નહીં રહે અધૂરો "દિલ" પ્રેમ અમારો.............

"આ મારી નવી શરૂ થઈ રહેલી નવલકથા *પ્રેમસમાધિ* નું એક અંશ કાવ્ય છે..જેની આ શરૂઆત છે.. આ નવલકથા માતૃભારતીનાં ઉત્કૃષ્ટ મંચ ઉપર પ્રદર્શિત થવા જઈ રહી છે.."🌹🙏

Read More

Dakshesh Inamdar લિખિત નવલકથા "સ્ટ્રીટ નં - 69" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/34825/street-no-69-by-dakshesh-inamdar

"શ્રી દક્ષેશ ઇનામદાર | શ્રેણી અનુભવી સાથે અનુભવ" માતૃભારતી વિશેષ પર જુઓ. https://www.matrubharti.com/videos/914/dakshesh-inamdar-anubhavi-sathe-anubhav/1843

Read More

એક અતૂટ પ્રેમ સંબંધ......
આસ્થા + વિશ્વાશ

આ રસપ્રચૂર નવલકથા એક પ્રેમકથા છે. બે પ્રેમભર્યા જીવનો સાચો પ્રેમ આલેખાયો છે.

વાર્તાનો નાયક કુદરતનાં ખોળે અને એનાં સંકેતોને સમજી પારખીને ઉછરે છે.પોતાનાં જીવનમાં વૈદિક ગણિત વિજ્ઞાનને પરોવીને આધુનિક વિજ્ઞાનમાં સમન્વય કરીને શોધ કરી વિરાટ પ્રગતિ કરે છે. સિધ્ધિ સફ્ળતાનો નશો સંસ્કાર ભુલાવે છે ...શું શું વાર્તા રસપ્રદ પ્રકરણો લઈને આવી છે જરુરથી વાંચો ..વંચાવો..

વાર્તાની નાયિકા પણ કુદરતની નિશ્રામાં પોતાનાં વિધ્વાન દાદા "કાકુથ" જે શાશ્ત્રોનાં ઉપાસક, અભ્યાસુ જાણકાર છે. તેઓ નાયિકા અને નાયકને પણ જ્ઞાન દાન આપે છે એક સબળ સંસ્કાર સીંચે છે.. વૈદિક વિજ્ઞાનનો આધાર લઈ ..પરિવર્તિત શક્તિનો વિજ્ઞાનમાં ઉપયોગ કરી કેવી અદભૂત ખોજ અને ક્રાંતિ ઉદભવી શકે છે એનું તાદશ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે. વાચકો આ નવલકથા દ્વારા શાશ્ત્રનું તલસ્પર્શી દર્શન પણ માણી શકશે.

વાર્તાનાં પ્રસંગો પ્રમાણે આવતાં વળાંકો ..માનસિક વિચારધારા અને સંસ્કારનું સિંચન ..પ્રતિરોધ ..પ્રતિશોધ ..પ્રેમ કેવો પવિત્ર ઈશ્વર સમાન છે ..એની પરાકાષ્ઠાની ઊંચાઈ દર્શાવતી સુંદર નવલકથા લખાઈ છે જે સૌને ખૂબ પસંદ આવશે.
દક્ષેશ ઇનામદાર.

https://www.matrubharti.com/novels/8924/prem-angaar-by-dakshesh-inamdar

Read More

‘પ્રેમાગ્નિ...’એક અતૂટ ઋણાનુંબંધનાં બંધનની નવલકથા. બે જીવ જેમને પ્રકૃતિએ એકબીજાનાં પરિચયમાં લાવી એક કર્યા અને પ્રેમબંધનમાં બંધાયા. પ્રકૃતિ અને પુરુષ એકબીજાનાં પ્રેમ-લાગણીનાં સૂરમાં પરોવાયા. કુદરતનાં ખોળે જન્મેલી અને પ્રકૃતિનાં પ્રેમ અભ્યાસમાં પરોવાયેલાં બે માનવ જીવની હૃદયસ્પર્શી કથા.


https://www.matrubharti.com/novels/978/premagni-by-dakshesh-inamdar

Read More

ચાલી નીકળ્યો હું ચીંધેલી કેડીએ એણે મારું કંઇક તો વિચાર્યું હશેને!
શ્રદ્ધાનું બળ રાખું બળવત્તર બસ વધ્યા કરું આગળ જરૂર એ મળશેજને.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

કોઈ વિભૂતિનો પ્રશંસક હોઈ શકું પણ આંધળો અનુયાયી નહીં.
ખુદની વિશિષ્ટ શૈલી હું કંડારું નવો રચવા ઇતિહાસ ડગ ભરું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

ગુરુપૂર્ણિમાની શુભકામના🌹🙏🌹
ગુરુ ચરણમાં આખી દુનિયા મારી.
જ્ઞાન ભક્તિ સંસ્કારની શાળા મારી.
ગુરુ થકી ઈશ્વરની આરાધના મારી.
ગુરુ આશિષ પથદર્શનની કામના મારી.
ગુરુપૂર્ણિમા દર્શનની અભિલાષા મારી.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

મારાં પ્રિય વાંચકો..

માતૃભારતીનાં લોકપ્રિય મંચ ઉપર હું સતત નવલકથા લખી રહ્યો છું.આપ મારાં પ્રિય વાચકોનો સદાય સહકાર, પ્રેમ અને આશીર્વાદ મળતાં રહ્યાં છે..હું આપ સહુનો ઋણી છું અને શિખર પર સ્થાન આપવા માટે નમ્ર પણે ખૂબ ખૂબ આભાર માનું છું.

આજે મારાં વાચકોની સાથે અંગત વાત કહેવા માગું છું . હું થોડો સમય માટે વિરામ લઈ રહ્યો છું મારી નાદુરસ્ત તબિયત અને નાની સર્જરી થવાની છે. ડોક્ટરે ચુસ્તપણે આરામ કરવા સલાહ આપી છે. જેથી થોડો સમય હું કોઈ રચના આપી નહીં શકું તો માફ કરશો.

ફરી તાજા તંદુરસ્ત તનમન સાથે આપની સેવામાં હાજર થઈ જઈશ એની ખાત્રી આપું છું આપનો પ્રેમ સહકાર ફરી મળતો રહેશે એની અપેક્ષા રાખું છું.

મારી સ્કોર્પિયન, વસુધા.. વસુમાં.. અને સ્ટ્રીટ નં 69 પૂર્ણ થઈ ગઈ છે એને ખૂબ લોકપ્રિય અને પસંદ કરવા માટે આપ સહુનો ખૂબ ખૂબ આભાર માનું છું.🙏

દક્ષેશ ઇનામદાર. "દિલ'..

Read More

"ધ સ્કોર્પિયન - પ્રકરણ-113(છેલ્લું)" by Dakshesh Inamdar read free on Matrubharti
https://www.matrubharti.com/book/19943951/the-scorpion-113-last-part