The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#મિત્રતા_કોને_કહેવાય ? મને મિત્રો બનાવવા ખૂબ જ ગમે છે. પણ જો રોજ જ વાત કરવી પડે, કે રોજ જ એકબીજાના ખબર અંતર કાઢવા પડે તો મારુ મન અને મગજ બન્ને કામ કરતા બંધ થઈ જાય. મારે અમુક ખાસ મિત્રો છે જીવનમાં. જ્યાં અમે વર્ષમાં એક વાર કે બહુ બહુ તો ત્રણ ચાર વખત વાત કરતા હોઈશું. પણ છતાં જ્યારે મળીએ કે વાત કરીએ ત્યારે આત્મીયતા હોય. આત્મીયતા રોજ રોજ વાત કરવાથી ઓછી થઈ જતી હોય છે. એટલું જ નહિ, પણ વધુ મિત્રતા, ક્યારેક મર્યાદા ઓળંગવા લાગી જાય છે, બન્ને પક્ષે. આ વાત ખાલી મિત્રતા માટે જ નથી, પણ આપણા નજીકના સંબંધો માટે પણ લાગુ પડે છે. જેટલા ગાઢ થતા જશો, એટલી લક્ષ્મણ રેખાઓ ઓળંગતી જશે. ઘણી વખત ગાઢ મિત્રતા હોવા છતાં, કામના સમયે જ્યારે રુક્ષતા બતાવે ત્યારે ખૂબ દુઃખ થાય. પણ જો માણસના આ સ્વભાવને સ્વીકારી લીધુ હોય તો તકલીફ ઓછી થાય. જે સમયે આપણને ખાસ જરૂર હોય, ત્યારે મિત્ર હોય કે સંબંધી હોય, જો મદદ ના કરે, ત્યારે ત્યાં અપેક્ષાભાવ સંપૂર્ણ મૂકી દેવાનો અને ત્યાં ફક્ત મિત્ર તરીકે જ સંબંધને જાળવી રખાય પછી. સંબંધોને ખુલ્લી આંખે જોતા શીખવું જોઈએ. મિત્રતામાં કોઈને ગૂંગળામણ થાય એવુ વર્તન ક્યારેય ના થાય. મારા એટલા બધા મિત્રો એવા છે કે જે લોકો મારી જોડે પહેલી વખત વાત કરે તો પણ એમના જીવનની કિતાબ ખોલી નાંખે છે. કારણ એટલુ જ કે એમને મારા ઉપર ભરોસો હોય છે કે નથી હું એમને જજ કરતી કે નથી હું બીજી વાર ફોન કરવાનો આગ્રહ રાખતી. દુનિયામાં સૌથી વધુ મહત્વનું છે ભરોસો. અને એમાં પણ જ્યારે કોઈએ આપણા ઉપર ભરોસો મૂક્યો હોય, ત્યારે તો તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે કે ક્યારેય એમનો વિશ્વાસઘાત ના થાય. બીજુ, જ્યારે મિત્રને જો તમારા મનની વાત કરવા માટે અથવા એમની કોઈ વાત ના ગમી હોય ત્યારે એક સેકન્ડનો પણ વિચાર કરવો પડે તો સમજી લેવાનું કે ત્યાં મિત્રતાનું ભીનું સંકેલવાનો સમય પાકી ચૂક્યો છે. મિત્ર પ્રેમ ખૂબ અદ્ભુત અહેસાસ છે. જો બન્ને બાજુથી એકસરખો સચવાય તો. #H_R #Mitra_Relation_Platform ✍️
"#ખચૅ કરવાનો #આનંદ ક્ષણિક હોય છે, #બચતની_ખુશી ભવિષ્ય માં ફરી મળે છે" #H_R ✍️
"#મગફળી અને #લગ્ન બંને સરખા છે , માંડ તમે ૫-૬ દાણા સરખા ખાવ ત્યાં એકાદ દાણો કડવો આવી જાય , લગ્નમાં પણ એવું જ છે ,માંડ ૫-૬ દિવસ સારા વીતે ત્યા એકાદ ડખ્ખો થાય...!!"🤣😃😂😂😂😂 #H_R ✍️
"ખુશી પૈસા નહિ, પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે. એક બાળક ફૂગ્ગો ખરીદીને ખુશ થાય છે, તો બીજો વેચીને, જ્યારે ત્રીજો તેને ફોડીને..! #H_R
છોકરો ચાર મહિનાનો થયો ત્યારે બિમાર પડી ગયો.. વાઈફ એને લઈને જ્યાં એનો જન્મ થયો હતો એ હોસ્પિટલમાં ગઈ. ડોક્ટરે દવા કર્યા પછી 500 રુપિયા ફી ના માગ્યા. તો વાઈફે કહ્યું "ફી શાની?, આને તો હજુ ચાર મહિના થયા છે હજુ તો ગેરંટી માં છે... ડોક્ટર બેહોશ થઈ ગયો😁🤣😆🤣🤣😃 #H_R
"જેવી #કદર પૈસાની કરો છો, એવી વ્યક્તિની પણ કરજો સાહેબ‚ કારણ કે, #પૈસા તો ફરીથી કમાવી લેવાશે પણ ગયેલ #વ્યક્તિ ક્યારેય પછી નહીં આવે..!!" #H_R
"#સાસુ (વહુને) : હવે તો ઉઠી જા હિરોઈન, સૂરજ પણ ક્યારનો જાગી ગયો. #વહુ : રિલેક્સ મમ્મીજી, સૂરજ મારાં કરતા પહેલા સુવે છે...!!"😃😁😆🤣🤣😆 #H_R
"#સિદ્ધાંત કરતા #સહકાર અને બહુમતી કરતા #સહમતી શ્રેષ્ઠ છે, બહુ #દૂર જોશો તો નજીક નહીં દેખાય, બહુ #ખામીઓ જોશો તો #ખાસિયત નહીં દેખાય..!!" #H_R
આજનો સમય વિકલ્પોનો સમય બની ગયો છે, ખાસ કરીને સંબંધોમાં. આગળની પેઢી પાસે વિકલ્પો હતા જ નહીં એટલે, બે વ્યક્તિઓ એકબીજા સાથે આખું જીવન સમજણ અને થોડી બાંધછોડ કરીને પસાર કરી નાખતા. જ્યારે આજના સમયમાં, સ્કૂલ કે કોલેજમાં આવતા જ, છોકરા - છોકરીઓ પાસે બોયફ્રેન્ડ - ગર્લફ્રેન્ડથી માંડીને લગ્ન કર્યા પછી પણ, એટલા બધા વિકલ્પો ઉપલબ્ધ છે કે, દરેક વ્યક્તિને એમ જ થાય છે કે, આ વ્યક્તિ મારા જીવનમાં નહીં હોય તો, મને કંઈ ફેર નહીં પડે. મને એના કરતાં વધારે સારો છોકરો કે છોકરી અથવા સ્ત્રી કે પુરુષ મળી જ રહેવાના છે. અને અહીંયા જ મોટાભાગના લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે. વિકલ્પો એક આભાસી મૃગજળ જેવા હોય છે, જે દૂરથી બહુ સારા લાગે છે પણ, એકવાર તમે કોઈપણ જૂની વ્યક્તિને છોડીને નવી વ્યક્તિની નજીક જશો, એટલે ફરી પાછી એ જ, સંબંધોની સાયકલનું પુનરાવર્તન થવાનું નક્કી છે. ચહેરાઓ બદલાય છે પણ, સંબંધોની જે ચડાવ - ઉતારની સાઇકલ છે, એમાં કોઈ બદલાવ નથી આવવાનો. આ એવી વાત છે કે, તમને એક જગ્યાએ ચીરો પડ્યો, હવે એ પીડાને ભૂલવા માટે તમે બીજા હાથે પણ ચિરો પાડવા માટે તૈયાર થયા છો !! એક વાત દરેક વ્યક્તિએ સમજવી પડે કે એક સંબંધમાં નિષ્ફળતા મળે તો એમાં ક્યાંકને ક્યાંક સામેની વ્યક્તિની સાથે જ તમારી પોતાની પણ ભૂલો અને ક્ષતિઓ હશે. તો એક દરવાજો બંધ થાય એટલે બીજા દરવાજા તરફ દોટ મૂકવાના બદલે પોતાની ભૂલો પર કામ કરતા શીખો. મોટાભાગના લોકો સંબંધમાં નિષ્ફળ થયા પછી, પોતાની જાતને સમય આપવાના બદલે અથવા તો, પોતાની ભૂલો સુધારવાના બદલે, બીજી વ્યક્તિઓ તરફ દોડવા લાગે છે. કારણ કે મનને બહેલાવવું વધારે સહેલું છે, પણ મનને કાબુમાં કરવું અને પોતાની ભૂલો શોધીને પોતાની જાતમાં સુધાર લાવવો, એ વધારે અઘરું કામ છે. અને એટલે જ મોટાભાગના લોકો જે એક કે બે સંબંધમાં નિષ્ફળ જાય છે એ પછીના સંબંધોમાં પણ લગભગ નિષ્ફળ જાય છે કેમકે એવી વ્યક્તિઓ હિલ થવા માટે કે જાતને સુધારવા માટેનો સમય લેતી જ નથી. અને એટલે જ બીજા સંબંધમાં પણ છ-આઠ મહિના પછી એકવાર આકર્ષણની ભરતી ઉતરી જશે પછી, ફરી એ જ, અપેક્ષાઓ, ઝઘડાઓ અને સંબંધોની કચકચ શરૂ થઈ જશે. એક વાત સમજનાર જ, આજના સમયમાં સુખી થશે. અને એ વાત છે કે, સંપૂર્ણ શાંતિ આપણને કોઈ વ્યક્તિ પાસેથી કે સંબંધમાંથી નથી મળી શકવાની. બીજી વ્યક્તિ આપણી સાથે કદાચ, મિત્રતાના ભાવ સાથે અથવા પ્રેમભાવ સાથે ચાલી શકે છે પણ, આપણો ભાર તો આપણે પોતે જ ઉપાડવાનો છે. અને જરૂર લાગે ત્યારે, બને તેટલો ભૂતકાળનો બોજ ખભેથી ઉતારીને હળવો કરતાં શીખવાનું છે. તો જ પછીના આગળના ભવિષ્યમાં તમે, સાચી શાંતિ સાથે આગળ વધી શકશો. . #gujjus #alpviraam #reelsvideo #gujjuquotes #H_R #gujju_vato #gujarati #gujjulove #gujjugram #gujjurocks
"#નામ , #નસીબ અને #નફો એ કુદરતનો ખેલ છે, કોને ક્યારે શું આપવું એ ઉપરવાળો જ નક્કી કરે છે" #H_R
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser