I am a fashion designer. I am not a writer but I learn to put emotion into words.

રાધા અષ્ઠમીની શુભકામના🙏

ચંદ્રની ચાંદનીમાં શાંત, શીતળ પવનની લહેરખીમાં કેવી લાગણીઓનો અહેસાસ હોય?

દોસ્ત! બસ, એવો જ અહેસાસ તારી યાદથી મને શાતા આપે એ અહેસાસ શું તને પણ સ્પર્શતો નહીં હોય?

-Falguni Dost

Read More

એક શબ્દ જ
જુઠને ચગાવવા
પૂરતો જ છે!

એ અઘરું છે,
સત્ય સમજાવવું
સત્ય એકલું!

-Falguni Dost

બસ..એ એક જ વાત જીવન બદલાવી ગઈ,

દોસ્ત! લાગણીની ઉણપમાં માણસાઈ વિસરાઈ ગઈ.

-Falguni Dost

તારી સાથે મારા જોડાણનો કોન્ટ્રાક્ટ કુદરતે જ કરી આપ્યો,
ને તને હજુ કાગળિયાના લેખિત કરાર જોઈએ છે?


આયખું મેં મારુ આખું તારે નામ કરી આપ્યું,
દોસ્ત! ને તને હજુય મનમાં કોઈ સંદેહ રમે છે?

-Falguni Dost

Read More

એ ગામની ગલીઓ હવે સુની થઈ ગઈ છે,
તારા વિરહની શું એને પણ અસર થઈ હશે?

એ કિલકારીઓથી ગુંજતું આંગણું સાવ સુમસામ થઈ ગયું છે,
તારી ઊણપનુ શું એ પરિણામ હશે?

પરીવારના ચહેરે રમતું હાસ્ય ઓઝલ થઈ ગયું છે,
દોસ્ત! તારી ગેરહાજરીનુ શું એ કારણ હશે?

-Falguni Dost

Read More

આ દિલથી દિલની સફરનો રાઝ દિલમાં બંધ છે,

શ્વાસોચ્છવાસના આવનજાવનનું રહસ્ય અકબંધ છે,

તારો જ અંશ છું, વંશ છું, છતા વિવશ છુ...

સમજાય નહીં એવો પ્રભુ તારો આ પ્રબંધ છે.

-Falguni Dost

Read More

દિલથી જયારે ભાંગી પડું ત્યારે હિમ્મત આપી જાય છે,
જીવનમાં એના માટે હું ખાસ છું એ સમજાવી જાય છે,
ગહેરા જખમને પ્રેમની હૂંફથી રુજાવી જાય છે,
દર્દથી ઉઠતી આગને પળમાં એ ઠારી જાય છે,
એકાંતમાં અટકુને તો હમરાહી બની
સાથ આપી જાય છે,
દોસ્ત! જીવનસાથીના રૂપમાં સાથ આપી હરખાવી જાય છે.

-Falguni Dost

Read More

કદાચ ગેરસમજ હોત તો પણ નોખા થવુ સમજાત,

દોસ્ત! ભુલ વગરની સજા આપે એ કળયુગની માનવજાત.

-Falguni Dost

આવી તારી ચોખટ પર હું નમાવું શીશ,
સંભાળી લેજે મુજને મારા દ્વારકાધીશ!