Hey, I am on Matrubharti!

બોલવાની કિંમત
આકરી રહી હંમેશા
ડર લાગે છે હવે તો
કાંઈ કહેવા, કાંઈ કરવા.
તમે કાંઈ કહો,
તમે કાંઈ પણ કરો
પ્રતિભાવે મારા સદા
મૌન જ મળશે.
સંગતનો તો મહિમા છે
સંગ તમારે તો શિખ્યો
પ્રતિભાવ તો આપું
અકળ મૌન રહી સદા

Read More

તારું મારું ભૂલીને થોડું આગળ તો વધીએ
સફર છે લાંબી હવે આપણું કાંઈ શોધીએ

રમત રમવી તો હતી મારે
હારવાની ઈચ્છા ન હતી..
પણ જીતાડવું હતું કોઈને
અસમંજશ મોટી એ હતી

અમસ્તું જ કહ્યું ને ખોટું લાગી ગયું
હવે દિલની વાત હોઠે નથી આવતી

વારસામાં શું મેળવ્યું શું ગુમાવ્યું છે એની ચિંતા નથી
ચિંતા છે વારસામાં શું છોડી જઈશ ભાવિ પેઢી માટે
પ્રકૃતિના વિનાશમાં માનવ દખલ વધતી ચાલી ઘણી
રોપું બે ચાર વૃક્ષો યાદગીરી રૂપે વારસામાં તોય ઘણું


વિશ્વ વન દિનની શુભકામના!!!

Read More

દુષ્ટ ક્યાં જન્મે છે કોઈ
સંજોગો પર અવલંબે છે
દુષ્ટતાનું માપદંડ પણ તો
ક્યાં સરખું છે બધાં માટે
#દુષ્ટ

ઉત્કૃષ્ટ કરવાની ચાહના ખરી પણ
ઉત્કૃષ્ટ બનવાની નહીં
પડાવ જીવનના સામાન્ય માનવી તરીકે
પુરા કરું તોય ઘણું
#ઉત્કૃષ્ટ

Read More