Quotes by Flora Parmar in Bitesapp read free

Flora Parmar

Flora Parmar

@floraparmar2247


આંસુ હોત તો વહી એ જાત..
પણ આ જે ઝળઝળીયાં છે
ને એનો ભાર વર્તાય છે,
આંખો ને પણ અને હૃદય ને પણ....
- Flora Parmar

દિવસ તો જતો રહે છે વ્યસ્તતા વચ્ચે,
રાત કાઢવી ઘણી વસમી પડે છે.
આંખો સામે બધીજ ઈચ્છાઓના
મડદા પડ્યા હોય છે.
- Flora Parmar

Read More

ઝાંઝવું જોઈને ખુશ થાય ને એને
જળાશયના મોહ ના હોય.
- Flora Parmar

રસ્તામાં ભૂલા પડીએ ને, રસ્તો તો મળી જાય...
પણ જિંદગીમાં ભૂલા પડીએ ને તો તૂટી જવાય.
- Flora Parmar

એ પીડાઓ પાંથરી ને બેઠા છે ,
ભરી મહેફિલમાં ..
ને લોકો વાહ વાહ કરે છે ....
નશો છે આંખો માં પ્રેમ નો ...
ને વાતો બધે નફરત ની કરે છે .

-Flora Parmar

Read More

ચૂંટવા જતાં જ વિખેરાઈ ગયું એ ફૂલ,
જે તને આપવા હું આતુર હતી.

-Flora Parmar

પૂછ્યું છે ક્યારેય એની મૃત ઈચ્છાઓને?
કે એમાં કેટલીય ખુશીઓ થનગનતી હતી

-Flora Parmar