સાવન

મે એક સાંજ ચિરાગોથી સજાવી રાખી છે.
શરત મે હવાઓથી લગાવી રાખી છે.

સાવન

કોઈ હારી ગયું કોઈ જીતી ગયું,
આખરે આ વર્ષ વિતી ગયું.


સાવન

દુઃખ કોઈ નું સમજી શકો તો મૂછે તાવ દેજો,
સુખ સૌને દઈ શકો તો મૂછે તાવ દેજો.
મંગળ સુધી જઈ આવ્યો માણસ,
બસ મન સુધી પહોંચી શકો તો મૂછે તાવ દેજો.

- સાવન

Read More

મારા જીવન સંગીતનો તું મેળ છે,
એટલે જ તારે ને મારે સુમેળ છે.

- સાવન

સીધી ખીલીને હથોડાનો માર,
ને વાકી ખીલીનો જયજયકાર.
વાહ રે! માનવી શું તારો વિચાર,
તારામાં પણ આવ્યો એવો વિકાર.

સાવન

Read More

પળભરમાં સઘળું બદલાઈ ગયું,
જે યાદ હતું તે વિસરાઈ ગયું.
હકની લડાઈના સમરાંગણમાં,
લાગે છે કોઈ વેચાઈ ગયું.

સાવન

Read More

તારા ચરણોમાં સેવક બની રહું,
સદાય તારું સ્મરણ કરતો રહું.
સર્વનું કલ્યાણ કરજે
"મા"
બસ એજ આશા સેવતો રહું.

સાવન

Read More

કુછ પાકર ખોના શાયદ દસ્તુર હૈ,
લગતા હે યે સબ બાતે બેફજુલ હૈ.
ઉનકો લગા હમને સબ કુછ દે દિયા,
જો માંગા વો ના મિલા ક્યાં યહિ આપકા ઉસૂલ હૈ.

સાવન

Read More

તારું સ્મરણ થાય ને તું આવે એવું પણ બને,
મારા શ્વાસમાં ફૂલોની મહેક સમાય એવું પણ બને.
પ્રેમની મીઠી વાતો થાય એવું પણ બને,
શરમથી તારા નયન ઝુકાય એવું પણ બને.

- સાવન

Read More

મુદ્તો બાદ યે સમા આયા હે,
હર એક દિલ મે તુફા સમાયા હે.
ક્યાં હુઆ ગર ઉનકા સાથ નહિ ,
હમને ચિનગારીઓ સે સોલા બનાયા હે.

- સાવન

Read More