Quotes by hardik joshi in Bitesapp read free

hardik joshi

hardik joshi Matrubharti Verified

@hardikjoshiji2007gma
(740)

અમરીશ અને ભૂમિકા ઉપાધ્યાય નો બારમા ધોરણ માં ભણતો એક નો એક દીકરો કેવિન એક સાંજે ક્લાસિસ માં ગયો હોય છે અને પાછો નથી આવતો. પોલીસ કીડનેપિંગ અંગે શંકાશીલ છે. અને તપાસ આગળ વધારે છે. પોલીસ તપાસ માં કેવિન અને તેની જ સ્કુલ ની સહપાઠી માધુરી વચ્ચે નાં જઘડાં ની વાત બહાર આવે છે. હવે આગળ...

નવી ધારાવાહિક કીડનેપ નો ત્રીજો ભાગ માતૃભારતી પર વાંચવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

https://www.matrubharti.com/book/19927735/kidnepar-3

Read More

https://www.matrubharti.com/book/19927555/kidnap-1

નવો એપિસોડ દર શનિવારે રજૂ થશે જેની તમામ વાંચક મિત્રો એ નોંધ લેવી. આભાર.
આપનો મિત્ર,
હાર્દિક જોષી.
🙏🙏🙏

Read More

https://www.matrubharti.com/book/19927555/kidnap-1

મારી પ્રથમ નવલકથા "ખૂની કોણ?" ને આપ સહુ વાચક મિત્રો તરફ થી જે પ્રતિસાદ મળ્યો છે તે અભૂતપૂર્વ છે. મે ધાર્યું પણ નહોતું કે મારા જેવા એક સાવ જ નવા પ્રયોગશીલ લેખક ને આપ આટલા ઉત્સાહ થી વધાવી લેશો. હું ખરેખર આપ સહુ નો ઋણી છું.


આપનો મારા પ્રત્યે નો પ્રેમ અને આપણા સંબંધો ને સાહિત્ય રૂપી આ દોર થી વધુ મજબૂત બનાવવા હું આપની સમક્ષ એક વધુ રહસ્ય અને રોમાંચ થી ભરેલી નવી ધારાવાહિક "કિડનેપ" લઈ ને આવ્યો છું. આશા રાખું છું કે આ નવી ધારાવાહિક પણ આપનું મનોરંજન કરવા માં જરૂર થી પાર ઉતરશે.

Read More

જે વસ્તુ, પરિસ્થિતિ પર તમારો કર્તા ભાવ નથી, તેના વિશે સમજુ મનુષ્યો ચિંતા કરતા નથી.

- હાર્દિક જોષી

https://youtu.be/jwdYphqFTpI

ભાષા ને શું વળગે ભૂર, રણ માં જીતે તે શૂર- વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે થોડી રમુજી વાતો.

હું હાર્દિક જોશી વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે લઈ ને આવ્યો છું ભાષા ને લઇ ને ચાલતી કેટલીક હંમેશ ની માથાકૂટ, મૂંઝવણ અને સમાધાન એક નવા જ રમુજી અંદાજ માં. ગમે તો લાઈક, શેર કરજો. મિત્રો, આપની આસપાસ ના વિદ્યાર્થીઓ ને તો આ વીડિયો ખાસ શેર કરજો. 🙏🙏🙏

Read More

એક વખત મે તેને કહ્યું ચાલ લુકા છુપી રમીએ,
તે પણ બોલી કે ચાલો, રમત આ મજા ની રમીએ,

તેણે કહ્યું, પેલા તું છુપાઈ જા હું તને શોધીશ,
હું બોલ્યો, છુપાઈશ એવો કે તને નહિ જ મળીશ,

જઈ બેઠો હું તેના નયનો માં છુપાઈ જવાને,
તે પણ કરતી રહી પ્રયાસો મને શોધવા ને,

ના મળ્યો આખરે હું તેને જ્યારે,
આંખો માં એ પાણી લાવી બેસી,
ને પાણી નાં પુર ની એ રેલી,
મને આંખો ની બહાર લાવી બેસી,

હવે તે બોલી હું છુપાઉ છું ને વારો છે તારો,
મે પણ કહ્યું કે પ્રિયે, આજ નો દિવસ છે મારો,

જઈ બેઠી છુપાવા ને મારા દિલ ના દર્દ માં,
ને હું શોધતો રહ્યો તેને
મારી ખુશીઓ ની હર એક પળ માં,

ના જ મળી મને એ ક્યાંય, તો
હસતી હસતી આવી મુજ પાસ,
હતી છુપાઈ તારા દર્દ માં,
હતી હું એકદમ જ તુજ પાસ,

મે કહ્યુ તારી હાજરી માં ઓ પ્રિયે,
ક્યાં મારા દર્દ રહે જ છે આસ પાસ,
બસ ખુશીઓ જ તો હોય છે મુજ પાસ.

Read More

આ દુનિયા માં માત્ર બે જ વ્યક્તિઓ સાચા છે...

હું અને તું.

😀😀😀

-hardik joshi

https://youtu.be/aZnYIH_J--A

નમસ્તે મિત્રો,
આજ ના ગાંધી જયંતિ ના દિવસે ચાલો આજે ગાંધી ને સમજવા નો એક નાનો પ્રયાસ કરીએ. આમ તો ગાંધી વિશે બધા જ બોવ બધું જાણે છે, પણ જે રીતે જાણવું જોઈએ તે રીતે બહુ ઓછાં જાણે છે. અને આમ પણ જ્યારે બોવ જાજી વાતો કોઈ ચરિત્ર વિશે સાંભળી હોય તો તેમાં અસ્પષ્ટતા અને અસત્ય માહિતીઓ પણ ભારોભાર હોય છે.

ગાંધી ને અને ભારત ના ભવ્ય ઐતિહાસિક વારસા ને રીબુટ કરતી શ્રેણી ના ભાગ સ્વરૂપે હું આ વિડિયો ના માધ્યમ થી ગાંધીજી ને તેમના જન્મ દિવસે સ્મરણ કરી અને સ્મરણાંજલિ આપવા નો પ્રયાસ કરું છું.

જય હિન્દ.
આપનો હાર્દિક જોષી.
🙏🙏🙏

Read More
epost thumb

https://youtu.be/0ZPJh9TIEY8

શા માટે દર વખતે ભગતસિંહ અને ગાંધીજી ની સરખામણી?
- હાર્દિક જોષી.