i am hetal joshi gujrati/ hindi writer....

મૂલ્ય અહીં માનવી નું જરૂરિયાત મુજબ અંકાય છે
જરૂર પડે તો લાખ માં નહીં તો રાખ માં અંકાય છે
હેતલ. જોષી... રાજકોટ

Read More

वो जो मुझे अपने हिस्से की भी हर खुशियाँ दे गया
वो खुशियों का सौदागर न जाने आज कहाँ खो गया
हेतल. जोशी... राजकोट

Read More

વિદાય લીધી ગણપતિ દાદા એ આજે
વિસર્જન થયા ગણપતિ દાદા આજે
દુઃખી થઈ વહે આ નયનો મારા આજે
અને મન પણ ભારી થઈ ગયું મારું આજે
સુનું થઈ ગયું ઘર અને આંગણું પણ મારું આજે
અને શુના થઈ ગયા શેરી અને ચોક પણ મારા આજે
વિદાય વસમી લાગે દાદા ની કેમ કરીને સહાય એ આજે
યાદ આવે દાદા ની અને આ મારું મન પણ દુઃખી થાય આજે
વિદાય ની ક્ષણ નજીક આવે અને આ મન પણ વધુ દુઃખી થાય મારું આજે
છતાં પણ દાદા ની હસ્તી પ્રતિમાને જોઈને દાદા જાણે સદાય સાથે જ છે એવો પણ એક અહેસાસ થાય આજે
ઢોલ નગારા ની સાથે રમતા રમતા દાદાની વિદાય થાય આજે
માંગી માફી ભૂલ ચૂક ની ને દાદા ની વિદાય થાય આજે
સુખી રહીએ સદા પરિવાર અને સર્વે એવા આશીર્વાદ પણ લેવાય આજે
આવતા વર્ષે ફરી થી હર્ષે અને ઉલ્લાસ થી દાદા નું સ્થાપન થાય એજ આશા એ આજે
દાદા નું વિસર્જન પણ કરીએ આજે
ગણપતિ દાદા મોરિયાના એ નાદ સાથે સર્વત્ર ગુંજી જાય આજે
દાદા સર્વે ને સુખી કરે એવા પણ આશીર્વાદ પણ આપતા જાય આજે
હેતલ. જોષી... રાજકોટ

Read More

જંગ શરૂ છે રોજ હાલત સાથે મારી
જંગ માં જિંદગી જો દાવ પર છે
જીતવી તો પડશે આ જંગ જિંદગી ની
મુત્યુ ની હજુ મારી ઉંમર પણ ક્યાં છે
હેતલ. જોષી... રાજકોટ

Read More

હજારો દર્દ માં પણ ખુશીઓને શોધવાની છે
કેમકે દર્દની ક્યાં કોઈ મહેફિલ હોય છે
એતો અચાનક જ આવે છે અને
જીવન માં કાયમ માટે ઘર કરી જાય છે
હેતલ. જોષી... રાજકોટ

Read More

કોઈ તો હ્રદય ને પારખવા વાળું મળશે
કોઈ તો મને સમજવા વાળું મળશે
આ દુનિયાની ભીડ માં કોઈએક એવું હશે જ મારા માટે આ દુનિયામાં આવ્યું હશે
જે મને હ્રદય થી પ્રેમ કરશે
જે મારા મનના ભાવો ને સમજશે
કોઈ તો હશે જે મારા મૌન ને પણ સમજશે
કોઈ તો હશે જે મારી આંખો ને વાંચશે
કોઈ હશે જ કહ્યા વિના ની મારી વાતો ને સમજશે
ક્યારે મળશે આવું કોઈ એની
મને પણ ક્યાં ખબર છે
આતો પ્રેમ કલ્પના ઓમાં વસનાર છે
હકીકત માં કોઈ આવું છે કે નહીં
એની મને પણ ક્યાં ખબર છે
બસ આવા કોઈ ની રાહ જોવે આ પાગલ મન હકીકત ની એને પણ ક્યાં ખબર છે
ભાવો અને લાગણીઓથી ભરેલું હ્રદય
વાટ એની દિવસ -રાત આ મન જોવે છે
એ સપનાઓ માં રહેનાર ને કહો હકીકત માં પણ આવે
આ દુનિયા હકીકત ની છે સપનાઓની નહીં એ વાત કોઈ એને પણ સમજાવે

હેતલ. જોષી... રાજકોટ

Read More

ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી
ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી
શોધો કોઈ મોબાઈલ માં આજે એને
લાગે છે ડિજિટલ યુગ માં ક્યાંક ખોવાઈ ગયો છે આજે આ માનવી
મોબાઈલ ની એ દુનિયામાં બીઝી થઈ ગયો છે આજે આ માનવી
ખોવાઈ ગયો છે એ મેસેજો ની દુનિયા માં ક્યાંક આજે આ માનવી
વાસ્તવિકતા ઓથી દૂર થઈ ગયો છે એ આજે આ માનવી
પાસે રહેલા ઓથી પણ દૂર થઈ ગયો છે આજે આ માનવી
એક ઘરમાં રહેલા સાથે પણ મેસેજ થી વાતો કરી રહીયો છે આજે આ માનવી
તહેવારો પણ મોબાઈલ માંજ ઉજવી રહીયો છે આજે આ માનવી
દરેક તહેવારો પણ ડિજિટલ થઈ ગયા છે આજે
ભાવના અને લાગણીઓ પણ મેસેજ થી વ્યક્ત થઈ રહી છે આજે
ક્યાં યુગ માં ખોવાઈ ગયો છે આજે આ માનવી
લાગે છે માનવી પણ ડિજિટલ થઈ ગયો છે આજે
કેવો સમય આવી ગયો છે આજે
દરેક માટે મોબાઈલ જ પોતાની દુનિયા બની ગઈ છે આજે
ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી
શોધો કોઈ એને મોબાઈલ માં ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી
ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી
હેતલ.જોષી..રાજકોટ

Read More

જીંદગી ની દરેક ક્ષણ આપણે ઈચ્છી એ એવી હોતી નથી
ગમે નહીં એવી ક્ષણો પણ જીવન માં આવે જ છે
એ ક્ષણો ને પણ જે મનગમતી કરી જીવે છે
એ જ તો જીવન માટે મુત્યુ ને પણ હરાવી શકે છે
હેતલ. જોષી.. રાજકોટ

Read More

જવા વાળા તો પલભર માં જ વહી જાય છે
એ જતા પહેલા ક્યાં કોઈ નોટિસ કે આજ્ઞા પણ લે છે
આપણે જ એમને યાદો માં પકડીને રાખી છીએ
હકીકત માં તો એ ક્યાર ના દૂર થઈ ગયા હોય છે
હેતલ. જોષી... રાજકોટ

Read More

હ્રદય ના બંધ બારણાં ઓમાં આજે પણ એની યાદો અંક બંધ છે
સમજે છે બધા ભૂલી ગયા અમે એને પણ
સપનાઓમાં તો એ રોજ આજે પણ મને મળે છે
હેતલ. જોષી... રાજકોટ

Read More